-moz-user-select:none; -webkit-user-select:none; -khtml-user-select:none; -ms-user-select:none; user-select:none;

શનિવાર, 31 જાન્યુઆરી, 2015

“ સાબિતી “

           દુનિયામાં દિનપ્રતિદિન વિજ્ઞાન અને તેની ટેકનોલોજીમાં વધારો થતો જોવા મળે છે,વિજ્ઞાન અત્યારે દરેક જગ્યાએ પહોચી ગયું હોય એમ લાગે છે,વિજ્ઞાન સાબિતી હોય અને સાબિતી મળે ત્યારે જ નક્કી કરે છે કે આ વસ્તુ માનવજાત માટે કેટલી ઉપયોગી-બિનઉપયોગી કે સત્ય-અસત્ય છે,પછી વિજ્ઞાનની બાબતમાં ગમે તે હોય છે, પછી તેમાં કોઈ વસ્તુ હોય કે પછી કોઈ પદાર્થ અથવા તો કોઈ રોગ હોય કે તેનો ઈલાજ હોય.
           વિજ્ઞાનની દરેક વાત અને બાબત સાબિતી ઉપર જ આધારિત છે, તમને નહી ખબર હોય મિત્રો પણ હવે વિજ્ઞાન પ્રેમ સંબંધમાં પણ પહોચી ગયું હોય તેમ લાગે છે,કારણ કે અત્યારે તમે કોઈને પ્રેમ કરતા હોય તો તમારે તમારી ગર્લફ્રેન્ડને દરોજ હું તને ચાહું છું,હું તને ચાહું છું,તેવું કહેવું પડતું હોય છે પછી તેવું કહેવામાં મેસેજનો ઉપયોગ થતો હોય કે પછી ફોનનો,
           હવે છોકરીઓ પણ વિજ્ઞાનની જેમ સાબિતી અને સબુત ઉપર વિશ્વાસ રાખવા લાગી છે,જો તમે તમારી ગર્લફ્રેન્ડને હું તને પ્રેમ અને યાદ કરું છું તેવા શબ્દો કહો તો જ તે તમારા પ્રેમનો વિશ્વાસ કરશે, તમે ભલે તમારી ગર્લફ્રેન્ડને હું તને ખુબ જ પ્રેમ કરું છું,યાદ કરું છું તેવા શબ્દો કહેતા હોય પણ એક દિવસ પણ જો તમે તમારી ગર્લફ્રેન્ડને હું તને ચાહું છું,.હું તને યાદ કરું છું તેવા શબ્દો ન કહો તો તે તમારાથી રિસાય પણ શકે છે અથવા તો તે તમારા પર વિશ્વાસ મુકવાનું પણ છોડી દેતી હોય છે,તમે એક વખત હું તને પ્રેમ કરું છું,તને યાદ કરું છું એવું ના કહ્યું હોવાથી તે એમ પણ માનવા લાગશે કે તમારું પ્રેમ-પ્રકરણ બીજા સાથે ચાલુ થઇ ગયું છે અથવા તો તમને તેનામાં રસ રહ્યો નથી,
           તમારા જીવનમાં,તમારા હદયમાં તમારી ગર્લફ્રેન્ડ પ્રત્યે ધણો બધો પ્રેમ હોય પણ જો તમે તેને પ્રેમ વિશેના શબ્દો એક દિવસ ના કહો એટલે તમારી આવી બન્યું એવું સમજવું,તમે એક દિવસ ના કહેલા શબ્દો “ હું તને પ્રેમ કરું છું,તને યાદ કરું છું “ તમારા માટે કદાચ મોટી મુશ્કેલી સર્જી શકે છે,તમે એક દિવસ તેવા મેસેજ ના મોકલો એટલે તમારી ગર્લફ્રેન્ડ તમારા પર અનેક જાતની શંકા પણ કરવા લાગશે,
            તમારે જો તમારો પ્રેમસબંધ સાચવવો અને ટકાવો હોય તો તમારે દરોજ દિવસના કોઇપણ સમયે તમારી ગર્લફ્રેન્ડને હું તને ખુબ ચાહું છું,તને ખુબ યાદ કરું છું તેવા શબ્દો કહેવા જરૂરી છે અને મારા જીવનમાં તારા શિવાય કોઈ બીજી છોકરીનું સ્થાન નથી એવું દરોજ સાબિત કરવું પડતું હોય છે,
            એક વાત સમજી લ્યો,વિજ્ઞાન એક વખત જ સાબિત કરે છે પછી માનવજાત તેનો સ્વીકાર કરી લે છે,પણ તમારી ગર્લફ્રેન્ડ વિજ્ઞાનની પણ બાપ હોય તેમ તમારે તેને પ્રેમ અને યાદ કરો છો તેવી સાબિતી દરોજ આપવી પડે છે યાર,પ્રેમની બાબતમાં વિજ્ઞાન કરતા છોકરીઓ એક ડગલું આગળ હોય તેમ લાગે છે...
            તમારે પ્રેમ ટકાવો છો ને મિત્રો,તો દરોજ તમે તમારી ગર્લફ્રેન્ડને હું તને ચાહું છું,તને યાદ કરું છું તેવો મેસેજ કરવા લાગો અથવા તો ફોન કરીને જણાવી આપો પછી ભલે તમે યાદ ના પણ કરતા હોય,ક્યારેક એવું પણ બનતું હોય છે કે જે ખરેખર નથી હોતું તેવું પણ બીજાને કહેવું પડતું હોય છે,જેમ કે કોઈ પૂછે કેમ છે,તો મજામાં કહેવું પડે તેમ....................
 

Be happy yar

શુક્રવાર, 30 જાન્યુઆરી, 2015

“ મહાત્મા “

              એક દેશ-વિદેશમાં પ્રખ્યાત થયેલા મહત્મા હતા.તેની ખ્યાતી બધે ફેલાવવાનું કારણ એ હતું કે તે ધર્મ અને ભગવાન વિષે એક નક્કર અભિપ્રાય આપતા.મહાત્માના કહેવા પ્રમાણે : “ દરેક ભગવાન અને ધર્મ એક છે,જેમ દેશ બદલે તેમ ભગવાનનો વેશ પણ બદલે છે, જેમ પાણી એક હોવા છતાં તેના ઘણા નામ છે તેમ ભગવાન એક હોવા છતાં તેના ઘણા નામ છે.
પણ જયારે તેનો પરમ શિષ્યો તેને કહેતા ને કે : “ ચાલોને ગુરુજી ,આપણે હિંદુ ધર્મના ભગવાનના દર્શન કરવા જઈએ”
            ત્યારે મહાત્મા ફક્ત આટલોજ જવાબ આપતા: “ તેના ભગવાન કરતા આપણા ભગવાન ધણા મોટા છે, તેના ફક્ત મંદિરો જ મોટા છે બાકી ભગવાન તો આપણા જ મોટા છે, આથી ક્યાય જવાની જરૂર નથી સમજ્યો “

BE HAPPY YAR

" પરગ્રહવાસી નથી "

લાંચિયા રાજકારણી કોઈ પરગ્રહવાસી નથી
 આપણામાંથી જ કોઈ એક છે,
આંતકવાદી કોઈ પરગ્રહવાસી નથી
આપણામાંથી જ કોઈ એક છે
બળાત્કારી કોઈ પરગ્રહવાસી નથી,
આપણામાંથી જ કોઈ એક છે
વાચનાના ભૂખ્યા વરુ કોઈ પરગ્રહવાસી નથી 
આપણામાંથી જ કોઈ એક છે
ગરીબોનું શોષણ કરનાર કોઈ પરગ્રહવાસી નથી
આપણામાંથી જ કોઈ એક છે
લોભિયા કોઈ પરગ્રહવાસી નથી
આપણામાંથી જ કોઈ એક છે
કામચોર કોઈ પરગ્રહવાસી નથી
આપણામાંથી જ કોઈ એક છે,
વિશ્વાસઘાતી કોઈ પરગ્રહવાસી નથી 
આપણામાંથી જ કોઈ એક છે,
લાગણી સાથે રમત રમાનાર કોઈ પરગ્રહવાસી નથી
આપણામાંથી જ કોઈ એક છે .
આપણામાંથી જ કોઈ એક ખરાબ,ક્રૂર અને હરામી  છે છતાં
બધા લોકો બીજા ઉપર દોષ દેતા હોય છે "

BE HAPPY YAAR

ગુરુવાર, 29 જાન્યુઆરી, 2015

ભગવાનને પત્ર

             એક કોલેજીયન યુવાન હતો,તે બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો,નામ તો તેનું રાહુલ હતું.રાહુલ ગામડામાં રહેતો હોવાથી તે સીધો.સાદો અને સરળ યુવાન હતો.રાહુલ ભગવાન પર ખુબ જ વિશ્વાસ રાખતો હતો.ભગવાન પર વિશ્વાસ તો ધણો હતો છતાં રાહુલના જીવનમાં દુર્ગુણોનો અડો જામી ગયો હતો.રાહુલથી કોઈપણ ભૂલ કે કઈ ખરાબ થાય તો તે પોતાની ભૂલ કે ખરાબ કાર્યનું પ્રાયશ્ચિત કરવા bhgvanneભગવાનને પ્રાર્થના કરતો અને તેની માફી માંગતો અને માફ કરવા નમ્ર વિનંતી પણ કરતો.

                રાહુલનોનો એક નિયમ પણ હતો કે દરોજ મંદિરે ભગવાનના દર્શન કરવા જવું, પણ તે એમ માનતો નહી કે મંદિરમાં રહેલી ભગવાનની પ્રતિમા જ ભગવાન છે.તે તો ફક્ત પોતાની શ્રધ્ધા પર જ વિશ્વાસ રાખતો અને મંદિર જતો.
                        રાહુલ સમાજમાં અને પોતાના રહેલા દુર્ગુણોથી કંટાળી ગયો હતો આથી તેણે ભગવાનનેpt ptપત્ર લખવાનું નક્કી કર્યું.રાહુલને પત્ર લખવાનું હેતુ એ હતો તેનામાં જે દુર્ગુનોએ ઘર કર્યું છે તે ભગવાનના ચરણોમાં સમર્પિત કરી નાખું અને પોતાની જીવન ફરી પાણી જેવું પવિત્ર અને સ્વસ્છ રહે,રાહુલ પોતાના નવરાશનો સમય શોધીને bhgvannભગવાનને પત્ર લખવાનું ચાલુ કર્યું .તે પત્ર બહુ વિચિત્ર અને નવીન હશે પોતાના માટે અને ભગવાન માટે પણ કારણ કે રાહુલને કઈક નવું કરવું બહુ ગમતું.રાહુલે આ રીતે પત્ર લખવાનું ચાલુ કર્યું “
                 
                         “ હે ભગવાન, તમે તો સર્વ-વ્યાપી છો,સર્વ-જાણનારા છો,સર્વગુણ સંપન છો, તમે જ આ દુનિયાને ચલાવનાર અને જીવાડનાર અને સહાર કરનારા છો.તમે કણ-કણમાં વાસ કરો છો .તમારા વગર પાંદડું પણ ચાલતું નથી,તમારા વગર દુનિયાનું સર્જન થવું અશક્ય છે,
                હે ભગવાન તમે જ મારા જીવનની અવળી પરીસ્થિતિને સુધારનારા અને મને સુખ-શાંતિ આપનારા છો.હે ભગવાન મારો પત્ર તમને જરીક નવો લાગશે પણ હવે બધી જગ્યાએ આધુનિકતા આવી ગઈ હોવાથી હું પણ તમને આધુનિક રીતે પત્ર લખી રહ્યો છો, પત્ર લખવાનું કારણ એ છે હે ભગવાન મારા જીવનમાં ધણા પ્રકારના virus VIRUS ( દુર્ગુણો ) આવી ગયા છે જેમકે કામ,ક્રોધ,મદ,મત્સર, લોભ વગેરે.આ બધા VIRUS થી મારું જીવન નર્ક જેવું બની ગયું છે,મેં આ બધા VIRUS ને REMOVE કરવા ધણા પ્રયત્ન કર્યા પણ તેમાં મને નિષ્ફળતા મળી.
પછી મેં મારા જીવનમાં પડેલા VIRUS ને દુર કરવા પહેલા સત્યરૂપી ANTI-VIRUS INSTALL કર્યો..
                           આ સત્ય ANTI-VIRUS થી મને ધણી રાહત મળી પણ હું તેને ટકાવી રાખવા અસમર્થ હતો.કારણ કે આ ANTI-VIRUS મારે જીવનમાં ધણા દુખ સહન કરવા પડ્યા,હા એક વાત છે, આ ANTI-VIRUSથી મારા કામ,ક્રોધ,લોભ,મોહ ધીમે ધીમે નાશ પામતા હતા પણ શું કરું મારા જીવનમાં મેં સત્યરૂપી ANTI-VIRUS ને ક્યારેય UPDATE જ ન કર્યો ,આ ANTI-VIRUS પણ મારા માટે નકામો નીકળ્યો.
                 મને હવે આગળનો કોઈ દેખાતો નહોતો.સત્ય ANTI-VIRUS મારા જીવનમાં REMOVE કરવાથી ધણા નવા VIRUS મારા જીવનમાં આવ્યા અને મારું જીવન ખળભળી ઉઠ્યું. હું આ બધા VIRUS કંટાળી ગયો હતો વળી તેને દુર કરવા માટેના કોઈ રસ્તો દેખાતો નહોતો.આથી મેં મારા જીવને FORMAT( આત્મહત્યા ) મરવાનો વિચાર કર્યો,જ્યાં હું મારા જીવને FORMAT મારતા જતો હતો ત્યાં જ મારો જીગરીજાન દોસ્ત આવી ગયો અને મને અટકાવ્યો.મને તેણે પૂછ્યું :કેમ તારા જીવનને FORMAT મારવા તૈયાર કરતો થયો “
           
                         મેં તેને વિગતવાર જણાવતા કહ્યું : મારા જીવનના ધણા પ્રકારના VIRUS ENTER થઇ ગયા છે, જેને હું ક્યારેય UNISTALL કે REMOVEકરી શકતો નથી.આ VIRUS ને લીધે GOOD THINK નામનું SOFTWARE કા તો ઉડી જાય કાતો BRAIN નામના SOFTWARE ની FILE CURRUPT થઇ જાય,આથી મેં નક્કી કર્યું છે મારા જીવનને FORMAT ( આત્મહત્યા ) માર્યા વગર છુટકો નથી,હવે તુજ કહે હું શું કરું.
               હે ભગવાન ,ત્યારે મારા મિત્રે મને એક સરસ મજાની વાત કહી કે બકા રાહુલ, તું જીવનમાં ભક્તિ નામનો ANTI-VIRUS INSTALL કર એટલે તારા જીવનમાંથી બધા virus VIRUS દુર થઇ જશે.અને તારું જીવન કોરા કાગજ જેવું થઇ જશે,એક વાત છે, ભક્તિ નામનો ANTI-VIRUS બહુ ખર્ચાળ છે પણ તેને INSTALL કરવી બહુ સહેલો છે,પણ તેને UPDATE ( ટકાવો ) કરવો બહુ મુસ્કેલ છે,પણ જો તું પ્રયત્ન કરીશ તો તારા જીવનમાં રહેલા બધા VIRUS દુર થઇ જશે અને નવા VIRUS ENTER પણ નહિ થાય.
                        મેં મારા મિત્રની સલાહને માન આપીને હે ભગવાન મેં ભક્તિરૂપી ANTI-VIRUS INSTALL કર્યો ,શરુ શરુમાં મને INSTALL કરવામાં બહુ તકલીફે પડી પણ અંતે મને સફળતા મળી,જયારે જયારે ANTI-VIRUS OUT OF DATE ( કસોટી ) થાય ત્યારે ત્યારે હું UPDATE કરતો ગયો.હવે ભગવાન મારા જીવનમાંથી બધાય VIRUS REMOVE થઇ ગયા અને મારું જીવન શાંતિથી પચાર થવા લાગ્યું.
              હે ભગવાન.હું તમને એક વિનંતી કરું છું કે જયારે જયારે મારે મફતમાં INTERNET CONNECTION ( ભગવાનનું સાનિધ્ય ) જયારે જરૂર પડે ત્યારે આપતા રહેજો કારણ કે તેથી હું મારો ભક્તિરૂપી ANTI-VIRUS UPDATE કરતો રહું.
                       અંતે હે ભગવાન હું મારો આ પત્ર પુરો કરું છુ ,હે ભગવાન આ પત્ર વાચવા તમને નમ્ર વિનંતી છે,અને ક્યારેય મારે ભક્તિરૂપી ANTI-VIRUS UPDATE કરવો હોય ત્યારે CONNECTION LOST (મદદ ન કરવી ) ન થવા દેશો,નહિતર હું ફરી VIRUS ના વ્યૂહમાં અટવાય જઈશ. ફરી વખત આ બધા ખતરનાક VIRUS મારા જીવનમાં ENTER ન થાય તેનું ધ્યાન રાખવા તમને નમ્ર વિનંતી છે,હું મારાથી બનતી કોશીસ કરીશ કે હું ભક્તિરૂપી ANTI-VIRUS ક્યારેય મારા જીવનમાંથી UNINSTALL કે REMOVE કરીશ નહી.અંતમાં જય શ્રી ક્રિષ્ના
તમારો અબુધ અને કોમ્પુટરનો જાણકાર બાળક : રાહુલ

BE HAPPY YAAR

મને એવા દેશની દયા આવે છે કે

મને  એવા દેશની દયા આવે છે કે
જ્યાં દિલ-દીલ તોડવાવાળા બેફિકર ફરે છે અને
મંદિર તોડવાવાળાને મોતની સજા મળે છે
જ્યાં કરોડોના ગોટાળા કરનાર મોજ-મસ્તી કરે છે અને
રૂપિયાની ચોરી કરનાર જેલના સળિયા ગણે છે
           મને એવા દેશની દયા આવે છે
જ્યાં બળાત્કારીઓ લીલાલહેર કરે છે અને
છેડતી કરનારને લોકો ધોઈ-ધોઈને અધમુવો કરી નાખે છે
જ્યાં પથ્થરોની સેવા કરનારો ધાર્મિક તરીકે ઓળખાય છે અને
ગરીબોની સેવા કરનારને સ્વાર્થી ગણવામાં આવે છે
           મને એવા દેશની દયા આવે છે
જ્યાં પૈસાવાળા સમાજમાં આદરણીય ગણાય છે અને
પ્રેમ કરનારને લાકડી-ધોકાનો માર પડે છે
જ્યાં ઢોંગી લોકો સાધુ-સંતો તરીકે પૂજાય છે અને
સત્યવાદી લોકો હસીનું પાત્ર બને છે
          મને એવા દેશની દયા આવે છે
જ્યાં નિર્દોષ હરણીઓનો જાહેરમાં શિકાર થાય છે અને
ખૂંખાર સિહોને પાંજરમાં પૂરીને રક્ષણ અપાય છે
જ્યાં લોકોની શ્રધ્ધાને અંધશ્રધ્ધા કહેવામાં આવે છે અને
અંધશ્રધ્ધાને શ્રધ્ધા માનીને વિસ્વાસ કરવામાં આવે છે
         મને એવા દેશની દયા આવે છે
જે દેશના બધા વિદ્યાર્થીઓ FACEBOOK, WHATSAPP માં વ્યસ્ત રહે છે અને
પરીક્ષાના સમયમાં માનતા માનીને સારી ટકાવારીએ પાસ થવાની આશા રાખે છે
જે દેશના રાજકારણીઓ ચુંટણીઓમાં ખોટા વાયદા-વચનો આપે છે અને
બેવકૂફ પ્રજા તેના પર વિશ્વાસ મુકીને તેને સારા એવા મતોએ જીતાડે છે
         મને આવા દેશની બહુ દયા આવે છે યાર ....................

 

BE HAPPY YAR

“ ખુશી “

   
             એક નાના એવા શહેરમાં એક રમેશ નામનો છોકરો તેના મમ્મી-પાપા સાથે રહેતો હતો,રમેશની આર્થિક પરીસ્થીતી સારી ના હોવાથી તે અભ્યાસ કરતા કરતા મમ્મી-પાપાને મદદ થઇ શકે તે માટે નાની એવી નોકરી કરતો હતો શહેરમાં રહેતા હોવાથી અને મોધવારી પણ બહુ હોવાથી તેના મમ્મી-પાપા પણ નોકરી કરતા હતા,તેના મમ્મી ધરે રહીને સાડીઓની સિલાઈ કરવાની કામ કરતા જયારે તેના પાપા હીરાના કારખાનામાં જઈને હીરા ધસવા જતા.
           રમેશ અને તેના મમ્મી-પાપાની આર્થિક પરીસ્થીતી સારી ના હોવા છતાં તેવો બધા મસ્ત રીતે જિંદગી જીવતા અને સ્વર્ગના સુખો ભોગવતા હોય તેવો અહેસાસ કરતા..રમેશ જયારે પણ અભ્યાસ કરવા જાય ત્યારે તે તેના મમ્મી-પાપાને પગે લાગતો જાય અને તેના આશિર્વાદ લેતો.રમેશ વિશે કહેવું હોય તો કહી શકાય તે તેના મમ્મી-પાપા માટે કલયુગનો શ્રવણ હતો.જેમ સતયુગમાં શ્રવણ તેના અંધ માતા-પિતાની સેવા કરતો તેમ કલયુગમાં રમેશ તેના માતા-પિતા સેવા કરતો,
           રમેશ નોકરી કરવામાં થાકી જતો હોવા છતાં તે તેના મમ્મી-પાપાને જમીને તેના પગ દબાવતો,માથું દબાવતો અને પાપાનો થાક દુર કરવાનો પ્રયત્ન કરતો હતો,ક્યારેક જો તેના મમ્મીની તબિયત સારી ના હોય તો તે રસોડામાં જઈને ખાવાનું પણ બનાવી લેતો,ઠામ-વાસણ પણ ધોઈ નાખતો,રમેશને એવું કઈ નહી કે સ્ત્રીનું કામ આપણે ના કરાય,રમેશને તો પોતાના મમ્મી-પાપાના સુખ માટે કોઇપણ કામ કરવા ગમતા હતા,એટલે તો તે રોટલી અને શાક પણ બનાવી લેતો અને ઠામ-વાસણ પણ ધોઈ નાખતો,અને ક્યારેક ધરમાં પાણીથી પોતું પણ મારી દેતો.
           રમેશ પોતાની નોકરીનો જે પણ પગાર આવે તે તેની મમ્મીના ચરણે ધરી દેતો,પોતાને કોઈ વ્યસન ના હોવાથી તે એક રૂપિયો પણ ખોટી રીતે વાપરતો નહી,રમેશના મમ્મી-પાપા પોતાની દીકરાની માતૃ-પિતૃ ભક્તિ જોઇને ખુબ જ રાજી થતા,અને મનમાં પ્રાથના કરતા કે હે ભગવાન મને દરેક જન્મમાં આવો જ દીકરો આપજો,
                     રમેશ અભ્યાસ કરવામાં પણ હોશિયાર હતો,બધા કોલેજના વિધાર્થી ટયુશનમાં જતા છતાં તેને પરીક્ષામાં સારા માર્ક ના આવતા પણ રમેશ ટયુશનમાં ન જતો હોવા છતાં તે દરેક પરીક્ષામાં સારા માર્ક પાસ થતો,રમેશ જેમ પોતાના મમ્મી-પાપાની કાળજી લેતો તેમ અભ્યાસની પણ બહુ કાળજી રાખતો.
                     રમેશ જ્યાં અભ્યાસ કરતો ત્યાં તેની સાથે એક કૃપા નામની છોકરી પણ અભ્યાસ પણ કરતી હતી,કૃપા એક તરફી રમેશને પ્રેમ કરવા લાગી હતી,કૃપાને રમેશની સાદાય અસર કરી ગઈ હોય તેમ દરોજ કૃપા રમેશની જ જ્ખના કરતી.રમેશ કારણવગર કોઈ સાથે ક્યારેય બોલતો નહી અને વળી કોલેજમાં પણ કામ શિવાય બેસતો નહી,કૃપા ધણી વખત તેને બગીચામાં બેસવા કહેતી પણ રમેશ તેને સીધો જ જવાબ આપી દેતો કે મારે કામ છે,મને બેસવું ગમતું નહોતું,
                     રમેશ જેટલો ગરીબ હતો તેટલી કૃપા પૈસાદાર હતી,તેના માટે જિંદગી એક રમકડાનું સાધન સમાન હતી,રમકડાને મોજ આવે ત્યાં સુધી રમાડવાનું અને પછી ફેકી દેવાનું,કૃપાને કોઇપણ સંજોગોમાં રમેશ સાથે સબંધ રાખવો હતો,તેની સાથે જ લગ્ન કરવા માગતી હતી આથી તેણે રમેશને એક દિવસ કોલેજમાં સામેથી કહ્યું :” રમેશ હું તને પ્રેમ કરું છું અને તારી સાથે લગ્ન કરવા માગું છું,તું મારી સાથે લગ્ન કરીશ “
                     રમેશ કૃપાને સારી રીતે જાણતો હતો,કૃપા કોલેજમાં સૌથી સુંદર છોકરી હતી,વળી મોટાભાગના યુવાનો તેની પાછળ લટુ હતા છતાં કૃપા કોઈને દાવ દેતી નહોતી તે ફક્ત મને જ કેમ પ્રેમ કરતી હશે, તે રમેશને સમજાયું નહી,રમેશને જોકે કૃપા પ્રત્યે કઈ લાગણી નહોતી છતાં તેની લાગણી અને દિલ ના દુભાય તે માટે તેણે કૃપા સાથે લગ્ન કરવાની હા પાડી દીધી.પણ પહેલા પોતાની આર્થિક પરીસ્થીતીથી તેને વાકેફ પણ કરી દીધી અને ઘરે આવીને મમ્મી-પાપાની સેવા પણ કરવી પડશે તેવા ધરના નિયમો પણ જણાવી દીધા,.
                     કૃપા તો કોઇપણ સંજોગોમાં રમેશના ઘરે જવા માગતી હતી,રમેશ સાથે જ રહેવા માગતી હતી એટલે તેણે રમેશની બધી શરત માન્ય રાખી અને મનમાં ને મનમાં હસવા લાગી,રમેશે તેના મમ્મી-પાપાને કૃપા સાથે લગ્ન કરું કે નહી તે પહેલા પૂછી લીધું,તેના મમ્મી-પાપાએ કૃપાની સુંદરતા અને તેનું પૈસાદાર કુટુંબ અને સમાજમાં તેની સારી આબરૂ હોવાથી લગ્ન કરવાની હા પાડી.
                   મમ્મી-પાપાને પસંદ આવી ગયું હોવાથી રમેશની સગાઇ ટુક સમયમાં કૃપા સાથે કરવામાં આવી,અને એક સારું એવું મુહુર્ત જોઇને ધામધૂમથી કૃપાના લગ્ન રમેશ સાથે થયા,કૃપાએ આજ બહુ ખુશ હતી તેણે આજે પોતાની જીંદગીમાં જે જોતું હતું તે તેને બધું મળી ગયું હોય તેમ તે ખુબ જ ખુશ હતી,પોતે રમેશ સાથે અને તેના મમ્મી પાપા સાથે જે કરવાની છે તે હવે સફળ થઇ જશે એવા વિચારે તે વધુને વધુ ખુશ થઇ રહી હતી.રમેશ પણ કૃપાથી સુંદરતા જોઇને ખુશ થતો,
                    કૃપા અને રમેશના લગ્ન થઇ ગયા હોવાથી રમેશમાં અચાનક કઈક જાદુઈ અસર થઇ હોય તેમ તેનામાં ધીમે ધીમે પરિવર્તન આવી હોય તેમ તે હવે જયારે પણ નોકરી કરવા જતો ત્યારે મમ્મી-પાપાના આશીર્વાદ લેવાનું ટાળવા લાગતો,પહેલા જે દીકરો ઘર બહાર જતા જય શ્રી કૃષ્ણ કહેતો તેજ દીકરો કંઈપણ કહ્યાવગર ધર બહાર જતો રહેતો અને ક્યારે ઘરે આવતો તેનું પણ કઈ નક્કી રહેતું નહી.
                     કૃપા પૈસાદાર બાપની દીકરી હોવાથી તેને પાર્ટીમાં જવાનો અને વાઈન પીવાનો બહુ શોખ હતો તે શોખ તેણે રમેશના જીવનમાં પણ પ્રેમથી લાગુ કરી દીધો,કૃપા રમેશને શ્રવણ બનવાને બદલે લવર બનવાનું વધુ કહેતી રહેતી.સમાજમાં સામાન્ય રહેવા કરતા થોડી એવી જીંદગીમાં આધુનિક રહેવું અને મોજ કરી લેવી જોયી તેવી કૃપા રમેશ સામે પોતાની ફિલોસોફી રજુ કરતી,જે રમેશ પહેલા સાવ સીધો સાદો હતો તેજ રમેશ હવે કૃપાના સંગ અને સલાહથી હાઈફાઈ થઇ ગયો હોય તેમ પાર્ટીમાં જવા લાગ્યો અને દારૂ-વાઈન પીવા લાગ્યો,જોકે વાઈન અને દારૂનો બધો ખર્ચો કૃપા આપતી એટલે રમેશને કઈ સમસ્યા થતી નહી,લગ્ન પહેલા જે રમેશ પોતાના પગાર પોતાના મમ્મી-પાપાના ચરણોમાં મુકતો તેજ પગાર હવે તે તેની પત્નીના ચરણોમાં આપવા લાગ્યો,અને બન્ને મોજ-મસ્તી કરવામાં જીવન વિતાવવા લાગ્યા,
                     રમેશના લગ્ન પછી અચાનક આવેલા પરિવર્તન જોઇને તેના મમ્મી-પાપા દધાય ગયા હતા,તે તેના દીકરાને બહારનું ખાવા અને દારૂ જેવી વસ્તુ ના પીવા ધણા સમજાવતા પણ રમેશ અને કૃપા તમને શું ખબર પડે.તમે તો સાવ દેશી છો,અમારે જે કરવું હોય તે કરીશું તમારે કઈ તેમાં વચ્ચે નહી પડવાનું સમજ્યા તેવી વાતો કરીને તેની વાતનો શેદ કરી નાખતા,રમેશ અને કૃપા હવે ધરનું ખાવાને બદલે હોટેલનું સારું સારું ખાવાનું વધુ પસંદ કરતા.
                     રમેશના મમ્મી-પાપાને પોતાના દીકરાની અને પત્નીની આ આધુનિકતા કણાની માફક ખુસ્તી હતી,તે તેને સમજાવવા ધણી સલાહ-સૂચનો આપતા પણ એક પણ સલાહ કે સૂચનની અસર રમેશ કે તેની પત્ની કૃપા પર થતી નહી,રમેશ પર જો તેના મમ્મી-પાપાની જરીક પણ અસર થાય તો કૃપા ગમે તે કરીને તે સલાહની અસરમાંથી રમેશને પ્રેમથી મુક્ત કરતી અને ફરી પોતાના જેવી બેશરમ જિંદગી જીવવા ઉત્સાહિત કરતી.
                     દરોજ હોટેલમાં સારું સારું ખાવાથી રમેશ જે પણ નોકરીનો પગાર આવતો તે ખલાસ કરી દેતો અને રમેશ અને કૃપા પોતાના સુખ માટે મમ્મી-પાપાની પરસેવાના કમાણીના રૂપિયા લેવા લાગ્યા..રમેશને જિંદગી બદલવા માટે જાણે જ કૃપાએ લગ્ન કર્યા હોય તેમ કૃપાએ લગ્નના ટુકા એવા ગાળામાં રમેશમાં જાદુઈ અસર કરીને તેના પુરા વ્યક્તિત્વને બદલી નાખ્યું,
                     જયારે પણ મોજ-શોખ કરવા હોય ત્યારે રમેશ પોતાના મમ્મી-પાપા પાસે રૂપિયા લઇ લેતો અને જો તેના મમ્મી-પાપા તેને રૂપિયા ના આપે તો રમેશ તેની ધોલાય કરતો અને લુખ્ખી ધમકી આપતો કે હું તમને મારે ધરમાંથી કાઢી મુકીશ જો તમે મને રૂપિયા વાપરવા નહી આપો તો,મમ્મી-પાપાની લાચારી હોય તેમ તેવો ક્યારેય રમેશ કે કૃપાને પૈસા આપવાની ના પાડતા નહી પણ જયારે તેની પાસે ના હોય ત્યારે સ્વેચ્છાએ અમારી પાસે તમને આપવા એક પણ રૂપિયો નથી એવું કહી દેતા,
                   એક દિવસની વાત છે,રમેશ અને કૃપાને બહારનું ખાવાનું બહુ મન થયું હતું.કૃપાએ રમેશને મને આજે બહાર ખાવા લઇ જાવ તેવું કહ્યું,પણ ત્યારે રમેશ પાસે પૈસા નહોતો આથી રમેશે કૃપાને કહ્યું કે મારી પાસે અત્યારે પૈસા નથી તો કેમ જવું.
                    તારી પાસે પૈસા ના હોય તો તારા મમ્મી-પાપા પાસેથી લઇ લે.પણ આજે તો આપણે બહાર ખાવા જવું એટલે જવું છે સમજ્યો,.
                     યાર મારા મમ્મી-પાપા પાસે પણ રૂપિયા નથી જે રૂપિયા હતા તે બધા તો હું કાલે જ લેતો આવ્યો હતો,તેમાંથી તો આપણે બન્નેય દારૂ પીધો હતો. રમેશે પોતાની વાત કરી,
                     કૃપા કઈક કરવા માગતી હોય તેમ તેણે રમેશને ફરી કહ્યું,” જો રમેશ તારા મમ્મી-પાપા તને પૈસા આપવાની ના પાડે તો તેને આપણા ધરમાંથી બહાર કાઢી મુક.આમપણ મને તારા મમ્મી-પાપા સાથે રહેવું ગમતું નથી,.અથવા તો તેને વૃદ્ધાશ્રમમાં મોકલી આપને તો આપણે આપણી જિંદગી વધુ સારી અને મસ્ત રીતે આનંદ જીવી શકીશું,આપણી પાસે પૈસા ઘટશે તો હું મારા ઘરેથી લેતી આવીશ તને તો ખબર છે કે મારા પાપા મને પૈસા આપવાની ક્યારેય ના પાડતા નથી.”
                   રમેશ પણ કૃપા જેવો થઇ ગયો હોવાથી તેને પણ પોતાની જિંદગી રંગીન રીતે જીવી હોય તેમ તેણે કૃપાની વાત માન્ય રાખી.અને મનમાં નક્કી કરી લીધું.કૃપા પોતાનું બધું કામ કરાવવા રમેશને હાથો બનાવતી રહેતી,અને ધીમે ધીમે પોતાનો પ્લાનને સફળતાના શિખરો સર કરાવતી રહેતી.
                   રમેશ પોતાની રૂમમાંથી બહાર આવીને ઓસરીમાં જોયું તો તેના મમ્મી સાડીઓની સિલાઈ કરી રહ્યા હતા અને તેના પાપાને આજે કારખાનામાં રજા હોય તેમ તેવો સમચારપત્રો વાંચી રહ્યા હતા,રમેશે તેની મમ્મીને સંભળાય તે રીતે કહ્યું :” મમ્મી મને પૈસા આપો,મારે બહાર જવું છે.
                 પૈસાની વાત હોવાથી તેના મમ્મીના કાનમાં ઝડપથી રમેશનો અવાજ દાખલ થઇ ગઈ હોય તેમ સીધું જ કહી દીધું કે મારી પાસે જેટલા રૂપિયા હતા તેટલા રૂપિયા મેં તને કાલે જ આપી દીધા હતા,મારી પાસે અત્યારે તને દેવા એક પણ રૂપિયો નથી,તારા પાપા પાસે હોય તો માગ “
                 મમ્મી પાસેથી પૈસાની બાબતમાં નિરાશ થઈને રમેશ તેના પાપા જ્યાં ધરના ફળીયામાં પેપર વાંચી રહ્યા હતા ત્યાં ગયો અને તેને પણ કહેવા લાગ્યો કે : “ પાપા મને પૈસા આપો “
                   “ પેપરમાંથી નજર ઉચી કરીને તેના પાપા તેના વર્તનથી અથવા તો તેનામાં આવેલા બદલાવથી ગુસ્સે હોય તેમ ક્રોધથી કહેવા લાગ્યો :” જા,જા મારી પાસે પૈસા નથી અને જો તારે પૈસા જોતા જ હોય તો તું કામ કરવા લાગ અને કમાવા લાગ એટલે તારે કોઈ પાસે પૈસા માગવા જ નહી પડે સમજ્યો, તું દીકરો લગ્ન પછી બહુ બગડી ગયો છે, પહેલા શ્રવણ જેવો દીકરો અત્યારે,,,,,,,,,,,, “
                 પાપા આટલું બોલીને અધવચ્ચે અટકી ગયા,રમેશ ત્યાંથી પણ નિરાશ થઇ ગયો હોવાથી તેને પણ તેના મમ્મી-પાપા ઉપર બહુ ગુસ્સો આવવા લાગ્યો અને મનમાં કૃપા સાથે નક્કી કરેલો પ્લાન યાદ કરવા લાગ્યો.
                 રમેશ તેના મમ્મી-પાપા પાસેથી નિરાશ થયો હોવાથી તેણે ધરમાં પાપા અને મમ્મીને એક સાથે બોલાવીને કંઈપણ વધુ વિચારવાને બદલે ચોખું જ કહી દીધું કે : “ મમ્મી-પાપા હું હવે તમારી સાથે રહેવા માંગતો નથી,જો તમે મને સુખી જોવા માંગતા હોય તો મહેરબાની કરીને આ ધર છોડીને અત્યારે જ જતા રહો,”
                 રમેશે ધર છોડવાનું કહ્યું હોવાથી તેના મમ્મી-પાપાના શ્વાસ અધ્ધર થઇ ગયા,તેના પગ નીચેની ધરતી ખસી ગઈ હોય તેમ લાગી.રમેશે અચાનક આવું શા માટે કહ્યું તેની પણ તેને ખબર રહી નહી.દરેક માં-બાપ પોતાના દીકરા કે દીકરીની ખુશી માટે કંઈપણ કરવા તૈયાર હોય તેમ રમેશના માં-બાપ તેના દીકરાના ખુશી માટે પોતાની મહેનતથી બનાવેલા ધરને અલવિદા કહીને અને બેટા ભગવાન તારું ભલું કરે એવા આશીર્વાદ આપીને જતા રહ્યા,જો કે રમેશના મમ્મી-પાપાએ અમને ઘર છોડવાનું ના કહે તેવા દીકરા સામે ધણા કાલાવાલા કર્યા,અમે અમારી પાછલી જીંદગીમાં ક્યાં જશું તેવું ધણું કહ્યું છતાં રમેશ પોતાના વિચારોથી માંથી એકનો બે થયો નહી
                 રમેશ તેના મમ્મી-પાપા ધર છોડીને જતા રહ્યા હોવાથી બહુ ખુશ થઇ ગયો,રમેશ કરતા કૃપાને બહુ ખુશી થઇ હોય તેમ તે રમેશને ચુંબન ઉપર ચુબન ભરવા લાગી,રમેશને આલીંગનમાં જકડી લીધો અને તેનો ખુબ ખુબ આભાર માનવા લાગી.કૃપાએ રમેશ સાથે લગ્ન કરતા પહેલા જે પ્લાન કર્યો હતો તે આજે રમેશને તેના મમ્મી-પાપાથી અલગ કરીને સફળ થઇ ગયો તેમ તે પણ ખુશ ખુશ થઇ ગઈ.
  • સતયુગ અને કળયુગમાં ફક્ત આટલો જ તફાવત છે મિત્રો ,સતયુગમાં મમ્મી-પાપાની ખુશી માટે તેના દીકરા કે દીકરીઓ વનવાસ જતા જયારે કળયુગમાં દીકરા કે દીકરીના ખુશી માટે તેના મમ્મી-પાપા વનવાસ જવા લાગ્યા છે ( મોકલવા લાગ્યા છે )“  
         >>>>>> BE HAPPY YAR <<<<<<<<<

બુધવાર, 28 જાન્યુઆરી, 2015

મારા વિચારો

" ખરેખર બહુ રમુજી લાગે  તેવું છે કારણ કે ધરતી પર મીઠાના
   ઢગલાને ઢગલા પડ્યા છે છતાં માનવસમાજ માંથી
    અમુક માણશોમાં  મીઠું ધટતું હોય છે,ઓછુ હોય તેમ જોવા
   મળે છે,

BE HAPPY YAR

મારા વિચારો

અત્યારના જમાનામાં ભગવા કપડા પહેરીને ,ઢોંગી બાવા 
બનીને ભક્તોની નજરમાં ભગવાન બની શકાય છે અને સફેદ
કપડા પહેરીને પ્રજાને લુંટનાર રાજકારણી બનીને દેશની સંપતી લુંટીને 
ભ્રષ્ટાચાર કરી શકાય છે,,

BE HAPPY YAR

મંગળવાર, 27 જાન્યુઆરી, 2015

મારા વિચારો

" ૨૬ મી જાન્યુઆરીએ બધા લોકો દેશભક્તિના રંગે રંગાયેલા જોવા
   મળતા હતા જયારે તેવો બીજે જ દિવસે ફરી ફેચબુક અને વ્હોત્સ્પના
    રંગે રંગાયેલા જોવા  મળ્યા..
સમય અને ટાયર ની જેમ માણસને ફરતા પણ વાર નથી લાગતી.

BE HAPPY YAR

સોમવાર, 26 જાન્યુઆરી, 2015

મારા વિચારો

" વસ્તુ,પદાર્થ અને શેરબજારની જેમ ભગવાનની કીમત પણ દિવસેને દિવસે
  વધ-ધટ થતી હોય છે,કારણ કે શ્રાવણ મહિનામાં ભગવાનની કીમત વધી જતી
  હોય છે જયારે લોકલ મહિનો હોય ત્યારે ભાગ્યેજ કોઈક ભગવાનને યાદ કરતા
  હોય છે, "

BE HAPPY YAR
Blogger Widgets