-moz-user-select:none; -webkit-user-select:none; -khtml-user-select:none; -ms-user-select:none; user-select:none;

શનિવાર, 31 ઑક્ટોબર, 2015

શુક્રવાર, 30 ઑક્ટોબર, 2015

મારા વિચારો,



" જે લોકો વૈજ્ઞાનિક દ્રષ્ટીવાળા હતા.અથવા તો વૈજ્ઞાનિક હતા તેણે દુનિયામાં અણુબોમ્બ ની શોધ કરી અને જે લોકો ધાર્મિક દ્રષ્ટિના હતા અથવા તો ધાર્મિક હતા તેણે દુનિયામાં ધર્મ અથવા તો ભગવાનની શોધ કરી " હવે વધુ નથી લખતો આટલા માં તમે તમારા વિચાર મુજબ સમજી જજો




" દુનિયામાં અમુક વસ્તુ રક્ષણ માટે બનાવવામાં અથવા શોધ કરવામાં આવે છે કે ભક્ષણ માટે તે કહેવું બહુ મુશ્કેલ લાગે છે "







be happy yaar

ગુરુવાર, 29 ઑક્ટોબર, 2015

મારા વિચારો,



" એક કહેવત-સત્ય છે કે " આત્મા એજ પરમાત્મા અને જીવ એજ શિવ " પણ યાર પ્રશ્ન એ થાય છે કે મંદિરમાં નથી ભગવાનનો આત્મા હોતો કે નથી જીવ હોતો તો ત્યાં પરમાત્મા અને શિવ ક્યાંથી હોઈ શકે.અને જેની પાસે આત્મા અને જીવ હોઈ તેને કોઈ ગણકારતું નથી એટલે કે તે પરમાત્મા-શિવને કોઈ માનતું નથી,તેની કોઈ પૂજા કરતું નથી.પૂજા ન કરે તો કઈ વાંધો નહી પણ તેને કોઈ માન પણ આપતા હોતો નથી.ખરેખર બને બહુ વિરોધાર્થી હોય તેમ લાગે છે "

" એમ લાગે છે કે અત્યારે જેની જરૂર માનવસમાજને જેમ કે પૈસા.દૂધ.ભોજન.મકાન છેતે બધું ભગવાન મંદિરમાં લઇ જતા હોઈ અથવા તો અમુક લોકો માનવસમાજને અવગણીને ધરાર-પરાણે ભગવાનને આપી રહ્યા છે "


" અમુક લોકો માનવ-સમાજની સેવા-પૂજા કરવાને બદલે ભગવાનની વધુ સેવા પૂજા કરે છે,આમાં તેને સ્વર્ગ મળશે કે નર્ક એ તો જયારે તે મૃત્યુ પામે ત્યારે ખબર પડે.એક વાત યાદ રાખવી કે ભગવાન કરતા માણસ તમારી વધુ નજીક છે "

be happy yaar

બુધવાર, 28 ઑક્ટોબર, 2015

મારા વિચારો,



" કોઈ માણસ મૃત્યુ પામે ત્યારે બધા કહેતા હોય છે કે ભગવાન તેના આત્મા ને શાંતિ આપે.તો તેનો અર્થ આમ થતો હશે કે ભગવાને તેને ધરતી પર શાંતિ ના લેવા દીધી એટલે તેને ત્યાં શાંતિ આપશે અથવા તો અમે બધા સગા-વહાલોએ તેને શાંતિ લેવા દીધી નથી એટલે તમે ઉપર તેને શાંતિ આપજો "




" દિલ થી કે પછી દિમાગથી પ્રાથના કરવાથી શું કોઈ કાર્ય અથવા માંગણી પૂરી થઇ જતી હશે "




be happy yaar

મંગળવાર, 27 ઑક્ટોબર, 2015

મારા વિચારો,



" અમુક લોકો ધરતી છોડીને ચંદ્ર પર પહોચી ગયા છે પણ આપણે હજી જ્ઞાતિના અને ધર્મના બંધન માંથી મુક્ત થઇ શકતા નથી,જેમ વમળ માં ફસાઈ જઈએ તેમ તેમ આપણે જ્ઞાતિ અને ધર્મમાં ફસાતા જઈએ છીએ "

" ભારત દેશમાં સર્વ ધર્મ સમભાવ ની જગ્યાએ સર્વ જ્ઞાતિ સમભાવનો વિચાર પહેલા મુકવાની જરૂર હતી તેમ લાગે છે "

" જે બહેરા હોય તેની સામે તમે ગમે તેટલો અવાજ કરો છતાં પણ તે નકામો છે તેમ જે તમારી કોઈ વાત સમજી શકતો નથી તેને સમજાવવાનો તમારો પ્રયત્ન સાવ વ્યર્થ છે "

be happy yaar

સોમવાર, 26 ઑક્ટોબર, 2015

મારા વિચારો,



" પહેલાના વખતમાં અથવા તો જમાનામાં ધર્મ-અધર્મ વચ્ચે યુધ્ધ થતું અને અત્યારે આસ્તિક-નાસ્તિક વચ્ચે યુદ્ધ થશે અથવા તો થઇ રહ્યું છે.ધર્મ-અધર્મ વચ્ચે યુદ્ધ થતું તેમાં તો ધર્મ વાળા હોય તે જીતી જતા પણ આ આસ્તિક-નાસ્તિક વચ્ચે યુદ્ધ થશે તો તેમાં કોણ જીતશે તે કહેવું મુશ્કેલ છે યાર.કારણ કે બંને પ્રકારના લોકો એમ જ માને છે કે અમે જે કરીએ છીએ .અમે જેમ જીવીએ છીએ અને અને જેમ વિચારીએ છીએ તેજ બધું સત્ય છે,બાકી બધું અસત્ય અને દંભ છે "


be happy yaar

રવિવાર, 25 ઑક્ટોબર, 2015

મારા વિચારો,






" બીજાના અથવા પછી બીજી કોઇપણ બાબત હોય લોકોને વખાણ કરવા કરતા નિંદા કરવી વધુ ગમતી હોય તે પણ સમાજમાં ડેન્ગ્યુની જેમ ફેલાયેલો ખતરનાક રોગ સમાન છે "




be happy yaar

શનિવાર, 24 ઑક્ટોબર, 2015

મારા વિચારો,




" એમ લાગે છે કે આ દુનિયામાં માનવો ઓછા જન્મે છે પણ હિંદુ,મુસ્લિમ.યહૂદી,જૈન,બૌદ્ધ અને ખ્રીસ્તી અને નાસ્તિક લોકો વધુ જન્મે છે "




be happy yaar

બુધવાર, 21 ઑક્ટોબર, 2015

મારા વિચારો



" આ દુનિયામાં બે પ્રકારના લોકો છે જે ભગવાનને માનતા નથી અથવા તો ભગવાન પર વિશ્વાસ કરતા નથી.તેમાંના એક તો દાનવો-રાક્ષસો અને બીજા નાસ્તિકો .પણ એક વાત અત્યારે સારી કહી શકાય તે એ છે કે રાક્ષસો પાસે પહેલા જેટલી સતા-સંપતી અને શક્તિ હતી તેટલી સતા-સંપતી અને શક્તિ અત્યારના નાસ્તિક લોકો પાસે નથી "




be happy yaar

મંગળવાર, 20 ઑક્ટોબર, 2015

મારા વિચારો,



" હિટલર જેવા લોકો જે દેશના રાજા હોય ત્યાં યહૂદી જેવી નિર્દોષ જાતિ પર અત્યાચાર જ થવાના છે તેમાં કોઈ બે મત નથી. "




be happy yaar

ગુરુવાર, 15 ઑક્ટોબર, 2015

મારા વિચારો,



" પાણીનો ધડો તો ઝડપથી ભરાય જતો હોય છે અને તેની આપણને ખબર પણ પડતી હોય છે પણ આ સાલું પાપનો ધડો ક્યારે ભરાતો હશે તેની જ કોઈને ખબર પડતી નથી "







be હેપ્પી યાર

બુધવાર, 14 ઑક્ટોબર, 2015

મારા વિચારો,



" અટપટું "




" ક્યારેક અથવા તો દરોજ મંદિરનો પુજારી પણ હસતો હશે જયારે કોઈ વ્યક્તિ ક્યારેક જ મંદિરમાં આવીને ભગવાન પાસે સુખ-શાંતિ અને દર્શનની ઈચ્છા રાખતો પ્રભુના દર્શન કરતો હશે "







be happy yaar

મંગળવાર, 13 ઑક્ટોબર, 2015

મારા વિચારો,



" આપણે ધરતી પર જન્મ લઈને પ્રગતિ કરી છે કે અધોગતિ તેની તો મને ખબર પડતી નથી પણ એક વાત સત્ય હોય તેમ લાગે છે તે એ કે " આપણે ભગવાનને પથ્થર બનાવી દીધા છે અને પથ્થરને ભગવાન બનાવી દીધા છે "

be happy yaar

સોમવાર, 12 ઑક્ટોબર, 2015

મારા વિચારો,




" જે લોકો ના કાન ભજન,કીર્તન કે પછી નવરાત્રીમાં માતાજીના ગરબા સાંભળવાથી પાકી જતા હોય તેવા લોકો હિન્દી કે અંગ્રેજી ગીતો સાંભળીને જરૂર બહેરા થઇ જતા હોવા જોઈએ "




" કેટલાક આસ્તિક બની શકતા નથી એટલે તે નાસ્તિક બની રહ્યા છે અને કેટલાક નાસ્તિક બની શકતા નથી એટલે તેવો આસ્તિક બની રહ્યા છે "




" એવું લાગે છે કે નાસ્તિક એટલે ધર્મના લોકોની નહી પણ ધર્મની ભૂલો કાઢવાની નવી કળા "




be happy yaar

રવિવાર, 11 ઑક્ટોબર, 2015

મારા વિચારો,



" આસ્તિક લોકોને-ધાર્મિક લોકોને મૃત્યુ પછી સ્વર્ગ મળે તેવું ધણી વખત સાંભળ્યું છે.પણ નાસ્તિક લોકોને-ધર્મિક ના હોય તેવા લોકોને મૃત્યુ પછી શું મળતું હશે તેનું કઈ ક્યારેય સાંભળ્યું નથી,ધર્મને ના માનનારા બિચારા લોકો મૃત્યુ પછી ક્યાં જતા હશે તે પણ ખરેખર એક શોધવા લાયક બાબત છે "




આ પણ સત્ય છે કે " આસ્તિક હોય તેને સ્વર્ગ મળે અને નાસ્તિક હોય તેને નર્ક મળે તેની કોઈ ગેરેંટી હોતી નથી "




be happy yaar

શનિવાર, 10 ઑક્ટોબર, 2015

મારા વિચારો,



" આ આપણા જીવનની ગરીબી કહો કે લાચારી પણ આ વાત મને સત્ય લાગે છે તે એ છે કે - આપણને આંતકવાદીઓ જે કાર્ય કરે છે તે ગમતું હોતું નથી.અને માનવો ક્યારે કયો રંગ બદલે તે કહેવાય નહી એટલે તેના પર આપણને બહુ વિશ્વાસ નથી અને ભગવાન ખરેખર છે કે નહી તે બાબતે હમેશા અથવા તો ક્યારેક ક્યારેક મનમાં શંકા જન્મે છે "




" આંતકવાદીઓ ગમતા નથી.માણસ પર વિશ્વાસ નથી અને ભગવાન છે કે નહી તેના પર શંકા રહે છે "







be હેપ્પી yaar

શુક્રવાર, 9 ઑક્ટોબર, 2015

મારા વિચારો,





" ગરીબ લોકોની કસ્તુરી સમાન ડુંગળીનું પણ વાહન જેવું છે ,કારણ કે તે પોતાના માલિક જયારે તેનું કટિંગ કરતા હોય ત્યારે તેને રડાવતી હોય તો પછી જેની પાસે ના હોય તેને તો તે રડાવવાની જ છે ને યાર...........................................




be હેપ્પી yaar

બુધવાર, 7 ઑક્ટોબર, 2015

મારા વિચારો,



" થોડુક અટપટું "




" ભગવાનને ધરતી પર આવું ના પડે એટલે તેણે માં-બાપ નું સર્જન કર્યું પણ લોકો પોતાના ઘરને મંદિર ના બનાવી શકે એટલે તેણે વૃદ્ધાશ્રમ નું સર્જન કર્યું છે. "




be happy yaar

મંગળવાર, 6 ઑક્ટોબર, 2015

મારા વિચારો,



" પતી અને પૈસાને કેટલાક પરમેશ્વર તરીકે ઓળખતા હોય છે અથવા તેની ઉપમા આપતા હોય છે પણ અત્યારે સાચું કહું તો આ બન્નેની હાલત બહુ કફોડી અને મુશ્કેલીભરી હોય છે "



" પતી વગરની પત્ની અને પૈસાના વગરનો પુરુષનું સમાજમાં ક્યાય માન રહેતું નથી, " લગભગ




be happy yaar

સોમવાર, 5 ઑક્ટોબર, 2015

મારા વિચારો,



" દરેક મૂછો વાળા લોકો મર્દ હોતા નથી કારણ કે કેટલીક સ્ત્રીઓ પણ મર્દ જેવી હોય છે "




" અમુક મૂછો વાળા લોકોની કુટેવ કહો કે ટેવ પણ તેવો ગમે ત્યારે પોતાની મૂછોને તાવ દેતા હોય છે અથવા તો નવરા બેઠા મરડતાં હોય છે "


BE HAPPY YAAR

શુક્રવાર, 2 ઑક્ટોબર, 2015

મારા વિચારો,



" બધાય મિત્રોને ગાંધી જયંતિની ખુબ ખુબ શુભકામના "




" મને લાગે છે કે ગાંધી જયંતિની જેમ રૂપિયા જયંતિ પણ રાખવી જોઈએ અથવા તો રૂપિયા વાર પણ રાખવો જોઈએ,કારણ કે ભારતમાં કદાચ અમુક લોકો જ ગાંધીજીને પ્રેમ કરતા હશે,તેના કરેલા કાર્ય પર કાર્ય કરતા હશે,બાકી બધા તો પૈસાને પ્રેમ કરવાવાળા હોય છે.પૈસા વાર રાખવાથી પૈસાદાર લોકો પણ તેને ઉજવી શકે ને યાર.ગાંધીજી અહિંસાના પુજારી હતા જયારે અમુક પૈસા પ્રેમીઓ હિંસાના પુજારી હોય છે "




" એવું લાગે છે કે મહાત્મા ગાંધીનો ફોટો ત્યાં જ રાખવામાં આવે છે જ્યાં હિંચા વધુ થતી હોય છે ,જેમ કે પોલીસ થાણું.ગાંધીજીનો ફોટો જ્યાં ત્યાં રાખીને તેનો ઋણ આપણે સ્વીકારીએ છીએ કે પછી કૈક બીજું જ કરીએ છીએ "




be happy yaar

ગુરુવાર, 1 ઑક્ટોબર, 2015

મારા વિચારો,



થોડુક કડવું છે પણ લગભગ આ સત્ય પણ છે : " દરેક માં-બાપ પોતાની દીકરીનું ધ્યાન રાખવાને બદલે બીજાની દીકરી પર વધુ બાજ નજર રાખતા હોય છે અને પછી કહે છે અમારી દીકરી કોઈક સાથે ભાગી ગઈ,અમારી દીકરીએ અમારું નામ લજ્વ્યું "



ક્યાંક સાંભળેલું : " સુંદર છોકરી તેના કુટુંબ અથવા સગા-સબંધિત માટે આફતરૂપ હોય છે,બધીય એકસરખી નથી હોતી પણ સોએ એ-બે હોઈ છે "




be happy yaar
Blogger Widgets