-moz-user-select:none; -webkit-user-select:none; -khtml-user-select:none; -ms-user-select:none; user-select:none;

બુધવાર, 26 ઑગસ્ટ, 2015

મારા વિચારો

   

" જો તમારે જીવનમાં શાંતિ જોઈતી હોય તો મહેરબાની કરીને બીજાની શાંતિ હણવાની,લુંટવાની કોશીસ ના કરો.




" અફવાથી સાવધાન રહેવું કારણ કે અફવા તમને ગરમ પણ બનાવે છે અને નરમ પણ બનાવે છે,અફવા તમને ન કરવાનું પણ કરાવે છે અને કરાવવાનું પણ કરાવે છે. "

" કારણવગર સમાજને નુકશાન થાય અથવા તો તેને હાની પહોચે તેવું ક્યારેય કોઈએ કરવું જોઈએ નહી કારણ કે આપણને પણ સમાજનો એક ભાગ જ છીએ,ક્યારેક આપણ સાથે પણ આવું થઇ શકે.શાંત રહો,સલામત રહો

be happy yaar

મંગળવાર, 25 ઑગસ્ટ, 2015

મારા વિચારો,



" અમુક લોકો ગરીબીમાં જન્મે છે,જીવે અને મૃત્યુ પામે છે તેની જગ્યાએ હવે અમુક લોકો અનામતમાં જન્મે છે,અનામતમાં જીવે છે અને અનામતમાં મૃત્યુ પામે છે "




" અનામત એ દેશ માટે દુષણ છે કે પ્રદુષણ તે યાર કઈ કહેવાતું નથી,અત્યારે તો અનામત એ પ્રદુષણ જેવું લાગે છે,જેનાથી કેટલાક સામાન્ય અને સારા લોકોને કારણ વગર નુકશાન અને હેરાન-પરેશાન થવું પડે છે "







be happy yaar

શનિવાર, 22 ઑગસ્ટ, 2015

મારા વિચારો,


    " અનામત એ મહેનત વગર ચોખ્ખો નફો છે,જેને મળે છે તે ભાગ્યશાળી છે અને જેને નથી મળતો તે મહેનત કરીને ભાગ્યશાળી બને છે.અનામતથી પ્રગતી નથી થતી પણ પ્રજાને ફાયદો જરૂર થાય છે,"




be happy yaar

ગુરુવાર, 20 ઑગસ્ટ, 2015

મારા વિચારો,

      

    " રાજકારણ વિષે એક વધારાનો વિચાર : " સામાન્ય પ્રજાને ગમે તે સરકારી અથવા તો અર્ધસરકારી નોકરી કરવી હોય તો તેના માટે તેની જરૂરી શાળાકીય લાયકાત હોવી જરૂરી છે નહિતર તેને તેમાં પ્રવેશ મળે નહી પણ કોઈને રાજકારણી બનવું હોય પણ તેની પાસે કોઈ ડીગ્રી ના હોય.પહેલું ધોરણ પણ તે ભણ્યો ના હોય છતાં તે રાજકારણી બની જાય છે.જેમ બીજી નોકરીમાં કોમ્પીટીશન થાય,પરીક્ષા લેવાય અને તેમાં પાસ થાય તોજ જે તે ઉમેદવાર લાયક ગણાય પણ રાજકારણમાં એવું કઈ હોતું નથી,તેમાં તો જેના મત વધુ તે જીતે અને જેના મત ઓછા તે હારે....દરેક નોકરીમાં લાયકાત જરૂરી છે પણ રાજકારણમાં લાયકત હોય કે ના હોય પણ નાલાયક હોય તે વધુ જરૂર પડતી હોય છે,

          એમ લાગે છે કે " અભણ લોકો દેશ ચલાવે છે અથવા તો દેશ ના રાજા બને છે અને શિક્ષિત લોકો નોકરી કરે છે એટલે દેશના અભણ રાજાની ગુલામી કરે છે.અભણ રાજા રાજી એટલે તમે પણ રાજી અને તે નાખુશ એટલે તમે પણ નાખુશ.............


be happy yaar

સોમવાર, 17 ઑગસ્ટ, 2015

મારા વિચારો,



   " ભાજપ સરકાર પણ જાણે અંગ્રેજોની જેમ ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવતી હોય એમ લાગે છે,જો આ સત્ય હોય તો ભાજપ અને અંગ્રેજો માં શું તફાવત કહી શકાય,જે અંગ્રેજો એ કર્યું તે ભવિષ્યમાં ભાજપ ના કરે તેવી ભગવાનને પ્રાથના કરું છું.અગાવ થી.....

be happy yaar

શુક્રવાર, 14 ઑગસ્ટ, 2015

મારા વિચારો,



" ૧૫ મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસના રોજ આપણા દેશ લોકોની દેશ ભક્તિ વધુ જોવા મળશે,પણ ખાલી એક દિવસ પુરતી.બાકી લોકો ફેચબુક અને વ્હોત્સ્પ માંથી નવરા પડે તો દેશ ભક્તિ તો રંગ લાગે ને,

" બધા લોકો ભગવાનની ભક્તિ,ભગવાન માટે બલીદાન માટે જેટલું કરી શકે તેટલું દેશ માટે કરી શકતા નથી "
" લોકોને પોતાના અથવા તો બીજાના વેશ પ્રત્યે પ્રેમ થવા લાગ્યો એટલે દેશ પ્રત્યે પ્રેમ ઘટવા લાગ્યો હોય એમ લાગે છે

be happy yaar

બુધવાર, 12 ઑગસ્ટ, 2015

મારા વિચારો,



    " જે લોકો પોતાના સમાજને વફાદાર રહી શકે નહી,પોતાની જ્ઞાતિના વિકાસ માટે બોલી શકે નહી,પોતાની જ્ઞાતિને સારા કામમાં ટેકો ના આપે તેવા લોકો રાજકારણમાં જાય તો પણ દેશ માટે કઈ રીતે વફાદાર રહી શકે,દેશનો વિકાસ કઈ રીતે કરી શકે,,,,,

        એક સત્ય...હું પણ પાટીદાર છું એટલે જ હું પાટીદારને અનામત માટે ટેકો આપું છું,પણ જો બીજા લોકો અનામત માટે આંદોલન કરે તો જરૂર તેના વિરોધ બે-ત્રણ વાક્યો લખ્યા હોત.ફેચબુકમાં આવા ઘણા છે જે કારણ વગર વિરોધ કરે છે,


       " અનામત બધા માટે હોવું જોઈએ અથવા તો કોઈ માટે ના હોવું જોઈએ,આવું મેં ઘણાની પોસ્ટ પર વાંચન કરેલું છે,પણ આ બધાને પાટીદાર લોકોએ આંદોલન કર્યું ત્યારે જ યાદ આવ્યું,પહેલા પણ અનામત હતું ત્યારે કેમ કોઈને અનામતનો વિચાર ના આવ્યા,અને પાટીદાર લોકોં અનામતની માંગણી કરી એટલે અમુક તો જાણે પોતાના ઘરની સંપતી કે કોઈ સરકારની સહાય લુટાય જતી હોય તેમ વિરોધ કરવા લાગ્યા,અમે પોતાના નકરાત્મક વિચારો રજુ કરવા લાગ્યા..



      વિચાર આવે છે કે પ્રજા જાગે છે ખરી પણ જયારે તેનો અંત નજીક આવતો હોય ત્યારે..

BE HAPPY YAAR.

મંગળવાર, 11 ઑગસ્ટ, 2015

મારા વિચારો,



   " જો પછાત ગણવાથી અને બનવાથી ફાયદો થતો હોય તો પછાત થવામાં કોઈ વાંધો નથી "




" હવે સરકારની જેમ સાધુ-સંતોના પણ ખરાબ દિવસો આવ્યા હોય એમ લાગે છે.કારણ કે દરોજ પેપરમાં કે ટેલિવિઝનમાં એક બે પાંખડી સંતોની કરમકુંડલી છતી થઇ રહી છે અને બીજી બાજુ ભારે વરસાદને લીધે ધણું નુકશાન થવાને લીધે સરકારની પણ ઊંધ હરામ થઇ ગઈ છે,,,,,



" જયારે તમારા કપરા દિવસ ચાલતા હોય ત્યારે તમારા સગા-સબંધિત કે મિત્રો દોસ્ત તો કામ માં ના આવે પણ પણ તમે વર્ષોથી જે ગાડી ચલાવતા હોય તે પણ ચાલી કામમાં નથી આવતી,તેમાં તમે ક્યાંક બહાર જવાની કોશીસ કરો એટલે તેમાં પણ પંચર પડી જતું હોય છે,,,,,,,,




be happy yaar

રવિવાર, 9 ઑગસ્ટ, 2015

મારા વિચારો,



         " વર્ષોથી સાથે રહેનારા ભાઈ-ભાઈને બનેના લગ્ન થઇ ગયા પછી નવી આવેલી વહુ અલગ કરે છે અથવા તો ભાગ પડાવે છે તેમ ભાઈ-ભાઈની જેમ રહેતા અલગ અલગ ધર્મના લોકોને અથવા તો જ્ઞાતિને રાજકારણી લોકો પોતાના સ્વાર્થ ખાતર અથવા તો વોટ ખાતર અલગ કરે છે અને ભાગ પડાવે છે.







" એવા લોકોથી ચેતતા રહેજો જે તમારી જ્ઞાતિની અથવા તો ધર્મની એકતા,અખંડિતતા અથવા શક્તિમાં ભાગ પડાવવાની કોશીસ કરે છે,




be happy yaar

શનિવાર, 8 ઑગસ્ટ, 2015

મારા વિચારો,



   " કામ સત્યથી ના થતું હોય અસત્યથી કરી લેવા માં કઈ વાંધો નથી,કારણ કે આ દુનિયામાં ખોટાઓનું રાજ ચાલે છે અને જો તમે ખોટું ના કરી શકો તો તમે ક્યાય નહી ચાલી શકો,એમ લાગે છે સત્યવાદી સો વર્ષ પાછળ જતા રહ્યા છે અને અસત્યવાદી સો વર્ષ આગળ નીકળી ગયા છે,,,,,,,,,,,,,,,,,,,,,,

be happy yaar

શુક્રવાર, 7 ઑગસ્ટ, 2015

અન્ય સાહિત્ય,


        નકામાં લોકો કેટલાય બચી જતા હોય છે અને કામના લોકો કેટલાય મરી જતા હોય છે

      મહેનત કરનાર લોકોને મંડી નડી જતી હોય છે અને મફત માં કેટલાય કમાણી કરી જતા હોય છે,

        સારી ટકાવારીવાળા કેટલાય રખડતા જોવા મળતા હોય છે અને નાપાસ થયેલા ઉચ્ચ હોદા પર બિરાજમાન જોવા મળતા હોય છે,

       સતવાદી લોકોની ઠોકર ખાતા જોવા મળતા હોય છે અને દંભીના લાખો અનુયાયીઓ જોવા મળતા હોય છે,




" જો સત્ય એજ પરમેશ્વર હોય તો અસત્ય એ શું હશે,,,,,,,,,,,,,,,,,,







be happy yaar

ગુરુવાર, 6 ઑગસ્ટ, 2015

મારા વિચારો,



   "  માતા-પિતા અથવા તો લોકો ધર્મમાં જેટલો ખર્ચ કરે છે તેટલો ખર્ચ તે શિક્ષણ પાછળ કરતા નથી , જો તેવો ધર્મ ખર્ચ કરે તેટલો ખર્ચ શિક્ષણ પાછળ કરતા હોત તો આજે આપણે દુનિયાના તમામ દેશ કરતા આગળ હોત ,- કયાંક વાંચેલું




ધર્મ મોક્ક્ષ આપે છે જયારે શિક્ષણ જ્ઞાન આપે છે,કોઈકને મોક્ષ પણ ગમતો હોય છે અને કોઈક ને જ્ઞાન પણ ગમતું હોય છે,....







be happy yaar

બુધવાર, 5 ઑગસ્ટ, 2015

મારા વિચારો,



       " પહેલાના સાધુ-સંતોના પુણ્ય અત્યારના સાધુ-સંતોને મળ્યા હોય એમ લાગે છે.કારણ કે પહેલા સાધુ-સંતો પાસે ખાલી ઝુપડી જેવા નાના આશ્રમ હતા અને તેવો સત્યવાદી પણ હતા જયારે અત્યારના સાધુ-સંતો પાસે આલીશાન બંગલા જેવા મોટા મોટા અને બહુ વિશાળ ગણાય નહી તેટલા આશ્રમ હોઈ છે,અત્યારના સાધુ-સંતો સત્યવાદી હોય કે ન હોય તેની કઈ ખબર નથી પણ હા સંપતિવાન છે તે જરૂર કહી શકાય..........................







be happy yaar

સોમવાર, 3 ઑગસ્ટ, 2015

મારા વિચારો,



          " બહાર કે બજારમાં રામાયણની વાતો કરતા લોકો ઘરે આવીને મહાભારતનું સર્જન પણ કરતા હોય છે અથવા તો મહાભારતના બીજ પણ રોપતા હોય તેવું પણ બની શકતું હોય છે,કારણ કે મંદિરમાં પૂજા કરનાર બધા પુજારી નથી હોતા તેમ સારી સારી અને ધાર્મિક વાતો અને સત્સંગ કરનારા બધા ધાર્મિક પણ હોતા નથી....




be happy yaar
Blogger Widgets