-moz-user-select:none; -webkit-user-select:none; -khtml-user-select:none; -ms-user-select:none; user-select:none;

ગુરુવાર, 31 ડિસેમ્બર, 2015

મારા વિચારો,

" દૂધ દેતી ગાય અને પ્રેમ કરતી બાય ને ક્યારેય પોતાનાથી અલગ કરવી જોઈએ નહી "
be happy yaar

બુધવાર, 30 ડિસેમ્બર, 2015

મારા વિચારો,



" જયારે વિધાર્થી હતા અને અભ્યાસ કરતા હતા પણ ત્યારે અભ્યાસ કરવામાં કઈ ધ્યાન આપતા નહોતા એટલા બધા વડીલો કહેતા કે " બેટા.અભ્યાસમાં ધ્યાન રાખ,તો સારી નોકરી મળશે અને સારી નોકરી મળશે એટલે સારી છોકરી પણ મળશે "

તે દિવસે વડીલો તેની રીતે સાચા હતા પણ તે વખતે અમે તો અમારી મજાક -મસ્તી કરવામાં મગ્ન હતા અને જે કોઈ અમારી ભવિષ્યમાં ઉપયોગ હોય તેવી સલાહ આપતા ત્યારે એક કાનેથી સાંભળતા અને બીજા કાનેથી કાઢી નાખતા.


પણ હવે જયારે જેવી તેવી નોકરી કરીએ છીએ ત્યારે એમ થાય છે કે જો સારો અભ્યાસ કર્યો હોય તો સારી નોકરી મળી હોત.પણ હવે શોક કરવાથી કઈ ફાયદો નથી,એટલે જેવું છે તેવું સ્વીકારવામાં શાણપણ સમજીને જિંદગી મસ્ત રીતે જીવીએ છીએ પણ થોડીક તકલીફ સાથે, "

" બ્રેક-કપ થઇ ગયું હોય તેવી ગર્લફ્રેન્ડ અને મજાક-મસ્તી થી કરેલો અભ્યાસ ક્યારેક ક્યારેક બહુ યાદ આવતી હોય છે "

be happy yaar

મંગળવાર, 29 ડિસેમ્બર, 2015

મારા વિચારો,



" આ દુનિયામાં જેમ ભગવાનને પ્રેમ કરવા વાળા લોકો રહે છે તેમ ભગવાનને નફરત કરવા વાળા લોકો પણ રહેતા હોય છે

આ દુનિયામાં જેમ ભગવાનના ભક્તોના દુશ્મનો રહેતા હોય છે તેમ ભગવાનને દુશ્મન માનનારા લોકો પણ રહેતા હોય છે

આ દુનિયામાં જેમ ભગવાનનું અસ્તિવ સ્વીકારનારા રહે છે તેમ ભગવાનનું કોઈ નામો-નિશાન નથી તેવું માનનારા લોકો પણ રહે છે"




તમે ક્યાં પ્રકારના લોકોમાં આવો છે તે તો તમને ખબર જ હશે







be happy yaar

સોમવાર, 28 ડિસેમ્બર, 2015

મારા વિચારો,



" દરેક વખત માણસની જિંદગી મંદિરમાં રહેલા ભગવાન નથી બચાવતા હોતા કેટલીક વખત સરકારી કે પ્રાઇવેટ હોસ્પિટલમાં રહેલા ડોક્ટર પણ બચાવી લેતા હોય છે "




be happy yaar

રવિવાર, 27 ડિસેમ્બર, 2015

મારા વિચારો,



" એક મનમાં ઉદ્ભવેલો પ્રશ્ન "







" પોલીસ ગુનેગાર લોકોને પકડવા માટે હોય છે પણ જયારે પોલીસ જ ગુનેગાર હોય ત્યારે તેને કોણ પકડતી હશે....




ક્યારેક પોલીસ ન સમજાય તેવુ કાર્ય કરતી હોય ત્યારે કહેવાનું મન થાય કે




" પોલીસ પ્રજાના રક્ષણ માટે હોય છે કે ભક્ષણ માટે

પોલીસ પ્રજાના બચાવવા માટે હોય છે કે ફસાવવા માટે

પોલીસ પ્રજાને સુખી કરવા માટે હોય છે કે દુખી કરવા માટે










be happy yaar

શનિવાર, 26 ડિસેમ્બર, 2015

મારા વિચારો,

         

" ક્યારેક એવું પણ બનતું હોય છે તમે કોઈ ધર્મ વિષે આડી-અવળી અને લોકોને ન સમજાય તેવી ટીકા કે ટિપ્પણી કરો તો તે લોકો તમારા પર ક્રોધે ભરાય જતા હોય છે અથવા તમારી સાથે જાણતા-અજાણતા વેરવૃતિ બાંધતા હોય છે પણ તેજ લોકો જયારે કોઈ ધાર્મિક વ્યક્તિ ખરાબ કાર્ય કરે અથવા તો સમાજમાં દાનવ વૃતિ દેખાડે ત્યારે તેના પ્રત્યે તેને એટલો બધો ગુસ્સો કે નફરત નથી આવતી હોતી,




" તમે ધર્મમાં અથવા તો આસ્તિક રહીને ખરાબ બની શકો છો પણ તમે નાસ્તિક બનીને ધર્મને અથવા તો આસ્તિકને ખરાબ ન કહી શકો તેવી લોકોની માન્યતા હોય તેમ લાગે છે "



" ક્ય્રારેક લોકોની એટલી બધી ભક્તિ જોઇને એમ લાગે કે તેને નજીકના ભવિષ્યમાં સ્વર્ગ મળી જશે ?




be happy yaar
 

ગુરુવાર, 24 ડિસેમ્બર, 2015

મારા વિચારો,



" હું ધાર્મિક અને ભગવાનનો ભક્ત હોવાથી મને તો એમ જ લાગે છે કે મૃત્યુ પછી મને જ સ્વર્ગ મળશે અને જીવન દરમિયાન મને કોઈ દુખ.તકલીફ કે હાની નહી થાય અને હમેશા માટે મને જીવનમાં સુખ.શાંતિ અને સમુર્ધી મળતી રહેશે "

be happy yaar

બુધવાર, 23 ડિસેમ્બર, 2015

મારા વિચારો,



" સમાજમાં અમુક એવા પણ ભક્તો અને ધાર્મિક લોકો જોવા મળતા હોય છે જે પોતાની ઘરે રહેલા ભગવાનને ધીકારતા હોય છે અથવા તો હેરાન-પરેશાન કરતા હોય છે અને બહાર મંદિરમાં રહેલા ભગવાનની દરોજ સવાર-સાંજ સેવા પૂજા કરવાનો નિયમ રાખતા હોય "

be happy yaar

મંગળવાર, 22 ડિસેમ્બર, 2015

મારા વિચારો,



      " આવી ફૂલ-ગુલાબી ઠંડીમાં પથ્થરની પ્રતિમામાં રહેલા ભગવાનને પણ ઠંડી લાગતી હશે,એટલે તેના ભક્તો અથવા પુજારી દ્વારા ભગવાનને ગરમ પોષાક પહેરાવવામાં આવતો હશે,પણ જે ભગવાનના દીકરા છે તે ઠંડી થી મરી રહ્યા હશે તેનું કોઈ ભાવ પૂછતું નહી.માણસની ભક્તિ પથ્થર પુરતી છે.બાકી તેને બીજા કોઈ સાથે લેવા દેવા ના હોય તેમ લાગે છે.
      "પથ્થર અને મનુષ્ય એક બીજાનું અભિન્ન અંગ હોય તેમ લાગે છે ,મનુષ્યને લીધે પથ્થરો માટે રાજમહેલ જેવા મંદિરો બને છે અને પથ્થરોને લીધે મનુષ્ય પોતાની જાતને સુખી અને ધાર્મિક સમજે છે "


be happy yaar

રવિવાર, 20 ડિસેમ્બર, 2015

મારા વિચારો,



" જે લોકો મંદિરમાં ભગવાનના અલંકારો ચોરી કરવામાં ભય ના અનુભવતા હોય તેવા લોકો સામાન્ય લોકોના ઘરમાં ચોરી કરવામાં શું ભય અનુભવે ?




" ભગવાનને અલંકારોની અને પૈસાની જરૂર નહી હોય અથવા તો જરૂર પડતી નહી હોય એટલે જ તેવો ચોર લોકોને મંદિરમાં ચોરી કરવા દેતા હશે "




be happy yaa

મંગળવાર, 15 ડિસેમ્બર, 2015

મારા વિચારો,



" સામે વાળાની ટીકા ત્યાં સુધી કરવી જ્યાં સુધી તમે સામે વાળાની ટીકા શાંત સ્વભાવે સહન કરી શકો.







be happy yaar

સોમવાર, 14 ડિસેમ્બર, 2015

એક કાવ્ય



" સામાન્ય લોકોનો ખોરાક વેજ અને નોનવેજ છે
જયારે રાજકારણીનો ખોરાક ખાલી પૈસા જ હોય છે
સામાન્ય લોકોનું પીણું ચા અને દારૂ હોય છે
જયારે રાજકારણીનો પીણું પ્રજાનું પરસેવો-લોહી હોય છે
સામાન્ય લોકો ખેતરમાં અને કંપનીમાં કામ કરતા હોય છે
જયારે રાજકારણીનું કામ ભ્રષ્ટાચાર અને દંગા-ફસાદ કરવાનું હોય છે
સામાન્ય લોકો સાદી અને ગરીબ જિંદગી જીવતા હોય છે
જયારે રાજકારણી સરકાર અને પ્રજાના પૈસા અતિ-આધુનિક જીવન જીવતા
હોય છે
સામાન્ય લોકોના ભગવાન કુદરત અને કૃષ્ણ હોય છે
જયારે રાજકારણીના ભગવાન ખુરશી અને સતા હોય છે "


be happy yaar

ગુરુવાર, 10 ડિસેમ્બર, 2015

મારા વિચારો,



" રાજકીય પક્ષો અને સીમ કાર્ડ આપતી કંપની બન્ને એક જેવી લાગે છે.એમ લાગે કે ભાજપ માંથી કોંગ્રેસમાં જીઈએ કે પછી વોડાફોન માંથી એરટેલમાં જઈએ કે પછી ડોકોમો માંથી બીએસેનલ માં જઈએ,બધે એક જેવું સરખું જ છે "







be happy yaar

બુધવાર, 9 ડિસેમ્બર, 2015

મારા વિચારો,

" મૃત્યુ પહેલા વ્યક્તિ પોતાનો જન્મ દિવસ ઉજવતો હોય છે અને મૃત્યુ પછી પોતાના સ્વજનો મૃત્યુ વરસી ઉજવતા હોય તેમ લાગે છે "

be happy ya
ar

શુક્રવાર, 4 ડિસેમ્બર, 2015

મારા વિચારો,



" જો મંદિરની દરોજ સેવા-પૂજા અને પ્રાથના કરવાથી જીવનમાં સુખ.શાંતિ અને સમૃધી મળતી હોત તો મને લાગે છે દુનિયામાં દરેક સુખ,શાંતિ અને સમૃધી પુજારીઓ જ ભોગવતા હોત "




be happy yaar

ગુરુવાર, 3 ડિસેમ્બર, 2015

મારા વિચારો,



" એવું લાગે છે કે નબળાં અને ખા ખા કરતા લોકો જે દેશના રાજા બન્યા હોય તે દેશના અણસમજુ અને વિચારહીન પ્રજાના મત ની દેણ છે "




" દુશ્મનને હજાર મોકા આપો કે તે તમારો દોસ્ત બની જાય પણ ભ્રષ્ટાચાર રાજકારણીને એક મોકો પણ આપવો જોઈએ નહી નહિતર તે દેશને તો લુટી લેતો હોય છે પણ બીજી વખતમાં તે દેશની પ્રજાને પણ લુટી જાય છે " હહ્હાહા







be happy yaar

મંગળવાર, 1 ડિસેમ્બર, 2015

મારા વિચારો,



" કેરીના ટોપલા માં એક કેરી બગડી જાય તો પૂરો ટોપલો કેરીનો ના ફેકી દેવાય,તેમ ધર્મમાં અમુક લોકો વિધર્મી જેવા કામ કરે તો ધર્મ કઈ તેવા લીધે ના છોડી દેવાય "ટોપલામાની એક કેરી ફેકી દેવી જોઈએ તેના જગ્યાએ અમુક લોકો કેરીનો ટોપલો ફેકી દેતા હોય છે,,

" પવન ( હવા ) દેખાતો નથી એટલે તેનો અર્થ એ તો થતો નથી કે દુનિયામાં પવનનું અસ્તિવ જ નથી "


BE HAPPY YAAR

સોમવાર, 30 નવેમ્બર, 2015

મારા વિચારો,



" જો તમને કોઈ વ્યક્તિ કે બીજી કોઈ બાબત પસંદ હોતી નથી અથવા તો ગમતી હોતી નથી એટલે તમે તેના વિષે કઈ પણ બોલતા નથી.તેના વિષે ન બોલવાથી સારું રહેતું હોય અને તમને ખબર છે કે જો હું તેના વિષે બોલીશ તો કારણવગર માથાકૂટ અને લડાઈ થશે એવું માનીને તમે જેને પસંદ કરતા નથી,તમે જેમનો વિરોધ કરો છો તેના વિષે મૂગું રહેવામાં શાણપણ માનવું જોઈએ.




આમ મારો કહેવાનો અર્થ એ છે કે નાસ્તિક લોકો ધર્મનો વિરોધ કરતા હોય છે,ધર્મને પસંદ કરતા હોતા નથી,તો શા માટે તેવો ધર્મની જ વાતો કરતા હોય છે,શા માટે ધર્મની ટીકા કરતા હોય છે,બધાને ખબર હોય છે તમને ધર્મ ગમતો નથી તો શા માટે તમે ધર્મની વાતો કરતા રહેતા હોવ છુ.જે વસ્તુ ગમતી ના હોય તેના વિષે વાત કરવી નકામી છે તો પણ શા માટે આસ્તિકો નાસ્તિકની અને નાસ્તિકો આસ્તીકોની નિંદા કરતા રહેતા હોય છે "




" તમને જે ગમે છે તેની વાત કરવાને બદલે લોકો શા માટે જે નથી ગમતું તેની વાત વધુ કરતા હોય છે,તમારા માટે શેની વાત કરવી જરૂરી છે,ગમતું હોય તેની કે ન ગમતું હોય તેની ..................




be happy yaar

રવિવાર, 29 નવેમ્બર, 2015

મારા વિચારો,



" અત્યારે બે પ્રકારના લોકો જોવા મળે છે.પહેલા પ્રકારના લોકો તે છે જે ધર્મની નિંદા કરે છે અને બીજા પ્રકારના લોકો એ છે જે અધર્મની નિંદા કરે છે,આ બન્ને પ્રકારના લોકો માંથી કોની નિંદા સાચી ગણવી તેજ કઈ સમજાતું નથી.કોણ સાચું છે તેજ કહેવું મુશ્કેલ છે "




" જો બધા માટે કુતરાઓ જ વફાદાર રહેવાનો હોય તો પ્રેમીઓ બેવફા જ નીકળવાના તેમાં કોઈ શંકાને સ્થાન નથી.અને જો તે વફાદાર નીકળે તો તેની ગણતરી..........આમાં થશે "




be happy yaar

શનિવાર, 28 નવેમ્બર, 2015

મારા વિચારો,



" આ દુનિયામાં એવો નાસ્તિક શોધવો મુશ્કેલ છે જે ધર્મ-જ્ઞાતિ-સંપ્રદાય ની નિંદા અને વિરોધ કરતો ના હોય અને એવો આસ્તિક શોધવો મુશ્કેલ છે કે જેને મંદિરમાં-સાધુ-સંતો પ્રત્યે પાગલપન ના હોય "




be happy yaar

શુક્રવાર, 27 નવેમ્બર, 2015

મારા વિચારો,



" આ દેશમાં ગ્રેજ્યુએટ પૂર્ણ કરવાથી કઈ નથી થતું પણ રાજકારણી અને સાધુ-સંત બનવાથી ધણું બધું થઇ શકે છે "







be happy yaar

ગુરુવાર, 26 નવેમ્બર, 2015

મારા વિચારો,



" જેમ જ્યાં જ્યાં અહિંસાના પુજારી એવા ગાંઘી બાપુની તસ્વીર બિરાજમાન હોય ત્યાં જ વધુ હિંસા થતી હોય છે તેમ તેમ જ્યાં વધુ ધાર્મિકો અથવા ધર્મો જોવા મળતા હોય છે ત્યાં જ વધુ ને વધુ પાંખડ,દંભ અને લુંટવાનું એવું બધું જોવા મળતું હોય છે "







be happy yaar

મંગળવાર, 24 નવેમ્બર, 2015

મારા વિચારો,



" સરકાર સાથે દુશ્મની ના કરાય હો ભાઈ.કારણ કે તેવો જો ચુંટણી ના લીસ્ટમાંથી આપણું નામ કમી કરી શકતી હોય તો તે રેશનકાર્ડ માંથી પણ નામ કમી કરી શકે છે "ડરના જરૂરી હે મિત્રો હહાહા

be happy yaar

સોમવાર, 23 નવેમ્બર, 2015

મારા વિચારો,



" મત એ હવે લત જેવું લાગવા માંડ્યું છે " મત આપવાથી ઉમેદવાર તો કઈ ફાયદો થતો નથી પણ પણ જેને મત મળે છે તેને ધણો ફાયદો થાય છે કારણ કે પછી બેઠા બેઠા સમાજના કામ ના કરે તો કઈ નહી પણ ભ્રષ્ટાચાર કરીને કરોડોની કમાણી તો કરી શકે ને,એમ લાગે છે કે અત્યારના જમાનામાં ભગવાનને જો ટક્કર આપી શકે એમ હોય તો તે પૈસા જ છે, "

" ભગવાન જેટલા કામ નથી કરી શકતા તેનાથી વધુ કામ પૈસા કરી દેતા હોય તેમ લાગે છે "


be happy yaar

શુક્રવાર, 20 નવેમ્બર, 2015

" માનવજાત "


માનવજાત રાજી હોય તો પથ્થર માટે મહેલ જેવા મંદિરો પણ બનાવી આપી અને જો રાજી ના હોય તો રસ્તા પર સુતેલા લોકો માટે ઝુપડા પણ બનાવી ના આપે
માનવજાત રાજી હોય તો પથ્થર સામે બત્રીસ ભાતના ભોજન પણ ધરે અને
રાજી ના હોય તો ભૂખ્યા હોય તેને રોટલાનો એક ટુકડો પણ ના આપે
માનવજાત રાજી હોય તો પથ્થરને દરોજ નવા નવા વાઘા પણ પહેરાવી દે અને રાજી ના હોય તો નગ્ન હોય તેને એક કપડું પણ ના આપે
માનવજાત રાજી હોય તો પથ્થર માટે કરોડોનું દાન પણ આપી દે અને
રાજી ના હોય ભિખારીને રૂપિયાનો એક સિક્કો પણ ના આપે
માનવજાત રાજી હોય તો પથ્થરને પણ દૂધ-ઘીથી સ્નાન કરાવી દે અને
રાજી ના હોય તો તરસ્યાને પાણીનો ગ્લાસ પણ ના આપે
માનવજાત રાજી હોય તો પથ્થરને પણ ભગવાન માનવા લાગે અને
જો રાજી ના હોય તો પોતાના માં-બાપ તેના માટે કઈ ના હોય "

be happy yaar

ગુરુવાર, 19 નવેમ્બર, 2015

મારા વિચારો,



just kidding







" જો તમારો ઈરાદો બીજાને લૂટવાનો જ હોય તો તમે પોલીસ વાળા બનો

જો તમારો ઈરાદો ભ્રષ્ટાચાર કરવાનો હોય તો તમે રાજકારણી બનો

જો તમારો ઈરાદો હરવા-ફરવાનો હોય તો તમે વડાપ્રધાન બનો

જો તમારો ઈરાદો મહેનત કરવાનો હોય તો તમે મજુર બનો

જો તમારો ઈરાદો બીજા લોકોને શિષ્ય બનાવવાનો હોય તો તમે ગુરુ યા સંત બનો

જો તમારો ઈરાદો ખોટા વાયદા કરવાનો હોય તો તમે નેતા બની જાવ અને

જો તમારો ઈરાદો ચોરી કરવાનો હોય તો તમે ચોર બનો "




" બધા સરખા હોતા નથી કેટલાક અપવાદ પણ હોઈ શકે તેમ આમાં પણ તેવું બની શકે છે "













be happy yaar

બુધવાર, 18 નવેમ્બર, 2015

મારા વિચારો,



" ખોટી રીતે અને કારણવગર બીજા સાથે સંધર્ષ કરનાર ક્યારેય જીવનમાં પ્રગતી કરી શકતો નથી શિવાય કે જેલમાં આવા જવાની પ્રગતી "







be happy યાર

સોમવાર, 16 નવેમ્બર, 2015

મારા વિચારો,



" વર્ષ બદલાય છે.મહિનો બદલાય છે.દિવસ બદલાય છે અને સમય પણ બદલાય છે પણ માણસ નથી બદલાતો.તે તો જ્યાં હોય ત્યાંનો ત્યાં જ રહે છે "




પરિવર્તન સંસારનો નિયમ છે પણ અમુક માટે,બાકી બધા તો જેમ ચાલે છે અથવા તો જેમ જીવે છે તેમ જ જીવે છે,નથી પોતાનામાં પરિવર્તન લાવતા કે ન થી કોઈનું પરિવર્તન સ્વીકારતા.







be happy yaar

શુક્રવાર, 13 નવેમ્બર, 2015

મારા વિચારો,



" અમુક પુરુષો સસ્તું અને વેચાવ રમકડા સમાન હોય છે.આવા પુરુષોને કોઇપણ સ્ત્રી આસાનીથી પોતાની એક ખાલી સાચું-ખોટું સ્મિત આપીને ખરીદી લેતી હોય છે,અને વળી આવા પુરુષો સ્મિત પાછળ સ્ત્રી પાસે વેચાય પણ જતા હોય છે,

‪#‎be_HAPPY_YAR‬

ગુરુવાર, 12 નવેમ્બર, 2015

મારા વિચારો,

" કીમત અને ઈજ્જત-આબરૂ તો વધુ ખરાબ અને બદમાશ હોય તેવા લોકોને જ વધુ મળતી હોય છે બાકી સારા લોકોના ભાગ્યમાં તો ખાલી વખાણ જ હોય છે"
" સમાજના લોકોને ખરાબ અને બદમાશ લોકો પ્રત્યે બહુ ગુસ્સે અને ક્રોધ આવતો હોય છે પણ સૌથી વધુ પ્રેમ પણ સમાજના લોકોને તેવા પ્રત્યે જ હોય છે,આ પણ એક નક્કર વાસ્તવિકતા છે "
be happy યાર

બુધવાર, 11 નવેમ્બર, 2015

મારું કટાક્ષ સાહિત્ય,



" ભારતમાં અમુક લોકો દેશીમાં જીવે છે
અમુક લોકો એસીમાં જીવે અને
જયારે અમુક લોકો વિદેશોમાં જીવે છે "


જીંદગીમાં અમુક શરીર વેચીને કમાણી કરતા હોય છે,અમુક ઈમાન વેચીને કમાણી કરતા હોય છે અને જયારે અમુક મહેનત-મજુરી કરીને કમાણી કરતા હોય છે,.

‪#‎BE_HAPPY_YAR‬

મંગળવાર, 10 નવેમ્બર, 2015

મારા વિચારો,




" જિંદગી ક્યારેય વેશ્યા જેવી ના બનાવો કે તમારી પાસે મબલક પૈસા તો હોય છે પણ સમાજમાં તમને કોઈ માન-સન્માન ન આપતા હોય અને તમારે બધા સામે નીચી નજરે ચાલવું પડે , પણ રાજકારણી બનો તો કઈ વાંધો નહી કારણકે તમે ગમે તેટલા ખરાબ હોવ છતાં લોકો તમારી પાસે આવશે,તમને માન આપશે.કારણ કે રાજકારણી પાસે સતા હોય છે....................................







be happy yaar

સોમવાર, 9 નવેમ્બર, 2015

અન્ય સાહિત્ય,



" દિવાળી આવે એટલે લોકો ઘરની સાફ-સફાઈ કરતા હોય તેમ બિહારી લોકોએ ચુંટણીમાં ભાજપાની સાફ-સફાઈ કરી નાખી,મોદી સાહેબનું સ્વચ્છ ભારતનું સ્વપ્નને બિહારના લોકોએ સ્વચ્છ ભાજપાનું સ્વપ્નમાં બદલાવી નાખ્યું હોય તેમ લાગે છે.
" ચુંટણી ના પરિણામ જોઈને કેટલાકની દિવાળી સુધરી ગઈ હશે અને કેટલાક બિચારાની દિવાળી બગડી ગઈ હશે "


ગુજરાતી ફિલ્મનું એક નામ છે " મચ્છુ તારા વહેતા પાણી તેની જગ્યાએ અત્યારે ભાજપ તારા વળતા પાણી "

" અહી હવા ફેલાવવા વાળાની જ હવા નીકળી ગઈ "

be happy yaar

રવિવાર, 8 નવેમ્બર, 2015

અન્ય સાહિત્ય



for fun




" દિવાળી એટલે પ્રકાશનો પર્વ,પણ ગમે તેટલી દિવાળી આવે છતાં લોકોના જીવનમાં જ્ઞાન રૂપી પ્રકાશ તો નથી આવતો પણ ઘરમાં લાઈટ રૂપી પ્રકાશ પણ નથી હોતો,કારણ કે ઇલેક્ટ્રિક બીલ જ એટલું આવે છે કે લોકોની ઘરે લાઈટ હોવા છતાં તેવો અંધકારમાં જીવતા હોય તેમ લાગે છે "




be happy yaar

શનિવાર, 7 નવેમ્બર, 2015

અન્ય સાહિત્ય,



just for kidding yaar

અત્યારના જમાના પ્રમાણે "


" સુખ-દુખ વગર જિંદગી નકામી
ભ્રષ્ટાચાર વગર રાજકારણ નકામું
પાંખડ વગર ભક્તિ નકામી
શરીરસુખ વગર પ્રેમ નકામો
અભિમાન વગર ખુરશી નકામી
પુસ્તિકા જ્ઞાન વગરના વિદ્વાન નકામાં
સ્નેહ-હૂફ વગર કુટુંબ નકામું
વફાદારી વગર દોસ્તી નકામી
લાલચ વગર કોઈ કાર્ય નકામું
ભગવા વસ્ત્રો વિના સાધુ-સંતો નકામાં
લાંચ વિના પોલીશો નકામાં અને
ફેચબુક વિના બધા ગુજરાતી નકામાં "

‪#‎be‬ happy yar

શુક્રવાર, 6 નવેમ્બર, 2015

મારા વિચારો,



" જ્યાં જાડી બુદ્ધિનું વર્ચસ્વ વધુ હોય ત્યાં વિવેક બુદ્ધિ કઈ કામ મા આવતી નથી "

" જે લોકો બેંક માં પૈસા સેવિંગ કરી શકતા નથી તે લોકો મંદિરમાં પૈસા સેવિંગ કરી રહ્યા છે "


be happy yaar

બુધવાર, 4 નવેમ્બર, 2015

મારા વિચારો,



" અમુક લોકોને પોતાના માતા પિતાના આશીર્વાદ કરતા ભગવાનના આશીર્વાદ લેવા વધુ ગમે છે એટલે તો લોકો પોતાના માતા પિતાના ચરણને છોડીને મંદિરમાં ભગવાનના ચરણ વધુ પકડે છે,આવા ભગવાનના ચરણ પકડવા વાળા લોકો એમ કદાચ માનતા હશે કે માતા-પિતા તો ખાલી જન્મ જ આપી શકે બાકી સુખ સમૃધી અને શાંતિ અને અંતે મોક્ષ તો ભગવાન જ આપી શકે છે,

આજના લોકો પોતાના માતા પિતાને વૃધાશ્રમમાં મોકલી રહ્યા છે અને પથ્થરમાં રહેલા ભગવાનને ધરમાં રહીને સારા એવા સ્થાનમાં સ્થાપન કરે છે,,ખરેખર આજના લોકોની ભગવાન પ્રત્યેની ભક્તિ સમરા કાઢે છે,,,,,


‪#‎BE_HAPPY_YAAR‬

મંગળવાર, 3 નવેમ્બર, 2015

મારા વિચારો,



" ભારતમાં રહેતા લોકો "







બધા આમ જ કહે છે

અમે હિંદુ છીએ

અમે મુસ્લિમ છીએ

અમે ખ્રીસ્તી છીએ

અમે યહૂદી છીએ

અમે બૌદ્ધ છીએ

અમે જૈન છીએ પણ કોઈ

એમ નથી કહેતું કે અમે બધા ભારતીય છીએ




જો આ બધા લોકો એકી સાથે એક વખત કે એક વાર પણ દુનિયા સામે એમ કહે કે અમે બધા ભારતીયો છીએ તો દુનિયાના બીજા કોઈ દેશની કે કોઈના બાપની તાકાત નથી કે ભારત સામે ઉંચી આંખ કરે કે ભારત સામે નજર બગાડે, પણ બધાને અલગ થવું છે તેમાં આપણે શું કરીએ




જેમ કે

ભારત બાટા,પાકિસ્તાન બાટા

મત બાટો ઇન્સાન કો







‪#‎be_happy_yar‬

સોમવાર, 2 નવેમ્બર, 2015

મારા વિચારો,



" નાસ્તિક લોકો અને વિરોધ કરતા લોકો બન્ને ભાઈ-ભાઈ હોય તેમ લાગે છે કારણ કે જયારે સજ્જન લોકો કોઈ સારું કાર્ય કરતા હોય ત્યારે વિરુધી લોકો તેને નકારતા હોય તેમ ધાર્મિક લોકો જયારે કોઈ કાર્ય કરતા હોય ત્યારે નાસ્તિક લોકો નકારતા હોય છે.આ બન્ને ભાઈઓ કારણ વગર અથવા કારણ સાથે નકારતા હોય તે તો તેમને જ ખબર હોય છે પણ નકારવું તેની આદત હોય છે "

" કૂતરાની પૂછડીને ક્યારેય સીધી કરવાનો પ્રત્યન ના કરાય કારણ કે તમે ગમે તેટલો પ્રયત્ન કરો તો પણ તે વાકી જ રહેવાની છે "




be happy yaar

શનિવાર, 31 ઑક્ટોબર, 2015

શુક્રવાર, 30 ઑક્ટોબર, 2015

મારા વિચારો,



" જે લોકો વૈજ્ઞાનિક દ્રષ્ટીવાળા હતા.અથવા તો વૈજ્ઞાનિક હતા તેણે દુનિયામાં અણુબોમ્બ ની શોધ કરી અને જે લોકો ધાર્મિક દ્રષ્ટિના હતા અથવા તો ધાર્મિક હતા તેણે દુનિયામાં ધર્મ અથવા તો ભગવાનની શોધ કરી " હવે વધુ નથી લખતો આટલા માં તમે તમારા વિચાર મુજબ સમજી જજો




" દુનિયામાં અમુક વસ્તુ રક્ષણ માટે બનાવવામાં અથવા શોધ કરવામાં આવે છે કે ભક્ષણ માટે તે કહેવું બહુ મુશ્કેલ લાગે છે "







be happy yaar

ગુરુવાર, 29 ઑક્ટોબર, 2015

મારા વિચારો,



" એક કહેવત-સત્ય છે કે " આત્મા એજ પરમાત્મા અને જીવ એજ શિવ " પણ યાર પ્રશ્ન એ થાય છે કે મંદિરમાં નથી ભગવાનનો આત્મા હોતો કે નથી જીવ હોતો તો ત્યાં પરમાત્મા અને શિવ ક્યાંથી હોઈ શકે.અને જેની પાસે આત્મા અને જીવ હોઈ તેને કોઈ ગણકારતું નથી એટલે કે તે પરમાત્મા-શિવને કોઈ માનતું નથી,તેની કોઈ પૂજા કરતું નથી.પૂજા ન કરે તો કઈ વાંધો નહી પણ તેને કોઈ માન પણ આપતા હોતો નથી.ખરેખર બને બહુ વિરોધાર્થી હોય તેમ લાગે છે "

" એમ લાગે છે કે અત્યારે જેની જરૂર માનવસમાજને જેમ કે પૈસા.દૂધ.ભોજન.મકાન છેતે બધું ભગવાન મંદિરમાં લઇ જતા હોઈ અથવા તો અમુક લોકો માનવસમાજને અવગણીને ધરાર-પરાણે ભગવાનને આપી રહ્યા છે "


" અમુક લોકો માનવ-સમાજની સેવા-પૂજા કરવાને બદલે ભગવાનની વધુ સેવા પૂજા કરે છે,આમાં તેને સ્વર્ગ મળશે કે નર્ક એ તો જયારે તે મૃત્યુ પામે ત્યારે ખબર પડે.એક વાત યાદ રાખવી કે ભગવાન કરતા માણસ તમારી વધુ નજીક છે "

be happy yaar

બુધવાર, 28 ઑક્ટોબર, 2015

મારા વિચારો,



" કોઈ માણસ મૃત્યુ પામે ત્યારે બધા કહેતા હોય છે કે ભગવાન તેના આત્મા ને શાંતિ આપે.તો તેનો અર્થ આમ થતો હશે કે ભગવાને તેને ધરતી પર શાંતિ ના લેવા દીધી એટલે તેને ત્યાં શાંતિ આપશે અથવા તો અમે બધા સગા-વહાલોએ તેને શાંતિ લેવા દીધી નથી એટલે તમે ઉપર તેને શાંતિ આપજો "




" દિલ થી કે પછી દિમાગથી પ્રાથના કરવાથી શું કોઈ કાર્ય અથવા માંગણી પૂરી થઇ જતી હશે "




be happy yaar

મંગળવાર, 27 ઑક્ટોબર, 2015

મારા વિચારો,



" અમુક લોકો ધરતી છોડીને ચંદ્ર પર પહોચી ગયા છે પણ આપણે હજી જ્ઞાતિના અને ધર્મના બંધન માંથી મુક્ત થઇ શકતા નથી,જેમ વમળ માં ફસાઈ જઈએ તેમ તેમ આપણે જ્ઞાતિ અને ધર્મમાં ફસાતા જઈએ છીએ "

" ભારત દેશમાં સર્વ ધર્મ સમભાવ ની જગ્યાએ સર્વ જ્ઞાતિ સમભાવનો વિચાર પહેલા મુકવાની જરૂર હતી તેમ લાગે છે "

" જે બહેરા હોય તેની સામે તમે ગમે તેટલો અવાજ કરો છતાં પણ તે નકામો છે તેમ જે તમારી કોઈ વાત સમજી શકતો નથી તેને સમજાવવાનો તમારો પ્રયત્ન સાવ વ્યર્થ છે "

be happy yaar

સોમવાર, 26 ઑક્ટોબર, 2015

મારા વિચારો,



" પહેલાના વખતમાં અથવા તો જમાનામાં ધર્મ-અધર્મ વચ્ચે યુધ્ધ થતું અને અત્યારે આસ્તિક-નાસ્તિક વચ્ચે યુદ્ધ થશે અથવા તો થઇ રહ્યું છે.ધર્મ-અધર્મ વચ્ચે યુદ્ધ થતું તેમાં તો ધર્મ વાળા હોય તે જીતી જતા પણ આ આસ્તિક-નાસ્તિક વચ્ચે યુદ્ધ થશે તો તેમાં કોણ જીતશે તે કહેવું મુશ્કેલ છે યાર.કારણ કે બંને પ્રકારના લોકો એમ જ માને છે કે અમે જે કરીએ છીએ .અમે જેમ જીવીએ છીએ અને અને જેમ વિચારીએ છીએ તેજ બધું સત્ય છે,બાકી બધું અસત્ય અને દંભ છે "


be happy yaar

રવિવાર, 25 ઑક્ટોબર, 2015

મારા વિચારો,






" બીજાના અથવા પછી બીજી કોઇપણ બાબત હોય લોકોને વખાણ કરવા કરતા નિંદા કરવી વધુ ગમતી હોય તે પણ સમાજમાં ડેન્ગ્યુની જેમ ફેલાયેલો ખતરનાક રોગ સમાન છે "




be happy yaar

શનિવાર, 24 ઑક્ટોબર, 2015

મારા વિચારો,




" એમ લાગે છે કે આ દુનિયામાં માનવો ઓછા જન્મે છે પણ હિંદુ,મુસ્લિમ.યહૂદી,જૈન,બૌદ્ધ અને ખ્રીસ્તી અને નાસ્તિક લોકો વધુ જન્મે છે "




be happy yaar

બુધવાર, 21 ઑક્ટોબર, 2015

મારા વિચારો



" આ દુનિયામાં બે પ્રકારના લોકો છે જે ભગવાનને માનતા નથી અથવા તો ભગવાન પર વિશ્વાસ કરતા નથી.તેમાંના એક તો દાનવો-રાક્ષસો અને બીજા નાસ્તિકો .પણ એક વાત અત્યારે સારી કહી શકાય તે એ છે કે રાક્ષસો પાસે પહેલા જેટલી સતા-સંપતી અને શક્તિ હતી તેટલી સતા-સંપતી અને શક્તિ અત્યારના નાસ્તિક લોકો પાસે નથી "




be happy yaar

મંગળવાર, 20 ઑક્ટોબર, 2015

મારા વિચારો,



" હિટલર જેવા લોકો જે દેશના રાજા હોય ત્યાં યહૂદી જેવી નિર્દોષ જાતિ પર અત્યાચાર જ થવાના છે તેમાં કોઈ બે મત નથી. "




be happy yaar

ગુરુવાર, 15 ઑક્ટોબર, 2015

મારા વિચારો,



" પાણીનો ધડો તો ઝડપથી ભરાય જતો હોય છે અને તેની આપણને ખબર પણ પડતી હોય છે પણ આ સાલું પાપનો ધડો ક્યારે ભરાતો હશે તેની જ કોઈને ખબર પડતી નથી "







be હેપ્પી યાર

બુધવાર, 14 ઑક્ટોબર, 2015

મારા વિચારો,



" અટપટું "




" ક્યારેક અથવા તો દરોજ મંદિરનો પુજારી પણ હસતો હશે જયારે કોઈ વ્યક્તિ ક્યારેક જ મંદિરમાં આવીને ભગવાન પાસે સુખ-શાંતિ અને દર્શનની ઈચ્છા રાખતો પ્રભુના દર્શન કરતો હશે "







be happy yaar

મંગળવાર, 13 ઑક્ટોબર, 2015

મારા વિચારો,



" આપણે ધરતી પર જન્મ લઈને પ્રગતિ કરી છે કે અધોગતિ તેની તો મને ખબર પડતી નથી પણ એક વાત સત્ય હોય તેમ લાગે છે તે એ કે " આપણે ભગવાનને પથ્થર બનાવી દીધા છે અને પથ્થરને ભગવાન બનાવી દીધા છે "

be happy yaar

સોમવાર, 12 ઑક્ટોબર, 2015

મારા વિચારો,




" જે લોકો ના કાન ભજન,કીર્તન કે પછી નવરાત્રીમાં માતાજીના ગરબા સાંભળવાથી પાકી જતા હોય તેવા લોકો હિન્દી કે અંગ્રેજી ગીતો સાંભળીને જરૂર બહેરા થઇ જતા હોવા જોઈએ "




" કેટલાક આસ્તિક બની શકતા નથી એટલે તે નાસ્તિક બની રહ્યા છે અને કેટલાક નાસ્તિક બની શકતા નથી એટલે તેવો આસ્તિક બની રહ્યા છે "




" એવું લાગે છે કે નાસ્તિક એટલે ધર્મના લોકોની નહી પણ ધર્મની ભૂલો કાઢવાની નવી કળા "




be happy yaar

રવિવાર, 11 ઑક્ટોબર, 2015

મારા વિચારો,



" આસ્તિક લોકોને-ધાર્મિક લોકોને મૃત્યુ પછી સ્વર્ગ મળે તેવું ધણી વખત સાંભળ્યું છે.પણ નાસ્તિક લોકોને-ધર્મિક ના હોય તેવા લોકોને મૃત્યુ પછી શું મળતું હશે તેનું કઈ ક્યારેય સાંભળ્યું નથી,ધર્મને ના માનનારા બિચારા લોકો મૃત્યુ પછી ક્યાં જતા હશે તે પણ ખરેખર એક શોધવા લાયક બાબત છે "




આ પણ સત્ય છે કે " આસ્તિક હોય તેને સ્વર્ગ મળે અને નાસ્તિક હોય તેને નર્ક મળે તેની કોઈ ગેરેંટી હોતી નથી "




be happy yaar

શનિવાર, 10 ઑક્ટોબર, 2015

મારા વિચારો,



" આ આપણા જીવનની ગરીબી કહો કે લાચારી પણ આ વાત મને સત્ય લાગે છે તે એ છે કે - આપણને આંતકવાદીઓ જે કાર્ય કરે છે તે ગમતું હોતું નથી.અને માનવો ક્યારે કયો રંગ બદલે તે કહેવાય નહી એટલે તેના પર આપણને બહુ વિશ્વાસ નથી અને ભગવાન ખરેખર છે કે નહી તે બાબતે હમેશા અથવા તો ક્યારેક ક્યારેક મનમાં શંકા જન્મે છે "




" આંતકવાદીઓ ગમતા નથી.માણસ પર વિશ્વાસ નથી અને ભગવાન છે કે નહી તેના પર શંકા રહે છે "







be હેપ્પી yaar

શુક્રવાર, 9 ઑક્ટોબર, 2015

મારા વિચારો,





" ગરીબ લોકોની કસ્તુરી સમાન ડુંગળીનું પણ વાહન જેવું છે ,કારણ કે તે પોતાના માલિક જયારે તેનું કટિંગ કરતા હોય ત્યારે તેને રડાવતી હોય તો પછી જેની પાસે ના હોય તેને તો તે રડાવવાની જ છે ને યાર...........................................




be હેપ્પી yaar

બુધવાર, 7 ઑક્ટોબર, 2015

મારા વિચારો,



" થોડુક અટપટું "




" ભગવાનને ધરતી પર આવું ના પડે એટલે તેણે માં-બાપ નું સર્જન કર્યું પણ લોકો પોતાના ઘરને મંદિર ના બનાવી શકે એટલે તેણે વૃદ્ધાશ્રમ નું સર્જન કર્યું છે. "




be happy yaar

મંગળવાર, 6 ઑક્ટોબર, 2015

મારા વિચારો,



" પતી અને પૈસાને કેટલાક પરમેશ્વર તરીકે ઓળખતા હોય છે અથવા તેની ઉપમા આપતા હોય છે પણ અત્યારે સાચું કહું તો આ બન્નેની હાલત બહુ કફોડી અને મુશ્કેલીભરી હોય છે "



" પતી વગરની પત્ની અને પૈસાના વગરનો પુરુષનું સમાજમાં ક્યાય માન રહેતું નથી, " લગભગ




be happy yaar

સોમવાર, 5 ઑક્ટોબર, 2015

મારા વિચારો,



" દરેક મૂછો વાળા લોકો મર્દ હોતા નથી કારણ કે કેટલીક સ્ત્રીઓ પણ મર્દ જેવી હોય છે "




" અમુક મૂછો વાળા લોકોની કુટેવ કહો કે ટેવ પણ તેવો ગમે ત્યારે પોતાની મૂછોને તાવ દેતા હોય છે અથવા તો નવરા બેઠા મરડતાં હોય છે "


BE HAPPY YAAR

શુક્રવાર, 2 ઑક્ટોબર, 2015

મારા વિચારો,



" બધાય મિત્રોને ગાંધી જયંતિની ખુબ ખુબ શુભકામના "




" મને લાગે છે કે ગાંધી જયંતિની જેમ રૂપિયા જયંતિ પણ રાખવી જોઈએ અથવા તો રૂપિયા વાર પણ રાખવો જોઈએ,કારણ કે ભારતમાં કદાચ અમુક લોકો જ ગાંધીજીને પ્રેમ કરતા હશે,તેના કરેલા કાર્ય પર કાર્ય કરતા હશે,બાકી બધા તો પૈસાને પ્રેમ કરવાવાળા હોય છે.પૈસા વાર રાખવાથી પૈસાદાર લોકો પણ તેને ઉજવી શકે ને યાર.ગાંધીજી અહિંસાના પુજારી હતા જયારે અમુક પૈસા પ્રેમીઓ હિંસાના પુજારી હોય છે "




" એવું લાગે છે કે મહાત્મા ગાંધીનો ફોટો ત્યાં જ રાખવામાં આવે છે જ્યાં હિંચા વધુ થતી હોય છે ,જેમ કે પોલીસ થાણું.ગાંધીજીનો ફોટો જ્યાં ત્યાં રાખીને તેનો ઋણ આપણે સ્વીકારીએ છીએ કે પછી કૈક બીજું જ કરીએ છીએ "




be happy yaar

ગુરુવાર, 1 ઑક્ટોબર, 2015

મારા વિચારો,



થોડુક કડવું છે પણ લગભગ આ સત્ય પણ છે : " દરેક માં-બાપ પોતાની દીકરીનું ધ્યાન રાખવાને બદલે બીજાની દીકરી પર વધુ બાજ નજર રાખતા હોય છે અને પછી કહે છે અમારી દીકરી કોઈક સાથે ભાગી ગઈ,અમારી દીકરીએ અમારું નામ લજ્વ્યું "



ક્યાંક સાંભળેલું : " સુંદર છોકરી તેના કુટુંબ અથવા સગા-સબંધિત માટે આફતરૂપ હોય છે,બધીય એકસરખી નથી હોતી પણ સોએ એ-બે હોઈ છે "




be happy yaar

બુધવાર, 30 સપ્ટેમ્બર, 2015

મારા વિચારો

'' દરેક લોકો માટે ભગવાન સર્વ-શક્તિમાન અને સર્વોચ્ચ હોતા નથી કેટલાક લોકો માટે તેના મમ્મી-પાપા પણ સર્વ-શક્તિમાન અને સર્વોચ્ચ હોય છે,કારણ કે માતાના ઉદરમાંથી ભગવાનનો જન્મ થાય છે ક્યારેક ભગવાન માંથી માતાનો જન્મ થતો નથી "


be happy yaar

મંગળવાર, 29 સપ્ટેમ્બર, 2015

મારી પાસે-તેની પાસે



મારી પાસે બધું છે છતાં હું સુખી નથી,

તેની પાસે કઈ નથી એટલે તે દુખી છે

મારી પાસે કુટુંબ છે છતાં હું સુખી નથી

તેની પાસે કુટુંબ નથી એટલે તે દુખી છે

મારી પાસે મમ્મી-પાપા,ભાઈ-બહેન છે છતાં હું સુખી નથી

તેની પાસે તેના કહી શકાય તેવા કોઈ નથી એટલે તે દુખી છે

મારી પાસે  સારું ઘર અને નોકરી છે છતાં હું સુખી નથી

તેની પાસે નથી નોકરી કે ઘર એટલે તે દુખી છે

મારી પાસે પૈસા.ગાડી.બંગલા બધું છે છતાં હું સુખી નથી

તેની પાસે પૈસા.ગાડી,બંગલા કે એવું કઈ નથી એટલે તે દુખી છે

મારી પાસે બધું હોવા છતાં હું સુખી નથી અને

તેની પાસે કઈ નથી એટલે તે દુખી છે




BE HAPPY YAAR

શુક્રવાર, 25 સપ્ટેમ્બર, 2015

મારા વિચારો



" ભગવાન છે એટલે આ દુનિયામાં બધું છે કે પછી ભગવાન નથી એટલે આ દુનિયામાં બધું છે "




be happy yaar

બુધવાર, 23 સપ્ટેમ્બર, 2015

મારા વિચારો,



" ધર્મ જે શીખવતું નથી તે લોકો ઝડપથી શીખી જતા હોય છે અને ધર્મને જે શીખવવાનું હોય છે તે માણસ મૃત્યુ પામે ત્યાં સુધી શીખી શકતો નથી "




" એક પ્રશ્ન : " આસ્તિક લોકોથી સમાજમાં શાંતિ.ભાઈ-સારો અને સદભાવના જળવાય રહે છે કે નાસ્તિક લોકોથી."







" ધર્મને માનવો કે ન માનવો તે આપણી અંગત વાત છે પણ ભગવાનને કોઈની મદદ કરવી તે પણ તેની અંગત વાત હોઈ શકે છે યાર "




be happy yaar

શનિવાર, 19 સપ્ટેમ્બર, 2015

મારા કાવ્યો,



" દોસ્તો ફરી એક સામાન્ય કાવ્ય તમારા માટે ( જો કે આ કાવ્ય કહેવાય કે બીજું કઈ તેની મને બહુ ખબર નથી એટલે હું તેને કાવ્યનું નામ આપું છું "

અત્યારે હું કોના વખાણ કરું કારણ કે,

પાકિસ્તનમાં આંતકવાદીઓ હુમલાઓ કરે છે અને

ભારતમાં કોમી-હુલ્લડ થાય છે.

અત્યારે હું...............

પાકિસ્તાન આંતકવાદીઓને પોષે છે અને

ભારત અનામતને પોષે છે....

અત્યારે હું,,,,,,,,,,,,,,,,,

પાકિસ્તાનમાં નિર્દોષ લોકોનો ભોગ લેવાય છે અને

ભારતમાં નિર્દોષ બકરીનો-લોકોનો ભોગ લેવાય છે,

અત્યારે હું,,,,,,,,,,,,,,,

મહમદ જીણાના દેશમાં હથિયારોની હેરાફેરી થાય છે અને

ગાંધીના દેશમાં દારૂ અને બ્લેક મનીની હેરાફેરી થાય છે

અત્યારે હું...................

પાકિસ્તાનની સરકાર મીલીટરી ના હાથમાં છે અને

ભારતની મીલીટરી સરકારની હાથમાં છે

અત્યારે હું કોના વખાણ કરું


be happy yaar

શુક્રવાર, 18 સપ્ટેમ્બર, 2015

મારા વિચારો,



" કુતરું ક્યારે ઘોડો ન બની શકે,બકરી ક્યારેય શિયાળ ન બની શકે,હાથી ક્યારેય દીપડો ન બની શકે,આ બધા પ્રાણીઓ જેમ જન્મે તેમ જ જીવે છે અને તેમ જ મૃત્યુ પામે છે પણ મનુષ્ય જાત જ એક એવી છે જે જન્મે છે માનવ તરીકે પણ તેવો જીવે છે સજ્જન તરીકે અથવા તો દુર્જન તરીકે,દાનવ તરીકે અથવા તો માનવ તરીકે,વિલન તરીકે અથવા તો હીરો તરીકે,આ મનુષ્ય જાત માટે પ્રગતી ની વાત કહેવાય કે અધોગતિ ની તે કહેવું બહુ મુશ્કેલ છે yaar....







" આ દુનિયામાં ભલે અગણિત માનવનો જન્મ થયો હોય પણ કેટલાક નસીબદાર હોય તેવો જ માણસ તરીકે જન્મે છે,જીવે છે અને મૃત્યુ પામે છે "








be happy yaar

સોમવાર, 14 સપ્ટેમ્બર, 2015

મારા વિચારો,



" સામાન્ય પ્રજાને બધા લુંટવાનો જ ધંધો કરતા હોય એમ લાગે છે.રાજકારણી લોકો પ્રજા માટે જે સહાય આવે તે ભ્રસ્તચાર કરીને લુટી લેતા હોય છે.અને અમુક દંભી સાધુ-સંતો પ્રજાની મહેનતની કમાણીને ધર્મનો ઉપયોગ કરીને લુટી લેતા હોય છે.બીજું બાજુ અમુક ડોક્ટર પણ હવે તો બીમાર પ્રજા સારી થાય કે ના થાય પણ પોતાના પૈસા સારા થાય એવું માનીને લુટી રહી છે,આ દુનિયામાં દાતાર લોકો કરતા લુટારા લોકો વધુ રહે છે,માટે સાવધાન રહેવું બાકી તમે પણ લુટાય જશો "



" દરોજ મંદિરે જવાથી કે દરોજ ભગવાનનું નામ લેવાથી દરેક વ્યક્તિને જીવનમાં હમેશ માટે સુખ-શાંતિ જ રહેશે એવું કોણ કહી શકે છે,તેની ગેરંટી કોણ આપી શકે "




" અત્યારના જમાનામાં જે વસ્તુ.ભોગ પ્રસાદ અને પૈસા માનવને જરૂર છે તે બધી વસ્તુ લોકો મંદિરને આપી રહ્યા છે,માનવની જરૂરિયાતની વસ્તુ અમુક લોકો માનવને આપવાને બદલે મંદિર માં આપી રહ્યા છે.જો ધાર્મિક બનવું હોય તો અત્યારે મંદિરના ધર્મને છોડીને માનવધર્મ નિભાવો જોઈએ તો જ ધાર્મિક કહેવાય બાકી બધા તો આંધળું અનુકરણ કરતા હોય તેમ લાગે છે "




be happy યાર

શનિવાર, 12 સપ્ટેમ્બર, 2015

મારા વિચારો,



" જ્યાં એક જ ઘરના સભ્યો વચ્ચે માથાકૂટ અથવા લડાઈ થતી હોય ત્યાં પડોસી અથવા તો બીજા કોઈ લોકો ફાવી જતા હોય છે તેમ જ્યાં એક જ ધર્મના લોકો વચ્ચે લડાઈ અને સંધર્ષ થતો હોય ત્યાં બીજા ધર્મના લોકો ફાવી જતા હોય છે,




" લડાઈ અથવા તો સંધર્ષ કરો પણ બીજા અન્યને ખબર પડવી જોઈએ નહી,અથવા તો લડાઈ કરવી જ જોઈએ નહી,કારણ કે લડાઈનો અંત વિનાશ જ છે બીજું કઈ નથી "




" યુદ્ધ ફૂલનું નહી પણ હમેશા કાંટાનું જ વાવેતર કરતું હોય છે "




be happy yaar

શુક્રવાર, 11 સપ્ટેમ્બર, 2015

મારા વિચારો,



" લોકોને જીવ-હિંસાથી નફરત આવે છે.જીવ-હિંસા કરે છે તેના પર પણ તેને નફરત આવે છે પણ પોતાના ધર્મના પ્રતિક સમું કોઈ જીવ પર કોઈ અત્યાચાર કરતા હોય તો જ તેને જીવ-હિંસા પર અને જીવ-હિંસા કરનાર પર બહુ નફરત આવે છે બાકી કોઈ કીડી,મકોડા,બકરી.બળદની હિંસા કરે તો કોઈને કઈ અસર થતી નથી,એટલે કે ત્યારે કોઈને જીવ-હિંસા થાય તેવું દેખાતું નથી વળી આવા નિર્દોષ જીવ પર કોઈ અત્યાચાર કરે તો પણ કોઈને કઈ ફેર પડતો નથી.લોકો સ્વાર્થી હોય છે બહુ................




be happy yaar

બુધવાર, 9 સપ્ટેમ્બર, 2015

મારા વિચારો,



" કોઈ ભક્ત દ્વારા મંદિર માં ધરાવેલો બત્રીસ કે બાવન ભાતનો પ્રસાદ અને કોઈ પૈસદારે બેંકમાં રાખેલા રૂપિયા સમાજના કોઈ વ્યક્તિના કામમાં આવતા નથી,

" શ્રાવણ મહિનામાં ભક્તિ અને જુગાર વાયુવેગે બધાનું ધ્યાન-આકર્ષણ કરતી હોય છે "


be happy yaar

મંગળવાર, 8 સપ્ટેમ્બર, 2015

મારા વિચારો,



" ગર્લ્સ-હોસ્ટેલમાં જાણતા-અજાણતા ગર્લ-ગર્લ વચ્ચે દોસ્તીના અને લેસ્બો સંબંધ વધુ જોવા મળતા હોય છે અને બોય-હોસ્ટેલમાં જાણતા -અજાણતા બોય બોય વચ્ચે મિત્રતાના અને ગે સંબંધો વધુ જોવા મળતા હોય છે




be happy yaar

મારા વિચારો,



" વ્હોત્સ્પમાં કૃષ્ણ વિષે એક મેસેજ વાંચ્યો હતો તે અનુસંધાને ,,,,,,,,,,,,,,,,,,,,,,







" જે લોકો શ્રી કૃષ્ણને ડોન અને ગુનેગાર બનાવી શકતા હોય તે લોકો જન્મ-માસ્તમી તહેવારને જુગારનો તહેવાર પણ બનાવી શકે છે "

be happy yaar

ગુરુવાર, 3 સપ્ટેમ્બર, 2015

મારા વિચારો,






" હું પાટીદાર હોવાથી અનામત ને પસંદ કરું છું અને તમે પાટીદાર ના હોવાથી અનામતનો વિરોધ કરો છો અથવા તો પટેલને અનામત મળે તે તમને પસંદ નથી એટલે તમે વિરોધ કરો છો અથવા તો તમે અનામતમાં હોવાથી વધુ અનામત બીજી કોઈ જ્ઞાતિને ના મળવું એટલે તમે વિરોધ કરતા હોવ છું,કોઇપણ વિરોધ પાછળ કોઈને કોઈને કારણ જરૂર હોય છે,તે પછી પોતાના ફાયદા માટે હોય અથવા તો સમાજના ફાયદા માટે અથવા તો સરકારના ફાયદા માટે હોય..




" દરેક સરકારી નોકરિયાત અથવા પૈસાદાર લોકો અનામત વાળા હોતા નથી,કેટલાક દશરથ માંજી જેવા હોય છે જે પહાડ ચીરીને પણ રસ્તો બનાવી શકતા હોય છે અને કેટલાક રસ્તો હોવા છતાં રસ્તા પર ચાલી શકતા હોતા નથી "










be happy yaar

બુધવાર, 2 સપ્ટેમ્બર, 2015

મારા વિચારો,



" બદમાસ,વિલન અને ગુંડા જેવા લોકો પોતાનાથી ડરી રહ્યા નથી એમ માનતા કેટલાક પોલીસ લોકો સામાન્ય પ્રજાના ઘરમાં ખુચીને ડરાવી રહ્યા છે,.

" હવે દેશની સરહદ પર પણ જોખમ રહેલું છે અને દેશની અંદર પણ જોખમ રહેલું છે,સરહદ પર પ્રજા પર આંતકવાદીઓનો ખતરો છે અને દેશની અંદર અમુક પોલીસ લોકોનો ખતરો છે,જે કામ આતકવાદી નથી કરી શકી તે કામ અમુક પોલીસ કરી રહી છે "




" સૌરાષ્ટ્રની રસધાર અને વ્હોત્સ્પ્નમાં પોલીસે નીર્દોસ લોકો પર કરેલો અત્યાચારની કલીપ કોઇપણ માનવીનું લોહી ગરમ કરવા સક્ષમ છે "




be happy yaar

બુધવાર, 26 ઑગસ્ટ, 2015

મારા વિચારો

   

" જો તમારે જીવનમાં શાંતિ જોઈતી હોય તો મહેરબાની કરીને બીજાની શાંતિ હણવાની,લુંટવાની કોશીસ ના કરો.




" અફવાથી સાવધાન રહેવું કારણ કે અફવા તમને ગરમ પણ બનાવે છે અને નરમ પણ બનાવે છે,અફવા તમને ન કરવાનું પણ કરાવે છે અને કરાવવાનું પણ કરાવે છે. "

" કારણવગર સમાજને નુકશાન થાય અથવા તો તેને હાની પહોચે તેવું ક્યારેય કોઈએ કરવું જોઈએ નહી કારણ કે આપણને પણ સમાજનો એક ભાગ જ છીએ,ક્યારેક આપણ સાથે પણ આવું થઇ શકે.શાંત રહો,સલામત રહો

be happy yaar

મંગળવાર, 25 ઑગસ્ટ, 2015

મારા વિચારો,



" અમુક લોકો ગરીબીમાં જન્મે છે,જીવે અને મૃત્યુ પામે છે તેની જગ્યાએ હવે અમુક લોકો અનામતમાં જન્મે છે,અનામતમાં જીવે છે અને અનામતમાં મૃત્યુ પામે છે "




" અનામત એ દેશ માટે દુષણ છે કે પ્રદુષણ તે યાર કઈ કહેવાતું નથી,અત્યારે તો અનામત એ પ્રદુષણ જેવું લાગે છે,જેનાથી કેટલાક સામાન્ય અને સારા લોકોને કારણ વગર નુકશાન અને હેરાન-પરેશાન થવું પડે છે "







be happy yaar

શનિવાર, 22 ઑગસ્ટ, 2015

મારા વિચારો,


    " અનામત એ મહેનત વગર ચોખ્ખો નફો છે,જેને મળે છે તે ભાગ્યશાળી છે અને જેને નથી મળતો તે મહેનત કરીને ભાગ્યશાળી બને છે.અનામતથી પ્રગતી નથી થતી પણ પ્રજાને ફાયદો જરૂર થાય છે,"




be happy yaar

ગુરુવાર, 20 ઑગસ્ટ, 2015

મારા વિચારો,

      

    " રાજકારણ વિષે એક વધારાનો વિચાર : " સામાન્ય પ્રજાને ગમે તે સરકારી અથવા તો અર્ધસરકારી નોકરી કરવી હોય તો તેના માટે તેની જરૂરી શાળાકીય લાયકાત હોવી જરૂરી છે નહિતર તેને તેમાં પ્રવેશ મળે નહી પણ કોઈને રાજકારણી બનવું હોય પણ તેની પાસે કોઈ ડીગ્રી ના હોય.પહેલું ધોરણ પણ તે ભણ્યો ના હોય છતાં તે રાજકારણી બની જાય છે.જેમ બીજી નોકરીમાં કોમ્પીટીશન થાય,પરીક્ષા લેવાય અને તેમાં પાસ થાય તોજ જે તે ઉમેદવાર લાયક ગણાય પણ રાજકારણમાં એવું કઈ હોતું નથી,તેમાં તો જેના મત વધુ તે જીતે અને જેના મત ઓછા તે હારે....દરેક નોકરીમાં લાયકાત જરૂરી છે પણ રાજકારણમાં લાયકત હોય કે ના હોય પણ નાલાયક હોય તે વધુ જરૂર પડતી હોય છે,

          એમ લાગે છે કે " અભણ લોકો દેશ ચલાવે છે અથવા તો દેશ ના રાજા બને છે અને શિક્ષિત લોકો નોકરી કરે છે એટલે દેશના અભણ રાજાની ગુલામી કરે છે.અભણ રાજા રાજી એટલે તમે પણ રાજી અને તે નાખુશ એટલે તમે પણ નાખુશ.............


be happy yaar

સોમવાર, 17 ઑગસ્ટ, 2015

મારા વિચારો,



   " ભાજપ સરકાર પણ જાણે અંગ્રેજોની જેમ ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવતી હોય એમ લાગે છે,જો આ સત્ય હોય તો ભાજપ અને અંગ્રેજો માં શું તફાવત કહી શકાય,જે અંગ્રેજો એ કર્યું તે ભવિષ્યમાં ભાજપ ના કરે તેવી ભગવાનને પ્રાથના કરું છું.અગાવ થી.....

be happy yaar

શુક્રવાર, 14 ઑગસ્ટ, 2015

મારા વિચારો,



" ૧૫ મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસના રોજ આપણા દેશ લોકોની દેશ ભક્તિ વધુ જોવા મળશે,પણ ખાલી એક દિવસ પુરતી.બાકી લોકો ફેચબુક અને વ્હોત્સ્પ માંથી નવરા પડે તો દેશ ભક્તિ તો રંગ લાગે ને,

" બધા લોકો ભગવાનની ભક્તિ,ભગવાન માટે બલીદાન માટે જેટલું કરી શકે તેટલું દેશ માટે કરી શકતા નથી "
" લોકોને પોતાના અથવા તો બીજાના વેશ પ્રત્યે પ્રેમ થવા લાગ્યો એટલે દેશ પ્રત્યે પ્રેમ ઘટવા લાગ્યો હોય એમ લાગે છે

be happy yaar

બુધવાર, 12 ઑગસ્ટ, 2015

મારા વિચારો,



    " જે લોકો પોતાના સમાજને વફાદાર રહી શકે નહી,પોતાની જ્ઞાતિના વિકાસ માટે બોલી શકે નહી,પોતાની જ્ઞાતિને સારા કામમાં ટેકો ના આપે તેવા લોકો રાજકારણમાં જાય તો પણ દેશ માટે કઈ રીતે વફાદાર રહી શકે,દેશનો વિકાસ કઈ રીતે કરી શકે,,,,,

        એક સત્ય...હું પણ પાટીદાર છું એટલે જ હું પાટીદારને અનામત માટે ટેકો આપું છું,પણ જો બીજા લોકો અનામત માટે આંદોલન કરે તો જરૂર તેના વિરોધ બે-ત્રણ વાક્યો લખ્યા હોત.ફેચબુકમાં આવા ઘણા છે જે કારણ વગર વિરોધ કરે છે,


       " અનામત બધા માટે હોવું જોઈએ અથવા તો કોઈ માટે ના હોવું જોઈએ,આવું મેં ઘણાની પોસ્ટ પર વાંચન કરેલું છે,પણ આ બધાને પાટીદાર લોકોએ આંદોલન કર્યું ત્યારે જ યાદ આવ્યું,પહેલા પણ અનામત હતું ત્યારે કેમ કોઈને અનામતનો વિચાર ના આવ્યા,અને પાટીદાર લોકોં અનામતની માંગણી કરી એટલે અમુક તો જાણે પોતાના ઘરની સંપતી કે કોઈ સરકારની સહાય લુટાય જતી હોય તેમ વિરોધ કરવા લાગ્યા,અમે પોતાના નકરાત્મક વિચારો રજુ કરવા લાગ્યા..



      વિચાર આવે છે કે પ્રજા જાગે છે ખરી પણ જયારે તેનો અંત નજીક આવતો હોય ત્યારે..

BE HAPPY YAAR.

મંગળવાર, 11 ઑગસ્ટ, 2015

મારા વિચારો,



   " જો પછાત ગણવાથી અને બનવાથી ફાયદો થતો હોય તો પછાત થવામાં કોઈ વાંધો નથી "




" હવે સરકારની જેમ સાધુ-સંતોના પણ ખરાબ દિવસો આવ્યા હોય એમ લાગે છે.કારણ કે દરોજ પેપરમાં કે ટેલિવિઝનમાં એક બે પાંખડી સંતોની કરમકુંડલી છતી થઇ રહી છે અને બીજી બાજુ ભારે વરસાદને લીધે ધણું નુકશાન થવાને લીધે સરકારની પણ ઊંધ હરામ થઇ ગઈ છે,,,,,



" જયારે તમારા કપરા દિવસ ચાલતા હોય ત્યારે તમારા સગા-સબંધિત કે મિત્રો દોસ્ત તો કામ માં ના આવે પણ પણ તમે વર્ષોથી જે ગાડી ચલાવતા હોય તે પણ ચાલી કામમાં નથી આવતી,તેમાં તમે ક્યાંક બહાર જવાની કોશીસ કરો એટલે તેમાં પણ પંચર પડી જતું હોય છે,,,,,,,,




be happy yaar

રવિવાર, 9 ઑગસ્ટ, 2015

મારા વિચારો,



         " વર્ષોથી સાથે રહેનારા ભાઈ-ભાઈને બનેના લગ્ન થઇ ગયા પછી નવી આવેલી વહુ અલગ કરે છે અથવા તો ભાગ પડાવે છે તેમ ભાઈ-ભાઈની જેમ રહેતા અલગ અલગ ધર્મના લોકોને અથવા તો જ્ઞાતિને રાજકારણી લોકો પોતાના સ્વાર્થ ખાતર અથવા તો વોટ ખાતર અલગ કરે છે અને ભાગ પડાવે છે.







" એવા લોકોથી ચેતતા રહેજો જે તમારી જ્ઞાતિની અથવા તો ધર્મની એકતા,અખંડિતતા અથવા શક્તિમાં ભાગ પડાવવાની કોશીસ કરે છે,




be happy yaar

શનિવાર, 8 ઑગસ્ટ, 2015

મારા વિચારો,



   " કામ સત્યથી ના થતું હોય અસત્યથી કરી લેવા માં કઈ વાંધો નથી,કારણ કે આ દુનિયામાં ખોટાઓનું રાજ ચાલે છે અને જો તમે ખોટું ના કરી શકો તો તમે ક્યાય નહી ચાલી શકો,એમ લાગે છે સત્યવાદી સો વર્ષ પાછળ જતા રહ્યા છે અને અસત્યવાદી સો વર્ષ આગળ નીકળી ગયા છે,,,,,,,,,,,,,,,,,,,,,,

be happy yaar

શુક્રવાર, 7 ઑગસ્ટ, 2015

અન્ય સાહિત્ય,


        નકામાં લોકો કેટલાય બચી જતા હોય છે અને કામના લોકો કેટલાય મરી જતા હોય છે

      મહેનત કરનાર લોકોને મંડી નડી જતી હોય છે અને મફત માં કેટલાય કમાણી કરી જતા હોય છે,

        સારી ટકાવારીવાળા કેટલાય રખડતા જોવા મળતા હોય છે અને નાપાસ થયેલા ઉચ્ચ હોદા પર બિરાજમાન જોવા મળતા હોય છે,

       સતવાદી લોકોની ઠોકર ખાતા જોવા મળતા હોય છે અને દંભીના લાખો અનુયાયીઓ જોવા મળતા હોય છે,




" જો સત્ય એજ પરમેશ્વર હોય તો અસત્ય એ શું હશે,,,,,,,,,,,,,,,,,,







be happy yaar

ગુરુવાર, 6 ઑગસ્ટ, 2015

મારા વિચારો,



   "  માતા-પિતા અથવા તો લોકો ધર્મમાં જેટલો ખર્ચ કરે છે તેટલો ખર્ચ તે શિક્ષણ પાછળ કરતા નથી , જો તેવો ધર્મ ખર્ચ કરે તેટલો ખર્ચ શિક્ષણ પાછળ કરતા હોત તો આજે આપણે દુનિયાના તમામ દેશ કરતા આગળ હોત ,- કયાંક વાંચેલું




ધર્મ મોક્ક્ષ આપે છે જયારે શિક્ષણ જ્ઞાન આપે છે,કોઈકને મોક્ષ પણ ગમતો હોય છે અને કોઈક ને જ્ઞાન પણ ગમતું હોય છે,....







be happy yaar

બુધવાર, 5 ઑગસ્ટ, 2015

મારા વિચારો,



       " પહેલાના સાધુ-સંતોના પુણ્ય અત્યારના સાધુ-સંતોને મળ્યા હોય એમ લાગે છે.કારણ કે પહેલા સાધુ-સંતો પાસે ખાલી ઝુપડી જેવા નાના આશ્રમ હતા અને તેવો સત્યવાદી પણ હતા જયારે અત્યારના સાધુ-સંતો પાસે આલીશાન બંગલા જેવા મોટા મોટા અને બહુ વિશાળ ગણાય નહી તેટલા આશ્રમ હોઈ છે,અત્યારના સાધુ-સંતો સત્યવાદી હોય કે ન હોય તેની કઈ ખબર નથી પણ હા સંપતિવાન છે તે જરૂર કહી શકાય..........................







be happy yaar

સોમવાર, 3 ઑગસ્ટ, 2015

મારા વિચારો,



          " બહાર કે બજારમાં રામાયણની વાતો કરતા લોકો ઘરે આવીને મહાભારતનું સર્જન પણ કરતા હોય છે અથવા તો મહાભારતના બીજ પણ રોપતા હોય તેવું પણ બની શકતું હોય છે,કારણ કે મંદિરમાં પૂજા કરનાર બધા પુજારી નથી હોતા તેમ સારી સારી અને ધાર્મિક વાતો અને સત્સંગ કરનારા બધા ધાર્મિક પણ હોતા નથી....




be happy yaar

શુક્રવાર, 31 જુલાઈ, 2015

અન્ય સાહિત્ય,



         " અમુક જ્ઞાતિમાં ખાસ કરીને મોટા લોકો ખાલી પોતાના સમાજમાં મોટા મંદિરો બનાવીએ,સમાજ વાડી બનાવીએ દિયે,અને શાળા-કોલેજે બનાવીએ એટલે તેવા લોકો એમ માનવા લાગે છે અમે બધા જ્ઞાતિના મુખ્ય લોકો સમાજની જોરદાર સેવા કરીએ છીએ,સમાજ અમારે લીધે જ આગળ છે.અને હા આ બધું બનાવવા પાછળ કારણ એ હોય છે,કે તેમાં બધાયમાં તેને આવક થાય છે,આવા લોકો એવું જ સર્જન કરે છે જેમાં તેને ફાયદો થાય બાકી ખોટ જાય તેવો ધંધો કોઈ કરવા તૈયાર નથી.

         " આવા લોકો માટે આમ કહેવું પડે....


          " માનવ સેવા એજ પ્રભુ સેવાને બદલે સમાજ સેવા એજ પ્રભુ સેવા "



          " કદાચ આવા લોકો સમાજની સેવા ના કરે તો કઈ નહી પણ તેવો બધા ખાલી એક એક ગૌશાળા બનાવી નાખે તો પણ સેવા કહેવાય,પણ સેવાને નામે મેવા મેળવવા હોય તેને કોણ સમજાવે..

be happy yaar

બુધવાર, 29 જુલાઈ, 2015

મારા વિચારો,


     " એવું લાગે છે કે માણસ કે ભગવાનની કીમત-મહત્વ તેવો જયારે ધરતી પર જીવતા હોય ત્યારે થતું નથી પણ જયારે તેવો આ લોકને છોડીને પરલોકો માં જાય છે ત્યારે વધુ થતી હોય છે..




be happy yaar

મંગળવાર, 28 જુલાઈ, 2015

મારા વિચારો,



     " દુનિયાના દરેક દેશની સરકાર પાસે લાખો,કરોડો,અબજો રૂપિયાના શસ્ત્રો-અસ્ત્રો ખરીદવાના પૈસા છે પણ પોતાના દેશના ગરીબ લોકોની.જરૂરીયાત લોકોની જરૂરીયાત અને ગરીબી દુર કરવાના પૈસા નથી..................ક્યાંક વાંચેલું.

be happy yaar

રવિવાર, 26 જુલાઈ, 2015

મારા વિચારો,



    " દરેક આત્મહત્યા પાછળ ખાલી પ્રેમ જવાબદાર નથી હોતો કેટલીક વાર સંપતી .સતા . પરિવાર,ધંધામાં ખોટ અને ઉછીના લીધેલા પૈસાનું મોટું વ્યાજ પણ જવાબદાર હોય છે.

be happy yaar

શનિવાર, 25 જુલાઈ, 2015

મારા વિચારો,









   " ભગવાનને હવે મનુષ્ય જાત ને મોત ની સજા દેવામાં બહુ આસાન થઇ ગયું,મૃત્યુ દેવું બહુ સરળ થઇ ગયું હોય એમ લાગે છે કારણ કે કેટલાક દવા પીને.ફાંસી ખાઈને આત્મહત્યા કરી લે છે અને કેટલાક અક્સ્માતનો ભોગ બનીને મૃત્યુ પામે છે અને કેટલાક તો વરસાદ વગર અથવા તો વરસાદને લીધે મૃત્યુ પામે છે.........




" બધાની જિંદગી હવે સરળ થઇ ગઈ હોય એમ લાગે છે '







be happy yaar

શુક્રવાર, 24 જુલાઈ, 2015

મારા વિચારો,

   

       " સીતા અને દ્રૌપદી જેવી સ્ત્રીને હેરાન-પરેશાન કરો તો તમે ભલે ગમે તેટલા તાકાતવાન હોય,પૈસાદાર હોય અને શક્તિશાળી હોય તો પણ તમને તેની સજા બહુ ભયાનક મળે છે અને તેની હાલત પણ લંકેશ્વર રાવણ જેવી થાય છે.રાવણ શક્તિશાળી હતો,બધી વિદ્યામાં પારંગત હોવા છતાં અંતે તો તેનું પણ કરુણ અંત આવ્યું અને તેના કુળનો પણ નાશ થયો. "




        " કોઈપણ પવિત્ર સ્ત્રીને હેરાન-પરેશાન કરવાથી તે માણસ નું તો મોત આવે છે સાથે સાથે તેના કુળનું પણ મોત આવી જાય છે "







be happy yaar

બુધવાર, 22 જુલાઈ, 2015

મારા વિચારો,

  

" લોકો કોઈને સફેદ કપડામાં અથવા તો ભગવા કપડામાં જોવે એટલે તેના પ્રત્યે તેને દયાભાવ આવી જાય.તેના પ્રત્યે તેને પ્રેમ થઇ જાય અથવા તો ભગવા કપડા વાળા જે પણ કામ કરે તે બધા સારા કામ કરતા હોય તેવો તેને વિશ્વાસ હોય છે.પણ ખરેખર આ સફેદ અને ભગવા કપડા વાળા જેટલા કુંડાળા કરતા હશે તેટલા કોઈ બીજા ખરાબ કામ કરતા હશે..... ખબર નથી પડતી કે લોકોને ભગવા કપડામાં જે વ્યક્તિ છે તેમાં તેને સંતના.બાબાના જ કેમ દર્શન થતા હશે.કેમ કોઈને પાંખડી,ધુતારા દર્શન થતા નહી''
" ભગવા કપડા વાળા દરેક સંત હોતા નથી અને સફેદ કપડાવાળા દરેક રાજકારણી પણ હોતા નથી.કેટલાક ન સમજી શકાય તેવા પણ ચહેરા તેમાં છુપાયેલા હોય છે....
કહેવાય છે કે કળયુગમાં પાંખડીની વધુ પૂજા થશે જયારે સાચા સંતોને ઠોકર અને અપશબ્દ ખાવાનો જ વારો આવશે///


be happy yaar

મંગળવાર, 21 જુલાઈ, 2015

મારા વિચારો,








     આવા લોકો ને મુર્ખ કહેવા કે અભણ કહેવા તે કઈ ખબર પડતી નથી કારણ કે તેવા લોકોને મમ્મી હોય છે છતાં બીજા લોકોન તેવો મમ્મી વિશે અપશબ્દ કહેતા હોય છે, તેવા લોકોને પાપા હોય છે છતાં બીજા લોકોને પાપા વિષે અપશબ્દ કહેતા હોય છે.તેવા લોકોને ભાઈ-બહેન હોય છે છતાં તેવા લોકો બીજાને ભાઈ-બહેન વિષે અપશબ્દ અથવા તો ક્યારેક કારણવગર હેરાન-પરેશાન કરતા હોય છે,,,,,







be happy yaar




સોમવાર, 20 જુલાઈ, 2015

મારા વિચારો







         " હે મનુષ્ય .જો કોઈ તારા સબંધિત અથવા તો કુટુંબી લોકો મૃત્યુના મહેમાન બને તો તેની પાછળ તું રડીશ નહી,કારણ કે જે મૃત્યુ પામનાર વ્યક્તિ પાછળ રડનાર લોકોને કારણે તેની આત્માને શાંતિ મળતી નથી,અને આમપણ તુ પણ એક દિવસ આ દુનિયા છોડીને એકલો જતો રહીશ,તારી પાછળ પણ જો કોઈ રડશે તો તારી આત્માને શાંતિ મળશે નહી.માટે જેમ કોઈ જન્મે છે ત્યારે આપણે તેનો સહર્ષ સ્વીકાર કરીએ છીએ તેમ જેમ કોઈ મૃત્યુ પામે તેનો પણ સહર્ષ સ્વીકાર કરવો જોઈએ.તેના આત્માને દુખ ના પહોસે તે માટે કોઇપણ પ્રકારનો શોક કરવો જોઈએ...એમ હું નથી કહેતો પણ એક ગોરબાપા કહેતે હતા......




         " માણસ જેમ કોઈના જન્મને હળવાશથી થી લઇ શકે છે તેમ તેવો કોઈનું મૃત્યુને હળવાશથી લઇ શકતા નથી.કોઈના જન્મ પર તેવો સુખી થાય છે અને બધાને મીઠાઈઓ બાટે છે અને કોઈના મૃત્યુ પર તેવો દુખી થાય છે અને બધાને શોક બાટે છે .....




be happy yaar



  

શનિવાર, 18 જુલાઈ, 2015

મારા વિચારો,






" જે પુરુષો કે યુવાનો સ્ત્રી જેવું વર્તન કરતા હોય અથવા સ્ત્રી જેવું જીવન જીવતા હોય ત્યાં તેની પત્નીઓ અથવા તો ગર્લફ્રેન્ડ રાજાશાહી ભોગવતી હોય છે અથવા તો રાજા જેવું જીવન જીવતી હોય છે "







be happy yaar

મારા વિચારો,






   " કુતરાઓ પર જયારે દબાણ આવતું હોય છે અથવા તો તેને ભૂખ લાગતી હોય છે ત્યારે તે ભસવાનું ચાલુ કરી દેતા હોય છે....જેમ કે..........તમે જાણો છે તે કોણ છે

be happy yaar

શુક્રવાર, 17 જુલાઈ, 2015

મારા વિચારો,







" જે લોકો લાયક બનવામાં નિષ્ફળ જતા હોય છે તેવા લોકો નાલાયક બનવાનો પછી પ્રયત્ન કરતા હોય છે..







be happy yaar

મંગળવાર, 14 જુલાઈ, 2015

મારા વિચારો,



         " જે દેશમાં ભગવાન .સાધુ-સંતો વધુ થઇ ગયા હોય તેવા દેશમાં અધર્મી.લુચ્ચા.હરામી.બદમાશ.ખરાબ,પાંખડી લોકો વધુ રહેતા હોય છે..
be happy yaar.

રવિવાર, 12 જુલાઈ, 2015

મારા વિચારો,

          " જે લોકો ગીતા,બાઈબલ,કુરાન,રામાયણ જેવા પવિત્ર પુસ્તકો વાંચીને,થોડુક સમજીને સુધાર્યા નહી,સમજ્યા નહી ,જેના જીવનમાં કઈ પરિવર્તન આવ્યું નહી તેવા લોકો વિદુર નીતિ,ચાણક્ય નીતિ,નીતિશતક અથવા તો જેવા તેવા મોટા ગજાના લેખકોના પુસ્તક વાંચીને શું શુધારવા,શું પરિવર્તન લાવવાના,કઈ રીતે તેવો સારા થવાના ,,,,,,,,,,,,,, 

મારા વિચારો,



      સાચી અને સારી સલાહ અને ઉપદેશ દેવામાં શું રાખ્યું છે કારણ કે લોકોને તમે ગમે તેટલા સારા અને સુંદર ઉપદેશ આપશો છતાં લોકોને જે કરવું હોય તેજ કરજે.નહી કે તમે જે ઉપદેશ આપ્યા તે પ્રમાણે .....




BE HAPPY YAAR

શનિવાર, 11 જુલાઈ, 2015

મારા વિચારો,

    " લોકો જેમ જેમ ટુકા કપડા-વસ્ત્રો  પહેવારવા લાગ્યા છે તેમ તેમ તેવો વ્યહાર ,વર્તન અને વાણી પણ ટુકી કરવા લાગ્યા છે.અને ક્યારેક તો  તેવો પોતાની જિંદગી પણ આત્મહત્યા કરીને ટુકી કરવા લાગ્યા છે.આજના લોકો જય શ્રી કૃષ્ણ કહેવાને બદલે હવે ખાલી તેવો jsk કહેવા લાગ્યા છે.અને good morning અને good night કહેવાને બદલે તેવો હવે gm અને gn કહેવા લાગ્યા છે,

મારા વિચારો,



એક દીવાલ પર લખેલું હતું

" જો તમારે માં ની જરૂર હોય અથવા તો તેને જોવા માંગતા હોય તો આજથી જ દરેક છોકરીઓને અને યુવતીઓને બચાવવાનું અને રક્ષણ કરવાનું ચાલુ કરી દયો.......




BE HAPPY YAAR

શુક્રવાર, 10 જુલાઈ, 2015

મારા વિચારો,



દેશમાં પુરુષોનું રાજ ચાલે છે.

ઘરમાં સ્ત્રીઓનું રાજ ચાલે છે

કોલેજમાં યુવાનોનું રાજ ચાલે છે અને

પ્રેમમાં યુવતીઓનું રાજ ચાલે છે







BE HAPPY YAAR

બુધવાર, 8 જુલાઈ, 2015

મારા વિચારો



    " માણસ જેમ જેમ ઉમરમાં મોટો અને વૃદ્ધ થતો જાય તેમ તેમ તે ડાયો અને ધાર્મિક બનતો જતો હોય છે,કારણ કે હવે તે ભક્તિ સિવાય કઈ કરી શકે એમ ના હોય અને વળી તેને અપેક્ષા પણ કે મૃત્યુ પછી કદાચ તેને સ્વર્ગ અથવા તો મોક્ષ મળી જશે "




BE HAPPY YAAR

મંગળવાર, 7 જુલાઈ, 2015

મારા વિચારો,



       પ્રેમ થઇ જાય તો એક વખત કરી લેવો જોઈએ કારણ કે દુનિયા પર અને દુનિયાના લોકો પર નફરત તો બધા લોકોને છે "




BE HAPPY YAAR

સોમવાર, 6 જુલાઈ, 2015

મારા વિચારો



    " ટોઇલેટ અને લેટરીંગ કરવાથી મનુષ્યને જેટલી શાંતિ અને હાશકારો મળે છે તેટલી શાંતિ અને હાશકારો તેને મંદિરે ભગવાન ના દર્શન કરવાથી પણ નથી મળતા છતાં લોકો ઘરે ઘરે અથવા તો ગલીએ ગલી બાથરૂમ બનાવવાને બદલે ભગવાન ના મંદિર વધુ બનાવે છે.....




be happy yaar

રવિવાર, 28 જૂન, 2015

વિશ્વ પ્રાથર્ના



" આવી વિશ્વ પ્રાથર્ના હોય તો તમને કેવું લાગે...
" હું મંદિર જાવ ત્યારે હિંદુ હોવ છું,
હું ચર્ચમાં જાવ ત્યારે ખ્રિસ્તી હોવ છું
હું મસ્જિદ માં જાવ ત્યારે ઇસ્લામ હોવ છું
હું જિનાલયમાં જાવ ત્યારે જૈન હોવ છું,
હું પેગોડામાં જાવ ત્યારે બૌધ હોવ છું,
હું ગુરુદ્વારામાં જાવ ત્યારે શીખ હોવ છું,
હું અગિયારીમાં જાવ ત્યારે પારસી હોવ છું,
હું કોઈના હદયમાં હોવ છું ત્યારે માનવ હોવ છું અને
હું જયારે કોઈના દિમાગમાં હોવ છું ત્યારે અમાનવ હોવ છું,






BE HAPPY YAAR

ગુરુવાર, 25 જૂન, 2015

મારા વિચારો,






       " માણસ ની જેમ હવે કુદરત પણ ( વરસાદ -હવા - પાણી ) માજા મુકવા લાગ્યું છે "

be happy yaar

બુધવાર, 24 જૂન, 2015

મારા વિચારો

   

        આપના વિચારોથી વિરુધ હોય અને આપણે જેને નફરત કરતા હોય તેવી બાબતમાં બીજાને ક્યારેય અભિનંદન ના અપાય કારણ કે તે ખાલી આપની મૂર્ખતા છે.તમને તે ગમતું હોય અને તેને અભિનંદન આપો તો બરાબર છે બાકી તો બધું વ્યર્થ છે ,,

BE HAPPY YAAR



મંગળવાર, 23 જૂન, 2015

મારા વિચારો,



      " ભ્રષ્ટાચારી અને સમાજ માટે કોઈ કાર્ય ન કરનાર રાજકારણી આપણા જેવી અણસમજુ અથવા તો લાલચુ પ્રજાની દેણ છે




BE HAPPY YAAR

સોમવાર, 22 જૂન, 2015

મારા વિચારો,



         " આ દેશ એવો છે જ્યાં ભૂલ કરનારને સજા મળે છે અને ગુનો કરનારની વાહ વાહ થાય છે..

           અમુક લોકો રસ્તા પર એટલી ત્રીવ્રતાથી ગાડી ચલાવતા હોય છે કે જાણે તેની સોનાની લંકા લુટાય જતી હોય.....................




BE HAPPY YAAR

રવિવાર, 21 જૂન, 2015

મારા વિચારો,



   " અમુક સ્ત્રી-પુરુષો પણ જેમ શેરી કે સોસાયટીમાં કુતરાઓ એકબીજા સાથે લડતા-ઝગડતા હોય છે તેવા હોય છે કારણ કે કુતરાઓ લડતા જરૂર હોય છે પણ ખાલી મોટો મોટો ભો ભો અવાજ કરીને કોઈને ધાયલ કરવા માટે.કુતરાઓ ની લડાયમાં ભોક્વાની ક્રિયા વધુ હોય છે પણ ધાયલ કરવાની ક્રિયા સાવ નહીવત હોય છે,તેવી રીતે

BE HAPPY YAAR

મારા વિચારો



          અત્યારે ના જમાનામાં છોકરા અને છોકરીઓની જેમ ડોશા અને દોશી પણ દિલવાળા થઇ ગયા છે.અને સાથે છોકરા અને છોકરીઓની જેમ તેવો પણ ફેચબુક અને વ્હોત્સ્પના ઉભરતા અથવા તો થાકતા કીડા બની ગયા છે,,,,,,,




BE HAPPY YAAR

મંગળવાર, 2 જૂન, 2015

મારા વિચારો,



      અમુક એવા પણ સ્ત્રી-પુરુષ આ દુનિયામાં છે જેવો પોતાની જિંદગી તો મસ્ત,સુંદર અને મજાની કરી શકતા નથી પણ બીજાની મસ્ત,સુંદર અને મજાની જિંદગી હોય તેને બરબાદ,અસ્ત-વ્યસ્ત અને બગાડી નાખવામાં રસ-રૂસી લેતા હોય છે અને ખરાબ આનંદ લૂટતા હોય છે "

BE HAPPY YAAR


સોમવાર, 1 જૂન, 2015

મારા વિચારો,



          અમુક અથવા તો મોટા ભાગના લોકો માણસને જેટલું મહત્વ,માન.સન્માન,પ્રેમ નથી આપતા તેટલું મહત્વ તેવો ખાલી ભગવાનની બનેલી એક પથ્થરની મૂર્તિને આપતા હોય છે,આજના લોકો માણસ પ્રિય હોવાને બદલે પથ્થર પ્રિય વધુ હોય તેમ લાગે છે....

           તમે ઘણી વખત જોયું હશે કે તમે અથવા તો બીજા કોઈ વ્યક્તિ જયારે રસ્તા પરથી પસાર થતા હોય ત્યારે ત્યાં રસ્તાની બાજુમાં મંદિર આવે અથવા તો કોઈ ભગવાનની મૂર્તિ જોવા મળે ત્યારે અમુક લોકો મસ્તક નમાવે,વંદન કરે પણ જો કોઈ વૃદ્ધ વ્યક્તિ સામે મળે તો તેને ક્યારેય મસ્તક નમાવતા નથી,વંદન કરતા નથી. ચાલુ બધું ગજબ જેવું લાગે છે




BE HAPPY YAAR

રવિવાર, 31 મે, 2015

મૂર્તિ-પૂજા




       

              આજ થોડુક મૂર્તિ પૂજા વિષે લખવાનું મન થાય છે,જો કે મૂર્તિ-પૂજા વિષે લખવાનો વિચાર તો ધણા સમય પહેલાથી હતો પણ કામ ને લીધે સમય મળતો નહોતો.આજે થોડોક સમય છે તો મનમાં નક્કી કરી લીધું કે આજે તો લખવું જ છે, પણ હવે પ્રશ્ન એ થાય છે કે મૂર્તિ-પૂજા વિષે લખવાની શરૂઆત ક્યાંથી કરવી તેજ મને કઈ સમજાતું નથી છતાં જો શરૂઆત કરશું તો જરૂર અંત આવશે એમ માનીને ચાલો મૂર્તિ-પૂજા વિષે લખવાની શરૂઆત કરીએ...




              લોકો મૂર્તિ પૂજા શા માટે કરતા હશે.કદાચ તો ભગવાન તેનાથી ક્યારેય નારાજ ના થાય એટલા માટે અથવા તો ભગવાન તેના પર અમીનજર નાખતા રહે તે માટે અથવા તો ભગવાન ક્યારેય તેના જીવનમાં દુખ ના આપે તેના માટે,અથવા તો ભગવાનના દર્શન કરવા માટે.પણ શું ભગવાનની મૂર્તિની સેવા કરવાથી આપના દુખ-દર્દ દુર થતા હશે,શું ભગવાન ખરેખર દર્શન દેતા હશે,અથવા તો શું જે લોકો મૂર્તિ પૂજા કરતા ના હોય તેના જીવનમાં દુખ જ દુખ હોય છે, તે લોકો મૂર્તિ-પૂજા કરતા નહી હોય એટલે શું ભગવાન તેના પર ગુસ્સે હશે,મૂર્તિ-પૂજા કરવાથી અથવા તો ના કરવાથી આવું બધું થતું હશે એવું તમે માનો છો,મને તો આવું કઈ લાગતું નથી,પણ હવે તમને એક વાત કહું,

                 મને જોકે કોઈ લોકો મૂર્તિ-પૂજા કરે તેનો કઈ વિરોધ પણ નથી અને વાંધો પણ નથી કારણકે હું પણ મૂર્તિ પૂજા કરું છું અને મારી ઘરે રહેલા લોકો પણ મૂર્તિ પૂજા કરે છે.આ બધા તો મૂર્તિ પૂજા કરે છે પણ લગભગ મારી પેઢીની પેઢીના લોકો મૂર્તિ પૂજા કરતી હતી અને મૂર્તિ પૂજા કરીને મૃત્યુ પામી હતી.

               પણ મેં હજી સુધી મેં મારા દાદા પાસેથી કે પછી મારા મમ્મી-પાપા પાસેથી કે પછી ભાઈ પાસેથી ક્યારેય એમ નથી સાંભળ્યું કે આપણી આગળની પેઢીના જે વડવાઓ થઇ ગયા તેણે મૂર્તિ પૂજા કરીને ભગવાન તેને પ્રગટ થયા હોય અથવા તો ભગવાને તેને દર્શન આપ્યા હોય,,

                પેઢી દર પેઢી આપણે મૂર્તિ પૂજા કરીએ છીએ પણ હજી સુધી મૂર્તિ-પૂજા કરવાથી કોઈને ભગવાન પ્રગટ થયા નહી હોય અને એવું મેં ક્યારેય સાંભળ્યું પણ નથી કે કોઈને ભગવાન પ્રગટ થયા હોય,મારી જેમ તમારી ઘરે પણ મૂર્તિ -પૂજા થતી હશે,તમારી પેઢીમાં પણ ધણાએ મૂર્તિ-પૂજા કરી હશે.પણ ક્યારેય તમે તમારા મમ્મી-પાપા પાસેથી અથવા તો દાદા પાસેથી ક્યારેય સાંભળ્યું છે કે આપણી પેઢીમાં આપણા વડવાઓએ મૂર્તિ-પૂજા કરી હોવાથી તેને ભગવાનને દર્શન આપ્યા હતા અથવા મુર્ત્યું પછી તેને સ્વર્ગમાં જગ્યા આપી હતી,તમે ક્યારેય આવું સાંભળ્યું છે,તમને નથી લાગતું કે આપણી પેઢી દર પેઢી મૂર્તિ-પૂજા કરવામાં જીવી અને મૃત્યુ પણ પામી છતાં તેને કોઈને ભગવાન મળ્યા નથી તો આપણે પણ શા માટે હવે તેના જ રસ્તા પર ચાલીને મૂર્તિ-પૂજા કરવી જોઈએ,

             તમને નથી લાગતું કે હવે ભગવાનની સેવા કરવામાં આપણે નવીન રસ્તો અપનાવો જોઈએ,કારણ કે આ યુગ વિજ્ઞાનનો છે છતાં આપણે બધા મુર્ખની જેમ જે પરંપરા પેઢી દર પેઢી ચાલી આવી છે તેનો જ કક્કો પકડીને ચાલીએ છીએ,તમને નથી લાગતું બધાનું પરિવર્તન થાય તેમ સેવા-પૂજા કરવામાં પણ પરીવર્તન થવું જોઈએ,મૂર્તિ-પૂજા કરવામાં તો કોઈને ભગવાન મળ્યા નથી તો ચાલો ને હવે આપણે બધા મૂર્તિ-પૂજા કરવાને બદલે મનુષ્ય-પૂજા કરીએ,આપણે પહેલા જે પણ વસ્તુ ભગવાનની મૂર્તિ સામે પ્રસાદ તરીકે ધરતા તે બધી વસ્તુ કોઈ ગરીબ,લાચાર અથવા તો જરૂરિયાત લોકોને આપીને સેવા કરીએ,,,

             મૂર્તિ-પૂજા કરીને ભગવાન ના મળ્યા પણ કદાચ માનવ-પૂજા કરીને ભગવાન મળી જશે તો આપણી આવનારી પેઢી જરૂર મૂર્તિ પૂજા કરવાને બદલે માનવ સેવા કરશે,મૂર્તિ ને પ્રેમ કરવાને બદલે બીજા માનવને પ્રેમ કરશે.

             જયારે લોકો એક-બીજાની સેવા કરવા લાગશે ત્યારથી બધાના બધા દુખ.અશાંતિ .ચિંતા દુર થઇ જશે, અને આપણી આ ધરતી ભગવાન વગર અથવા તો ભગવાન સાથે જ સ્વર્ગ બની જશે,પછી લોકો મૃર્ત્યું પછી લોકો સ્વર્ગમાં જવાની ઈચ્છા નહી કરે પણ મૃત્યુ પછી પણ ધરતી પર આવાની કોશીસ કરશે...

              તમને શું લાગે છે હજી આપણે મૂર્તિ-પૂજા કરવી જોઈએ,કે પછી માનવ પૂજા કરવી જોઈએ.મૂર્તિ-પૂજા કરવાથી આપણા વડવાઓ જે ના મેળવી શક્યા તે આપણે કદાચ માનવજાતની સેવા-પૂજા કરીને જરૂર મેળવી શકીશું,પણ એક વાત છે,આપણે બધા પથ્થરની સેવા કરીને પથ્થર જેવા જ થઇ ગયા છે,આપણે બધાને

દિમાગ છે પણ દીલ નથી,

શરીર છે પણ શાંતિ નથી.

પ્રેમ છે પણ વિશ્વાસ નથી અને

કુટુંબ છે પણ ત્યાં હૂફ,અને લાગણી નથી..







BE HAPPY YAAR


http://www.pratilipi.com/ribadiya-jignesh/murti-puja

ગુરુવાર, 28 મે, 2015

મારા વિચારો

      

           આજના સંતો.મહંતો અને જ્ઞાની લોકો ધર્મનો આશરો લઈને આપણને ભગવાન પ્રત્યે વધુ ભાવ પ્રગટ થાય,વધુ ભાવ ઉત્પન થાય,વધુ ભાવ પેદા થાય તે રીતે આપણને સમજાવે છે કે પછી વધુ ભય પ્રગટ થાય,પેદા થાય કે ઉત્પન થાય તે રીતે સમજાવે છે,,,,,,,,

            તમે લોકો ભગવાનની ભક્તિ કરો છો તે ભાવથી કરો છો કે પછી ભય થી ?

            એવું લાગે છે કે અમુક લોકો જ ભગવાનની ભક્તિ ભાવથી કરતા હશે અને બાકી તો મોટાભાગના લોકો ભયથી જ ભગવાનની ભક્તિ કરતા હશે.....

BE HAPPY YAAR

બુધવાર, 27 મે, 2015

મારા વિચારો



" મારે પથ્થરમાં રહેલા ભગવાન અને સ્વર્ગમાં રહેલા ભગવાન ની જરૂર નથી કારણ કે મારી પાસે મારા મમ્મી-પાપા છે......"

કળયુગમાં બધાના મમ્મી-પાપા જ બધાના ભગવાન છે જે લોકોતેવો 
 વિશ્વાસ રાખે છે તેને માને છે તેના માટે બાકી બધા માટે તો મમ્મી-પાપા ઈ મમ્મી-પાપા જ છે ખાલી.....




BE HAPPY YAAR

મંગળવાર, 26 મે, 2015

મારા વિચારો

" અત્યારના પટેલોમાં અને પહેલાના સરદાર પટેલમાં ધણો તફાવત હોય તેમ લાગે છે,કારણ કે પહેલાના સરદાર પટેલ અલગ અલગ રાજ્ય.રજવાડા કે પછી રાજા હોય તેને ભેગા કરવાનું કામ કરતા .સાથે કરવાનું કામ કરતા જયારે અત્યારના પટેલ લોકો ભેગા હોય.સાથે રહેતા હોય તેને પણ જમીનને લિધે અથવા બીજા કોઈ કારણ ને લીધે.લડી.ઝગડીને અલગ અલગ અને નોખા કરવા લાગ્યા છે.....

એમ લાગે છે આ દેશને.જમીન માટે લડવાવાળા.જમીનને લીધે અલગ થવા વાળા પટેલ કરતા રાજા રજવાડાને ભેગા કરતા સરદાર પટેલની વધુ જરૂર છે.....................હું પણ જોકે પટેલ જ છું.

સોમવાર, 25 મે, 2015

મારા વિચારો

    દરેક જન્મતા લોકો મનુષ્ય બની શકતા નથી એટલે તે બધા લોકો જન્મીને પછી પટેલ.શત્રીય.વાણીયા .દલિત વગેરે થવાનું વધુ પસંદ કરતા હોય છે

    ધર્મ અને જ્ઞાતિની અંદર લોકો જન્મે છે.જીવે છે અને છેલ્લે મૃત્યુ પણ પામે છે.અમુક લોકો જ મનુષ્ય તરીકે જન્મીને મનુષ્ય તરીકે મૃત્યુ પામે છે બાકી બધા જેમ જાનવર મરે તેમ જીવે છે અને મરે છે .

be happy yaar

શનિવાર, 23 મે, 2015

મારા વિચારો



દુનિયામાં એવા કેટલાય લોકો હોય છે,જેવોને તમે સારા નામે,શાંતિથી અને પ્રેમથી બોલાવો તો પણ જવાબ ના આપે,તમને સાભળે નહી પણ જો તમે તેને અપશબ્દથી,તોછડાઈથી અને મોટા અવાજે થી બોલાવો તો તે તમને ઝડપથી જવાબ આપે,તમે જે બોલ્યા હોય તેનો હોકારો આપે,કેટલાકને સારી રીતે બોલાવીએ તે ગમતું હોતું નથી પણ ખરાબ રીતે બોલાવીએ તે તેને વધુ ગમતું હોય છે,તેને તેમાં વધારે મજા આવતી હોય છે,,,,,,,,




BE HAPPY YAAR

શુક્રવાર, 22 મે, 2015

મારું કટાક્ષ સાહિત્ય



" દિલ અને દરિયાથી હમેશા દુર રહેવું જોઈએ કારણ કે આ બે વસ્તુમાં તમે પડી ગયા એટલે ક્યારેય બહાર નીકળી શકતા નથી.જો તેમાં પડી ગયા તો દિલ માં પ્રેમનું જોર વધુ રહેવાનું અને દરિયામાં પાણીનું જોર વધુ રહેવાનું,હા તમને તરતા આવડતું હોય અને હકીકત સ્વીકારતા આવડતું હોય તો તમે જરૂર બચી શકો છો.બાકી તો તમારા આ બન્ને વસ્તુમાં વધુ ને વધુ ડૂબતું રહેવું જ પડતું હોય છે,,,

ધર્મ મનુષ્ય માટે છે,મનુષ્ય ધર્મ માટે નથી.-ડો.ભીમરાવ આંબેડકર
અધિકારો ભીખ માગવાથી નહી પણ સંધર્ષ કરવાથી મળે છે,,,,


Be happy yaar

ગુરુવાર, 21 મે, 2015

મારા વિચારો



પાપ નો ધડો તો રાજા લંકેશ્વર રાવણ નો પણ ભરાય ગયો હતો....અને ધીમે ધીમે
કરતા આપણો પણ ભરાય જશે,પણ રાવણમાં અને આપનામાં થોડોક જ તફાવત છે
તે એ કે રાવણને મોક્ષ આપવા ખુદ ભગવાન આવ્યા હતા અને આપણને મોક્ષ આપવા
ભગવાન તો નહી આવે પણ હા યમરાજા અથવા તો તેના દૂત અથવા તો તેનો
પાડો જરૂર આવશે...પાપ નો ધડો ભરાય જાય ત્યાં સુધી રાહ જોવો મિત્રો,,,,,,,,,,,,,


Be happy yaar

મંગળવાર, 19 મે, 2015

મારા વિચારો



આપણામાં અને રાજા હરિચંદ્ર માં આટલોજ તફાવત છે મિત્રો

" અત્યારના આપણે બધા લોકો પણ વેચાય જઈએ છીએ અને પહેલા ના રાજા હરિચંદ્ર પણ વેચાય ગયા છે.રાજા હરિચંદ્ર સત્ય માટે વેચાય ગયા હતા અને આપણે બધા સંપતી માટે ( પૈસા ) માટે વેચાય જઈએ છીએ,,,,,


વસ્તુ અને વાહનની જેમ હવે લોકો પણ વેચાવા લાગ્યા છે યાર

be happy yaar

સોમવાર, 18 મે, 2015

મારા વિચારો



" દરેક માનવ ખરાબ નથી હોતો તેમ જો
કે દરેક સ્ત્રી પણ સારી હોતી નથી ને યાર. "


Be happy yaar

રવિવાર, 17 મે, 2015

મારું કટાક્ષ સાહિત્ય,



કદાચ એમ લાગે છે કે દુનિયામાં ભગવાન,ભગવાનના મંદિરો,તેના વિચારો,તેની વાતો,તેની કલ્પના,કથા,ભજન ના હોત તો જરૂર સ્વર્ગ હોત,

એક પ્રશ્ન મનમાં ઉદ્દભવે છે કે ભગવાન દુનિયા માટે,દુનિયાના લોકો માટે જરૂરી છે કે બિનજરૂરી ? ,,,


મને તો એમ થાય છે કે ભગવાન દુનિયા માટે બિનજરૂરી છે કારણ કે ભગવાન હોવાથી લોકો પોતાના માતા-પિતાને વધુ પ્રેમ કરવાને બદલે ભગવાનને વધુ પ્રેમ કરવા લાગ્યા છે,ગરીબો માટે મકાનો બનાવવા ને બદલે ભગવાન માટે વધુ મંદિરો બનાવવા લાગ્યા છે,ભૂખ્યાને ભોજન આપવાને બદલે ભગવાનને બત્રીસ ભાતના ભોજન આપવા લાગ્યા છે,લોકોને લોકોની ચિંતા થવાને બદલે ભગવાનની વધુ ચિંતા થાય છે,ભગવાનને નવા નવા વાધા પહેરવામાં આવે છે જયારે પોતાના લોકોના કપડા ફાટી જાય તો પણ તેને નવા લઇ દેતા નથી.,ભગવાન દુનિયામાં આવી ગયા એટલે આવું બધું નુકશાન થયું હોય એવું મને લાગે છે,

તમારા માટે બધાથી ઉતમ શું ,,,,,,,, " ભગવાન માટે શહીદ થવું તે કે પછી આપણી માનવજાત માટે શહીદ થવું તે "

તમને શું લાગે છે...

હા તમે ભગવાનના ભક્તો છો તે હું જાણું છું એટલે પહેલા ગુસ્સો કરવાને બદલે થોડુક વિચાર કરજો,,,,,,,,ખોટું લાગે તો માફ કરજો મિત્રો

be happy yaar

મારા વિચારો



Hi frd

" માણસ બીજા ના જબરદસ્તી કરીને કદાચ કપડા બદલાવી શકે પણ બીજા
પોતાના વિષે શું વિચારે,પોતાના વિષે શું વિચારે છે
તેવા વિચારો ના બદલાવી શકે "


Be happy yaar

શનિવાર, 16 મે, 2015

મારા વિચારો



hiiiiiii

" અહી બોલીને,સાંભળીને પણ પુરેપુરો સમજી શકાતું નથી અને અમુક
લોકો આપણી પાસે તેનું મૌન સમજી જવાય તેવી અપેક્ષા રાખે છે "


be happy yaar

શુક્રવાર, 15 મે, 2015

અન્ય સાહિત્ય



માર્ચ માં આવું ધણું જાણવા અને જોવા મળ્યું હશે તમને

" ગારીયા કરતા અને જાહેરમાં લૂટતા તો કોઈ પોલીસ પાસે શીખે "


" ચોર હવે પોલીસ બનવા લાગ્યા છે અને
પોલીસ હવે ચોર જેવા બનવા લાગ્યા છે "

પેલા ચોર લોકો ધરમાં ચોરી કરવા આવતા તે પણ રાત્રીના સમયે પણ હવે લોકો ધોળા દિવસે તમારી વસ્તુની ચોરી કરી જતા હોય છે,

" જે કામ ચોર લોકો રાત્રે કરી શકતા નથી તે કામ પોલીસ લોકો ધોળા દિવસે કરી રહ્યા છે "

ગુરુવાર, 14 મે, 2015

મારા વિચારો



" ધરતી પર માનવ તરીકે જન્મીને મહાવીર,બુદ્ધ,ઈશુ,પયગંબર,ક્રિષ્ના બધા સારા અને સમાજના ઉપયોગી કામ કરીને ભગવાન બની ગયા અને આપણે માનવ તરીકે જન્મીને હજી માનવ નથી બની શકયા,,,,,,,

Be happy yaar

બુધવાર, 13 મે, 2015

મારું કટાક્ષ સાહિત્ય



" નિર્જીવ પથ્થરની મૃતિઓ છપ્પન ભાતના ભોજન આરોગી જાય છે અને સજીવ પ્રાણીઓ ભૂખ્યા મરે છે તે ખરેખર ખોર કલયુગ આવ્યો હોય એમ લાગે છે "

વધુ ખુશ થશે


ભગવાનના નવા નવા મંદિર બનાવવાને બદલે
કોઈ નિરાશ્રિત ને ઘર બનાવી દેશું તો ભગવાન વધુ ખુશ થશે
ભગવાનને મંદિરમાં પૈસા ધરવાને બદલે કોઈ
ભિખારીને પૈસા આપીશું તો ભગવાન વધુ ખુશ થશે
ભગવાનની પ્રતિમાને દરોજ નમન કરવા કરતા
પોતાના માતા-પિતાને દરોજ નમન કરીશું તો ભગવાન વધુ ખુશ થશે
ભગવાન ને નવા નવા પકવાન દેવાને બદલે
કોઈક ભૂખ્યાને ભોજન કરાવીશું તો ભગવાન વધુ ખુશ થશે
ભગવાનની નવી પ્રતિમાને ઘરમાં લાવવાને બદલે પોતાના
માતા-પિતાને હમેશ માટે ઘરમાં રાખીએં તો ભગવાન વધુ ખુશ થશે

be happy yaar

મંગળવાર, 12 મે, 2015

અન્ય સાહિત્ય



" માણસ તરીકે જન્મવું તો બધા માટે બહુ આસાન છે પણ જિંદગીભર માણસ તરીકે રહેવું બહુ મુશ્કેલ અને કઠીન છે યાર "

" માણસને માણસ તરીકે રહેવું પણ ક્યારેક અભિશાપ જેવું લાગતું હોય છે "


ખરેખર સલામ છે તેવા માણસોને જેવો માનવ તરીકે જન્મ્યા અને માનવ ના રહી શક્યા.કારણ કે તકલીફ જે માણસ હોય તેને થાય જે માણસ ના હોય તેને તો કઈ થવાની શક્યતા જ નથી,,,,

માણસ તરીકે જન્મી ને માણસ ના બનવું તે પણ એક ખુશીની વાત છે "

સોમવાર, 11 મે, 2015

મારા વિચારો



" અમુક યુવાનોની જેમ અમુક વૃદ્ધ લોકો પણ સ્ત્રીઓ પર,છોકરીઓ પર તીસરી નજર મારતા હોય છે "

" બોસ અને દોષ ક્યારે કોની પર હુમલો કરે તે કહેવું બહુ મુશ્કેલ છે યાર "

રવિવાર, 10 મે, 2015

મારા વિચારો



" અમુક માટે શરીર કરતા હદય વધુ કીમતી હોય છે જયારે અમુક માટે હદય કરતા શરીર વધુ કીમતી હોય છે,જો કે હદયને પ્રેમ કરવાવાળા કરતા શરીરને પ્રેમ કરવાવાળા દુનિયામાં ધણા મળી રહે છે અને હા હદયના ખોટા વખાણ કરવાવાળા અને શરીરને ખોટી રીતે ઉપયોગ કરવાવાળા ધણા હશે "

Be happy yaar

શનિવાર, 9 મે, 2015

મારા વિચારો



" પહેલા ના સંતો મૃત્યુ પામતા ત્યાર પછી અમર થતા અને અત્યારના સંતો મૃત્યુ પામ્યા પેલા અમર થઇ જાય તેવું નવું નવું કરવા લાગ્યા છે,કારણ કે દરેક વ્યક્તિ મૃત્યુ પામતા હોય છે થોડાક જ એવા વિરલા હોય છે જે મૃત્યુ પામીને પણ અમર થઇ જતા હોય છે,,,,

" મરી મરીને જીવવા કરતા જીવીને મરી જાવવું વધુ બહેતર કહેવાય "


be happy yaar

શુક્રવાર, 8 મે, 2015

મારા વિચારો



" સ્ત્રીઓને હમેશા ચેતતા રહેવું જોઈએ કારણ કે તેની ઉપર જયારે કોઈ આફત અને મુશીબત આવે ત્યારે કોઈ તેના સગા-સબંધિત કે ધરવાળા પણ કામમાં આવતા નથી,મદદ કરતા નથી.તમને આ ખોટું લાગતું હોય તો તમે મહાભારત જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જશે,
દ્રૌપદીની જાહેરસભામાં કેવી હાલત થઇ હતી તે તમે જોઈ હશે


Be happy yaar

ગુરુવાર, 7 મે, 2015

મારા વિચારો

" લોકોને પ્રેમ અને ચિંતા કરવો,કરવી હોતી નથી છતાં આવી જતી હોય છે, "

બુધવાર, 6 મે, 2015

મારા વિચારો,



" વેર અને ઝેર ક્યારેય બાપ દીકરો હોતા નથી એટલે કે તેવો કોઈના સગા-સબંધિત થતા નથી,એટલે વેર અને ઝેર થી હમેશા દુર રહેવું જ આપણા માટે ફાયદાકારક છે કારણ કે ક્યારેય વેર અને ઝેર પણ જિંદગી માટે જીવલેણ સાબિત થતા હોય છે "

Be happy yaar

મંગળવાર, 5 મે, 2015

મારા વિચારો



" લગભગ દુનિયામાં પ્રેમ કરવાવાળા અને i love you કહેવા વાળા ૭૫ ટકા લોકો દુખી હશે કારણ કે તેની અપેક્ષા અને ઈચ્છાઓ વધુ હોય છે પણ શું નફરત કરવાવાળા અને બીજાને હેરાન કરનાર લોકો પણ આટલા જ દુખી હશે "

Be happy yaar

સોમવાર, 4 મે, 2015

અન્ય સાહિત્ય,



hi frd

" પહેલા આમ કહેવાતું .........

" નખરા વગરની નાર નકામી,,
વ્યસન વગરનો માનવી નકામો અને
કરજ વગરનો ખેડૂત નકામો "


" આજના માટે આમ કહેવું પડે .............

" ફેચબુક વગર જિંદગી નકામી
પ્રેમ વગર યુવાની નકામી અને
ભ્રષ્ટાચાર વગર રાજકારણ નકામું "

be happy yaar

રવિવાર, 3 મે, 2015

મારા વિચારો



Hi frd

" સારા કર્મો અને સારા પુણ્ય કર્મ કર્યા હોય તેને જ ભારતદેશમાં જન્મ મળે બાકી બધા માટે પાકિસ્તાન ,ઈરાક ,સીરિયા જેવા દેશો તો છે જ ."

" તમે સુખી રહો.શાંત રહો.મસ્ત રહો નહિતર જો કે દુખી રહેવામાં આમ કઈ વાંધો નથી,કારણ કે દુનિયામાં ધણા બધા દુખી જીવાત્મા છે,તેમાં તમારો વધુ ઉમેરો થશે "


Be happy yaar

શનિવાર, 2 મે, 2015

મારા વિચારો



" હદય કેવું મસ્ત છે કા,
ધર્મ ના શીખવે તેટલું તે વધુ શીખવે છે "


" હદયમાં રહેનારા લોકો માંથી જ અમુક લોકો શરીર પાસે રહેવાની અપેક્ષા,આશા અને ઈચ્છા રાખતા હોય છે,,

be happy yaar

શુક્રવાર, 1 મે, 2015

મારા વિચારો



hi frd

" માણસ માણસને સમજાવી શકતો નથી એટલે તે મુક-પશુઓને ( કુતરો,ગાય,બળદ વગેરે ) સમજાવવા લાગ્યા છે,"

be happy yaar

ગુરુવાર, 30 એપ્રિલ, 2015

મારા વિચારો



" ભગવાનથી થોડાક દુર રહો નહિતર તમને ભગવાન વહેલા સ્વર્ગમાં બોલાવી લેશે અને તમારું ધરતી પર જે સુંદર,અમુલ્ય અને મસ્ત જીવન છે તે ગુમાવવાનો વારો આવશે "

be happy yaar

બુધવાર, 29 એપ્રિલ, 2015

મારા વિચારો



" લોકો મૃત્યુ પામતા હોય ત્યારે દુખી હોતા નથી પણ બીજાને એટલે કે પરિવારને.સબંધીને દોસ્તો ને દુખી કરીને જતા હોય છે "

ક્યારેક એક ઝટકો મૃત્યુ પામનારને લાગતો હોય છે અને એક ઝટકો પરિવારને.સબંધીને દોસ્તો લાગતો હોય છે

મંગળવાર, 28 એપ્રિલ, 2015

મારા વિચારો



" આ દુનિયામાં બે પ્રકારના લોકો સુખી અને શાંતિવાળા છે, એક તો જેનો જન્મ આ દુનિયામાં થયો નથી તે અને જે આ દુનિયામાંથી મૃત્યુ પામ્યા છે તે ,,,,,,,,,,,

ભગવાન બધાયના આત્માને જે મૃત્યુ પામ્યા છે, જેનું મૃત્યુ આવાનું છે અને જેનું મૃત્યુ બાકી છે તેને શાંતિ અને સ્વર્ગમાં જગ્યા આપે તેવી પ્રાથના કરું છું,મૃત્યુ પછી મારું તમારું અને બધાયના આત્માને શાંતિ અને સ્વર્ગ મળે તેવી અગાઉથી ભગવાનને પ્રાથના કરું છું,હરી ઓમ ,,

સોમવાર, 27 એપ્રિલ, 2015

મારા વિચારો



just for kidding yar

" જે બાળકો શાળામાં પોતાના બાળપણમાં ખોટો હોબાળો કરવો, પાટિયા પછાડવા, હુરિયા કરવો, ઊંઘી જવું, જોકાં ખાવાં, વગેરે કાર્ય કરી શક્યા નહોતો તેવા બાળકો આજે સંસદ ભવનમાં પોતાનું બાળપણ ખોટો હોબાળો કરીને,પાટિયા પછાડીને,ઉંધીને વિતાવી રહ્યા છે,'


be happy yaar

રવિવાર, 26 એપ્રિલ, 2015

મારા વિચારો

" ખોટું અને અસત્ય તો લોકો આસાનીથી બોલી જતા હોય છે પણ તેને સત્ય બોલાવવા માટે જ ગીતા પર હાથ રાખવાનું કહેવું પડતું હોય છે,......

શનિવાર, 25 એપ્રિલ, 2015

મારા વિચારો



ક્યારેક આવું પણ બનતું હોય છે,,,,

             જેની પાસે જન્મદાત્રી માં હોય છે તેની પાસે લક્ષ્મી માં અને સરસ્વતી માં ની કૃપા ના પણ હોય અને જેની પાસે લક્ષ્મી માં ની કૃપા હોય તેની પાસે સરસ્વતી માં ની કૃપા ના પણ હોય અને જેની પાસે સરસ્વતી માં ની કૃપા હોય તેની પાસે લક્ષ્મી માં ની કૃપા ના પણ હોય અને જેની પાસે લક્ષ્મી માં અને સરસ્વતી માં બન્નેની કૃપા હોય તેની પાસે જન્મદાત્રી માં ન પણ હોય તેવું પણ બની શકે છે "



BE HAPPY YAAR

શુક્રવાર, 24 એપ્રિલ, 2015

મારા વિચારો



" શાળા એ મંદિર રહેવાને બદલે રણમેદાન વધુ લાગે છે કારણ કે વિધાર્થીઓ શાળામાં અસ્ત્ર-શસ્ત્રથી યુદ્ધ નથી કરતા પણ પોતાની જાત મહેનત-અથવા તો આજુબાજુની મદદથી મેળવેલી ટકાવારીથી યુદ્ધ કરતા જોવા મળે છે "


be happy yaar

ગુરુવાર, 23 એપ્રિલ, 2015

મારા વિચારો



" એક વર્ષના ૩૬૫ દિવસમાંથી જો માણસને એક દિવસ પણ દુખ અને અશાંતિ આવે પડે તો તે પોતાની જિંદગીને નકામી અને દુખી સમજવા લાગે છે,યાર ખબર નથી પડતી કે લોકોએ ૩૬૫ દિવસ માંથી ૩૬૪ દિવસ સુખી રહી શકતો હોય તો શું તે એક દિવસ દુખી રહી શકે નહી."
" દુખ તો ભગવાનને પણ હતું તો આપણા જેવા પામર જીવોને પણ દુખ પડે તેમાં શું નવી નવાઈ કહેવાય "


be happy yaar

બુધવાર, 22 એપ્રિલ, 2015

મારા વિચારો



" શિક્ષકો પણ ગજબના હોય છે,અમુક વિધાર્થીનું જીવન તેવો ઉજવળ કરી દેતા હોય છે અને અમુક વિધાર્થીનું જીવન તેવો રણ જેવું ઉજ્જડ કરી નાખતા હોય છે..

એક શિક્ષક વિધાર્થીને સલાહ આપતા હતા કે " જીવનમાં ક્યારેય ધૂમ્રપાન કરવું જોઈએ નહી અને જો થઇ જાય તો ક્યારેય છોડવું જોઈએ નહી,કારણ કે જે બાપ નું માને તે બાવાનું શું માને "

મંગળવાર, 21 એપ્રિલ, 2015

મારા વિચારો



" ભગવાનથી થોડાક દુર રહો નહિતર તમને ભગવાન વહેલા સ્વર્ગમાં બોલાવી લેશે અને તમારું ધરતી પર જે સુંદર,અમુલ્ય અને મસ્ત જીવન છે તે ગુમાવવાનો વારો આવશે "

be happy yaar

સોમવાર, 20 એપ્રિલ, 2015

મારું કટાક્ષ સાહિત્ય,



" આપણને આપણા ધર્મમાં અને શાસ્ત્રમાં ભગવાને આમ કહ્યું હોય તેમ લાગે છે "

" તમે તમારા માં-બાપની સેવા નહી પણ
દિવસરાત મારી સેવા કરો તો તમને સ્વર્ગ અને સુખ મળશે
તમે તમારા ભિખારી લોકોને પૈસા નહી આપતા પણ
મને પૈસા આપસો તો હૂ તમને સ્વર્ગ અને શાંતિ આપીશ
તમે તમારા ભૂખ્યા જન લોકોને ભોજન નહી આપતા પણ
મને બત્રીસ ભાતના થાળ આપસો તો તમને સ્વર્ગ અને મોક્ષ આપીસ
તમે ગરીબો માટે ઘર-મકાન નહી બનાવતા પણ
તમે મારા માટે આલીશાન મંદિર બનાવશો તો હું તમને સ્વર્ગ અને સંપતી આપીશ
તમે તમારી માનવજાતને પ્રેમ નહી કરતા પણ
મને પ્રેમ કરશો તો હું તમને સ્વર્ગ અને સુખ આપીશ "


મને તો આવું જ લાગે છે તમને શું લાગે છે દોસ્તો , મિત્રો , યારો

Be happy yaar

શનિવાર, 18 એપ્રિલ, 2015

મારા વિચારો



" લોકોને કાળા થવા માટે કોઈ ટ્યુબની જરૂર પડતી નથી પણ હા સફેદ થવા માટે ધણા પ્રકારની ટ્યુબની જરૂર પડતી હોય છે, જેમ કે fair lovely . fair and handsome વગેરે, મિત્રો જિંદગીનું પણ આવું જ છે,ખરાબ થવા માટે કોઈની પણ જરૂર પડતી નથી પણ હા સારું થવા માટે ધણાની જરૂર પડતી હોય છે,,,

be happy yaar

મારા વિચારો

    
       " બન્ને પ્રકારના લોકોને જોઇને સમજાતું નથી કે અમુક લોકો ધર્મને ખત્મ કરવા અધર્મનો આશરો લે છે કે પછી અધર્મને ખત્મ કરવા ધર્મનો આશરો લે છે,,,

         જો કે એક વાત સ્પષ્ટ છે કે ધર્મને માનનારા કે ધર્મને ન માનનારા લોકો પણ ખરાબ,પાપી અને હેવાન,લુચ્ચા,લફંગા હોઈ શકે છે,,,

          ધર્મમાં માનનારા લોકો સારા જ હોય તેવું કોઈ કહે શકે નહી અને ધર્મને ન માનનાર લોકો ખરાબ જ હોઈ તેવું પણ કોઈ કહી શકે નહી "

Be happy yaar

શુક્રવાર, 17 એપ્રિલ, 2015

મારા વિચારો



" કડવી વાત છે પણ સત્ય પણ છે

       " ધંધો ફક્ત પુરુષો જ નથી કરતા પણ અમુક સ્ત્રીઓ પણ ધંધો કરતી હોય છે."


" સ્ત્રીઓ દરેક જગ્યાએ પુરુષોને પડકાર આપવા માગતી હોય તેમ લાગે છે,પુરુષ જે પણ કઈક નવું કરે તે બધું સ્ત્રીઓ કરવા લાગી છે,

Be happy yaar

ગુરુવાર, 16 એપ્રિલ, 2015

અન્ય સાહિત્ય



    " જે વ્યક્તિ કે લોકો જાહેરમાં કે પછી કોઈ મંદિરના પગથીયા પર બીજા સામે પૈસા માટે અથવા તો ભોજન માટે પોતાના હાથ લાંબા કરે તેને બધા લોકો ભિખારી તરીકે ઓળખે છે પણ જે લોકો મંદિરમાં જઈને ભગવાન સામે બેસીને પોતાના જીવનનું સુખ-શાંતિ કે સમૃધી માટે પ્રાથના કરે અથવા તો ભગવાન સામે ભીખ માંગે તો લોકો તેને ભિખારી નથી કહેતા પણ ભક્ત કહે છે,,,

    બન્ને જગ્યાએ આપણે બીજા પાસે માગવાનું જ કામ કરવાનું છે પણ એક જગ્યાએ આપણે ભક્ત તરીકે ઓળખાય છે અને બીજી જગ્યાએ આપણે ભિખારી તરીકે ઓળખાય છે,કોઇપણ જગ્યાનો પણ થોડો ધણો પ્રભાવ હોય છે યાર


be happy yar,,,,,,,

મંગળવાર, 14 એપ્રિલ, 2015

“ અપેક્ષિત પગાર “

        ઈન્ટરવ્યૂ દેવાની મજા જ ઓર છે મિત્રો,ક્યારેક કંપનીમાં તો ક્યારેક કારખાનામાં,ક્યારેક સ્કૂલમાં તો ક્યારેક મોલમાં ,આમ તો હું નોકરીનો શોધમાં હતો એટલે જ્યાં તીર લાગે ત્યાં મારવા નીકળી જતો,બસ ખાલી કોઈ એડ આવી હોવી જોઈએ,એટલે બીજા દિવસ પહોચી જવું,પહેલા તો ઈન્ટરવ્યૂ દેવા,પછી પસંદ થઈએ તો નોકરી કે ગુલામી કરવા અને છેલ્લે કઈ ન થાય તો અનુંભવ કરવા,
        બેકાર અને નવરું રહેવું ગમતું નહોતું આથી જ્યાં એમ લાગે કે પેપરમાં આ કંપનીની કે કારખાનાની જાહેરાત આવી છે ત્યાં હું ઈન્ટરવ્યૂ આપવા જતો,
        ઈન્ટરવ્યૂમાં ખરેખર અનુભવ પણ બહુ મસ્ત થતા હોય છે,જયારે હું પહેલી વખત ઈન્ટરવ્યૂ આપવા ગયો હતો ત્યારે તો મને થોડોક ગભરાટ અને ભય હતો કે તે કેવા પ્રશ્નો પૂછશે અને હું તેના કેવા જવાબો આપીશ,હું ક્યારેય ઈન્ટરવ્યૂ સ્થળ પર વહેલો પહોચી જતો હોવા છતાં મારી પાછળ આવેલા નોકરી શોધકને હું પહેલા ઈન્ટરવ્યૂ આપવા જવા દેતો,
        તેને પહેલા મોકલવાનું ફાયદો એ થતો કે અંદર રહેલા સાહેબ તેને કેવા કેવા પ્રશ્નો પૂછે છે તે જાણી શકાય તથા મનમાં રહેલા ભયને પણ કાબુમાં કરી શકાય,મને પહેલી વખત ઈન્ટરવ્યૂ આપવા ગયો ત્યારે જ ગભરામણ થતી હતી પણ હવે તો જ્યાં સુધી નોકરી ના મળે ત્યાં સુધી ઈન્ટરવ્યૂ આપવાનો ધંધો કે શોખ જેવું થઇ ગયું હતું,એટલે હવે દરેક વખતે ઈન્ટરવ્યૂમાં જવાનું હોવાથી ગભરામણ અને ભય રાખવાની જરૂર ના રહી, 
         ઈન્ટરવ્યૂ ઓફીસમાં પહેલી વખત તો ઈન્ટરવ્યૂ લેનાર આપણે શું અભ્યાસ કર્યો છે તથા તમે જે પોસ્ટ માટે ઈન્ટરવ્યૂ આપવા આવ્યા છો તેનું તમને જ્ઞાન છે કે નહી તેવી સામાન્ય બાબતો પૂછે,મારા માટે  તો બધી બાબતો નવી હોય એટલે હું કહી દેતો હું  તો ફ્રેસર છું,
         હમમ કરી પછી તમે આ કામ  કરી શકશો જેના માટે તમે ઈન્ટરવ્યૂ આપવા આવ્યા છો એવું પૂછે,
         મારે તો ગમે તે નોકરી કરવી હોય એટલે તે ફાવશે કે નહી ફાવશે તેવી ઝંઝટ કર્યા વગર સીધું જ કહી દેવાનું, : હા મને તે કામ કરવું ગમશે,હું મારું બધું જ કામ ચીવટપૂર્વક કરીશ
          પ્રશ્નોની અને કામની વિશેની વધી રામાયણ પૂરી થાય એટલે છેલ્લે તમારી અપેક્ષિત સેલેરી ( પગાર) કેટલો એવો ખોટો સવાલ પૂછવામાં આવે.
          આવો સવાલ પૂછે એટલે આપણાના નવું જોમ આવી જાય કે આપને તેણે નોકરી માટે પસંદ કરી લીધો છે એટલે તેવો આપણી અપેક્ષિત પગાર પૂછી રહ્યા છે,આપને સામેથી પૂછ્યું હોવાથી પગાર તો ઓછો કહેવાના નથી એટલે સ્વભાવિક છે કે આપણે વધુ જ પગાર કહીએ,
          આપણી પાસેથી આપણો અપેક્ષિત પગાર સાંભળી તે એમ ન કહે તમે કાલથી કંપનીમાં નોકરીમાં જોડાય જજો તથા એમ પણ ના કહે કે તમે આ નોકરી માટે લાયક નથી, હા ક્યારેક એવું જરૂર કહે છે કે તમારો અપેક્ષિત પગાર વધુ છે અમે તમને આટલો બધો પગાર નહી આપી શકીએ,
          ગમે તે ભોગે નોકરી કરવી હોવાથી આપણે આપણો અપેક્ષિત પગાર ત્યાં જ થોડોક ઓછો કરી નાખીએ,તો પણ તેવો નોકરીનું તો કહે જ નહી પણ એટલું કહે કે અમે તમને ફોન કરીને જણાવીશું.
          તે આપણને ફોન કરવાનું કહે એટલે આપણને એમ થાય કે તે લોકો જરૂર આપણને ફોન કરશે અને નોકરીમાં રાખી લેશે પણ તેવું કઈ થતું જ નથી,જયારે કોઈ તમને નોકરીમાં ફોન કરીને જણાવીશ એવું કહે એટલે સમજી લેવાનું તેને તમને નોકરી પર રાખવાનો વિચાર જ નથી,ક્યારેય કોઈ તમને ફોન કરવાનું કહે એટલે તેના પર વિશ્વાસ ના કરવો જોઈએ,કારણ કે આ ફોનની બાબતમાં મને ધણો અનુભવ છે,
          તે લોકો આપણને ફોન કરવાનું કહે એટલે આપણે તેના ફોનની રાહ જોઈએ,પણ આમછતાં તેવો આપણને ફોન કરે નહી એટલે આપણી આશા-નિરાશામાં ફેરવાય જાય,જયારે ઈન્ટરવ્યૂ દીધા પછીનો લાંબો સમય થાય ત્યારે એમ થાય કે આ લોકો આપણને ઈન્ટરવ્યૂ માટે બોલાવ્યા હતા કે મુર્ખ બનાવવા માટે,મુર્ખ એટલે માટે કે તેણે બધાને ફોન કરવાનું કહ્યું હોવા છતાં તેવો કોઈને ફોન કરતા નથી,પણ તેવો ત્યારે જ કેમ નથી કહી દેતા કે તમે નોકરીમાં ના ચાલો એટલે આપણે તો તેની રાહ જોઈએ નહી અને બીજી જગ્યા પર તીર મારીએ,

          અને બીજું તે લોકો હમેશા ઈન્ટરવ્યૂ આપનાર વ્યક્તિને તેની અપેક્ષિત પગાર પૂછતા હોય છે,પણ જયારે ઈન્ટરવ્યૂ આપનાર વધુ પગાર કહે ત્યારે એમ ન કહે કે તમે કાલથી નોકરી પર જોડાય જાવ,અને અમે તમને આટલી સેલેરી આપવા તૈયાર છીએ,

BE HAPPY YAAR

મારા વિચારો



   " દેશ કે દુનિયામાં સિહ જેવી ખ્યાતી મેળવનાર પુરુષો પોતાની પત્ની પાસે બકરી બની જતા હોય છે...........આવું કેમ થતું હશે ચાલુ

      અને બીજું બકરી અને ગાય જેવી ભોળી પત્ની પાસે પુરુષ નમાલો હોય તો પણ
સિહ જેવો બની જતો હોય છે

BE HAPPY YAAR 

સોમવાર, 13 એપ્રિલ, 2015

રવિવાર, 12 એપ્રિલ, 2015

મારા વિચારો



     " જીવનમાં ભગવાન બધાને એકવખત અથવા તો ધણી વખત મળતા જ હોય છે,કા માણસ તેને ઓળખી શકતો હોતો નથી અથવા તો તેના પર વિશ્વાસ કરી શકતો હોતો નથી અથવા તો તે તેને માનવા તૈયાર હોતો નથી, તે ભગવાન પછી માં-બાપ સ્વરૂપમાં હોઈ શકે,અથવા તો મંદિરમાં મૂર્તિ સ્વરૂપે હોઈ શકે અથવા તો કોઈ સાચા સંત તરીકે હોઈ શકે. "

BE HAPPY YAAR

શુક્રવાર, 10 એપ્રિલ, 2015

મારા વિચારો

             
          " લોકો મૃત્યુ પામતા હોય ત્યારે દુખી હોતા નથી પણ બીજાને એટલે કે પરિવારને.સબંધીને દોસ્તો ને દુખી કરીને જતા હોય છે "

            ક્યારેક એક ઝટકો મૃત્યુ પામનારને લાગતો હોય છે અને એક ઝટકો પરિવારને.સબંધીને દોસ્તો લાગતો હોય છે

BE HAPPY YAAR
Blogger Widgets