-moz-user-select:none; -webkit-user-select:none; -khtml-user-select:none; -ms-user-select:none; user-select:none;

સોમવાર, 30 માર્ચ, 2015

મારા વિચારો

" લોકો પોતાનું હદય સારી રીતે સાફ કરી શકતા નથી એટલે તેવો દરોજ
 માટે પોતાના કપડા અને શરીર સાફ કરે છે,સુંદર દેખાવું જોઈએ પછી 
ભલે અંદરથી સડો હોય કારણ કે અંદર કોણ જોવાનું છે,લોકો પોતાને 
પણ પૂરી રીતે જોઈ શકતા નથી તો બીજાને તો ક્યાંથી પૂરી રીતે જોઈ શકે ..

BE HAPPY YAAR

શનિવાર, 28 માર્ચ, 2015

" ક્યાંથી હોય "



સંતો થઇ ગયા સેક્સ ના, તેમાં સત્ય-સેવા ક્યાંથી હોય

રાજકારણી થઇ ગયા ભ્રષ્ટાચારી,તેમાં પ્રગતી ક્યાંથી હોય

પોલીસ થઈ ગયા લાંચ ના , તેમાં રક્ષણ ક્યાંથી હોય

વિધાર્થી થઇ ગયા ફેચબુક,વ્હોત્સ્પના તેમાં અભ્યાસ ક્યાંથી હોય

પ્રેમ થઇ ગયા શરીર ના, તેમાં વિસ્વાસ ક્યાંથી હોય

ધાર્મિકો થઇ ગયા મંદિરો ના,તેમાં માનવતા ક્યાંથી હોય......



BE HAPPY YAAR

શુક્રવાર, 27 માર્ચ, 2015

મારા વિચારો



"લોકો ના રમુજી સ્વભાવ તો જોવો મિત્રો, પેલા જે લોકો બીજા ને શાંતિ ના લેવા દેતા હોય.

તેને હમેશા ચિંતા માં નાખતા હોય અને તેનો જીવ બાળતા હોય પણ પછી જયારે તે વ્યક્તિ

મૃત્યુ પામે ત્યારે લોકો ભગવાનને પ્રાર્થના કરતા હોય છે કે " ભગવાન તેના આત્મા ને શાંતિ

આપે " તો અત્યાર સુધી તેવો કેમ તે વ્યક્તિ ને શાંતિ આપતા નહોતા "



BE HAPPY YAAR

ગુરુવાર, 26 માર્ચ, 2015

મારા વિચારો



" કોઈ પુરુષ ચાલો માતા ની જેમ માં બનીને બીજા કોઈને જીવાડતો કે

રક્ષણ કે પછી જન્મ તો આપી શકતો નથી પણ ચાલો યમરાજા બનીને

લોકો નો જીવ તો જરૂર લઇ લે છે,જીવનમાં યમરાજ તો બધા લોકો

બની શકે છે પણ માં બનવું જ બહુ અધરું છે."


BE HAPPY YAAR

બુધવાર, 25 માર્ચ, 2015

મારા વિચારો



" સાહિત્ય એ અમૃત જેવું છે જેને પીધા પછી માણસ અમર બની જાય છે.

જો અસલ હોય તો બાકી તો હાઈબ્રીડ સાહિત્ય હોય તેવા લોકો ફેચબુક અને

વ્હોત્સ્પમાં જ અમર બની જતા હોય છે,નામ પૂરતા અથવા તો કોપી પેસ્ટ વાળા....




BE HAPPY YAAR

મંગળવાર, 24 માર્ચ, 2015

મારા વિચારો



" લોકો સાધુ-બાવા બે રીતે બને છે,એક તો તેવો કોઇપણ કામ કરવા માંગતા હોતા નથી
અથવા તો બીજી રીતે કહીએ તો તે બધા કામ કરવા માંગતા હોય છે એટલે તેવો બનતા હોય છે,


be happy yaar

સોમવાર, 23 માર્ચ, 2015

મારા વિચારો




" લોકો પોતાના પ્રિય-પાત્ર ને i love you કહેવામાં જેટલી વાર (late ) લગાડે છે

તેટલી વાર જો તેવો i hate you કહેવામાં લગાડી હોત તો કદાચ દુનિયામાં

કોઈના દિલ ના દુભાત, કોઈને હર્ટ ન થાત,તેના પ્રેમ હમેશ માટે રહેત "


BE HAPPY YAAR

રવિવાર, 22 માર્ચ, 2015

અન્ય સાહિત્ય



એક ભજન છે તેના શબ્દો આ પ્રમાણે છે

      " કોઈ કોઈનું નથી રે કોઈ કોઈ નથી રે "


         હવે પ્રશ્ન એ થાય છે માણસ જન્મે ત્યારે મમ્મી-પાપા કોના હોય છે,સગા-સબંધિત કોના હોય છે,

ફ્રેન્ડ-ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ કોના હોય છે,કહે છે કોઈ કોઈનું હોતું નથી તો આ બધા કોના હોય છે,

          એમ લાગે છે કે આ ભજન જન્મ પહેલા માટે બોલવાનું હોતું નથી પણ મૃત્યુ પછી બોલવાનું હોય
 છે,કારણ કે માણસ જન્મે ત્યારે તેના માટે બધા હોય છે જયારે તે મૃત્યુ પામે ત્યારે તેના માટે 
કોઈ હોતું નથી,ત્યારે ખરેખર તે એકલો જ હોય છે,એટલે ત્યારે તેને આ ભજન લાગુ પડે કે કોઈ 
કોઈનું નથી રે કોઈ કોઈનું નથી,

" આમ તો માણસ બધા સાથે હોવા છતાં તે એકલો પણ હોય શકે છે "

BE HAPPY YAAR

શનિવાર, 21 માર્ચ, 2015

મારા વિચારો

" ભગવાન તો ધરતી પર કેટલીય વખત ફરવા અને મુલાકાત લેવા 
   આવતા હોય છે પણ તેવો પશુઓને મળવાનું ટાળતા હોય છે,કારણ કે 
   પશુઓને કોઈ ધર્મ હોતો નથી,તેવો તો પોતાને ગમે તે રીતે જીવન 
   જીવતા હોય છે   "

BE HAPPY YAAR

ગુરુવાર, 19 માર્ચ, 2015

મારા વિચારો



ધીમે ધીમે કોલેજ હવે બગીચો બની ગઈ હોય અને બગીચો કોલેજ બની ગઈ હોય

એમ લાગે છે કારણ કે તમે ધણી વખત જોયું હશે કે પરીક્ષાના સમયે ધણા વિધાર્થીઓ

બગીચામાં લેખન-વાંચન કરતા હોય છે અને કોલેજમાં અભ્યાસ કરવાને બદલે પ્રેમલાપ

કરતા હોય છે,

જ્યાં પ્રેમ કરવાનો હોય ત્યાં વિધાર્થીઓ અભ્યાસ કરે છે અને જ્યાં અભ્યાસ કરવાનો હોય ત્યાં

વિધાર્થીઓ પ્રેમ કરવામાં વ્યસ્ત રહે છે..............

BE HAPPY YAAR

અન્ય સાહિત્ય

એક કાવ્યની પંક્તિ આ પ્રમાણે હતી
" નથી કોઈ ગરીબ ના કુબામાં તેલનું ટીપુય અને
   અમીરોની કબરો પર ધીના દીવા બળે છે "
તેની વાસ્તવિક પંક્તિ આ પ્રમાણે થતી હોય તેમ મને લાગ્યું "
     " નથી ગરીબો ના ઘરમાં ખાવાનો એક ટુકડો અને
        અમીરો ના કોઠારો એમને એમ  જ સળે છે ( બગડે છે ) "

BE HAPPY YAAR

બુધવાર, 18 માર્ચ, 2015

મારા વિચારો

" મંદિર માં ભગવાન છે કે નથી તેની ખબર નથી છતાં દરોજ મંદિરે જવું પડે છે.
   સત્ય જાણું છુ છતાં ધાર્મિકતા ના ઝાળા માં ફસાવવું પડે છે.
   ગરીબ છુ છતાં લાખો ના દાન કરવા પડે છે 
   સત્સંગી છુ છતાં કોઈ સાધુ-સંત ને ગુરુ બનાવવા પડે છે અને 
   બધા સાથે માનવતા દાખવું છુ છતાં પથ્થર ની સેવા માં પાગલ થવું પડે છે "

BE HAPPY YAAR

મંગળવાર, 17 માર્ચ, 2015

મારા વિચારો


" લોકો બહુ રમુજી હોય તેમ લાગે છે કેમ કે તેવો પોતાના માં-બાપ રૂપ ભગવાન
   ને ધરની બહાર કાઢે છે ( વૃદ્ધા-ધર માં મોકલે છે ) અને બહાર પથ્થરમાં દેખાતા 
   ભગવાન ને ઘરમાં લાવે છે તેની દિલ થી સવાર સાંજ સેવી પૂજા કરે છે "

BE HAPPY YAAR

સોમવાર, 16 માર્ચ, 2015

" ખુશી -દુશ્મની વગરનો એક બદલો "

           એક નાના એવા શહેરમાં એક રમેશ નામનો છોકરો તેના મમ્મી-પાપા સાથે રહેતો હતો,રમેશની આર્થિક પરીસ્થીતી સારી ના હોવાથી તે અભ્યાસ કરતા કરતા મમ્મી-પાપાને મદદ થઇ શકે તે માટે નાની એવી નોકરી કરતો હતો શહેરમાં રહેતા હોવાથી અને મોધવારી પણ બહુ હોવાથી તેના મમ્મી-પાપા પણ નોકરી કરતા હતા,તેના મમ્મી ધરે રહીને સાડીઓની સિલાઈ કરવાની કામ કરતા જયારે તેના પાપા હીરાના કારખાનામાં જઈને હીરા ધસવા જતા.
            રમેશ અને તેના મમ્મી-પાપાની આર્થિક પરીસ્થીતી સારી ના હોવા છતાં તેવો બધા મસ્ત રીતે જિંદગી જીવતા અને સ્વર્ગના સુખો ભોગવતા હોય તેવો અહેસાસ કરતા..ercdfrtvryhnbરમેશ જયારે પણ અભ્યાસ કરવા જાય ત્યારે તે તેના મમ્મી-પાપાને પગે લાગતો જાય અને તેના આશિર્વાદ લેતો.રમેશ વિશે કહેવું હોય તો કહી શકાય તે તેના મમ્મી-પાપા માટે કલયુગનો શ્રવણ હતો.જેમ સતયુગમાં શ્રવણ તેના અંધ માતા-પિતાની સેવા કરતો તેમ કલયુગમાં રમેશ તેના માતા-પિતા સેવા કરતો,
            રમેશ નોકરી કરવામાં થાકી જતો હોવા છતાં તે તેના મમ્મી-પાપાને જમીને તેના પગ દબાવતો,માથું દબાવતો અને પાપાનો થાક દુર કરવાનો પ્રયત્ન કરતો હતો,ક્યારેક જો તેના મમ્મીની તબિયત સારી ના હોય તો તે રસોડામાં જઈને ખાવાનું પણ બનાવી લેતો,ઠામ-વાસણ પણ ધોઈ નાખતો,રમેશને એવું કઈ નહી કે સ્ત્રીનું કામ આપણે ના કરાય,રમેશને તો પોતાના મમ્મી-પાપાના સુખ માટે કોઇપણ કામ કરવા ગમતા હતા,એટલે તો તે રોટલી અને શાક પણ બનાવી લેતો અને ઠામ-વાસણ પણ ધોઈ નાખતો,અને ક્યારેક ધરમાં પાણીથી પોતું પણ મારી દેતો.
             રમેશ પોતાની નોકરીનો જે પણ પગાર આવે તે તેની મમ્મીના ચરણે ધરી દેતો,પોતાને કોઈ વ્યસન ના હોવાથી તે એક રૂપિયો પણ ખોટી રીતે વાપરતો નહી,રમેશના મમ્મી-પાપા પોતાની દીકરાની માતૃ-પિતૃ ભક્તિ જોઇને ખુબ જ રાજી થતા,અને મનમાં પ્રાથના કરતા કે હે ભગવાન મને દરેક જન્મમાં આવો જ દીકરો આપજો,
             રમેશ અભ્યાસ કરવામાં પણ હોશિયાર હતો,બધા કોલેજના વિધાર્થી ટયુશનમાં જતા છતાં તેને પરીક્ષામાં સારા માર્ક ના આવતા પણ રમેશ ટયુશનમાં ન જતો હોવા છતાં તે દરેક પરીક્ષામાં સારા માર્ક પાસ થતો,રમેશ જેમ પોતાના મમ્મી-પાપાની કાળજી લેતો તેમ અભ્યાસની પણ બહુ કાળજી રાખતો.
              રમેશ જ્યાં અભ્યાસ કરતો ત્યાં તેની સાથે એક કૃપા નામની છોકરી પણ અભ્યાસ પણ કરતી હતી,કૃપા એક તરફી રમેશને પ્રેમ કરવા લાગી હતી,કૃપાને રમેશની સાદાય અસર કરી ગઈ હોય તેમ દરોજ કૃપા રમેશની જ જ્ખના કરતી.રમેશ કારણવગર કોઈ સાથે ક્યારેય બોલતો નહી અને વળી કોલેજમાં પણ કામ શિવાય બેસતો નહી,કૃપા ધણી વખત તેને બગીચામાં બેસવા કહેતી પણ રમેશ તેને સીધો જ જવાબ આપી દેતો કે મારે કામ છે,મને બેસવું ગમતું નહોતું,
              રમેશ જેટલો ગરીબ હતો તેટલી કૃપા પૈસાદાર હતી,તેના માટે જિંદગી એક રમકડાનું સાધન સમાન હતી,રમકડાને મોજ આવે ત્યાં સુધી રમાડવાનું અને પછી ફેકી દેવાનું,કૃપાને કોઇપણ સંજોગોમાં રમેશ સાથે સબંધ રાખવો હતો,તેની સાથે જ લગ્ન કરવા માગતી હતી આથી તેણે રમેશને એક દિવસ કોલેજમાં સામેથી કહ્યું :” રમેશ હું તને પ્રેમ કરું છું અને તારી સાથે લગ્ન કરવા માગું છું,તું મારી સાથે લગ્ન કરીશ “
              રમેશ કૃપાને સારી રીતે જાણતો હતો,કૃપા કોલેજમાં સૌથી સુંદર છોકરી હતી,વળી મોટાભાગના યુવાનો તેની પાછળ લટુ હતા છતાં કૃપા કોઈને દાવ દેતી નહોતી તે ફક્ત મને જ કેમ પ્રેમ કરતી હશે, તે રમેશને સમજાયું નહી,રમેશને જોકે કૃપા પ્રત્યે કઈ લાગણી નહોતી છતાં તેની લાગણી અને દિલ ના દુભાય તે માટે તેણે કૃપા સાથે લગ્ન કરવાની હા પાડી દીધી.પણ પહેલા પોતાની આર્થિક પરીસ્થીતીથી તેને વાકેફ પણ કરી દીધી અને ઘરે આવીને મમ્મી-પાપાની સેવા પણ કરવી પડશે તેવા ધરના નિયમો પણ જણાવી દીધા,.
               કૃપા તો કોઇપણ સંજોગોમાં રમેશના ઘરે જવા માગતી હતી,રમેશ સાથે જ રહેવા માગતી હતી એટલે તેણે રમેશની બધી શરત માન્ય રાખી અને મનમાં ને મનમાં હસવા લાગી,રમેશે તેના મમ્મી-પાપાને કૃપા સાથે લગ્ન કરું કે નહી તે પહેલા પૂછી લીધું,તેના મમ્મી-પાપાએ કૃપાની સુંદરતા અને તેનું પૈસાદાર કુટુંબ અને સમાજમાં તેની સારી આબરૂ હોવાથી લગ્ન કરવાની હા પાડી.
               મમ્મી-પાપાને પસંદ આવી ગયું હોવાથી રમેશની સગાઇ ટુક સમયમાં કૃપા સાથે કરવામાં આવી,અને એક સારું એવું મુહુર્ત જોઇને ધામધૂમથી કૃપાના લગ્ન રમેશ સાથે થયા,કૃપાએ આજ બહુ ખુશ હતી તેણે આજે પોતાની જીંદગીમાં જે જોતું હતું તે તેને બધું મળી ગયું હોય તેમ તે ખુબ જ ખુશ હતી,પોતે રમેશ સાથે અને તેના મમ્મી પાપા સાથે જે કરવાની છે તે હવે સફળ થઇ જશે એવા વિચારે તે વધુને વધુ ખુશ થઇ રહી હતી.રમેશ પણ કૃપાથી સુંદરતા જોઇને ખુશ થતો,
               કૃપા અને રમેશના લગ્ન થઇ ગયા હોવાથી રમેશમાં અચાનક કઈક જાદુઈ અસર થઇ હોય તેમ તેનામાં ધીમે ધીમે પરિવર્તન આવી હોય તેમ તે હવે જયારે પણ નોકરી કરવા જતો ત્યારે મમ્મી-પાપાના આશીર્વાદ લેવાનું ટાળવા લાગતો,પહેલા જે દીકરો ઘર બહાર જતા જય શ્રી કૃષ્ણ કહેતો તેજ દીકરો કંઈપણ કહ્યાવગર ધર બહાર જતો રહેતો અને ક્યારે ઘરે આવતો તેનું પણ કઈ નક્કી રહેતું નહી.
               કૃપા પૈસાદાર બાપની દીકરી હોવાથી તેને પાર્ટીમાં જવાનો અને વાઈન પીવાનો બહુ શોખ હતો તે શોખ તેણે રમેશના જીવનમાં પણ પ્રેમથી લાગુ કરી દીધો,કૃપા રમેશને શ્રવણ બનવાને બદલે લવર બનવાનું વધુ કહેતી રહેતી.સમાજમાં સામાન્ય રહેવા કરતા થોડી એવી જીંદગીમાં આધુનિક રહેવું અને મોજ કરી લેવી જોયી તેવી કૃપા રમેશ સામે પોતાની ફિલોસોફી રજુ કરતી,જે રમેશ પહેલા સાવ સીધો સાદો હતો તેજ રમેશ હવે કૃપાના સંગ અને સલાહથી હાઈફાઈ થઇ ગયો હોય તેમ પાર્ટીમાં જવા લાગ્યો અને દારૂ-વાઈન પીવા લાગ્યો,જોકે વાઈન અને દારૂનો બધો ખર્ચો કૃપા આપતી એટલે રમેશને કઈ સમસ્યા થતી નહી,લગ્ન પહેલા જે રમેશ પોતાના પગાર પોતાના મમ્મી-પાપાના ચરણોમાં મુકતો તેજ પગાર હવે તે તેની પત્નીના ચરણોમાં આપવા લાગ્યો,અને બન્ને મોજ-મસ્તી કરવામાં જીવન વિતાવવા લાગ્યા,
               રમેશના લગ્ન પછી અચાનક આવેલા પરિવર્તન જોઇને તેના મમ્મી-પાપા દધાય ગયા હતા,તે તેના દીકરાને બહારનું ખાવા અને દારૂ જેવી વસ્તુ ના પીવા ધણા સમજાવતા પણ રમેશ અને કૃપા તમને શું ખબર પડે.તમે તો સાવ દેશી છો,અમારે જે કરવું હોય તે કરીશું તમારે કઈ તેમાં વચ્ચે નહી પડવાનું સમજ્યા તેવી વાતો કરીને તેની વાતનો શેદ કરી નાખતા,રમેશ અને કૃપા હવે ધરનું ખાવાને બદલે હોટેલનું સારું સારું ખાવાનું વધુ પસંદ કરતા.
               રમેશના મમ્મી-પાપાને પોતાના દીકરાની અને પત્નીની આ આધુનિકતા કણાની માફક ખુસ્તી હતી,તે તેને સમજાવવા ધણી સલાહ-સૂચનો આપતા પણ એક પણ સલાહ કે સૂચનની અસર રમેશ કે તેની પત્ની કૃપા પર થતી નહી,રમેશ પર જો તેના મમ્મી-પાપાની જરીક પણ અસર થાય તો કૃપા ગમે તે કરીને તે સલાહની અસરમાંથી રમેશને પ્રેમથી મુક્ત કરતી અને ફરી પોતાના જેવી બેશરમ જિંદગી જીવવા ઉત્સાહિત કરતી.
               દરોજ હોટેલમાં સારું સારું ખાવાથી રમેશ જે પણ નોકરીનો પગાર આવતો તે ખલાસ કરી દેતો અને રમેશ અને કૃપા પોતાના સુખ માટે મમ્મી-પાપાની પરસેવાના કમાણીના રૂપિયા લેવા લાગ્યા..રમેશને જિંદગી બદલવા માટે જાણે જ કૃપાએ લગ્ન કર્યા હોય તેમ કૃપાએ લગ્નના ટુકા એવા ગાળામાં રમેશમાં જાદુઈ અસર કરીને તેના પુરા વ્યક્તિત્વને બદલી નાખ્યું,
                જયારે પણ મોજ-શોખ કરવા હોય ત્યારે રમેશ પોતાના મમ્મી-પાપા પાસે રૂપિયા લઇ લેતો અને જો તેના મમ્મી-પાપા તેને રૂપિયા ના આપે તો રમેશ તેની ધોલાય કરતો અને લુખ્ખી ધમકી આપતો કે હું તમને મારે ધરમાંથી કાઢી મુકીશ જો તમે મને રૂપિયા વાપરવા નહી આપો તો,મમ્મી-પાપાની લાચારી હોય તેમ તેવો ક્યારેય રમેશ કે કૃપાને પૈસા આપવાની ના પાડતા નહી પણ જયારે તેની પાસે ના હોય ત્યારે સ્વેચ્છાએ અમારી પાસે તમને આપવા એક પણ રૂપિયો નથી એવું કહી દેતા,
                એક દિવસની વાત છે,રમેશ અને કૃપાને બહારનું ખાવાનું બહુ મન થયું હતું.કૃપાએ રમેશને મને આજે બહાર ખાવા લઇ જાવ તેવું કહ્યું,પણ ત્યારે રમેશ પાસે પૈસા નહોતો આથી રમેશે કૃપાને કહ્યું કે મારી પાસે અત્યારે પૈસા નથી તો કેમ જવું.
                 તારી પાસે પૈસા ના હોય તો તારા મમ્મી-પાપા પાસેથી લઇ લે.પણ આજે તો આપણે બહાર ખાવા જવું એટલે જવું છે સમજ્યો,.
                 યાર મારા મમ્મી-પાપા પાસે પણ રૂપિયા નથી જે રૂપિયા હતા તે બધા તો હું કાલે જ લેતો આવ્યો હતો,તેમાંથી તો આપણે બન્નેય દારૂ પીધો હતો. રમેશે પોતાની વાત કરી,
                 કૃપા કઈક કરવા માગતી હોય તેમ તેણે રમેશને ફરી કહ્યું,” જો રમેશ તારા મમ્મી-પાપા તને પૈસા આપવાની ના પાડે તો તેને આપણા ધરમાંથી બહાર કાઢી મુક.આમપણ મને તારા મમ્મી-પાપા સાથે રહેવું ગમતું નથી,.અથવા તો તેને વૃદ્ધાશ્રમમાં મોકલી આપને તો આપણે આપણી જિંદગી વધુ સારી અને મસ્ત રીતે આનંદ જીવી શકીશું,આપણી પાસે પૈસા ઘટશે તો હું મારા ઘરેથી લેતી આવીશ તને તો ખબર છે કે મારા પાપા મને પૈસા આપવાની ક્યારેય ના પાડતા નથી.”
                 રમેશ પણ કૃપા જેવો થઇ ગયો હોવાથી તેને પણ પોતાની જિંદગી રંગીન રીતે જીવી હોય તેમ તેણે કૃપાની વાત માન્ય રાખી.અને મનમાં નક્કી કરી લીધું.કૃપા પોતાનું બધું કામ કરાવવા રમેશને હાથો બનાવતી રહેતી,અને ધીમે ધીમે પોતાનો પ્લાનને સફળતાના શિખરો સર કરાવતી રહેતી.
                  રમેશ પોતાની રૂમમાંથી બહાર આવીને ઓસરીમાં જોયું તો તેના મમ્મી સાડીઓની સિલાઈ કરી રહ્યા હતા અને તેના પાપાને આજે કારખાનામાં રજા હોય તેમ તેવો સમચારપત્રો વાંચી રહ્યા હતા,રમેશે તેની મમ્મીને સંભળાય તે રીતે કહ્યું :” મમ્મી મને પૈસા આપો,મારે બહાર જવું છે.
                  પૈસાની વાત હોવાથી તેના મમ્મીના કાનમાં ઝડપથી રમેશનો અવાજ દાખલ થઇ ગઈ હોય તેમ સીધું જ કહી દીધું કે મારી પાસે જેટલા રૂપિયા હતા તેટલા રૂપિયા મેં તને કાલે જ આપી દીધા હતા,મારી પાસે અત્યારે તને દેવા એક પણ રૂપિયો નથી,તારા પાપા પાસે હોય તો માગ “
                  મમ્મી પાસેથી પૈસાની બાબતમાં નિરાશ થઈને રમેશ તેના પાપા જ્યાં ધરના ફળીયામાં પેપર વાંચી રહ્યા હતા ત્યાં ગયો અને તેને પણ કહેવા લાગ્યો કે : “ પાપા મને પૈસા આપો “
               “ પેપરમાંથી નજર ઉચી કરીને તેના પાપા તેના વર્તનથી અથવા તો તેનામાં આવેલા બદલાવથી ગુસ્સે હોય તેમ ક્રોધથી કહેવા લાગ્યો :” જા,જા મારી પાસે પૈસા નથી અને જો તારે પૈસા જોતા જ હોય તો તું કામ કરવા લાગ અને કમાવા લાગ એટલે તારે કોઈ પાસે પૈસા માગવા જ નહી પડે સમજ્યો, તું દીકરો લગ્ન પછી બહુ બગડી ગયો છે, પહેલા શ્રવણ જેવો દીકરો અત્યારે,,,,,,,,,,,, “
                 પાપા આટલું બોલીને અધવચ્ચે અટકી ગયા,રમેશ ત્યાંથી પણ નિરાશ થઇ ગયો હોવાથી તેને પણ તેના મમ્મી-પાપા ઉપર બહુ ગુસ્સો આવવા લાગ્યો અને મનમાં કૃપા સાથે નક્કી કરેલો પ્લાન યાદ કરવા લાગ્યો. 
                 રમેશ તેના મમ્મી-પાપા પાસેથી નિરાશ થયો હોવાથી તેણે ધરમાં પાપા અને મમ્મીને એક સાથે બોલાવીને કંઈપણ વધુ વિચારવાને બદલે ચોખું જ કહી દીધું કે : “ મમ્મી-પાપા હું હવે તમારી સાથે રહેવા માંગતો નથી,જો તમે મને સુખી જોવા માંગતા હોય તો મહેરબાની કરીને આ ધર છોડીને અત્યારે જ જતા રહો,”
                 રમેશે ધર છોડવાનું કહ્યું હોવાથી તેના મમ્મી-પાપાના શ્વાસ અધ્ધર થઇ ગયા,તેના પગ નીચેની ધરતી ખસી ગઈ હોય તેમ લાગી.રમેશે અચાનક આવું શા માટે કહ્યું તેની પણ તેને ખબર રહી નહી.દરેક માં-બાપ પોતાના દીકરા કે દીકરીની ખુશી માટે કંઈપણ કરવા તૈયાર હોય તેમ રમેશના માં-બાપ તેના દીકરાના ખુશી માટે પોતાની મહેનતથી બનાવેલા ધરને અલવિદા કહીને અને બેટા ભગવાન તારું ભલું કરે એવા આશીર્વાદ આપીને જતા રહ્યા,જો કે રમેશના મમ્મી-પાપાએ અમને ઘર છોડવાનું ના કહે તેવા દીકરા સામે ધણા કાલાવાલા કર્યા,અમે અમારી પાછલી જીંદગીમાં ક્યાં જશું તેવું ધણું કહ્યું છતાં રમેશ પોતાના વિચારોથી માંથી એકનો બે થયો નહી
                 રમેશ તેના મમ્મી-પાપા ધર છોડીને જતા રહ્યા હોવાથી બહુ ખુશ થઇ ગયો,રમેશ કરતા કૃપાને બહુ ખુશી થઇ હોય તેમ તે રમેશને ચુંબન ઉપર ચુબન ભરવા લાગી,રમેશને આલીંગનમાં જકડી લીધો અને તેનો ખુબ ખુબ આભાર માનવા લાગી.કૃપાએ રમેશ સાથે લગ્ન કરતા પહેલા જે પ્લાન કર્યો હતો તે આજે રમેશને તેના મમ્મી-પાપાથી અલગ કરીને સફળ થઇ ગયો તેમ તે પણ ખુશ ખુશ થઇ ગઈ.
  • સતયુગ અને કળયુગમાં ફક્ત આટલો જ તફાવત છે મિત્રો ,સતયુગમાં મમ્મી-પાપાની ખુશી માટે તેના દીકરા કે દીકરીઓ વનવાસ જતા જયારે કળયુગમાં દીકરા કે દીકરીના ખુશી માટે તેના મમ્મી-પાપા વનવાસ જવા લાગ્યા છે ( મોકલવા લાગ્યા છે )“
 
 
>>>>>> BE HAPPY YAR <<<<<<<<<

રવિવાર, 15 માર્ચ, 2015

અન્ય સાહિત્ય



         " ખોટું અને અસત્ય તો લોકો આસાનીથી બોલી જતા હોય છે પણ તેને સત્ય બોલાવવા માટે જ ગીતા પર હાથ રાખવાનું કહેવું પડતું હોય છે,......


            " શિક્ષકો પણ ગજબના હોય છે,અમુક વિધાર્થીનું જીવન તેવો ઉજવળ કરી દેતા હોય છે અને અમુક વિધાર્થીનું જીવન તેવો રણ જેવું ઉજ્જડ કરી નાખતા હોય છે..

            એક શિક્ષક વિધાર્થીને સલાહ આપતા હતા કે " જીવનમાં ક્યારેય ધૂમ્રપાન કરવું જોઈએ નહી અને જો થઇ જાય તો ક્યારેય છોડવું જોઈએ નહી,કારણ કે જે બાપ નું માને તે બાવાનું શું માને "

be happy yaar

શનિવાર, 14 માર્ચ, 2015

મારા વિચારો



" પોલીસથી બધાએ ડરવું જોઈએ કારણ કે તેવો ફક્ત ગુનેગારને સજા આપતા નથી


પણ ક્યારેક જાણે-અજાણે અથવા તો દુશ્મનીને લીધે નિર્દોષ અને બેકસુર લોકોને પણ


સજા આપતા હોય છે,


એટલે જ કદાચ કહેવાતું હશે કે પોલીસની દોસ્તી પણ સારી નહી અને દુશ્મની પણ સારી નહી "



  BE HAPPY YAAR

મારા વિચારો

  લોકો ને બધું ખરીદી લેવાની બહુ ઈચ્છા હોય છે , સારું છે ભગવાન ની
 ખરીદી થતી નથી નહિતર તો પૈસાદાર લોકો ભગવાન ને પણ ફેમેલી ડોક્ટર
 ની જેમ ભગવાન ને પણ ફેમીલી ભગવાન બનાવી નાખત .પણ હા અત્યારે
 ધનવાન લોકો મંદિર ને ખરીદી લેછે ક્યાય એવું ના બને કે ભવીશ્ય માં તેવો
 ભગવાન ને પણ ખરીદી લે તો આપણા જેવા ગરીબ લોકો ને ભગવાન વગર
 પૂરી જિંદગી વિતાવવી પડે "

BE HAPPY YAAR

મારા વિચારો



     " સ્ત્રીઓને જેવું સ્થાન,આદર અને સન્માન ફેચબુકમાં મળે છે તેવું સ્થાન,આદર,સન્માન તેને આપણા વાસ્તવિક સમાજમાં મળતું નથી તે ખરેખર બહુ દુખદ વાત કહેવાય.....
       અને પુરુષોને જેવું સ્થાન,આદર,સન્માન સમાજમાં મળે છે તેવું સ્થાન,આદર અને સન્માન તેને ફેચબુક માં મળતું નથી તે બહુ સારી વાત કહેવાય .............


be happy yaar

ગુરુવાર, 12 માર્ચ, 2015

અન્ય સાહિત્ય



" જીવનમાં ભગવાનનું નામ લેવું જેટલું સરળ છે તેટલું જ અશક્ય અને અધરું જીવનમાં 
  ભગવાનના દર્શન છે,
" ધાર્મિક તહેવાર હોય ત્યારે  બધા લોકોની ભક્તિ સમરા કાઢવા લાગશે.પણ ખાલી એક 
દિવસ પુરતી,જો ભગવાનની ભક્તિ દરોજ આજના દિવસ જેવી થતી હોય તો શંકર ભગવાન 
તો આપણને દર્શન આપવા આવે સાથે આપણા ધર્મમાં જે તેત્રીશ કરોડ દેવતા છે તે પણ 
આપણને બધાને દર્શન દેવા એકી સાથે આવે,પણ આપણા જેવા લોકો ભગવાનની ભક્તિ 
દરોજ માટે આવી ના કરી શકીએ ,.
કારણ કે ફેચબુક અને વ્હોત્સ્પમાંથી નવરાશ મળે તો ભગવાન યાદ આવે ને યાર..

કળયુગમાં ફેચબુક અને વ્હોત્સ્પજ બધાના ભગવાન છે હોય તેમ લાગે છે,કારણ કે લોકો એક દિવસ માટે અથવા તો એક મહિના માટે મંદિર ના જાય તો ચાલે પણ માણસ ફેચબુક અને વ્હોત્સ્પ વગર એક મહિનો તો શું એક દિવસ પણ રહી શકતો નથી.....

" ફેચબુક અને વ્હોત્સ્પ કેટલાકના જાણતા-અજાણતા આરાધ્ય દેવ બની ગયા હશે...........

ખોટું લાગે તો માફ કરજો મિત્રો

મારા વિચારો



" લોકો ના રમુજી સ્વભાવ તો જોવો મિત્રો, પેલા જે લોકો બીજા ને

શાંતિ ન લેવા દેતા હોય. તેને હમેશા ચિંતા માં નાખતા હોય અને

તેનો જીવ બાળતા હોય પણ પછી જયારે તે વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે

લોકો ભગવાન ને પ્રાર્થના કરતા હોય છે કે " ભગવાન તેના આત્માને

શાંતિ આપે " તો અત્યાર સુધી તેવો કેમ તે વ્યક્તિ ને શાંતિ આપતા નહોતા,,,


BE HAPPY YAAR

બુધવાર, 11 માર્ચ, 2015

મારા વિચારો



" જીવનમાં પ્રેમી લોકોનો જેવો કરુણ અંત આવે છે તેવો


કરુણ અંત નફરત કરતા લોકોનો આવતો નથી,


ખરાબ લોકો ખરાબ કામોથી જેટલી કમાણી કરે છે


તેટલી કમાણી સારા લોકો સારા કામોથી કરી શકતા નથી,


ખરાબ લોકોને જેવી સારી ઈજ્જત જીવનમાં મળે છે તેવી


સારી ઈજ્જત સારા લોકોને પૂરી મળતી નથી "






BE HAPPY YAAR

સોમવાર, 9 માર્ચ, 2015

મારા વિચારો

" અત્યારના જમનામાં સારી ગાયો ( ગાયમાતા ) અને
   સારી બાઈઓ ( સ્ત્રીઓ ) શોધવી બહુ મુશ્કેલ છે યાર ,
   અત્યારના જમાનામાં સારા મિત્રો અને
   સારા ગુરુઓ શોધવા બહુ મુશ્કેલ છે યાર .
   અત્યારના જમાનામાં સારું જ્ઞાન અને
  સારી સોબત શોધવી બહુ મુશ્કેલ છે યાર
  અત્યારના જમાનામાં નિર્દોષ ધર્મ અને
  નિર્દોષ વ્યક્તિ શોધવો બહુ મુશ્કેલ છે યાર
  અત્યારના જમાનામાં કોઈ સત્યવાદીને અને
  કોઈ દયાવાનને શોધવા બહુ મુશ્કેલ છે યાર..............





BE HAPPY YAAR 

રવિવાર, 8 માર્ચ, 2015

મારા વિચારો

 " બધા કહેતા હોય છે માણસ જેવું વાંચન કરે છે તેવો થઇ જતો
   હોય છે,પણ મને એવું લાગતું નથી કારણ કે માણસ સુવિચાર 
   વાંચે છે છતાં તે સારો અને સુંદર નથી થઇ જતો અને કુવિચાર 
   નથી વાંચતો છતાં તે કુરૂપ અને ખરાબ થઇ જતો હોય છે "

BE HAPPY YAAR

શનિવાર, 7 માર્ચ, 2015

મારા વિચારો

"  અમુક ધાર્મિક લોકોને બે આંખ હોવા છતાં
   સત્ય જોવા માટે અંધ હોય છે જયારે અમુક
   ધાર્મિક લોકો અંધ હોવા છતાં આસાનીથી
   સત્યને જોઈ શકતા હોય છે .અમુક ધર્મિક
   લોકો અંધ પણ હોય છે અને અમુક ધાર્મિક
   દિવ્યદ્રષ્ટી વાળા પણ હોય છે "

BE HAPPY YAAR

ગુરુવાર, 5 માર્ચ, 2015

મારા વિચારો

" મહાત્મા ગાંધીજીની તસ્વીર આપણે બધા લોકોએ જ્યાં પણ રાખી છે 
  ત્યાં મોટેભાગે હિંસા હોવા મળતી હોય છે, ગાંધીજી ભલે અહિંસા પ્રિય હતા 
  પણ જ્યાં તેની તસ્વીર હોય ત્યાં હિંસા જોવા મળતી હોય છે,જેમ કે એક તો
   રૂપિયામાં ગાંધીજીની તસ્વીર છે તેમાં પણ રૂપિયાને લીધે ધણી હિંસા થતી
   હોય છે,અથવા તો પોલી સસ્ટેશનમાં કે બીજી કોઈ રાજકીય મકાનો અથવા તો 
   કોઈ બીજા સરકારી આવાસો હોય તેમાં પણ આપણે હિંસા જોઈએ શકીએ છીએ,
   ખબર નથી પડતી કે આપણે ગાંધીબાપુનો ઉપકાર માનીએ છીએ કે પછી
   અમુક જગ્યાએ તેની તસ્વીર રાખી આપણે તેનું અપમાન કરીએ છીએ "
  "  મહાપુરુષના સારા કાર્યનો બિરદાવતા આપણને સારી રીતે આવડે કા "

BE HAPPY YAAR

બુધવાર, 4 માર્ચ, 2015

પ્રેમ - માઈક્રો ફિક્શન

          

             એક ઘરમાં મમ્મી-પાપા અને તેની દીકરી રહેતા હતા.દીકરી કોલેજિયન હોવાથી થોડીક આધુનિક હતી જયારે તેના મમ્મી-પાપા અભણ હતા.પણ તેના મમ્મી-પાપા શ્રી કૃષ્ણ ભગવાનના પરમ ભક્તો હતો.તેના મમ્મી-પાપા હમેશા રાધે-ક્રિષ્નાના પ્રેમના ગીતો જ ગાતા હતા. પ્રેમ નેજ પરમેશ્વર માનતા. મમ્મી-પાપા માટે બધાને પ્રેમ કરવો જોઈએ તેવો તેનો ધર્મ હતો.
              આ બન્ને બીજા સાથે વાતો કરે તો પણ પ્રેમની જ કરતા અને પ્રેમથી જ કરતા.આ બન્ને માટે અત્ર-તત્ર-સર્વત્ર પ્રેમજ બધાથી સર્વશ્રેષ્ઠ હોય તેમ લાગતું. દીકરી કોલેજેથી ધરે આવી મમ્મી-પાપા બન્ને ઘરે હોવાથી તેને સંભળાય તેમ મોટેથી કહે છે: “ પ્રેમના પુજારી એવા મારા મમ્મી-પાપા,હું કોલેજમાં એક યુવાનના પ્રેમમાં છું.તે પણ મને ખુબજ પ્રેમ કરે છે.અમે બન્ને લગ્ન કરવા માંગીએ છીએ જો તમને કઈ સમસ્યા ના હોય તો ?
              “ કાળમુખી,તને કોણે કહ્યું હતું પ્રેમમાં પડવાનું,પ્રેમમાં પડીને તે ભયકર પાપ કર્યું છે,ચાલ રૂમમાં જતી રહે એટલે અમે તને કેદ કરી નાખીએ “ દીકરીની પ્રેમલગ્નની વાત સાંભળી તેના મમ્મી-પાપાનો મગજ છટક્યો હોય તેમ ખુબજ ક્રોધિત સ્વરે દીકરીને કહેવા લાગ્યા.                                                                             BE HAPPY YAAR

મંગળવાર, 3 માર્ચ, 2015

મારા વિચારો

   
" જીવનમાં તમારે ક્યારેય કોઈ સાથે પાગલપન જેવો વ્યહવાર કરવો ના હોય તો આ ત્રણ વસ્તુથી હમેશા દુર રહેવું જોઈએ. એક તો દારૂ ( ખાવા-પીવાનું વ્યસન ) બીજું પ્રેમ ( શારીરિક. માનસિક અથવા તો આધ્યાત્મિક ) અને ત્રીજું સાહિત્ય ( કાવ્ય.વાર્તા અથવા તો નવલકથા " આ ત્રણેય વસ્તુ એવી છે જે દુનિયાના કોઈ પણ વ્યક્તિને પાગલ જેવો અથવા તો પાગલ બનાવી દેતો હોય છે.

BE HAPPY YAAR

સોમવાર, 2 માર્ચ, 2015

મારા વિચારો

" આપણે પણ દુર્યોધન જેવા થઇ ગયા છે,
  જેમ દુર્યોધનને ધર્મ શું છે તે ખબર હતી છતાં 
  તે  અધર્મ કરવામાં વ્યસ્ત હતો તેમ આપણે
  પણ સાચું અને સારું શું છે તે જાણીએ છીએ છતાં
  આપણે પણ  અસત્ય અને ખરાબ કરવામાં વ્યસ્ત રહીએ
 છીએ,જેમ દુર્યોધન દ્રૌપદીનું 
 ભરસભામાં વસ્ત્રાહરણ કરતો તેમ આપણામાંથી પણ
  અમુક સાલા સ્ત્રીઓના વસ્ત્રહરણ કરવા લાગ્યા છે "

BE HAPPY YAAR

રવિવાર, 1 માર્ચ, 2015

“ માં “

        એક મોટા એવા શહેરમાં દેવ અને દિવ્યા નામના પતી-પત્ની રહેતા હતા,દેવ અને દિવ્યાના લગ્નના ધણા વર્ષો થઇ ગયા હોવા છતાં તેને હજી કોઈ સંતાનસુખ પ્રાપ્ત થયું નહોતું. જો કે દેવને તો સંતાન કરવાની તીવ્ર ઈચ્છા હતી પણ દિવ્યા જ તેને સાથ-સહકાર આપતી નહી.
         દિવ્યા એમ માનતી કે જો તેને કોઈક એક સંતાન થઇ જશે તો તો તેની બધી સ્વતંત્રતા જતી રહેશે.એટલે કે સંતાન થવાથી મારી જિંદગીના મોટાભાગના સુખો છીનવાય જશે અને જે સુખ મળશે તે પણ મારે મારું સંતાનને ઉછેરવામાં છોડવું પડશે.સંતાન થવાથી હું એક જગ્યાએ સ્થિર થઇ જઈશ અને ક્યાય હરી-ફરી પણ નહિ શકું.
         દિવ્યાને જીંદગીમાં બધા સુખો ભોગવવા હતા,તેને બધી જગ્યાએ હરવું-ફરવું હતું,આથી જ તે સંતાનને જન્મ આપવાનો દેવના આગ્રહનો વિરોધ કરતી.પણ દેવને તો ગમે તે ભોગે સંતાન જોઈતું હતું આથી તે દરોજ સંતાન બાબતે દિવ્યાને દબાણ કરવા લાગ્યો.
         દિવ્યાને મુક્ત પક્ષીની જેમ આકાશમાં ઉડવું હતું,વિહરવું હતું.છતાં દેવના દબાણને કારણે વશ થઈને તેને એક સંતાનને જન્મ આપવાની ફરજ આપી,દિવ્યાએ એક સારા સમયે એક નાની પરી જેવી બાળકીને જન્મ આપ્યો.
        દિવ્યાએ બાળકીને જન્મ આપ્યો હોવાથી દેવ ખુબ જ  ખુશ થઇ ગયો હતો.તેની પરીસ્થિતિ નબળી અને સામાન્ય હોવા છતાં તેણે આડોસ-પાડોશમાં રહેતા બધા લોકોને મીઠાઈઓ વહેચી હતી.દેવને ભલે દીકરો ના જન્મ્યો પણ દીકરી જન્મી છતાં તેને માટે દીકરી નહોતી પણ સાક્ષાત માતાજીનો જન્મ લીધો છે,
          દીકરીનો જન્મ થવાથી દિવ્યાની બધી સ્વત્રંત્રતા છીનવાય ગઈ હોય એમ લાગતી હતી.તે હવે ક્યારેય ક્યાય એકલી જઈ શકે એમ નહોતી.દિવ્યા ક્યારેર્ય એકલી હવે હરવાફરવા જઈ શકતી નહોતી. દિવ્યા માટે તેની બાળકી તુલસીનો ક્યારો નહી પણ સાપનો ભારો હતી.
         દિવ્યા તો ભગવાનને દરોજ એક જ પ્રાર્થના કરવા લાગી કે હે ભગવાન તમે મને સંતાનસુખ આપ્યું તે સુખ મારે નથી જોઈતું.મારા તે સંતાનસુખને તમે તમારી પાસે બોલાવી લો, જેને  સંતાનસુખની જરૂર હોય તેને મારું સંતાનસુખ આપી દો.
             દેવ તો મજુરી કરતો હોવાથી દરોજ સવારે કામ કરવા જતો રહેતો અને સાંજે કામથી થાકી-પરવારી ફરી આવતો રહેતો,તે જયારે પણ સાંજે મજુરી કરીને આવતો ત્યારે સીધો જ તે પોતાની પરી જેવી દીકરીને જોતો અને વહાલથી તેના ગાલ પર એક-બે મસ્ત-મજાનું ચુંબનની વર્ષા વરસાવતો રહેતો.પ્રેમ અને હેતથી કરેલા બાળકીને ચુંબનથી દેવનો આખા દીવસનો કામ કરવાનો થાક ક્ષણમાં દુર થઇ જતો હોય તેમ તેને લાગતું.
            દેવને એક વાત સારી રીતે સમજાય ગઈ હતી કે જ્યારથી દીકરીનો જન્મ થયો છે ત્યારથી દિવ્યાનું વર્તન બહુ વિચિત્ર અને બદલાયેલ ગયેલું જોવા મળે છે.પહેલાના દિવસોમાં દિવ્યાના ચહેરામાં હમેશા પ્રસનતા અને ખુશી રહેતી જયારે હવે તેનો ચહેરો ખુબ ઉદાસ અને ગમગીન હોય તેમ લાગતું.
            દેવ દિવ્યાને ઘણીવાર સમજાવવાની કોશીસ પણ કરતો કે દીકરી તો ફૂલ સમાન કહેવાય, જેમ કોઇપણ છોડ ફૂલ વગર નકામું  કહેવાય તેમ લગ્ન-જીવન પણ સંતાન વગર નકામું ગણાય.દિવ્યા દેવની વાત શાંતિથી તો સાંભળતી પણ તે એક કાનેથી સાંભળી અને બીજા કાનેથી કાઢી નાખતી.અને ગુસ્સામાં દેવને : ભલે હો તેવો જવાબ પણ આપતી.
             દીકરીનો જન્મ થવાથી દિવ્યાનું પાણીપુરી ખાવાનું, બગીચામાં ફરવા જવાનું બધું બંધ થઇ ગયું હતું.કારણ કે દીકરી નાની હોવાથી ક્યારેક તે રડતી તો ક્યારેક તે પોતાના કપડા ભીની કરતી તો ક્યારેય ભૂખને લીધે મોટા મોટા અવાજો કરતી,આવા વધા કામોમાંથી દિવ્યાને નવરાશની પળોજ ના મળતી,દિવ્યા તેની દીકરીને દીકરી તરીકે નહિ પણ દુશ્મન તરીકે માનીને તેનું પાલન-પોષણ કરતી.
             દિવ્યાએ ધણી વખત દેવ સાથે છૂટાછેડા લેવાનો પણ નક્કી કર્યું હતું પણ આમ કરવાથી સમાજમાં મોટી બદનામી થશે વળી માં-બાપ પણ ગરીબ હોવાથી તેના બીજા લગ્ન બીજે થવા પણ શક્ય નહોતા.મારા ભાગ્યે આવું જ નિર્માણ કર્યું છે એવું માની દિવ્યા પોતાનું દુખી કહી શકાય તેવું લગ્ન-જીવન જીવવા લાગી.
             દિવ્યાએ દીકરીને ધણીવાર ઝેર આપીને પણ મારી નાખવાના વિચારો કર્યો હતો પણ બધાને ખબર પડી જશે તો મારા તો રામ જ રમી જાય તેવું માની દિવ્યા તેની દીકરીનો કાટો દુર કરવા નવા નવા કીમિયા શોધવા લાગી.
             એક દિવસની વાત છે, દેવ મજુરી કરવા ગયો હતો,દિવ્યા બપોરની રસોઈ કરતી રહી હતી, નાની એવી ફૂલ જેવી બાળકી ધોડિયામાં સુતી હતી.આવા સમયે તેની ખાસ એક બહેનપણી તેને મળવા આવી.દિવ્યા તેની બહેનપણીને આ દીકરીથી પીછો કઈ રીતે છોડાવો તેની વાતો તેને પૂછી રહી હતી, દિવ્યાની બહેનપણી પણ બહુ ચાલાક હતી, તે પણ પહેલાની દિવ્યા જેવી જિંદગી જીવી રહી હતી
              દિવ્યાએ તેની દીકરીથી પીછો છોડાવાની વાતો કરી હોવાથી તેની બહેનપણી તેને ગળાટુંપો  આપીને મારી નાખવાની સલાહ આપી , આમ કરવાથી કોઈને કઈ ખબર પણ પડશે નહી અને તને તારી દીકરીથી છુટકારો પણ મળી જશે.દિવ્યાને તેની બહેનપણીએ કહેલો પ્લાન ખુબ ગમી ગયો હોય તેમ તેને શાબાશી આપવા લાગી,,તેની બહેનપણીએ દીકરીને પતાવવાનો મસ્ત પ્લાન આપ્યો હોવાથી દિવ્યા ખુશ થઈને તેના માટે શરબત બનાવી લાગી અને મનમાં નક્કી કર્યું કે આ પ્લાનને આજે જ અમલમાં મુકવો.
              દિવ્યાની બહેનપણી પણ દિવ્યા જેવી જ હતી.તેને જિંદગીને મુક્ત રીતે માણવી હતી અને જિંદગીનો ભરપુર અને પુરેપુરો આનંદ લેવો હતો એટલે તેણે કોઈ સાથે લગ્ન જ ના કર્યા,અને દીકરીની ચિંતામાં અને ચિંતામાં તેના મમ્મી-પાપાએ દમ તોડી નાખ્યો હતો.
               દિવ્યા અને તેની બહેનપણી બન્ને દીકરીનો કાટો કાઠવાની વાતો કરતી હતી ત્યાં જ પેલી માસુમ અને નિર્દોષ દીકરીને ભૂખ લાગી હોય તેમ ધોડિયામાં સુતી સુતી રડવા લાગી.દીકરીનો રડવાનો અવાજ સાંભળી દિવ્યાને ખબર પડી ગઈ કે તેને હવે ભૂખ લાગી હશે એટલે તે રડે છે, એમ માની દિવ્યાએ તેની દીકરીને ધોડિયામાંથી બહાર કાઢી.
                દિવ્યાની બહેનપણી દિવ્યાએ હાથે બનાવેલું લીંબુ શરબત પીને અને કાન ભંભેરણી કરીને પોતાની ઘરે જતી રહી..દીકરી નાની હોવાથી તે બીજો તો કોઈ ખોરાક તો લઇ શકે એમ ના હોય એટલે દિવ્યાએ ખુશીથી તેને સ્તનપાન કરાવા લાગી.
               દરોજ કરતા આજ દિવ્યા ખુશીથી તેની માસુમ બાળકીને સ્તનપાન કરાવતી હતી.કારણ કે તેને ખબર હતી કે આ છેલ્લું સ્તનપાન છે મારી દીકરીની ભાગ્યમાં.અને ફરી હું પહેલા જેવી મુક્ત પક્ષી બનીને આકાશમાં ઉડવા લાગીશ.
               દીકરી ખુબ જ ભૂખી હોય તેમ હોશે હોશે સ્તનપાન કરવા લાગી હતી, તેને તો કઈ ખબર નહોતી કે આજે હું મારા મમ્મીનું સ્તનપાન છેલ્લી વખત કરી રહી હતી, તે તો બિચારી સાવ નિર્દોષ અને માસુમ બનીને મસ્તીથી પોતના ભૂખ સંતોષી રહી હતી.દિવ્યા તો દીકરી ભગવાનને પ્યારી થઇ જશે ત્યાર પછી તે કેવા કેવા આનંદ કરશે તેની કલ્પનાઓમાં જ ફરવા લાગી.દિવ્યાને કલ્પનામાં એટલી બધી મજા અને ખુશી મળી હોય તેમ દીકરીની ચાલુ સ્તનપાને તે ઊંધમાં ઢળી પડી.
                દિવ્યાને નિંદર આવવાથી તે બેઠી હતી તેની જગ્યાએ તેનું સ્થિર શરીર જમીન તરફ નીચે જુકી ગયું.આ બાજુ દીકરીની ભૂખ સંતોષી ગઈ હોય તેમ તેની મમ્મીથી દુર થવાનો પ્રયત્ન કરતી હતી પણ શું કરે મમ્મી નીચે નમી ગઈ હોવાથી તે ચારેબાજુ ચાર દીવાલોની વચ્ચે ફચાઈ ગઈ હોય એમ લાગ્યું.દીકરીએ પોતાની મમ્મીથી દુર થવા ઘણા પ્રયત્ન કર્યા પણ તેના મમ્મી ગાઢ ઊંધમાં હતા એટલે તેના બધા પ્રયત્ન નિષ્ફળ ગયા.
               દીકરી ચારેબાજુથી ફસાઈ ગઈ હોવાથી તેને મુંજારો આવવા લાગ્યો.તે આમ તેમ તરફડીયા મારવા લાગી અંતે બધા પ્રયત્ન અને પોતે પણ નિષ્ફળ ગઈ હોય તેમ તે ભગવાનને પ્યારી થઇ ગઈ.એક માસુમ દીકરી સ્તનપાન કરતી કરતી તેના મમ્મીના ખોળામાં જ સુતી સુતી ભગવાનને પ્યારી થઇ ગઈ.
               એક કલાક બે કલાક થઇ હશે ત્યાં દિવ્યાની અચાનક બન્ને આખો ખુલી અને તેની ઊંધ ઉડી.તેણે પોતાની ખોળામાં જોયું તો તેની દીકરી શાંતિથી સુઈ રહી હતી, તેને ખ્યાલ આવી ગયો હતો કે મારી દુશ્મન તો ક્યારની ભગવાનને પ્યારી થઇ ગઈ છે.દીકરીની મૃત્યુ થવાથી દિવ્યા દુખી થવાને બદલે ખુબ જ આનંદિત અને ખુશ થઇ હોય તેમ મનમાં બોલવા લાગી : મારે જે કરવું હતું તેતો મારા પહેલા ભગવાને જકરી નાખ્યું, ખરેખર ભગવાન તું બહુ મહાન છે,ભગવાન તારો ખરેખર ખુબ જ આભાર
               દીકરી તો ભગવાનને પ્યારી થઇ ગઈ હતી પણ હવે શું કરવું તેજ દિવ્યા માટે સમસ્યારૂપ પ્રશ્ન હતો.હવે બાળકીનું શુ કરવું તે દિવ્યા પોતાના મગજને ખુબ જ જોર દઈને વિચારવા લાગી.તેને વિચાર મળી ગયો હોય તેમ તેણે ઘરમાં નકામી પડેલી એક પ્લાસ્ટીકની એક કોથરી લઈને તેમાં પેલી નિર્દોષ અને માસુમ દીકરીનું શબ નાખી દીધું.તે પ્લાસ્ટીકમાં રહેલું શબને પણ ઘરની નજીક આવેલું એક અવાવરું ખાડીમાં પથરાવી દીધું,અને ત્યાર પછી કોઈને કઈ ખબર ના પડે તેમ મોટે મોટેથી મારી દીકરીનું અપહરણ થઇ ગયું છે તેવી બુમાબુમ કરવા લાગી.
              દિવ્યાની અપહરણની બુમાબુમ સાંભળીને દિવ્યા દેવને ફોન કરવા અને દીકરીનું અપહરણ થઇ ગયું છે તે જણાવા અસમર્થ છે એમ માની એક પાડોશીએ દેવને ફોન કરીને જણાવ્યું કે તમારી દીકરીને કોઈક અપહરણ કરી ગયું છે અને તમારી પત્ની તેના વિરહમાં જોરથી જોરથી રડે છે માટે તમે બનતી ઝડપે ઘરે આવતા રહો.
               પોતાની દીકરીના અપહરણની વાત સાંભળી દેવના તો હોશકોશ ઉડી ગયા અને તેની પગ નીચેની ઘરતી ખસી ગઈ હોય તેમ હાલકડોલક થવા લાગી હોય તેમ સ્થિર-અસ્થિર થવા લાગ્યો.દેવે ઝડપભેર પોતાના માલિકની રજા લઈને પોતાની ઘરે આવતો રહ્યો અને પોતાની પત્નીને પૂછવા લાગ્યો : શું થયું મારી દીકરીને . કોણ લઇ ગયું છે તેને. તેને લઇ ગયું ત્યારે તું ક્યાં હતી અને શું કરતી હતી
                એક સાથે દેવે દિવ્યાને અનેક પ્રશ્નો પૂછી નાખ્યા.દિવ્યા રડવાનો ઢોંગ કરતી કરતી દેવના બધા પ્રશ્નોના જવાબ આપતી હોય તેમ કહેવા લાગી : હું આપણી દીકરીને ધોડિયામાં સુવડાવી માર્કેટમાં શાકભાજી લેવા ગઈ હતી પણ ફરી જયારે હું શાકભાજી લઈને ઘરે આવી ત્યારે જોયું તો આપણા ઘરનું તાળું તૂટેલું હતું અને મને આપણી દીકરીની શંકા ગઈ આથી મેં ધોડિયામાં જોયું તો તે પણ મને ત્યાં જોવા ના મળી.ત્યાં જોવા ના મળી તે જોઇને હું તો ખુજ હતપ્રભ થઇ ગઈ અને મારી દીકરીને કોઈ અપહરણ કરીને લઇ ગયું છે તેવું મને લાગ્યું અને હું મારી જાતને રોકી શકી નહિ એટલે જોર જોરથી રડવા લાગી.
             દેવએ દિવ્યાની પૂરી વાત સાંભળી પોલીસ સ્ટેસનમાં ફરિયાદ નોધાવી,પોલીસ પણ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવવા માંગતા હોય તેમ બધી જગ્યાએ દેવની દીકરીની તપાસ કરી પણ અંતે દીકરીનો કોઈ પતો લાગ્યો નહી,પતો ના લાગ્યો હોવાથી પોલીસને દિવ્યા પર શંકા ગઈ હોય તેમ પોલીસ કડક સ્વરે દિવ્યાની પુછપરછ કરવા લાગ્યા.દિવ્યા પોલીસથી ડરી ગઈ હોય તેમ ખોટુંખોટું રડવાનું બંધ કરીને જે સત્ય હતું તે કહેવા લાગી : મને મારી દીકરી આંખના કણાની ખુસતી હતી એટલે હું જ તેને મારી નાખવાની હતી પણ ત્યાં જ તે સ્તનપાન કરવામાં જ ભગવાનને વહેલી પ્યારી થઇ ગઈ,
              દેવને દિવ્યાની આ પ્રકારની નાના બાળક પ્રત્યે અને ખુદ પોતાના બાળક પ્રત્યેની નિર્દયતા અને ક્રૂરતા જોઇને ખુબ નફરત આવવા લાગી, દેવને દિવ્યા પર નફરત આવવાને લીધે તેના પર થું થું કરીને થુકવા લાગ્યો અને કહેવા લાગ્યો કે તું જનેતા માટેનું કલંક છે, તું મારાથી અત્યારે જ દુર જતી રહે નહિતર કોર્ટ તને સજા આપે કે ના આપે પણ હું તને અત્યારે જ સજા આપી દઈશ,દિવ્યાએ માસુમ દીકરીનું ખૂન કર્યું હોવાથી પોલીસ તેને પકડીને લઇ ગઈ અને જેલના સળિયા પાછળ ધકેલી દીધી.દેવે આજ પોતાની એક એક ફૂલ જેવી દીકરી ખોઈ તેના વિરહમાં જોર જોરથી રડવા લાગ્યા,આ સિવાય બીજો કોઈ વિકલ્પ પણ નહોતો તેની પાસે ‘’’’’’’’’’’’’’’

  Ø  અત્યારના સમયમાં બે પ્રકારની માં જોવા મળે છે,એક માં પોતાની દીકરા-દીકરીની ખુશી માટે પોતાનું બધું-સંપૂર્ણ બલિદાન આપી દેતી હોય છે તથા બીજી એવા પ્રકારની માં જોવા મળે છે જે પોતાની ખુશી અને આનંદ માટે પોતાના દીકરી-દીકરાનું પણ બલીદાન પણ આપી દેતી હોય છે
            
                   http://www.pratilipi.com/ribadiya-jignesh/ma



BE HAPPY YAAR





Blogger Widgets