આજ મારે માણસ અને રાક્ષસની વાત કરવી છે,માણસ અને રાક્ષસમાં
શું શું તફાવત છે અને શું શું સરખું છે તેની આજે મારે થોડીક વાત કરવી છે,
એક વાત સમજી લ્યો કે : : માણસ ગમે તેટલો સારો હોવા છતાં.દુનિયામાં તેની
આબરૂ સારી હોવા છતાં તે પોતાની પૂરી
જિંદગી ભગવાનની ભક્તિ કરે છતાં તે ભગવાનના દર્શન કરી શકતો નથી અને રાક્ષસ ગમે
તેટલો ખરાબ હોવા છતાં અને દુનિયામાં તેની આબરૂ પણ કઈ નહી હોવા છતાં તે પોતાની
જિંદગીમાં ભગવાનના દર્શન ધણી વખર કરી શકે છે,તો પર્શ્ન એ થાય કે ભગવાનના દર્શન કરે
તે વ્યક્તિ સારો કહેવાય કે ભગવાનના દર્શન ના કરે તે વ્યક્તિ સારો કહેવાય.
મારા મતે એમ લાગે છે કે જે વ્યક્તિ પોતાના જીવનમાં ભગવાનના
દર્શન કરી શકે છે તે વ્યક્તિ મહાન ગણાય છે,ભલે પછી તે માણસ હોય કે રાક્ષસ.
હવે પહેલા જમાનામાં રાક્ષસ શું કરતા હતા તેના
વિષે થોડુક લખીએ, પહેલાના જમાનામાં રાક્ષસો બધાને હેરાન કરતા,ખાસ કરીને જે
સાધુ-સંતો ભગવાનની ભક્તિ કરતા હોય તેની સાથે બહુ ખરાબ વ્યવહાર કરતા અથવા તો તેના
હવનકુંડમાં માસ-હાડકા નાખીને તે યજ્ઞકુંડને અપવિત્ર કરી નાખતા.બીજું કે રાક્ષસ
લોકો બીજાની સુંદર સ્ત્રીઓ હોય તેને બળજબરીથી સ્ત્રીને તેની સાથે ન આવવું હોય તો
પણ તેનું અપહરણ કરી જતા,સમાજનું અને સમાજના લોકોનું નુકશાન કરવાનું રાક્ષસ લોકો
ક્યારેય બાકી રાખતા નહી,રાક્ષસ લોકો જેવા દેખાવમાં ખરાબ હોય છે તેવા જ તેવો ખરાબ કાર્યો
કરતા હોય છે,રાક્ષસ લોકો મદિરાપાન અને સ્ત્રી સંભોગ કરવામાં બહુ વ્યસ્ત રહેતા વળી
તેવો અભિમાની પણ બહુ હતા,આવા પ્રકારના રાક્ષસો હતા પહેલા ના જમાનામાં.
હવે આપણે અત્યારના જમાનાના લોકોની વાત
કરીએ કે જેથી ખબર પડે કે પહેલાના જમાનામાં રાક્ષસ હતા તે સારા હતા કે અત્યારના
જમાનામાં લોકો છે તે સારા છે,
રાક્ષસ લોકોની જેમ જોકે આજના અમુક લોકો
પણ મદિરાપાન અને સ્ત્રી સંભોગ કરવામાં વ્યસ્ત રહેતા હોય છે,પહેલાના જમાનામાં
રાક્ષસ લોકો જેમ સ્ત્રીઓની બળજબરી પૂર્વક અપહરણ કરતા તેમ અત્યારના જમાના પણ અમુક
લોકો સ્ત્રીઓ ની બળજબરીપૂર્વક અપહરણ કરે છે,અમુક લોકો રાક્ષસની જે લોકો ભગવાનની
ખરા-દિલથી ભક્તિ કરતા હોય તેને દંભી કહીને બદનામ કરતા હોય છે,અત્યારના લોકો પણ
રાક્ષસ જેટલા જ અભિમાની છે,રાક્ષસમાં જે અવગુણો હતા તે બધા અવગુણો અત્યારના
લોકોમાં જોવા મળે છે,રાક્ષસ લોકો દેખાવમાં ભલે ખરાબ હતા પણ આજના લોકો દેખાવમાં બહુ
સુંદર છે છતાં તેવો સારા કામ કરવાને બદલે ખરાબ કામ કરવામાં વધુ વ્યસ્ત રહેતા હોય
છે,રાક્ષસ જે ન કરતા તે પણ માનવ કરે છે જયારે આપણે અમુક તમુક ધટના વાંચીએ ત્યારે
ખબર પડે કે આ માણસ છે કે રાક્ષસના પણ બાપ છે.
તમે રાક્ષસ વિષે ધણું વાંચન કર્યું છે
પણ ક્યારેય એવું વાંચન કર્યું છે કોઈ એક રાક્ષસે કોઈ નાની બાળકી ને અડપલા કર્યા
હોય અથવા તો તેની સાથે જબરદસ્તી પૂર્વક ચોકલેટ ખવરાવીને શારીરિક સંબધ બાંધ્યો હોય
અથવા તો તેની સાથે બળાત્કાર કર્યો હોય.આવું આજના
અમુક માણસો કરે છે.
તમે ક્યારેય એવું જોયું છે,રાક્ષસો
ખરાબ હોવા છતાં અને સંપતી ધણી હોવા છતાં તેવો ભાઈઓ-ભાઈઓ વચ્ચે જમીનને લીધે,અથવા તો
કોઈ સંપતી ને લીધે અથવા તો કોઈ સ્ત્રીને લીધે ખૂન-ખરાબા થયા હોય. આવું આજના અમુક માણસો કરે છે.
તમે ક્યારેય સાંભળ્યું છે કે રાક્ષસ
લોકોના લગ્ન થઇ જાય અથવા તો તે પૈસાદાર બની જાય એટલે તેવો પોતાના મમ્મી-પાપાને
વૃદ્ધ-ધરમાં મોકલી આપે. આવું આજના અમુક
માણસો કરે છે.
તમે ક્યારેય સાંભળ્યું છે કે રાક્ષસ
લોકો પોતાની પ્રેમિકાને પામવા બીજાનું પણ ખૂન કરી દેતા હોય છે. આવું આજના અમુક માણસો કરે છે.
તમે ક્યારેય સાંભળ્યું છે કે પૈસાને
માટે અથવા તો કોઈ સતા માટે રાક્ષસ પોતાની જાતને વહેચી નાખે અથવા તો પોતાના હોય
તેનું નુકશાન કરી બેસે અથવા તો ખૂન પણ કરી છે. આવું આજના અમુક માણસો કરે છે.
તમે તમારા મનમાં ઊંડો વિચાર કરશો
ત્યારે ખબર પડશે કે પહેલા રાક્ષસ હતા તેવો લોકો ખરાબ હતા કે અત્યારના જે લોકો સારા
દેખાય છે તે ખરાબ છે. રાક્ષસ અને માનવ વચ્ચે ધણા તફાવત છે પણ મેં તમને તેમાંથી
તમને આટલા જ કહ્યા છે.પણ એક વાત તમને ખબર હશે કે ભગવાન એવા લોકોને જ દર્શન આપે છે
જે ભગવાન ભક્ત હોય બાકી તો બધાને ભગવાનની મૂર્તિના દર્શન કરીને જ સંતોષ માનવો પડે
છે.હવે વધુ કઈ લખતો નથી આટલું લખીને હું મારું લખાણ બંધ કરું છું.અંતમાં
“ રાક્ષસ લોકો ખરાબ છે તેનો
અર્થ એ નથી કે તે માણસથી પણ વધુ ખરાબ છે.જે રાક્ષસ લોકો નથી કરી શકતા તે બધું
અત્યારના માણશો કરવા લાગ્યા છે,એટલે જ અત્યારે ધરતી પર સ્વર્ગ ના બને પણ નર્ક બને
તેમાં કોઈ શંકાને સ્થાન નથી.
BE HAPPY YAAR