-moz-user-select:none; -webkit-user-select:none; -khtml-user-select:none; -ms-user-select:none; user-select:none;

રવિવાર, 31 જાન્યુઆરી, 2016

મારા વિચારો,



" અત્યારે મંદિરો પૈસાદાર થવા લાગ્યા છે અને લોકો ભિખારી બનવા લાગ્યા છે "




be happy yaar

શનિવાર, 23 જાન્યુઆરી, 2016

મારા વિચારો,



" અમુક વ્યક્તિ એવા હોય છે કે જેને તમે કઈક કામ સોપ્યું હોય તો તેવો કહેતા હોય છે કે પોતે અભણ છે એટલે કઈ ખબર પડતી નથી પણ જો તેજ વ્યક્તિને પૈસા આપવામાં આવે ત્યારે તેની અભણતા ક્યાં ગાયબ થઇ જાય અને તે ત્યારે એમ પણ ન કહે કે હું અભણ છુ અને મને ક્યાં કઈ ખબર પડે છે "

" એવું લાગે છે કે આ દુનિયામાં ધર્મ અને પૈસા દરોજ પોતાનો પ્રભાવ દિન-પ્રતિદિન માનવજાત પર વધારતો જતો હોય છે "


be happy yaar

શુક્રવાર, 22 જાન્યુઆરી, 2016

મારા વિચારો,



" એવું સાંભળ્યું છે કે ગંગા નદીમાં સ્નાન કરવાથી જે તમે પાપ કર્યા છે તે બધા ધોવાય જતા હોય છે.જો આમ ખરેખર થતું હોય તો મારા મતે જે ગુનેગાર હોય અને જેણે પોતાના જીવનમાં ધણા બધા પાપ કર્યા હોય તેને સરકારે પહેલા ગંગા નદીમાં સ્નાન કરવા દેવું જોઈએ અને પછી જ તેને કોઇપણ પ્રકારની સજા કરવી જોઈએ,કારણ કે તેમ કરવાથી તેના પાપ તો ધોવાય જશે અને બીજા જન્મમાં તે નવી જિંદગી નવેસરથી તો ચાલુ કરી શકે અને હા દરેક ગુનેગાર ગંગા નદીમાં સ્નાન કરવું ફરીજીયાત છે તેવો કાયદો પણ સરકારે બનાવો જોઈએ ............હહાહા







be happy yaar

ગુરુવાર, 21 જાન્યુઆરી, 2016

મારા વિચારો,



" એમ લાગે છે કે પાટીદાર પ્રજાએ જો પોતાનો પૈસો ધર્મમાં કે અથવા તો તેના કોઈ સમ્પ્રદાયોંમાં કે પછી કોઈ રાજકારણ અને મંદિરો માટે ના વાપર્યો હોત તો આજે તેને અનામત માગવાની નોબત ના આવત "




" જેમ જેમ ધાર્મિકો વધતા જાય છે તેમ તેમ ગરીબોની સખ્યા વધતી જતી હોય એમ લાગે છે અને જેમ જેમ મંદિરો વધતા જાય છે તેમ તેમ ભિખારી અને નિરાધાર લોકોની હાલત કફોડી બનતી જાય છે "







be happy yaar

બુધવાર, 20 જાન્યુઆરી, 2016

મારા વિચારો,



" અંગ્રેજોની ભાગલા પાડો અને રાજ કરોની નીતિની વારસો અત્યારે કોણ જાણે કોણ નિભાવે છે તે કહેવું મુશ્કેલ છે,કારણ કે ક્યારેક એમ લાગે છે ભાજપ આવી નીતિ અપનાવે છે અને ક્યારેક એવું લાગે છે કે કોંગ્રેસ આવી નીતિ અપનાવે છે અને વળી ક્યારેક એમ લાગે છે કે બન્ને રાજકીય પક્ષો આવી નીતિ અપનાવે છે "




be happy yaar

સોમવાર, 18 જાન્યુઆરી, 2016

મારા વિચારો,



" હોસ્પિટલમાં અને મંદિરમાં રહેલા લોકો ભગવાનને દિલથી અને દિમાગથી યાદ કરતા વધુ જોવા મળતા હોય છે "

" મોંધવારી માણસને નડે,મંદિરને નહી દોસ્ત "

be happy yaar

રવિવાર, 17 જાન્યુઆરી, 2016

મારા વિચારો,



" મૃત્યુ પામનાર વ્યક્તિ પાછળ બે મિનીટ મોંન રાખવાથી અથવા તો હરી ઓમ બોલવાથી તેના આત્માને શાંતિ મળે છે "










be happy yaar

શનિવાર, 16 જાન્યુઆરી, 2016

અન્ય સાહિત્ય,



" મારી સાથે નોકરી કરતો એક ભાઈબંધ તેની બાળપણમાં અભ્યાસ કરતા હતો તેની વાત કરતો હતો.વાત તેણે જરીક જ કરી હતી પણ અમે બીજા બધા મિત્રો હસીને હસીને લોથ-પોઠ થઇ ગયા હતા,તેની વાત આ પ્રમાણે હતી-




" હું બીજા ધોરણમાં અભ્યાસ કરતો ત્યારની વાત છે,મને અભ્યાસમાં બહુ રૂસી હોવાથી અને ઝડપથી મને સમજાય તે માટે મારા મેડમ જે બોલતા તે હું તેની સામે અનિમેષ નજરે જોઇને સાંભળતો અને મારા મગજમાં ઉતારવાની કોશીસ કરતો.

મારા મેડમ જયારે કોઈ પાઠ લેતા લેતા બોલતા અને હું તેની સામે જોતો હોવાથી મેડમને એક દિવસ આ ગમ્યું નહી હોય એટલે તેણે મને વર્ગમાં બધા વચ્ચે ઉભો કર્યો અને મને કહ્યું - મારી સામે શું જોવે છે "

મેડમની વાત સાંભળી મેં જવાબ આપ્યો - મેડમ હું તમારી સામે જોવું નહી તો ભણું કઈ રીતે "







be happy yaar

શુક્રવાર, 15 જાન્યુઆરી, 2016

મારા વિચારો,

" ધણા લોકો પોતાના માતા-પિતાના દર્શન કરવાને બદલે દરોજ સવાર-સાંજ મંદિરમાં રહેલા પથ્થરના ભગવાનના દર્શન કરતા હોય છે.અને ધણા લોકો મંદિરમાં રહેલા પથ્થરના ભગવાનના દર્શન કરતા હોય છે પણ તેવા તેના માતા-પિતાના જ દર્શન કરતા હોતા નથી "
be happy yaar

ગુરુવાર, 14 જાન્યુઆરી, 2016

મારા વિચારો,

" આ દેશમાં એવા લોકો વધુ રહે છે કે જો તમે ભગવાન વિષે કઈ જેવું તેવું બોલો અથવા તો લખો તો હિંસા પર ઉતરી આવે છે અને લખનાર કે બોલનારની પથારી ફેરવી નાખે છે પણ જે લોકો ધર્મમાં જ રહીને અથવા ભગવાનનું નામ લઈને ખોટા-ગંદા ધંધા કરે છે અથવા તો સમાજને નુકશાન કરે છે.જે ધર્મનો આશરો લઈને જેવા-તેવા ધંધા કરે છે તેવા લોકોને તેવો કઈ કરી શકતા નથી.

be happy yaar

મંગળવાર, 12 જાન્યુઆરી, 2016

“ બાપજી ભગત “

એક ગામ માં બાપજી ભગત નામનો એક ધનવાન વ્યક્તિ રહેતો હતો.ગામ ના બધા લોકો તેને ભગત તરીકે ઓંળખતા. ભગત તરીકે એટલે ઓંળખતા કે તે શંકર ભગવાન નો મહાન ભક્ત હતો..ગામ માં બાપજી એક જ સમ્રુદ્ધ અને સુખી વ્યક્તિ હતા બાકી બીજા બધા લોકો તો ગરીબી માં જીવન ગુજારતા હતા.

બાપજી ને ગામ માં મોટો મહેલ પણ હતો,જેમ રાત્રી માં ચંદ્ર બધી જગ્યાએ પ્રકાશિત લાગતો હોય તેમ આખા ગામ માં બાપજી નો મહેલ પ્રકાશિત હતો.બાપજી ધનવાન એટલે હતો કે તે ધંધો જ એવો કરતો કે કોઈ પણ માણસ તે ધંધામાં ટુક સમય માં જ ધનવાન બની જાય,બાપજી નો ધંધો હતો વ્યાજ-વતુ કરવાનનો તથા દારૂ વેચવો,બાપજી ગામ ના લોકો ને વ્યાજે થી નાણા અને ઉધાર થી દારૂ પાઈને લોકો નું જેટલું શોષણ થાય તેટલું કરી લેતો.

બાપજી શિવ નો પરમ ભક્ત હોવાથી દરોજ સવારે શિવ મંદિરે જતો અને દાન-દક્ષિણા કરતો,બાપજી નો એક નિયમ હતો કે જયારે તેનો જન્મદિવસ હોય ત્યારે આખા ગામ ને પોતાના આંગણે મીઠાઈઓ અને ભોજન કરાવતો,

બાપજી નો આજે તેત્રીસ મો જન્મદિવસ હોવાથી સવાર થી તૈયાર થઇને,હાથ માં દૂધ નો લોટો લઈને સાથે એક સેવક ને લઈને ને પગપાળા ભગવાન શિવ ના મંદિર તરફ જતો હતો.

બાપજી પોતાના સેવક સાથે હજી જરીક આગળ ચાલ્યા હશે ત્યાં તેને રસ્તા માં એક ભિખારી મળ્યો.બાપજી ભગત પૈસાદાર છે અને આજે તેનો જન્મદિવસ દિવસ છે એટલે મને જરૂર કઈક આપશે એમ માની ભિખારી બાપજી ભગત ના પગ માં પડતા બોલ્યો : “ ભગવાન ના નામ પર મને કઈક આપો હું કેટલાય દિવસ થી ભૂખ્યો છુ, “

આ સાંભળી બાપજી ભગત નારાજ થઇ ગયો હોય તેમ ભિખારી ને પગ થી ઠોકર મારતા બોલ્યા :“ જા જા હવે,તમારે કામ કરવું નથી અને ભીખ માગીને જિંદગી જીવવી છે “ બાપજી ભગત નો ક્રોધ જોઇને પેલો અપંગ ભિખારી શાંત થઇ ગયો.

જ્યાં બાબજી ભગત અને તેનો સેવક થોડાક ડગલા ચાલ્યા હશે ત્યાં સેવક ની નજર રસ્તામાં માં પડેલા ભગવાન શિવ ની તસ્વીર પર પડી, સેવકે શિવ નો ફોટો હોવાથી બાપજી ભગત ને કહયું : “ માલિક પેલા શિવ ભગવાન ફોટો પડીયો છે તો તે હું લઇ લવ. તે ફોટો ધૂળ અને રજકણ ને લીધે ભલે ભગવાન નો ફોટો હોવા છતાં ગંદો અને ખરાબ દેખાતો હતો. તે ફોટો લઈને હું તમને સાફ કરી આપીશ,

બાપજી ભગતે ભગવાન શિવ નો તે ફોટો જોઇને તેના સેવક ને કહયું : “ તું દોઢ-ડાહ્યો ન થા, તને ખબર છે હું રસ્તા માં પડેલા ભગવાન પર નથી વિશ્વાસ રાખતો કે નથી તેને ભગવાન માનતો,પછી ભલે ને તે ફોટો ભગવાન શિવ નો કેમ ન હોય. હું એવા શિવ ભગવાન ને પ્રેમ કરું છુ,વિશ્વાસ રાખું છું કે જેઓ મંદિર માં હોય અને સુંદર રીતે મંદિર માં બિરાજમાન હોય એટલે કહું તને તે ફોટો તું ત્યાં રહેવા દે અને આગળ ચાલ મારી સાથે.

દરેક સેવક ગુલામ જ હોય છે તેમ સેવકે પણ બાપજી ભગત ની આજ્ઞા માની તે ભગવાન શિવ નો ફોટો ત્યાં જ મુકીને પોતાના માલિક સાથે ચાલવા લાગ્યો.

બાપજી ભગત ચાલતા ચાલતા ભગવાન શિવ ને પ્રાર્થના કરતો હતો કે હે મહાદેવ હવે કોઈ રસ્તા માં પનોતી (અડચણ ) ન આવે તો સારુ ત્યાં જ રસ્તા ની એક બાજુ એક સુકલ લાકડી જેવી એક સ્ત્રી પોતાના ખોળા માં એક નાનું બાળક લઈને બેઠી હતી, જે બાળક કેટલાય દિવસ થી પોતાની માતા નું સ્તનપાન ન કરીયું હોય તેમ જોરશોરથી રડતો હતો,

જેવો બાપજી ભગત અને તેનો સેવક પોતાની પાસે આવવા લાગ્યા એટલે પેલી લાકડી જેવી ભૂખી સ્ત્રી બાપજી ભગત ને કરગરવા લાગી : “ હે ધનવાન ભગત,મહેરબાની કરી ને મને તમારા હાથ માં રહેલું પેલું દૂધ આપો,મારો બાબો કેટલાય દિવસ થી સ્તનપાન વિહોણા છે,જો તમે આપશો તો ભગવાન તમારું ભલું કરશે અને તમને વધુ ને વધુ ધનવાન બનાવશે. “

આ સાંભળી બાપજી ભગત વધુ ક્રોધિત થઇ ગયો હોય તેમ પેલી ભૂખી અને લાચાર સ્ત્રી ને કહેવા લાગ્યો : “ એય ભિખારણ આ દૂધ તારા માટે નથી પણ મારા ભગવાન શિવ માટે છે “ આટલું બોલી બાપજી ભગત તેના સેવક ને લઈને ફરી મંદિર તરફ ચાલવા લાગ્યા.

બાપજી આજે તેનો જન્મદિવસ ના દિવસે થયેલા બે ખરાબ અનુભવ ભૂલવા અને હળવાફૂલ થવા માટે તેના સેવક ને એક પ્રશ્ન પૂછ્યો : સેવક તને શું લાગે છે આજે આપણે ભગવાન ને મળવા જઈ રહીયા છીએ કે દુખી લોકો ને અને આપણે જીવન માં ભગવાન ની સેવા કરવી જોઈએ કે દુખી લોકો ની ?

સેવક ને ખ્યાલ હતો કે જો તે બાપજી ને દુખી લોકો ની સેવા કરવાનું કહીશ તો તે મારા પર નારાજ થઇ જશે અને મને નોકરી માંથી કાઢી મુકશે આથી સેવકે સમજી વિચારીને જવાબ આપતા બોલ્યો : “માલિક ભગવાન ની સેવા કરવી પણ સારી અને દુખી લોકો ની સેવા કરવી પણ સારી,જેને જે સેવા ગમે તે રીતે લોકો સેવા કરી શકે,

વાતચીત કરતા કરતા બાપજી ભગત અને તેનો સેવક મંદિરે પહોચી ગયા.બાપજી ભગત મંદિર ની અંદર રહેલી શિવલિંગ ના દર્શન કરી .સાથે લાવેલા દુધની ધારા વહેરાવી,નત-મસ્તકે ભગવાન ના ચરણોમાં માં પડી અને પાર્થના કરવા લાગ્યો કે : “ હે ભગવાન બધાનું ભલું કરજે “

પાર્થના કરી બાપજી ભગત મંદિર ના પુજારી ના પગ માં પડી ને નોટો ની એક થપ્પી મૂકી હોવાથી પુજારી એ પણ બાપજી ભગતને “ આયુષ્યમન ભવ “ ના આશીર્વાદ આપી બાપજી ભગત ને ઉભો કરી ગળે લગાવવા લાગ્યો.

સંત સમાગમ કરવાથી બધા દુખો અને પાપો દુર થાય છે એ ન્યાયે બાપજી ભગત પણ પુજારી સાથે થોડો સત્સંગ કરવા લાગ્યો. એકાદ-બે કલાક સત્સંગ કરી બાપજી અને તેનો સેવક બપોર થઇ ગયા હોવાથી ઝડપથી પુજારી ને “ હર હર મહાદેવ “કરીને પોતાના મહેલ માં પાછા ફર્યા.

મહેલે આવી બાપજી ભગત બપોર નું ભોજન લઈને પોતાનો આજે જન્મ-દિવસ હોવાથી મહેલ ને સારી રીતે સાંજ સુધી માં સેવકો ને શણગારવાની આજ્ઞા આપી,માલિક નો હુકમ માથે લઇ બધા સેવકો મહેલે ને દીવડા ઓંથી,ફૂલો થી શણગારવા લાગ્યા.

સાંજ થતા ગામના લોકો,પુજારી સહીત બધા બાપજી ભગત ના મહેલ માં આવ્યા અને બધા લોકો એક પછી એક થઇ ને બાપજી ભગત ને જન્મ-દિવસ ની શુભેચ્છા આપવા લાગ્યા,બાપજી ભગત પોતાની રાજગાદી પર બેસી ને બધા લોકો નો દિલ થી આભાર માનવા લાગ્યો,અને બધાને પોત-પોતાના સ્થાન પર બેસવાની આજ્ઞા આપી,બાપજી ના કહેવાથી બધા લોકો ધરતી પર પાથરેલ ચાદર પર બેસી ગયા,

ગામ ના બધા લોકો તો ખાલી મીઠાઈ ખાવા જ આવ્યા હતા પણ તેને ખબર હતી કે બાપજી ભગત પહેલા થોડીક ધર્મ ની વાતો કરશે પછી જ બધા ને મીઠાઈ આપશે.બાપજી ભગત પોતાની ગાદી પરથી ઉભા થઈને બે હાથ જોડીને બધાને સંભળાય તેમ કહેવા લાગ્યો : “ હર હર મહાદેવ “ સામેથી ગામ ના લોકો પણ મોટે થી હર હર મહાદેવ બોલ્યા

ફરી બાપજી ભગત બધાને સંભળાય તેમ કહેવા લાગ્યો : હે મારા વહાલાં ભાઈઓ તથા બહેનો : હું દિવસ-રાત તમારી જ ચિન્તા કરું છુ,અત્યારે દુખી લોકો ની સામે કે તેને મદદ કરવા કોઈ તૈયાર નથી,અને ભગવાન ની બાબત માં પણ એવુ છે “ લોકો એ ભગવાન ને પથ્થર બનાવી દીધા છે અને પથ્થર ને ભગવાન બનાવી દીધા છે “ પણ મારા માટે તો માનવ સેવા એજ પ્રભુ સેવા છે.હું તો ફક્ત મારું જીવન દુખી લોકો ની સેવા કરવા માં જ પૂરું કરવા માગુ છુ.હું મારા આ જન્મ-દિવસે તમને ખાતરી આપું છુ હું જે રીતે દુખી લોકો ની સેવા કરતો આવ્યો છુ તેજ રીતે મારી આગળ ની જિંદગી માં પણ સેવા કરીશ,

લોકો પણ બાપજી ની વાતો શાંતિ થી સાભળતા હતા તો અમુક પુજારી જેવા લોકો વિચારતા પણ ખરા કે “ આવા દયાળુ લોકો ભાગ્યેજ જન્મે છે,ભગવાન તેને લાંબુ તંદુરસ્તી આપે તો સારુ” જેવું બાપજી ભગતે બોલવાનું બંધ કર્યું ત્યા તો ગામ ના બધા લોકો એ જોરજોરથી તાળીઓ નો ગણગણાટ કરવા લાગ્યા અને બધા લોકો મોટે અવાજે “ બાપજી ભગત ની જય હો ” મંદિર માં પણ જે લોકો ભગવાન ની જય નહોતા બોલતા તેવા લોકો પણ આજે બાપજી ભગત ની જય બોલતા હતા,

બાપજી ભગત પણ લોકો દ્વારા બોલાયેલી પોતાની જય સાંભળી મરક મરક હસવા લાગ્યો અને બધા સેવકો ને આજ્ઞા આપી કે બધા ઉપસ્થિત લોકો ને મીઠાઈઓ ના એક એક બોક્સ આપો,બાપજી ભગત ની આજ્ઞા મળતા બધા સેવકો વારાફરતી બધા ઉપસ્થિત લોકો ને મીઠાઈ ના એક એક બોક્સ આપવા લાગ્યા.

બધાય લોકો ને મીઠાઇ મળી ગઈ હોવાથી બધા લોકો બાપજી ભગત ને “ મહાદેવ મહાદેવ “કહીને હરખભેર બોક્સ લઈને પોતાના ઘર તરફ ચાલવા લાગ્યા.

બાપજી ભગત પણ બધાને હરખભેર વિદાઈ આપવા લાગ્યો.બધાય લોકો ને વિદાઈ આપ્યાં પછી તે એટલો બધો હરખાય ગયો હતો કે હરખ માં ને હરખ માં તે પણ ત્યાં ને ત્યાં જ ગાદી પર ઢળી પડ્યો...........


  -  BE HAPPY YAAR

સોમવાર, 11 જાન્યુઆરી, 2016

મારા વિચારો,



" ભગવાન કહે છે : હે મારા કલયુગી વત્સ - તું મને ભોજન અર્પણ કર નહી કે ગરીબોને , તું મને પૈસા આપ નહી કે જરૂરીયાત વાળા લોકો ને,તું મારા મંદિર બનાવ નહી કે જે ખુલ્લા વગડામાં રહે છે તેવા લોકો માટે,તું મને જ સર્વ-શક્તિશાળી માન નહી કે પોતાના માતા-પિતાને જો તું આવું કરીશ તો તું આ લોકના સર્વ સુખ ભોગવી અંતે પરમલોક ના સુખ ભોગવીશ અને અંતે મોક્ષ ને પામીશ "







be happy yaar

બુધવાર, 6 જાન્યુઆરી, 2016

મારા વિચારો,



" ભગવાનનું નામ લેતા જ કોકનું મગજ છટકી જતું હોય છે અને કેટલાક ભગવાનનું નામ લેતા લેતાજ મગજ છટકી ગયેલું હોય છે "

" કોઈ જાણીતું અને સારું વ્યક્તિ મૃત્યુ પામે એટલે લોકો તેના ફેચબુકમાં તેના વિષે એક-બે સારા વાક્યો કહીને શોક વ્યક્તિ કરતા હોય છે,પણ શોક વ્યક્ત કરવાને બદલે ખરેખર તેના પ્રત્યે તેવો ને હમદર્દી હોય તો તેના કુટુંબને આર્થિક રીતે મદદ કરો.અથવા બીજી કઈ મદદ કરો કારણ કે શોક કરવાથી તેના કુટુંબ અને મૃત્યુ પામનાર વ્યક્તિને કઈ મળવાનું નથી પણ હા તમારા ફેચબુક મિત્રો માટે તમે મૃત્યુ પમ્યો છે તે વ્યક્તિ પ્રત્યે તમને દુખ થાય છે એવું જરૂર લાગતું હશે "

be happy yaar

મંગળવાર, 5 જાન્યુઆરી, 2016

મારા વિચારો,



" ભગવાનની મરજી વિરુદ્ધ એક પાંદડું પણ હલતું નથી તેવું જે લોકો માને છે અથવા તો તેમાં જે લોકો વિશ્વાસ ધરાવે છે તે લોકોને તે પણ સમજી જવું જોઈએ કે જે લોકો ભગવાનનું અપમાન કરે છે અથવા તો ભગવાનને અપશબ્દો કહે છે અથવા તો ભગવાન વિષે જેમ તેમ બોલે છે તે પણ ભગવાનની મરજી જ હોવાની,જો તેની મરજી ના હોત તો લોકો તેના વિષે કઈ પણ બોલત નહી અને હા હું પણ જે પણ લખું છું,તમને કહું છું તે પણ ભગવાનની મરજી ગણવી.કારણ કે જો તેની મરજી ના હોત તો હું પણ આવું કઈ લખી શક્યો ના હોત




be happy yaar

સોમવાર, 4 જાન્યુઆરી, 2016

મારા વિચારો,



પાટીદાર લોકોને આ ફૂલ ગુલાબી ઠંડીમાં પેંડા અને અળદિયા ખાવાની ઇરછા અને અપેક્ષા રાખે છે પણ ભાજપ પક્ષ અને સરકાર તેને પાવલી વાળી ચોકલેટ આપીને રાજી કરવાનો પ્રયત્ન કરે છે "

" આપણો સંધર્ષ સતા અને સંપતી માટે નથી પણ આજાદી માટે છે -ડો.ભીમરાવ આંબેડકર ,


તેમ હે પાટીદારો

" આપણો સંધર્ષ સતા અને સંપતી માટે નથી પણ અનામત માટે છે "
( અનામત દુર કરવાનો અથવા તો અનામત મેળવવું )


be happy yaar

શનિવાર, 2 જાન્યુઆરી, 2016

મારા વિચારો,



" ભગવાન પાસે બધા લોકો કઈક ને કઈક માંગતા હોય છે છતાં તેવો ગરીબોને પૈસા કે દાન દેવાને બદલે મંદિરમાં રહેલા ભગવાનને દાન અને પૈસા આપતા હોય છે "
be happy yaar

શુક્રવાર, 1 જાન્યુઆરી, 2016

મારા વિચારો,



‪#‎ROCK_2016‬#

" દરેક વ્યક્તિને જુનું વર્ષ જેવું ગયું તેવું જ નવું વર્ષ જાય તેવી શુભ કામના કારણ કે " તારીખ બદલવાથી કે વર્ષ બદલવાથી માણસ નથી બદલી જતો " તે તો જેવો હોય તેવો જ રહેવાનો છે,તે જો પોતાના જીવનમાં કઈ સુધારો કરો અથવા તો પોતાની કોઈ ખામી દુર કરે તો તેના માટે નવું વર્ષ કહેવાય બાકી તો જેમ પહેલા હતું તેમ પછી પણ રહેવાનું છે "


" તારીખ બદલે છે,મહિનો બદલે છે અને વર્ષ પણ બદલે છે પણ માણસ એક એવું પ્રાણી છે કે તે કોઈ રીતે બદલવા તૈયાર થતું નથી અથવા તો બદલવા માગતું નથી, "

be happy yaar
Blogger Widgets