-moz-user-select:none; -webkit-user-select:none; -khtml-user-select:none; -ms-user-select:none; user-select:none;

ગુરુવાર, 30 એપ્રિલ, 2015

મારા વિચારો



" ભગવાનથી થોડાક દુર રહો નહિતર તમને ભગવાન વહેલા સ્વર્ગમાં બોલાવી લેશે અને તમારું ધરતી પર જે સુંદર,અમુલ્ય અને મસ્ત જીવન છે તે ગુમાવવાનો વારો આવશે "

be happy yaar

બુધવાર, 29 એપ્રિલ, 2015

મારા વિચારો



" લોકો મૃત્યુ પામતા હોય ત્યારે દુખી હોતા નથી પણ બીજાને એટલે કે પરિવારને.સબંધીને દોસ્તો ને દુખી કરીને જતા હોય છે "

ક્યારેક એક ઝટકો મૃત્યુ પામનારને લાગતો હોય છે અને એક ઝટકો પરિવારને.સબંધીને દોસ્તો લાગતો હોય છે

મંગળવાર, 28 એપ્રિલ, 2015

મારા વિચારો



" આ દુનિયામાં બે પ્રકારના લોકો સુખી અને શાંતિવાળા છે, એક તો જેનો જન્મ આ દુનિયામાં થયો નથી તે અને જે આ દુનિયામાંથી મૃત્યુ પામ્યા છે તે ,,,,,,,,,,,

ભગવાન બધાયના આત્માને જે મૃત્યુ પામ્યા છે, જેનું મૃત્યુ આવાનું છે અને જેનું મૃત્યુ બાકી છે તેને શાંતિ અને સ્વર્ગમાં જગ્યા આપે તેવી પ્રાથના કરું છું,મૃત્યુ પછી મારું તમારું અને બધાયના આત્માને શાંતિ અને સ્વર્ગ મળે તેવી અગાઉથી ભગવાનને પ્રાથના કરું છું,હરી ઓમ ,,

સોમવાર, 27 એપ્રિલ, 2015

મારા વિચારો



just for kidding yar

" જે બાળકો શાળામાં પોતાના બાળપણમાં ખોટો હોબાળો કરવો, પાટિયા પછાડવા, હુરિયા કરવો, ઊંઘી જવું, જોકાં ખાવાં, વગેરે કાર્ય કરી શક્યા નહોતો તેવા બાળકો આજે સંસદ ભવનમાં પોતાનું બાળપણ ખોટો હોબાળો કરીને,પાટિયા પછાડીને,ઉંધીને વિતાવી રહ્યા છે,'


be happy yaar

રવિવાર, 26 એપ્રિલ, 2015

મારા વિચારો

" ખોટું અને અસત્ય તો લોકો આસાનીથી બોલી જતા હોય છે પણ તેને સત્ય બોલાવવા માટે જ ગીતા પર હાથ રાખવાનું કહેવું પડતું હોય છે,......

શનિવાર, 25 એપ્રિલ, 2015

મારા વિચારો



ક્યારેક આવું પણ બનતું હોય છે,,,,

             જેની પાસે જન્મદાત્રી માં હોય છે તેની પાસે લક્ષ્મી માં અને સરસ્વતી માં ની કૃપા ના પણ હોય અને જેની પાસે લક્ષ્મી માં ની કૃપા હોય તેની પાસે સરસ્વતી માં ની કૃપા ના પણ હોય અને જેની પાસે સરસ્વતી માં ની કૃપા હોય તેની પાસે લક્ષ્મી માં ની કૃપા ના પણ હોય અને જેની પાસે લક્ષ્મી માં અને સરસ્વતી માં બન્નેની કૃપા હોય તેની પાસે જન્મદાત્રી માં ન પણ હોય તેવું પણ બની શકે છે "



BE HAPPY YAAR

શુક્રવાર, 24 એપ્રિલ, 2015

મારા વિચારો



" શાળા એ મંદિર રહેવાને બદલે રણમેદાન વધુ લાગે છે કારણ કે વિધાર્થીઓ શાળામાં અસ્ત્ર-શસ્ત્રથી યુદ્ધ નથી કરતા પણ પોતાની જાત મહેનત-અથવા તો આજુબાજુની મદદથી મેળવેલી ટકાવારીથી યુદ્ધ કરતા જોવા મળે છે "


be happy yaar

ગુરુવાર, 23 એપ્રિલ, 2015

મારા વિચારો



" એક વર્ષના ૩૬૫ દિવસમાંથી જો માણસને એક દિવસ પણ દુખ અને અશાંતિ આવે પડે તો તે પોતાની જિંદગીને નકામી અને દુખી સમજવા લાગે છે,યાર ખબર નથી પડતી કે લોકોએ ૩૬૫ દિવસ માંથી ૩૬૪ દિવસ સુખી રહી શકતો હોય તો શું તે એક દિવસ દુખી રહી શકે નહી."
" દુખ તો ભગવાનને પણ હતું તો આપણા જેવા પામર જીવોને પણ દુખ પડે તેમાં શું નવી નવાઈ કહેવાય "


be happy yaar

બુધવાર, 22 એપ્રિલ, 2015

મારા વિચારો



" શિક્ષકો પણ ગજબના હોય છે,અમુક વિધાર્થીનું જીવન તેવો ઉજવળ કરી દેતા હોય છે અને અમુક વિધાર્થીનું જીવન તેવો રણ જેવું ઉજ્જડ કરી નાખતા હોય છે..

એક શિક્ષક વિધાર્થીને સલાહ આપતા હતા કે " જીવનમાં ક્યારેય ધૂમ્રપાન કરવું જોઈએ નહી અને જો થઇ જાય તો ક્યારેય છોડવું જોઈએ નહી,કારણ કે જે બાપ નું માને તે બાવાનું શું માને "

મંગળવાર, 21 એપ્રિલ, 2015

મારા વિચારો



" ભગવાનથી થોડાક દુર રહો નહિતર તમને ભગવાન વહેલા સ્વર્ગમાં બોલાવી લેશે અને તમારું ધરતી પર જે સુંદર,અમુલ્ય અને મસ્ત જીવન છે તે ગુમાવવાનો વારો આવશે "

be happy yaar

સોમવાર, 20 એપ્રિલ, 2015

મારું કટાક્ષ સાહિત્ય,



" આપણને આપણા ધર્મમાં અને શાસ્ત્રમાં ભગવાને આમ કહ્યું હોય તેમ લાગે છે "

" તમે તમારા માં-બાપની સેવા નહી પણ
દિવસરાત મારી સેવા કરો તો તમને સ્વર્ગ અને સુખ મળશે
તમે તમારા ભિખારી લોકોને પૈસા નહી આપતા પણ
મને પૈસા આપસો તો હૂ તમને સ્વર્ગ અને શાંતિ આપીશ
તમે તમારા ભૂખ્યા જન લોકોને ભોજન નહી આપતા પણ
મને બત્રીસ ભાતના થાળ આપસો તો તમને સ્વર્ગ અને મોક્ષ આપીસ
તમે ગરીબો માટે ઘર-મકાન નહી બનાવતા પણ
તમે મારા માટે આલીશાન મંદિર બનાવશો તો હું તમને સ્વર્ગ અને સંપતી આપીશ
તમે તમારી માનવજાતને પ્રેમ નહી કરતા પણ
મને પ્રેમ કરશો તો હું તમને સ્વર્ગ અને સુખ આપીશ "


મને તો આવું જ લાગે છે તમને શું લાગે છે દોસ્તો , મિત્રો , યારો

Be happy yaar

શનિવાર, 18 એપ્રિલ, 2015

મારા વિચારો



" લોકોને કાળા થવા માટે કોઈ ટ્યુબની જરૂર પડતી નથી પણ હા સફેદ થવા માટે ધણા પ્રકારની ટ્યુબની જરૂર પડતી હોય છે, જેમ કે fair lovely . fair and handsome વગેરે, મિત્રો જિંદગીનું પણ આવું જ છે,ખરાબ થવા માટે કોઈની પણ જરૂર પડતી નથી પણ હા સારું થવા માટે ધણાની જરૂર પડતી હોય છે,,,

be happy yaar

મારા વિચારો

    
       " બન્ને પ્રકારના લોકોને જોઇને સમજાતું નથી કે અમુક લોકો ધર્મને ખત્મ કરવા અધર્મનો આશરો લે છે કે પછી અધર્મને ખત્મ કરવા ધર્મનો આશરો લે છે,,,

         જો કે એક વાત સ્પષ્ટ છે કે ધર્મને માનનારા કે ધર્મને ન માનનારા લોકો પણ ખરાબ,પાપી અને હેવાન,લુચ્ચા,લફંગા હોઈ શકે છે,,,

          ધર્મમાં માનનારા લોકો સારા જ હોય તેવું કોઈ કહે શકે નહી અને ધર્મને ન માનનાર લોકો ખરાબ જ હોઈ તેવું પણ કોઈ કહી શકે નહી "

Be happy yaar

શુક્રવાર, 17 એપ્રિલ, 2015

મારા વિચારો



" કડવી વાત છે પણ સત્ય પણ છે

       " ધંધો ફક્ત પુરુષો જ નથી કરતા પણ અમુક સ્ત્રીઓ પણ ધંધો કરતી હોય છે."


" સ્ત્રીઓ દરેક જગ્યાએ પુરુષોને પડકાર આપવા માગતી હોય તેમ લાગે છે,પુરુષ જે પણ કઈક નવું કરે તે બધું સ્ત્રીઓ કરવા લાગી છે,

Be happy yaar

ગુરુવાર, 16 એપ્રિલ, 2015

અન્ય સાહિત્ય



    " જે વ્યક્તિ કે લોકો જાહેરમાં કે પછી કોઈ મંદિરના પગથીયા પર બીજા સામે પૈસા માટે અથવા તો ભોજન માટે પોતાના હાથ લાંબા કરે તેને બધા લોકો ભિખારી તરીકે ઓળખે છે પણ જે લોકો મંદિરમાં જઈને ભગવાન સામે બેસીને પોતાના જીવનનું સુખ-શાંતિ કે સમૃધી માટે પ્રાથના કરે અથવા તો ભગવાન સામે ભીખ માંગે તો લોકો તેને ભિખારી નથી કહેતા પણ ભક્ત કહે છે,,,

    બન્ને જગ્યાએ આપણે બીજા પાસે માગવાનું જ કામ કરવાનું છે પણ એક જગ્યાએ આપણે ભક્ત તરીકે ઓળખાય છે અને બીજી જગ્યાએ આપણે ભિખારી તરીકે ઓળખાય છે,કોઇપણ જગ્યાનો પણ થોડો ધણો પ્રભાવ હોય છે યાર


be happy yar,,,,,,,

મંગળવાર, 14 એપ્રિલ, 2015

“ અપેક્ષિત પગાર “

        ઈન્ટરવ્યૂ દેવાની મજા જ ઓર છે મિત્રો,ક્યારેક કંપનીમાં તો ક્યારેક કારખાનામાં,ક્યારેક સ્કૂલમાં તો ક્યારેક મોલમાં ,આમ તો હું નોકરીનો શોધમાં હતો એટલે જ્યાં તીર લાગે ત્યાં મારવા નીકળી જતો,બસ ખાલી કોઈ એડ આવી હોવી જોઈએ,એટલે બીજા દિવસ પહોચી જવું,પહેલા તો ઈન્ટરવ્યૂ દેવા,પછી પસંદ થઈએ તો નોકરી કે ગુલામી કરવા અને છેલ્લે કઈ ન થાય તો અનુંભવ કરવા,
        બેકાર અને નવરું રહેવું ગમતું નહોતું આથી જ્યાં એમ લાગે કે પેપરમાં આ કંપનીની કે કારખાનાની જાહેરાત આવી છે ત્યાં હું ઈન્ટરવ્યૂ આપવા જતો,
        ઈન્ટરવ્યૂમાં ખરેખર અનુભવ પણ બહુ મસ્ત થતા હોય છે,જયારે હું પહેલી વખત ઈન્ટરવ્યૂ આપવા ગયો હતો ત્યારે તો મને થોડોક ગભરાટ અને ભય હતો કે તે કેવા પ્રશ્નો પૂછશે અને હું તેના કેવા જવાબો આપીશ,હું ક્યારેય ઈન્ટરવ્યૂ સ્થળ પર વહેલો પહોચી જતો હોવા છતાં મારી પાછળ આવેલા નોકરી શોધકને હું પહેલા ઈન્ટરવ્યૂ આપવા જવા દેતો,
        તેને પહેલા મોકલવાનું ફાયદો એ થતો કે અંદર રહેલા સાહેબ તેને કેવા કેવા પ્રશ્નો પૂછે છે તે જાણી શકાય તથા મનમાં રહેલા ભયને પણ કાબુમાં કરી શકાય,મને પહેલી વખત ઈન્ટરવ્યૂ આપવા ગયો ત્યારે જ ગભરામણ થતી હતી પણ હવે તો જ્યાં સુધી નોકરી ના મળે ત્યાં સુધી ઈન્ટરવ્યૂ આપવાનો ધંધો કે શોખ જેવું થઇ ગયું હતું,એટલે હવે દરેક વખતે ઈન્ટરવ્યૂમાં જવાનું હોવાથી ગભરામણ અને ભય રાખવાની જરૂર ના રહી, 
         ઈન્ટરવ્યૂ ઓફીસમાં પહેલી વખત તો ઈન્ટરવ્યૂ લેનાર આપણે શું અભ્યાસ કર્યો છે તથા તમે જે પોસ્ટ માટે ઈન્ટરવ્યૂ આપવા આવ્યા છો તેનું તમને જ્ઞાન છે કે નહી તેવી સામાન્ય બાબતો પૂછે,મારા માટે  તો બધી બાબતો નવી હોય એટલે હું કહી દેતો હું  તો ફ્રેસર છું,
         હમમ કરી પછી તમે આ કામ  કરી શકશો જેના માટે તમે ઈન્ટરવ્યૂ આપવા આવ્યા છો એવું પૂછે,
         મારે તો ગમે તે નોકરી કરવી હોય એટલે તે ફાવશે કે નહી ફાવશે તેવી ઝંઝટ કર્યા વગર સીધું જ કહી દેવાનું, : હા મને તે કામ કરવું ગમશે,હું મારું બધું જ કામ ચીવટપૂર્વક કરીશ
          પ્રશ્નોની અને કામની વિશેની વધી રામાયણ પૂરી થાય એટલે છેલ્લે તમારી અપેક્ષિત સેલેરી ( પગાર) કેટલો એવો ખોટો સવાલ પૂછવામાં આવે.
          આવો સવાલ પૂછે એટલે આપણાના નવું જોમ આવી જાય કે આપને તેણે નોકરી માટે પસંદ કરી લીધો છે એટલે તેવો આપણી અપેક્ષિત પગાર પૂછી રહ્યા છે,આપને સામેથી પૂછ્યું હોવાથી પગાર તો ઓછો કહેવાના નથી એટલે સ્વભાવિક છે કે આપણે વધુ જ પગાર કહીએ,
          આપણી પાસેથી આપણો અપેક્ષિત પગાર સાંભળી તે એમ ન કહે તમે કાલથી કંપનીમાં નોકરીમાં જોડાય જજો તથા એમ પણ ના કહે કે તમે આ નોકરી માટે લાયક નથી, હા ક્યારેક એવું જરૂર કહે છે કે તમારો અપેક્ષિત પગાર વધુ છે અમે તમને આટલો બધો પગાર નહી આપી શકીએ,
          ગમે તે ભોગે નોકરી કરવી હોવાથી આપણે આપણો અપેક્ષિત પગાર ત્યાં જ થોડોક ઓછો કરી નાખીએ,તો પણ તેવો નોકરીનું તો કહે જ નહી પણ એટલું કહે કે અમે તમને ફોન કરીને જણાવીશું.
          તે આપણને ફોન કરવાનું કહે એટલે આપણને એમ થાય કે તે લોકો જરૂર આપણને ફોન કરશે અને નોકરીમાં રાખી લેશે પણ તેવું કઈ થતું જ નથી,જયારે કોઈ તમને નોકરીમાં ફોન કરીને જણાવીશ એવું કહે એટલે સમજી લેવાનું તેને તમને નોકરી પર રાખવાનો વિચાર જ નથી,ક્યારેય કોઈ તમને ફોન કરવાનું કહે એટલે તેના પર વિશ્વાસ ના કરવો જોઈએ,કારણ કે આ ફોનની બાબતમાં મને ધણો અનુભવ છે,
          તે લોકો આપણને ફોન કરવાનું કહે એટલે આપણે તેના ફોનની રાહ જોઈએ,પણ આમછતાં તેવો આપણને ફોન કરે નહી એટલે આપણી આશા-નિરાશામાં ફેરવાય જાય,જયારે ઈન્ટરવ્યૂ દીધા પછીનો લાંબો સમય થાય ત્યારે એમ થાય કે આ લોકો આપણને ઈન્ટરવ્યૂ માટે બોલાવ્યા હતા કે મુર્ખ બનાવવા માટે,મુર્ખ એટલે માટે કે તેણે બધાને ફોન કરવાનું કહ્યું હોવા છતાં તેવો કોઈને ફોન કરતા નથી,પણ તેવો ત્યારે જ કેમ નથી કહી દેતા કે તમે નોકરીમાં ના ચાલો એટલે આપણે તો તેની રાહ જોઈએ નહી અને બીજી જગ્યા પર તીર મારીએ,

          અને બીજું તે લોકો હમેશા ઈન્ટરવ્યૂ આપનાર વ્યક્તિને તેની અપેક્ષિત પગાર પૂછતા હોય છે,પણ જયારે ઈન્ટરવ્યૂ આપનાર વધુ પગાર કહે ત્યારે એમ ન કહે કે તમે કાલથી નોકરી પર જોડાય જાવ,અને અમે તમને આટલી સેલેરી આપવા તૈયાર છીએ,

BE HAPPY YAAR

મારા વિચારો



   " દેશ કે દુનિયામાં સિહ જેવી ખ્યાતી મેળવનાર પુરુષો પોતાની પત્ની પાસે બકરી બની જતા હોય છે...........આવું કેમ થતું હશે ચાલુ

      અને બીજું બકરી અને ગાય જેવી ભોળી પત્ની પાસે પુરુષ નમાલો હોય તો પણ
સિહ જેવો બની જતો હોય છે

BE HAPPY YAAR 

સોમવાર, 13 એપ્રિલ, 2015

રવિવાર, 12 એપ્રિલ, 2015

મારા વિચારો



     " જીવનમાં ભગવાન બધાને એકવખત અથવા તો ધણી વખત મળતા જ હોય છે,કા માણસ તેને ઓળખી શકતો હોતો નથી અથવા તો તેના પર વિશ્વાસ કરી શકતો હોતો નથી અથવા તો તે તેને માનવા તૈયાર હોતો નથી, તે ભગવાન પછી માં-બાપ સ્વરૂપમાં હોઈ શકે,અથવા તો મંદિરમાં મૂર્તિ સ્વરૂપે હોઈ શકે અથવા તો કોઈ સાચા સંત તરીકે હોઈ શકે. "

BE HAPPY YAAR

શુક્રવાર, 10 એપ્રિલ, 2015

મારા વિચારો

             
          " લોકો મૃત્યુ પામતા હોય ત્યારે દુખી હોતા નથી પણ બીજાને એટલે કે પરિવારને.સબંધીને દોસ્તો ને દુખી કરીને જતા હોય છે "

            ક્યારેક એક ઝટકો મૃત્યુ પામનારને લાગતો હોય છે અને એક ઝટકો પરિવારને.સબંધીને દોસ્તો લાગતો હોય છે

BE HAPPY YAAR

"આવુ છે facebook"

કયારેક મોહ પમાડે છે  facebook.
કયારેક પેમ કરાવે છે  facebook.
કયારેક દુશમન બનાવે છે facebook.
કયારેક મિત્ર બનાવે છે facebook.
કયારેક હદય દુભાવે છે facebook,
કયારેક હદય મિલાવે છે facebook,
કયારેક સમય બગાડે છે facebook.
કયારેક સમય બચાવે છે facebook.
કયારેક રડાવે છે facebook.
કયારેક હસાવે છે facebok.
કયારેક સંબધ તોડે છે facebook.
કયારેક સંબધ બનાવે છે facebook.
કયારેક અજ્ઞાન ફેલાવે છે facebook.
કયારેક જ્ઞાન આપે છે facebook.
કયારેક વિકુતી બતાવે છે facebook.
કયારેક સંચકુતિ બતાવે છે facebook.
કયારેક આળસુ બનાવે છે facebook
કયારેક પરિશ્રમી બનાવે છે facebook
દંપતિ માટે ખરાબ છે facebook

એકલ માટે ઉતમ છે facebook 

ગુરુવાર, 9 એપ્રિલ, 2015

મારા વિચારો



" મિત્ર અને પ્રેમી નો તફાવત....

મિત્ર સાથે તમે બધું ખુલ્લા દિલે ( હદય ) શેર કરી શકો છો.અને
પ્રેમી સાથે તમે બધું ખુલે દીલે ( શરીર ) રમી શકો છો.


" પ્રેમ કરવાવાળામાં અમુક લોકો જ હદયને પ્રેમ કરતા હોય છે બાકી તો બધાને શરીર વધુ માફક આવતું હોય તેમ તેવો શરીરને જ વધુને વધુ પ્રેમ કરતા હોય છે,,,,,

Be happy yaar

બુધવાર, 8 એપ્રિલ, 2015

મારા વિચારો



      " એક વર્ષના ૩૬૫ દિવસમાંથી જો માણસને એક દિવસ પણ દુખ અને અશાંતિ આવે પડે તો તે પોતાની જિંદગીને નકામી અને દુખી સમજવા લાગે છે,યાર ખબર નથી પડતી કે લોકોએ ૩૬૫ દિવસ માંથી ૩૬૪ દિવસ સુખી રહી શકતો હોય તો શું તે એક દિવસ દુખી રહી શકે નહી."
        
" દુખ તો ભગવાનને પણ હતું તો આપણા જેવા પામર જીવોને પણ દુખ પડે તેમાં શું નવી નવાઈ કહેવાય "


be happy yaar

મંગળવાર, 7 એપ્રિલ, 2015

મારા વિચારો



" સારા અને મસ્ત વિચારની કોઈને બહુ અસર થતી નથી એટલે આજે ખરાબ અને ભયાનક વિચાર તમારી સમક્ષ રજુ કરે છે.........

" હું ભગવાન નથી કે બધાને મૃત્યુના મુખમાંથી બચાવી શકું પણ જો હું આંતકવાદી અને રાક્ષસ હોય તો જરૂર બધાને મૃત્યુના મુખમાં ધકેલી શકું છું "


Be happy yaar

સોમવાર, 6 એપ્રિલ, 2015

મારા વિચારો



    ' શરીર ભોગવવાની ઈચ્છા અને અપેક્ષા રાખતા લોકો કા તેવો પૈસા નો આશરો લેતા હોય છે કા પ્રેમનો આશરો લેતા હોય છે અને કા પત્નીનો આશરો લેતા હોય છે,લોકો આ ત્રણેય વસ્તુનો ઉપયોગ કરીને પોતાની ઈચ્છા અને અપેક્ષા પૂર્ણ કરતા હોય છે.

Be happy yaar

રવિવાર, 5 એપ્રિલ, 2015

“ ગુનેગાર “


                હું જીવનમાં એક એવા ગુનેગારથી હેરાન અને પરેશાન થઇ ગયો હતો કે તે નહોતો મને શાંતિથી સુવા દેતો કે નહોતો તે ગુનેગાર શાંતિથી મને રહેવા દેતો,પહેલા તો મારા રૂમમાં હું અને મારા મિત્રો એમ બેજ વ્યક્તિ હતી ત્યારે પણ તે ગુનેગાર અમને ધણી વખત નુકશાન કરતો પણ તે મોટેભાગે મારા મિત્રને જ નુકશાન કરતો, મારો મિત્ર થોડોક ગુસ્સાવાળા હોવાથી તેણે મને ઘણી વખત કહ્યું પણ હતું કે  ચાલને જીગા આપણે બન્ને સાથે મળીને પેલા ગુનેગારને ખત્મ કરી નાખે એટલે દરોજ થતા તેના નુકશાનથી બચી શકીએ, પણ ત્યારે તે ગુનેગાર મને નુકશાન નહોતો કરતો એટલે હું કઈ વધુ રસ ના લેતો અને મારા મિત્રને સમજાતો તો કે બકા નાની એવી વાત પર કોઈની હત્યા ના કરાય,આમપણ તે ગુનેગારનું કામ નુકશાન કરવાનું જ છે, આપણે સતર્ક થઇ જશું એટલે તે આપણ ને નુકશાન પહોચાડી શકશે નહી.
                 મારી વાત માનીને મારો મિત્ર પેલા ગુનેગારને હત્યા કરવાનો વિચાર છોડી દેતો,પણ તે મિત્રનું હવે ટ્રાન્સફર થઇ ગયું હોવાથી રૂમમાં હું એકલો રહેવા લાગ્યો છું, પેલા જે ગુનેગાર મારા મિત્રને નુકશાન કરતો હતો તે ગુનેગાર મારો મિત્ર જતો રહ્યો હોવાથી મને નુકશાન કરવા લાગ્યો છે, તે મારો કટ્ટર દુશ્મન હોય તેમ દરેક વખતે સામેથી પણ ખબર ના પડે તેવી  રીતે મારી કોઈ ચીજવસ્તુઓ પર હુમલો કરતો અને તેને નુકશાની પહોચાડતો.
                   હવે હું રૂમમાં એકલો થઇ ગયો હોવાથી  હું પેલા ગુનેગારથી બહુ ત્રસ્ત થઇ ગયો હતો. મને ઘણી વખત તેના બહુ વિચારો આવતો,એક તો હતો તે ગુનેગાર નાનો આમ છતાય તે દરેક વખતે સામેથી હુમલો કરીને મને હરાવતો,તે ગુનેગાર જયારે હું રૂમમાં હોય ત્યારે તો તે ક્યાંક છુપાઈ જતો પણ જેવો હું રૂમની બહાર નીકળું એટલે પેલા ગુનેગારને મોકળું મેદાન મળી ગયું હોય તેમ મારી દરેક ચીજવસ્તુ પર હુમલો કરવાનું ચાલુ કરી દેતો, મારી દરેક વસ્તુ તે નુકશાન કરતો તો અમુક ને તે નકામી કરી નાખતો, જે વસ્તુને હું ક્યારેય ફરી ઉપયોગ ના કરી શકું.
                   જેમ પ્રેમીલોકોને દિનરાત પ્રેમના વિચારો આવતો હોય તેમ મને દરોજ સુતા-જાગતા પેલા ગુનેગારના વિચારો આવતો હતો, હું તે ગુનેગારને કઈ રીતે મારાથી દુર કરું, કઈ રીતે મારી વસ્તુને તેના હુમલાથી બચાવું,હું જે મારા મિત્રને પહેલા ગુનેગારનું ખૂન કરવાની ના પાડતો હતો તેજ ખૂન કરવાના વિચારો મને હવે આવવા લાગ્યા હતા.
              પેલો ગુનેગાર મારી જીંદગીમાં વાઇરસની જેમ ફેલાયલ ગયો હતો.જેમ વાયરસ કોમ્પુટરની સીસ્ટમન હેંગ કરી નાખે તેમ પેલો ગુનેગાર ક્યારેક મારી જિંદગીને હેંગ કરી નાખતો, મને તે ગુનેગાર પર ખીજ ચડવાનું કારણ એ હતું કે મારી એવી પરીસ્થિતિ નહોતી કે હું બીજી વસ્તુ લઇ શકું,ગુનેગાર જે પણ વસ્તુને નુકશાન કરે તે વસ્તુ મારી ફરી વખત લેવા માટે લોઢાના ચણા ચાવવા જેવી સ્થિતિ હતી,મારી પરીસ્થિતિ પણ એટલી સારી નહોતી કે હું ઝડપથી સારી અને નવી વસ્તુ ખરીદી લવ.  મારા માટે મારી સામાન્ય વસ્તુ પણ હીરાની જેમ કિમંતી હતી,
                  મને ગુનેગાર પર ગુસ્સો આવવાનું કારણ એ હતું કે તે મારી વસ્તુનું દરોજ ને દરોજ વધુને વધુ નુકશાન કરવા લાગતો અને મારે ગુસ્સે ના થવું હોય તો પણ મને ગુસ્સે થવા મજબુર કરતો.ક્યારેક જો હું રૂમમાં અચાનક આવી પડું તો મને ગુનેગારના દર્શન થઇ જાય,હું તેની સામે યુદ્ધ કરવાનું વિચારું પણ તે એટલો બધો હોશિયાર હતો તે મને જોતા જ ક્યાંક ભાગી જઈને અલોપ થઇ જતો, તેની ભાગવાની ઝડપ પણ જોરદાર હતી અને તે ગમે ત્યાં છુપાઈ જતો એટલે મારે તેને શોધવો મુસ્કેલ થઇ પડતો.
              હવે તો મેં નક્કી કરી નાખ્યું હતું કે હવે તે ગુનેગારને સજા આપવી જ પડશે નહિતર તે તેના પરાક્રમ દિન-પ્રતિદિન વધારતો જશે,મારી પાસે તેના માટે બે જ વિકલ્પ હતા કા તેનું ખૂન કરવાનું કા તે ગુનેગારને પોલીશને હવાલે કરવાનો,
              મેં તે ગુનેગારની હત્યા કરવાનું ધણી વખત વિચાર કર્યો,ક્યારેક તે મારી સામે આવી જતો ત્યારે હું તેના પર હુમલો કરવાનું પણ વિચાર કરતો પણ પછી એમ થતું કે થોડુક નુકશાન કર્યું છે તેમાં શા માટે હું તેને મૃત્યુના દ્વારે પહોચાડવો, તે ગુનેગાર મારી પાસે ના આવે તે માટે હું બહુ સલામતી રાખતો પણ તે એટલો ચાલાક અને ચબરાક હતો કે હું તેના આવવાના દરવાજા જે પણ બંધ કરી દવ તે ત્યાંથી આવવાને બદલે બીજી જગ્યાએથી આવીને મારી વસ્તુ પર હુમલો કર્યો,
              મેં મારી રીતે તે ગુનેગારને સમજાવવાનો ધણો પ્રયત્ન કર્યો તો તે મને સામેથી કહેલા લાગ્યો : જીગ્નેશ તારાથી થાય તે કરી લેજે, હું તને અને તારી વસ્તુને નુકશાન પહોચાદીસ તે નક્કી જ છે એક તો ગુનેગાર હતો નાનો પણ ચાલો વાતો અને ધમકી તો કોઈ મોટા વિલન જેવી મને આપતો.મને એક કોઈ સાથે ઝગડો કે બોલાચાલી કરવી ગમતી નહી આથી મેં તે ગુનેગારને વધુ કઈ કહેવાને બદલે એક લાકડી લઈને તેને ભગાડવાની કોશીસ કરી, ગુનેગાર મારાથી ડરતો કે ના ડરતો તે તો મને ખબર નહોતી પણ તે મારી લાકડીથી જરૂર ડરતો, કારણ કે તે ગુનેગારે પોતાના ધણા સ્વજનો લાકડીના મારથી ગુમાવ્યો હતા,આ ગુનેગારને તેનું વેર વાળવું હોય તેમ મારી વસ્તુ પર હુમલો કરીને મને બેચેન કરવાનું કામ કરતો.મેં ક્યારેય તેના સ્વજનોને લાકડીના માર માર્યો નહોતો તથા તેનું ખૂન પણ નહોતું કર્યું પણ હવે રૂમમાં હું એકલો હોવાથી મેં જ તેના બધા સ્વજનોને યમલોક પહોચાડ્યા હોય તેમ મને હેરાન-પરેશાન કરતો.
              મેં તે ગુનેગારને સુચના પણ આપી હતી કે તું હવે તારા બધા હમલા અને પ્રરાક્ર્મો બંધ કરી દે નહિતર મારે નાછુટકે તારું ખૂન કરીને તને પણ તારા સ્વજન પાસે મોકલવો પડશે, પણ તે તો કઈ સાંભળતો જ ના હોય તેમ મારી કોઈપણ વાત માનતો જ નહી અને મને હેરાન-પરેશાન કરવાનું ચાલુ રાખતો,મારે બની શકે ત્યાંસુધી ઝડપથી ગુનેગારના ત્રાસ માંથી છૂટવું હતું આથી મેં કાયદો હાથમાંના લેવાય અને પ્રજાનું રક્ષણ કરવા માટે પોલીશ છે એમ માની મેં મને નુકશાન અને હેરાન-પરેશાન કરતો ગુનેગાર પર કેશ કર્યો.
              મેં તે ગુનેગાર પર કેશ કર્યો હોવાથી મારો કેશ લખવાવાળો પોલીશને પણ કઈ અજુગતું લાગ્યું હોય તેમ મને કહેવા લાગ્યો : તમે મિત્ર અત્યારે સભાન અવસ્થામાં છોને, કારણ કે મેં મારી પૂરી જિંદગી બધાના કેશ લખવામાં ગાળી છે અત્યાર સુધીમાં મેં આવો કેશ કોઈનો લખ્યો જ નથી, તમે એક જ એવા વ્યક્તિ છો કે જેણે આવો ખુબજ વિચિત્ર અને હાસ્યપ્રેરક કેશ લખ્યો છે
              પોલીશે મને પૂછ્યું હોવાથી મેં તેને પ્રેમથી કહ્યું : હા સાહેબ હું સભાન અવસ્થામાં જ છુ, તમે કહો છો તે વાત બરોબર છે,પણ મારું માનવું છે પ્રજા કાયદો હાથમાં લે તે સારું ના લાગે એટલે હું પણ તેનું ખૂન કરીને કાયદો હાથમાં લેવા માંગતો નહોતો એટલે મેં તે ગુનેગાર પર તમારી પાસે કેશ લખાવ્યો છે
              મારી વાત સાંભળી તે પોલીશ વધુ કઈ બોલવાને બદલે મારી સામે મારો કેશ લખતા લખતા મરક મરક હસવા લાગ્યો, જાણે કે હું તેની સામે કઈક કોમિક કરી રહ્યો હોય તેમ .
               કેશ લખાય ગયો હોવાથી હું ફરી મારી રૂમે આવતો રહ્યો, આજ પહેલી વખત હું બહુ ખુશ હતો કારણ કે આજ મને હેરાન કરનાર ગુનેગારને જેલના સળિયા ગણવા પડશે અને હું તેના દરોજના ત્રાસથી મુક્ત થઈશ.પહેલા તો મને ક્યારેય સારી નિંદર ન આવતી પેલા ગુનેગારને કારણે પણ આજ કેમ જાણે કેમેય આજે મને મસ્ત નીંદર પણ આવી ગઈ હતી.
               બીજો દિવસનો સૂર્ય ઉગ્યો, હું હજી પથારી પરથી ઉભો થવાની કોશીસ કરતો હતો ત્યાં તો મારા રૂમના દરવાજાને કોઈક બહારથી આંગળીના ટકોરા કરતા હોય એમ લાગ્યું,આથી હું ઝડપથી પથારી પરથી ઉભો થઈને મારા રૂમનો દરવાજો ખોલ્યો ત્યાં તો રૂમ બહાર પોલીશની એક  જીપ એક નાનું એવું પાંજરું લઈને ઉભી હતી, હું ઝટપટ તૈયાર થઈને પોલીશ મને હેરાન કરતો ગુનેગારને પકડવામાં સફળ થાય તે માટે તેને મદદ કરવા લાગ્યો.    
               પાંજરામાં એમને એમ તો ગુનેગાર નહી આવે એમ માની પોલીશ લોકોએ પાંજરામાં ગુનેગારને જે વસ્તુ ભાવતી હતી તે રાખી,તે રાખવાનો મતલબ એ હતો ભાવતી વસ્તુથી ગુનેગાર ખાવાની અપેક્ષાએ આવશે એટલે તે એમ ને એમ પોતાની લીધે જ પાંજરામાં પુરાઈ જશે.
               ગુનેગારને શું વસ્તુ ભાવતી હતી તે તો પોલીશ લોકો સારી રીતે જાણતા હતા. કારણઆમ પણ પોલીશ લોકો ખાવાનું કામ જ કરતા જ હોય છે.તેણે પોતાની રીતે જ પાંજરામાં ગુનેગારને ભાવતી વસ્તુ મૂકી દીધી હતી, તે પાંજરામાં ગુનેગાર સફળતાપૂર્વક આવે તે માટે મને રૂમની બહાર આવવાનું કહ્યું, તેણે મને રૂમની બહાર આવવાનું કહ્યું હોવાથી હું તો ફ્રેશ થવાને બદલે રૂમ બહાર આવતો રહ્યો અને તેણે પેલું ગુનેગારને પકડવાનું પાંજરું મારા રૂમમાં જ્યાં ગુનેગારની અવરજવર વધુ હતું ત્યાં મૂકી દીધું.
               હું અને આવેલા પોલીશ લોકો રૂમને બંધ કરીને બહાર બેઠા, હજી વીસ-ત્રીસ મિનીટ થઇ હશે ત્યાં તો રૂમની અંદરથી કઈક અવાજ આવી રહ્યો હતો,પોલીશ લોકોને લાગ્યું કે ગુનેગાર જરૂર પાંજરામાં પુરાઈ ગયો હશે એમ માની તેવોએ રૂમનો દરવાજો ખોલ્યો ત્યાં તો ખરેખર મારો ગુનેગાર પાંજરામાં પુરાઈ ગયો હતો અને પાંજરામાંથી બહાર નીકળવા તે આમ-તેમ ચાલતો હતો પણ તેના બધા પ્રયત્ન નિષ્ફળ જતા હતા.તેને લાગતું હશે કે બધા સામે ટક્કર લેવાય પણ માનવ નામના પ્રાણી સાથે ક્યારેય ટક્કર ના લેવાય,તેવો અચાનક શું કરી નાખે તેની કોઈને પણ અને ખુદ પોતાને પણ ખબર નથી  હોતી.
               હું તો મારા ગુનેગારની દયનીય હાલત જોઇને હસવા લાગ્યો, અને હવે તે પોલીશના હાથમાં આવી જ ગયો છે તો તેને જરૂર ફાસીની સજા થાય તેવી હું ઈચ્છા રાખતો હતો.આમપણ તે ગુનેગારે મારું ધણું નુકશાન અને મારો આરામ હરામ કર્યો હતો.
               પોલીસ લોકોએ મારા ગુનેગારને પકડી અને પાંજરામાં પૂરી દીઠો હોવાથી મેં તેનો ખુબ જ આભાર માન્યો.મેં કેશ કર્યો હોવાથી મારે બીજા દિવસે ગુનેગારના પરાક્રમો વણર્વવા કોર્ટમાં હાજર  થવાનું હતું.પોલીસ લોકો મારા ગુનેગાર લઈને પોલીસ સ્ટેસન જતા રહ્યા.આજ હું બન્ને બાજુ ખુશ હતો એક બાજુ એ કે મારો ગુનેગાર પોલીસના હાથમાં પકડાય ગયો હતો અને બીજી બાજુ એ કે પોલીસ લોકોએ પોતાનું કામ નિષ્ઠાપૂર્વક કર્યું.જયારે પેલો ગુનેગારને પોલીસ લઇ જતા હતા ત્યારે બિચારાનું મોઢું પડી ગયું હતું.હું તમને અને તમારી વસ્તુને ક્યારેય નુકસાન નહી કરું એવું મનમાં બોલતો હશે એમ મને લાગ્યુ, પણ હવે કઈ થાય એમ નહોતું આથી તેને જેલના સળિયા ગણવા પડે એમ જ હતા.
               બીજા દિવસે સૂર્ય-નારાયણે આકાશમાં દર્શન આપ્યા.દરોજ કરતા આજ હું વહેલો ઉઠી ગયો હતો,કારણ કે આજે મારે મને અને મારી વસ્તુને નુકશાન કરતા ગુનેગારને કડકમાં કડક સજા મળે તે માટે મારે કોર્ટમાં જવાનું હતું, હું તો ઝડપથી નાસ્તા-પાણી કરીને તૈયાર થઈને કોર્ટમાં ગયો.કોર્ટ લોકોથી ફૂલ ભરેલી હતી.પોલીસ લોકો પણ મારા ગુનેગારને પાંજરા પૂરીને કટેરામાં ઉભો રાખ્યો હતો.જજનો આવવાનો સમય થઇ ગયો હોવાથી તેવો પણ આવીને પોતાની સીટ પર શાંતિથી બેસી ગયા હતા,
               મેં આજે મનમાં જ નક્કી કર્યું હતું કે આજે તો આ ખતરનાક ગુનેગારને મૃત્યુદંડની સજા જ અપાવી છે, એટલે તેના સગા-સંબંધી પણ ભવિષ્યમાં ક્યારેય કોઈને નુકશાન કે હેરાન કે પરેશાન ના કરે,જો હું મારા આ ગુનેગારને એક વખત ફાસીની સજા કરાવીશ તો બધી માનવજાતને ફાયદો પણ થઇ જશે અને તે ગુનેગારના વંશજો પણ ક્યારેય કોઈને નુકશાન કરવાનું વિચારશે નહી.
               જજે મને કટોરામાં હાજર થવાનું ફરમાન કર્યું હોવાથી હું જ્યાં બેઠો હતો ત્યાંથી ઉભો થઈને કટેરામાં હાજર થયો.પહેલો હું કઈ બોલ્યો નહી એટલે જજ-સાહેબે મારી સામે જોઇને તે પણ પોલીસની જેમ મરક મરક હસવા લાગ્યા,તેણે હસી લીધું હોવાથી મને શા માટે તમે કેશ કર્યો અને સામે લોક-ઉપમાં ઉભો છે તેણે તમારું શું નુકશાન કર્યું  તે જણાવા કહ્યું.
               જજસાહેબે કહ્યું હોવાથી હું તો પેલા ગુનેગાર વિષે જેમ ફાવે તેમ બોલવા લાગ્યો : સાહેબ તે લોક-અપમાં ઉભેલો ગુનેગાર દિનરાત મને હેરાન-પરેશાન અને નુકશાન કરતો,તે મને જેટલું નુકશાન કરતો તેનાથી વધુ તે મારા કપડા અને બીજી વસ્તુને તે બહુ હેરાન કરતો,જજસાહેબે તેણે મારી નવે નવે ત્રણ-ચાર કપડાની જોડને નુકશાન કરીને તોડી નાખી છે,તેણે મારા કપડાની જેમ મારા મિત્રોના કપડાને પણ કેટલીય વાર નુકશાન કર્યું છે,અમે બધા તેનાથી બહુ ત્રાસી ગયા હતા, મારા મિત્રો તો કાયદાની ફજેતી કરવાવાળા હતા એટલે તેવો તો કાયદો હાથમાં લઈને ગુનેગારને ત્યાં ને ત્યાં જ ખત્મ કરી નાખતા પણ મને કાયદો હાથમાં લેવો ગમતો નથી આથી મેં પોલીસ-સ્ટેશનમાં કેસ કર્યો અને હું ઈચ્છું છું કે તમે આ ખતરનાક ગુનેગારને ફાસી સજા આપીને મને તેના ત્રાસમાંથી મુક્તિ અપાવશો તેવી હું અપેક્ષા રાખું છુ.
               મારી વાત સાંભળી જજસાહેબ મારા પર રાજી થયા હોય તેમ ખુબ જ હસવા લાગ્યો અને સાથે પેલા ગુનેગારની સામે ક્રોધિત થયા હોય તેમ લાલ-આંખો કરીને જોવા લાગ્યા.જજસાહેબે રાજી થઇ ગયા હોવાથી મને વિશ્વાસ હતો કે જજસાહેબે મારી બાજુ જ ચુકાદો આપશે અને પેલા ગુનેગારને ફાસીની સજા આપશે.જજસાહેબે ગુનેગારને પણ પોતાના બચાવ માટે કઈ કહેવું છે તેવું પૂછ્યું પણ તે બિચારો કઈ બોલ્યો નહિ ચુપચાપ પીંજરામાં મારી સામે ગુસ્સાવાળા ચહેરે ઉભો રહ્યો.
               કોર્ટમાં સન્નાટો મચી ગયો હતો,હાજર રહેલા તમામ લોકોને શું અને કોની બાજુ ચુકાદો આવશે તે જાણવું  હોય તેમ બધા ઉત્સાહિત હતા,હાજર રહેલા લોકો અંદરો-અંદર કલબલ-કલબલ કરવા લાગ્યા હોવાથી જજ સાહેબે મોટેથી ઓડર ઓડરની બુમો મારી એટલે બધા કોર્ટમાં હાજર રહેલા લોકો ધીમે ધીમે કરતા શાંત રહ્યા.
               ચુકાદો આપવાની ધડી આવી ગઈ હોવાથી જજસાહેબ બોલવા લાગ્યા :બધી સાબિતી અને ભાષણો સાંભળીને, એ ચુકાદો આપવામાં આવે છે કે કટેરામાં જે ગુનેગાર ઉપસ્થિત છે તે બિલકુલ નિર્દોષ છે કારણ કે તે ગુનેગારનું કામ છે કાપ-કુંપણ કરવાનું,તેનો તે વારસાગત ધંધો છે તેને કોઈ રીતે તે વારસાગત ધંધાને લીધે સજા ના અપાય અને સાથે આવા પ્રકારના સમજ્યા વગરના ખોટા કેશ કરવાને કારણે જીગ્નેશભાઈને ૧૦૦૦ જુર્માના આપવા થશે, તેણે કંઈપણ જાણ્યા-સમજ્યા વગર ગુનેગાર પર કેશ કરીને પોલીસનો તો સમય બગડ્યો છે અને સાથે કોર્ટનો પણ.
               જજસાહેબે સત્ય અને ન્યાયી ચુકાદો આપ્યો હોય એમ ઉપસ્થિત બધા લોકો જજસાહેબ માટે જોર જોરથી તાળીઓ પાડવા લાગ્યા અને પેલો પાંજરામાં પડેલો ગુનેગાર બધા લોકોની જેમ તે પણ મારી સામે મરક મરક હસવા લાગ્યો.લોકોની તાળીઓનો ગણગણાટ અને ગુનેગારનું હસવું મને વિના કારણ શરીરમાં જલન કરી રહ્યું હતું, અને હું જે ચુકાદાની અપેક્ષા રાખતો હતો તેનાથી ચુકાદો તદન વિરુધ આવ્યો હોવાથી મને બહુ આધાત લાગ્યો  જીવનમાં ફરીવાર મારે તેજ ગુનેગારના પ્રરાક્રમોથી નુકશાનનું ભોગ બનવાનું થશે તે વિચારે હું ત્યાં ને ત્યાં જ મૂર્છા આવી હોય તેમ કટેરામા બેભાન થઈને ઢળી પડ્યો.

શનિવાર, 4 એપ્રિલ, 2015

મારા વિચારો



" શરીરને ચાહવા માટે અમુક લોકો બીજાના હદયને i love you કહીને બલીનો બકરો બનાવતા હોય છે "

be happy yaar

શુક્રવાર, 3 એપ્રિલ, 2015

મારા વિચારો

    

         ' ભગવાન પણ ગજબ છે યાર,કારણ કે જે લોકોને તેવો દર્શન આપે છે તેને કઈ જોઈતું હોતું નથી અને જેને બધું જોઈતું હોય છે તેને તેવો ક્યારેય દર્શન દેતા નથી.





Be happy yaar

ગુરુવાર, 2 એપ્રિલ, 2015

" સુરત "



સુરત તુ સુદંર છે.સુરત તુ મસ્ત છે.
સુરત તુ કયારેક ગદું પણ છે.
સુરત તુ સીધુ છે.
સુરત તુ સાદુ છે.
સુરત તુ કયારેક તોફાની પણ છે.
સુરત તુ દાતાર છે.
સુરત તુ દયાવાન છે.
સુરત તુ કયારેક કજુંશ પણ છે.
સુરત તુ પ્રગતિમા છે.
સુરત તુ વિકશીત છે.
સુરત તુ કયારેક અવિકશીત પણ છે.
સુરત તુ બાળક છે.
સુરત તુ યુવાન છે.
સુરત તુ કયારેક વુધ્ધ પણ છે.
સુરત તુ મારુ છે.
સુરત તુ તારુ છે.સુરત તુ કયારેક બધાનુ પણ છે.,,,,,

બુધવાર, 1 એપ્રિલ, 2015

મારા વિચારો

" લોકો જ્યાં ત્યાં મંદિર બનાવી ધર્મ નું કામ કરે છે કે પછી 
   પૈસા કમાવવા માટે નો નવો ધંધો શરુ છે ,સાલું એ નઈ ખબર
   પડતી કે લોકો ને પથ્થર માં ભગવાન આશાનીથી દેખાય છે પણ 
   માનવ માં માણસાઈ દેખાતી નથી , બધું બહુ રમુજી અને વિચિત્ર જેવું લાગે છે "

BE HAPPY YAAR
Blogger Widgets