-moz-user-select:none; -webkit-user-select:none; -khtml-user-select:none; -ms-user-select:none; user-select:none;

રવિવાર, 31 મે, 2015

મૂર્તિ-પૂજા




       

              આજ થોડુક મૂર્તિ પૂજા વિષે લખવાનું મન થાય છે,જો કે મૂર્તિ-પૂજા વિષે લખવાનો વિચાર તો ધણા સમય પહેલાથી હતો પણ કામ ને લીધે સમય મળતો નહોતો.આજે થોડોક સમય છે તો મનમાં નક્કી કરી લીધું કે આજે તો લખવું જ છે, પણ હવે પ્રશ્ન એ થાય છે કે મૂર્તિ-પૂજા વિષે લખવાની શરૂઆત ક્યાંથી કરવી તેજ મને કઈ સમજાતું નથી છતાં જો શરૂઆત કરશું તો જરૂર અંત આવશે એમ માનીને ચાલો મૂર્તિ-પૂજા વિષે લખવાની શરૂઆત કરીએ...




              લોકો મૂર્તિ પૂજા શા માટે કરતા હશે.કદાચ તો ભગવાન તેનાથી ક્યારેય નારાજ ના થાય એટલા માટે અથવા તો ભગવાન તેના પર અમીનજર નાખતા રહે તે માટે અથવા તો ભગવાન ક્યારેય તેના જીવનમાં દુખ ના આપે તેના માટે,અથવા તો ભગવાનના દર્શન કરવા માટે.પણ શું ભગવાનની મૂર્તિની સેવા કરવાથી આપના દુખ-દર્દ દુર થતા હશે,શું ભગવાન ખરેખર દર્શન દેતા હશે,અથવા તો શું જે લોકો મૂર્તિ પૂજા કરતા ના હોય તેના જીવનમાં દુખ જ દુખ હોય છે, તે લોકો મૂર્તિ-પૂજા કરતા નહી હોય એટલે શું ભગવાન તેના પર ગુસ્સે હશે,મૂર્તિ-પૂજા કરવાથી અથવા તો ના કરવાથી આવું બધું થતું હશે એવું તમે માનો છો,મને તો આવું કઈ લાગતું નથી,પણ હવે તમને એક વાત કહું,

                 મને જોકે કોઈ લોકો મૂર્તિ-પૂજા કરે તેનો કઈ વિરોધ પણ નથી અને વાંધો પણ નથી કારણકે હું પણ મૂર્તિ પૂજા કરું છું અને મારી ઘરે રહેલા લોકો પણ મૂર્તિ પૂજા કરે છે.આ બધા તો મૂર્તિ પૂજા કરે છે પણ લગભગ મારી પેઢીની પેઢીના લોકો મૂર્તિ પૂજા કરતી હતી અને મૂર્તિ પૂજા કરીને મૃત્યુ પામી હતી.

               પણ મેં હજી સુધી મેં મારા દાદા પાસેથી કે પછી મારા મમ્મી-પાપા પાસેથી કે પછી ભાઈ પાસેથી ક્યારેય એમ નથી સાંભળ્યું કે આપણી આગળની પેઢીના જે વડવાઓ થઇ ગયા તેણે મૂર્તિ પૂજા કરીને ભગવાન તેને પ્રગટ થયા હોય અથવા તો ભગવાને તેને દર્શન આપ્યા હોય,,

                પેઢી દર પેઢી આપણે મૂર્તિ પૂજા કરીએ છીએ પણ હજી સુધી મૂર્તિ-પૂજા કરવાથી કોઈને ભગવાન પ્રગટ થયા નહી હોય અને એવું મેં ક્યારેય સાંભળ્યું પણ નથી કે કોઈને ભગવાન પ્રગટ થયા હોય,મારી જેમ તમારી ઘરે પણ મૂર્તિ -પૂજા થતી હશે,તમારી પેઢીમાં પણ ધણાએ મૂર્તિ-પૂજા કરી હશે.પણ ક્યારેય તમે તમારા મમ્મી-પાપા પાસેથી અથવા તો દાદા પાસેથી ક્યારેય સાંભળ્યું છે કે આપણી પેઢીમાં આપણા વડવાઓએ મૂર્તિ-પૂજા કરી હોવાથી તેને ભગવાનને દર્શન આપ્યા હતા અથવા મુર્ત્યું પછી તેને સ્વર્ગમાં જગ્યા આપી હતી,તમે ક્યારેય આવું સાંભળ્યું છે,તમને નથી લાગતું કે આપણી પેઢી દર પેઢી મૂર્તિ-પૂજા કરવામાં જીવી અને મૃત્યુ પણ પામી છતાં તેને કોઈને ભગવાન મળ્યા નથી તો આપણે પણ શા માટે હવે તેના જ રસ્તા પર ચાલીને મૂર્તિ-પૂજા કરવી જોઈએ,

             તમને નથી લાગતું કે હવે ભગવાનની સેવા કરવામાં આપણે નવીન રસ્તો અપનાવો જોઈએ,કારણ કે આ યુગ વિજ્ઞાનનો છે છતાં આપણે બધા મુર્ખની જેમ જે પરંપરા પેઢી દર પેઢી ચાલી આવી છે તેનો જ કક્કો પકડીને ચાલીએ છીએ,તમને નથી લાગતું બધાનું પરિવર્તન થાય તેમ સેવા-પૂજા કરવામાં પણ પરીવર્તન થવું જોઈએ,મૂર્તિ-પૂજા કરવામાં તો કોઈને ભગવાન મળ્યા નથી તો ચાલો ને હવે આપણે બધા મૂર્તિ-પૂજા કરવાને બદલે મનુષ્ય-પૂજા કરીએ,આપણે પહેલા જે પણ વસ્તુ ભગવાનની મૂર્તિ સામે પ્રસાદ તરીકે ધરતા તે બધી વસ્તુ કોઈ ગરીબ,લાચાર અથવા તો જરૂરિયાત લોકોને આપીને સેવા કરીએ,,,

             મૂર્તિ-પૂજા કરીને ભગવાન ના મળ્યા પણ કદાચ માનવ-પૂજા કરીને ભગવાન મળી જશે તો આપણી આવનારી પેઢી જરૂર મૂર્તિ પૂજા કરવાને બદલે માનવ સેવા કરશે,મૂર્તિ ને પ્રેમ કરવાને બદલે બીજા માનવને પ્રેમ કરશે.

             જયારે લોકો એક-બીજાની સેવા કરવા લાગશે ત્યારથી બધાના બધા દુખ.અશાંતિ .ચિંતા દુર થઇ જશે, અને આપણી આ ધરતી ભગવાન વગર અથવા તો ભગવાન સાથે જ સ્વર્ગ બની જશે,પછી લોકો મૃર્ત્યું પછી લોકો સ્વર્ગમાં જવાની ઈચ્છા નહી કરે પણ મૃત્યુ પછી પણ ધરતી પર આવાની કોશીસ કરશે...

              તમને શું લાગે છે હજી આપણે મૂર્તિ-પૂજા કરવી જોઈએ,કે પછી માનવ પૂજા કરવી જોઈએ.મૂર્તિ-પૂજા કરવાથી આપણા વડવાઓ જે ના મેળવી શક્યા તે આપણે કદાચ માનવજાતની સેવા-પૂજા કરીને જરૂર મેળવી શકીશું,પણ એક વાત છે,આપણે બધા પથ્થરની સેવા કરીને પથ્થર જેવા જ થઇ ગયા છે,આપણે બધાને

દિમાગ છે પણ દીલ નથી,

શરીર છે પણ શાંતિ નથી.

પ્રેમ છે પણ વિશ્વાસ નથી અને

કુટુંબ છે પણ ત્યાં હૂફ,અને લાગણી નથી..







BE HAPPY YAAR


http://www.pratilipi.com/ribadiya-jignesh/murti-puja

ગુરુવાર, 28 મે, 2015

મારા વિચારો

      

           આજના સંતો.મહંતો અને જ્ઞાની લોકો ધર્મનો આશરો લઈને આપણને ભગવાન પ્રત્યે વધુ ભાવ પ્રગટ થાય,વધુ ભાવ ઉત્પન થાય,વધુ ભાવ પેદા થાય તે રીતે આપણને સમજાવે છે કે પછી વધુ ભય પ્રગટ થાય,પેદા થાય કે ઉત્પન થાય તે રીતે સમજાવે છે,,,,,,,,

            તમે લોકો ભગવાનની ભક્તિ કરો છો તે ભાવથી કરો છો કે પછી ભય થી ?

            એવું લાગે છે કે અમુક લોકો જ ભગવાનની ભક્તિ ભાવથી કરતા હશે અને બાકી તો મોટાભાગના લોકો ભયથી જ ભગવાનની ભક્તિ કરતા હશે.....

BE HAPPY YAAR

બુધવાર, 27 મે, 2015

મારા વિચારો



" મારે પથ્થરમાં રહેલા ભગવાન અને સ્વર્ગમાં રહેલા ભગવાન ની જરૂર નથી કારણ કે મારી પાસે મારા મમ્મી-પાપા છે......"

કળયુગમાં બધાના મમ્મી-પાપા જ બધાના ભગવાન છે જે લોકોતેવો 
 વિશ્વાસ રાખે છે તેને માને છે તેના માટે બાકી બધા માટે તો મમ્મી-પાપા ઈ મમ્મી-પાપા જ છે ખાલી.....




BE HAPPY YAAR

મંગળવાર, 26 મે, 2015

મારા વિચારો

" અત્યારના પટેલોમાં અને પહેલાના સરદાર પટેલમાં ધણો તફાવત હોય તેમ લાગે છે,કારણ કે પહેલાના સરદાર પટેલ અલગ અલગ રાજ્ય.રજવાડા કે પછી રાજા હોય તેને ભેગા કરવાનું કામ કરતા .સાથે કરવાનું કામ કરતા જયારે અત્યારના પટેલ લોકો ભેગા હોય.સાથે રહેતા હોય તેને પણ જમીનને લિધે અથવા બીજા કોઈ કારણ ને લીધે.લડી.ઝગડીને અલગ અલગ અને નોખા કરવા લાગ્યા છે.....

એમ લાગે છે આ દેશને.જમીન માટે લડવાવાળા.જમીનને લીધે અલગ થવા વાળા પટેલ કરતા રાજા રજવાડાને ભેગા કરતા સરદાર પટેલની વધુ જરૂર છે.....................હું પણ જોકે પટેલ જ છું.

સોમવાર, 25 મે, 2015

મારા વિચારો

    દરેક જન્મતા લોકો મનુષ્ય બની શકતા નથી એટલે તે બધા લોકો જન્મીને પછી પટેલ.શત્રીય.વાણીયા .દલિત વગેરે થવાનું વધુ પસંદ કરતા હોય છે

    ધર્મ અને જ્ઞાતિની અંદર લોકો જન્મે છે.જીવે છે અને છેલ્લે મૃત્યુ પણ પામે છે.અમુક લોકો જ મનુષ્ય તરીકે જન્મીને મનુષ્ય તરીકે મૃત્યુ પામે છે બાકી બધા જેમ જાનવર મરે તેમ જીવે છે અને મરે છે .

be happy yaar

શનિવાર, 23 મે, 2015

મારા વિચારો



દુનિયામાં એવા કેટલાય લોકો હોય છે,જેવોને તમે સારા નામે,શાંતિથી અને પ્રેમથી બોલાવો તો પણ જવાબ ના આપે,તમને સાભળે નહી પણ જો તમે તેને અપશબ્દથી,તોછડાઈથી અને મોટા અવાજે થી બોલાવો તો તે તમને ઝડપથી જવાબ આપે,તમે જે બોલ્યા હોય તેનો હોકારો આપે,કેટલાકને સારી રીતે બોલાવીએ તે ગમતું હોતું નથી પણ ખરાબ રીતે બોલાવીએ તે તેને વધુ ગમતું હોય છે,તેને તેમાં વધારે મજા આવતી હોય છે,,,,,,,,




BE HAPPY YAAR

શુક્રવાર, 22 મે, 2015

મારું કટાક્ષ સાહિત્ય



" દિલ અને દરિયાથી હમેશા દુર રહેવું જોઈએ કારણ કે આ બે વસ્તુમાં તમે પડી ગયા એટલે ક્યારેય બહાર નીકળી શકતા નથી.જો તેમાં પડી ગયા તો દિલ માં પ્રેમનું જોર વધુ રહેવાનું અને દરિયામાં પાણીનું જોર વધુ રહેવાનું,હા તમને તરતા આવડતું હોય અને હકીકત સ્વીકારતા આવડતું હોય તો તમે જરૂર બચી શકો છો.બાકી તો તમારા આ બન્ને વસ્તુમાં વધુ ને વધુ ડૂબતું રહેવું જ પડતું હોય છે,,,

ધર્મ મનુષ્ય માટે છે,મનુષ્ય ધર્મ માટે નથી.-ડો.ભીમરાવ આંબેડકર
અધિકારો ભીખ માગવાથી નહી પણ સંધર્ષ કરવાથી મળે છે,,,,


Be happy yaar

ગુરુવાર, 21 મે, 2015

મારા વિચારો



પાપ નો ધડો તો રાજા લંકેશ્વર રાવણ નો પણ ભરાય ગયો હતો....અને ધીમે ધીમે
કરતા આપણો પણ ભરાય જશે,પણ રાવણમાં અને આપનામાં થોડોક જ તફાવત છે
તે એ કે રાવણને મોક્ષ આપવા ખુદ ભગવાન આવ્યા હતા અને આપણને મોક્ષ આપવા
ભગવાન તો નહી આવે પણ હા યમરાજા અથવા તો તેના દૂત અથવા તો તેનો
પાડો જરૂર આવશે...પાપ નો ધડો ભરાય જાય ત્યાં સુધી રાહ જોવો મિત્રો,,,,,,,,,,,,,


Be happy yaar

મંગળવાર, 19 મે, 2015

મારા વિચારો



આપણામાં અને રાજા હરિચંદ્ર માં આટલોજ તફાવત છે મિત્રો

" અત્યારના આપણે બધા લોકો પણ વેચાય જઈએ છીએ અને પહેલા ના રાજા હરિચંદ્ર પણ વેચાય ગયા છે.રાજા હરિચંદ્ર સત્ય માટે વેચાય ગયા હતા અને આપણે બધા સંપતી માટે ( પૈસા ) માટે વેચાય જઈએ છીએ,,,,,


વસ્તુ અને વાહનની જેમ હવે લોકો પણ વેચાવા લાગ્યા છે યાર

be happy yaar

સોમવાર, 18 મે, 2015

મારા વિચારો



" દરેક માનવ ખરાબ નથી હોતો તેમ જો
કે દરેક સ્ત્રી પણ સારી હોતી નથી ને યાર. "


Be happy yaar

રવિવાર, 17 મે, 2015

મારું કટાક્ષ સાહિત્ય,



કદાચ એમ લાગે છે કે દુનિયામાં ભગવાન,ભગવાનના મંદિરો,તેના વિચારો,તેની વાતો,તેની કલ્પના,કથા,ભજન ના હોત તો જરૂર સ્વર્ગ હોત,

એક પ્રશ્ન મનમાં ઉદ્દભવે છે કે ભગવાન દુનિયા માટે,દુનિયાના લોકો માટે જરૂરી છે કે બિનજરૂરી ? ,,,


મને તો એમ થાય છે કે ભગવાન દુનિયા માટે બિનજરૂરી છે કારણ કે ભગવાન હોવાથી લોકો પોતાના માતા-પિતાને વધુ પ્રેમ કરવાને બદલે ભગવાનને વધુ પ્રેમ કરવા લાગ્યા છે,ગરીબો માટે મકાનો બનાવવા ને બદલે ભગવાન માટે વધુ મંદિરો બનાવવા લાગ્યા છે,ભૂખ્યાને ભોજન આપવાને બદલે ભગવાનને બત્રીસ ભાતના ભોજન આપવા લાગ્યા છે,લોકોને લોકોની ચિંતા થવાને બદલે ભગવાનની વધુ ચિંતા થાય છે,ભગવાનને નવા નવા વાધા પહેરવામાં આવે છે જયારે પોતાના લોકોના કપડા ફાટી જાય તો પણ તેને નવા લઇ દેતા નથી.,ભગવાન દુનિયામાં આવી ગયા એટલે આવું બધું નુકશાન થયું હોય એવું મને લાગે છે,

તમારા માટે બધાથી ઉતમ શું ,,,,,,,, " ભગવાન માટે શહીદ થવું તે કે પછી આપણી માનવજાત માટે શહીદ થવું તે "

તમને શું લાગે છે...

હા તમે ભગવાનના ભક્તો છો તે હું જાણું છું એટલે પહેલા ગુસ્સો કરવાને બદલે થોડુક વિચાર કરજો,,,,,,,,ખોટું લાગે તો માફ કરજો મિત્રો

be happy yaar

મારા વિચારો



Hi frd

" માણસ બીજા ના જબરદસ્તી કરીને કદાચ કપડા બદલાવી શકે પણ બીજા
પોતાના વિષે શું વિચારે,પોતાના વિષે શું વિચારે છે
તેવા વિચારો ના બદલાવી શકે "


Be happy yaar

શનિવાર, 16 મે, 2015

મારા વિચારો



hiiiiiii

" અહી બોલીને,સાંભળીને પણ પુરેપુરો સમજી શકાતું નથી અને અમુક
લોકો આપણી પાસે તેનું મૌન સમજી જવાય તેવી અપેક્ષા રાખે છે "


be happy yaar

શુક્રવાર, 15 મે, 2015

અન્ય સાહિત્ય



માર્ચ માં આવું ધણું જાણવા અને જોવા મળ્યું હશે તમને

" ગારીયા કરતા અને જાહેરમાં લૂટતા તો કોઈ પોલીસ પાસે શીખે "


" ચોર હવે પોલીસ બનવા લાગ્યા છે અને
પોલીસ હવે ચોર જેવા બનવા લાગ્યા છે "

પેલા ચોર લોકો ધરમાં ચોરી કરવા આવતા તે પણ રાત્રીના સમયે પણ હવે લોકો ધોળા દિવસે તમારી વસ્તુની ચોરી કરી જતા હોય છે,

" જે કામ ચોર લોકો રાત્રે કરી શકતા નથી તે કામ પોલીસ લોકો ધોળા દિવસે કરી રહ્યા છે "

ગુરુવાર, 14 મે, 2015

મારા વિચારો



" ધરતી પર માનવ તરીકે જન્મીને મહાવીર,બુદ્ધ,ઈશુ,પયગંબર,ક્રિષ્ના બધા સારા અને સમાજના ઉપયોગી કામ કરીને ભગવાન બની ગયા અને આપણે માનવ તરીકે જન્મીને હજી માનવ નથી બની શકયા,,,,,,,

Be happy yaar

બુધવાર, 13 મે, 2015

મારું કટાક્ષ સાહિત્ય



" નિર્જીવ પથ્થરની મૃતિઓ છપ્પન ભાતના ભોજન આરોગી જાય છે અને સજીવ પ્રાણીઓ ભૂખ્યા મરે છે તે ખરેખર ખોર કલયુગ આવ્યો હોય એમ લાગે છે "

વધુ ખુશ થશે


ભગવાનના નવા નવા મંદિર બનાવવાને બદલે
કોઈ નિરાશ્રિત ને ઘર બનાવી દેશું તો ભગવાન વધુ ખુશ થશે
ભગવાનને મંદિરમાં પૈસા ધરવાને બદલે કોઈ
ભિખારીને પૈસા આપીશું તો ભગવાન વધુ ખુશ થશે
ભગવાનની પ્રતિમાને દરોજ નમન કરવા કરતા
પોતાના માતા-પિતાને દરોજ નમન કરીશું તો ભગવાન વધુ ખુશ થશે
ભગવાન ને નવા નવા પકવાન દેવાને બદલે
કોઈક ભૂખ્યાને ભોજન કરાવીશું તો ભગવાન વધુ ખુશ થશે
ભગવાનની નવી પ્રતિમાને ઘરમાં લાવવાને બદલે પોતાના
માતા-પિતાને હમેશ માટે ઘરમાં રાખીએં તો ભગવાન વધુ ખુશ થશે

be happy yaar

મંગળવાર, 12 મે, 2015

અન્ય સાહિત્ય



" માણસ તરીકે જન્મવું તો બધા માટે બહુ આસાન છે પણ જિંદગીભર માણસ તરીકે રહેવું બહુ મુશ્કેલ અને કઠીન છે યાર "

" માણસને માણસ તરીકે રહેવું પણ ક્યારેક અભિશાપ જેવું લાગતું હોય છે "


ખરેખર સલામ છે તેવા માણસોને જેવો માનવ તરીકે જન્મ્યા અને માનવ ના રહી શક્યા.કારણ કે તકલીફ જે માણસ હોય તેને થાય જે માણસ ના હોય તેને તો કઈ થવાની શક્યતા જ નથી,,,,

માણસ તરીકે જન્મી ને માણસ ના બનવું તે પણ એક ખુશીની વાત છે "

સોમવાર, 11 મે, 2015

મારા વિચારો



" અમુક યુવાનોની જેમ અમુક વૃદ્ધ લોકો પણ સ્ત્રીઓ પર,છોકરીઓ પર તીસરી નજર મારતા હોય છે "

" બોસ અને દોષ ક્યારે કોની પર હુમલો કરે તે કહેવું બહુ મુશ્કેલ છે યાર "

રવિવાર, 10 મે, 2015

મારા વિચારો



" અમુક માટે શરીર કરતા હદય વધુ કીમતી હોય છે જયારે અમુક માટે હદય કરતા શરીર વધુ કીમતી હોય છે,જો કે હદયને પ્રેમ કરવાવાળા કરતા શરીરને પ્રેમ કરવાવાળા દુનિયામાં ધણા મળી રહે છે અને હા હદયના ખોટા વખાણ કરવાવાળા અને શરીરને ખોટી રીતે ઉપયોગ કરવાવાળા ધણા હશે "

Be happy yaar

શનિવાર, 9 મે, 2015

મારા વિચારો



" પહેલા ના સંતો મૃત્યુ પામતા ત્યાર પછી અમર થતા અને અત્યારના સંતો મૃત્યુ પામ્યા પેલા અમર થઇ જાય તેવું નવું નવું કરવા લાગ્યા છે,કારણ કે દરેક વ્યક્તિ મૃત્યુ પામતા હોય છે થોડાક જ એવા વિરલા હોય છે જે મૃત્યુ પામીને પણ અમર થઇ જતા હોય છે,,,,

" મરી મરીને જીવવા કરતા જીવીને મરી જાવવું વધુ બહેતર કહેવાય "


be happy yaar

શુક્રવાર, 8 મે, 2015

મારા વિચારો



" સ્ત્રીઓને હમેશા ચેતતા રહેવું જોઈએ કારણ કે તેની ઉપર જયારે કોઈ આફત અને મુશીબત આવે ત્યારે કોઈ તેના સગા-સબંધિત કે ધરવાળા પણ કામમાં આવતા નથી,મદદ કરતા નથી.તમને આ ખોટું લાગતું હોય તો તમે મહાભારત જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જશે,
દ્રૌપદીની જાહેરસભામાં કેવી હાલત થઇ હતી તે તમે જોઈ હશે


Be happy yaar

ગુરુવાર, 7 મે, 2015

મારા વિચારો

" લોકોને પ્રેમ અને ચિંતા કરવો,કરવી હોતી નથી છતાં આવી જતી હોય છે, "

બુધવાર, 6 મે, 2015

મારા વિચારો,



" વેર અને ઝેર ક્યારેય બાપ દીકરો હોતા નથી એટલે કે તેવો કોઈના સગા-સબંધિત થતા નથી,એટલે વેર અને ઝેર થી હમેશા દુર રહેવું જ આપણા માટે ફાયદાકારક છે કારણ કે ક્યારેય વેર અને ઝેર પણ જિંદગી માટે જીવલેણ સાબિત થતા હોય છે "

Be happy yaar

મંગળવાર, 5 મે, 2015

મારા વિચારો



" લગભગ દુનિયામાં પ્રેમ કરવાવાળા અને i love you કહેવા વાળા ૭૫ ટકા લોકો દુખી હશે કારણ કે તેની અપેક્ષા અને ઈચ્છાઓ વધુ હોય છે પણ શું નફરત કરવાવાળા અને બીજાને હેરાન કરનાર લોકો પણ આટલા જ દુખી હશે "

Be happy yaar

સોમવાર, 4 મે, 2015

અન્ય સાહિત્ય,



hi frd

" પહેલા આમ કહેવાતું .........

" નખરા વગરની નાર નકામી,,
વ્યસન વગરનો માનવી નકામો અને
કરજ વગરનો ખેડૂત નકામો "


" આજના માટે આમ કહેવું પડે .............

" ફેચબુક વગર જિંદગી નકામી
પ્રેમ વગર યુવાની નકામી અને
ભ્રષ્ટાચાર વગર રાજકારણ નકામું "

be happy yaar

રવિવાર, 3 મે, 2015

મારા વિચારો



Hi frd

" સારા કર્મો અને સારા પુણ્ય કર્મ કર્યા હોય તેને જ ભારતદેશમાં જન્મ મળે બાકી બધા માટે પાકિસ્તાન ,ઈરાક ,સીરિયા જેવા દેશો તો છે જ ."

" તમે સુખી રહો.શાંત રહો.મસ્ત રહો નહિતર જો કે દુખી રહેવામાં આમ કઈ વાંધો નથી,કારણ કે દુનિયામાં ધણા બધા દુખી જીવાત્મા છે,તેમાં તમારો વધુ ઉમેરો થશે "


Be happy yaar

શનિવાર, 2 મે, 2015

મારા વિચારો



" હદય કેવું મસ્ત છે કા,
ધર્મ ના શીખવે તેટલું તે વધુ શીખવે છે "


" હદયમાં રહેનારા લોકો માંથી જ અમુક લોકો શરીર પાસે રહેવાની અપેક્ષા,આશા અને ઈચ્છા રાખતા હોય છે,,

be happy yaar

શુક્રવાર, 1 મે, 2015

મારા વિચારો



hi frd

" માણસ માણસને સમજાવી શકતો નથી એટલે તે મુક-પશુઓને ( કુતરો,ગાય,બળદ વગેરે ) સમજાવવા લાગ્યા છે,"

be happy yaar
Blogger Widgets