-moz-user-select:none; -webkit-user-select:none; -khtml-user-select:none; -ms-user-select:none; user-select:none;

શુક્રવાર, 26 ફેબ્રુઆરી, 2016

અન્ય સાહિત્ય



એક સાંભળેલી વાત

      " ગામડામાં હજી મોબાઈલ ફોનનું આગમન થયું નહોતું ત્યારની વાત છે.એક ગામડાનો વ્યક્તિ સુરત જેવા મોટા શહેરમાં દુકાન હોવાથી રહેતો હતો,તેના લગ્ન થઇ ગયા હોવાથી તેની પત્ની ગામડામાં રહેતી હતી,નવા નવા લગ્ન થયા હોવાથી તેણે હજી પોતાની રૂમ શિફ્ટ કરી નહોતી,આ વ્યક્તિ મહીને મહીને પોતાની પત્નીને મળવા જતો અને કઇકને કઇક ભેટ-સોગાત લેતો આવતો....
શહેરની બજારોમાં ત્યારે મોબાઇલ ફોન આવી ગયા હતા.જયારે ગામડામાં તેનું આગમન થયું નહોતું.પતિને આ વખતે તેની પત્ની બહુ ખુસ કરવી હતી આથી તેણે તેની પત્ની માટે મોબાઇલ લઇ લીધો.


        મહિનો થઇ ગયો હોવાથી તે પોતાની પત્નીને મળવા ઘરે આવ્યો,પત્નીને ખબર હતી કે મારો ધણી મારે માટે દરેક વખતે કઈક ને કઈક લેતો આવે છે એટલે આ વખતે પણ લેતો આવ્યો હશે,પત્ની એ તેના પતિને પૂછ્યું: " આ વખતે શું લેતા આવ્યા છો "
" અત્યારે મૂગી રે,હું તને સાંજે આપણા રૂમમાં કહીશ અને આપીશ "
પતિનો જવાબ સાંભળી પત્ની સમજદાર હતી એટલે ચુપ થઇ ગઈ.અને સાંજ પડવાની રાહ જોવા લાગી.જેવી સાંજ પડી અને બેય પતી-પત્ની રૂમમાં ગયા એટલે પતી પોતાની પત્ની માટે જે મોબાઇલ લેતો આવ્યો તે તેને આપ્યો અને કહ્યું હવે આપણે દરોજ મોબાઇલથી વાત કરી શકીશું.ભલે આપણને મહીને મળવાનું થાય,પણ હવે વાત પણ દરોજ કરી શકીશું.
         પતીની વાત સાંભળી પત્ની ખુશ થઇ.અને જેમ કોઈ માતા પોતાના બાળકને ગાલ પર ચુંબન કરે તેમ તેણે તેના પતિના ગાલ પર ચુંબન લઇ લીધું,
         ગામમાં જે આ વ્યક્તિ હતો તેના મિત્રોને ખબર પડી કે આણે પોતાની પત્નીને મોબાઇલ આપ્યો છે.એટલે તેમાંથી એક મિત્રે જેની પાસે મોબાઇલ હતો તેણે તેના નંબર માગ્યા.દોસ્ત હોવાથી પેલા પતિએ પોતાની પત્નીના નંબર પણ આપી દીધા,.
        પેલો દોસ્ત જરીક કાનુડાની જેમ નટખટ હતો,તેને ભાભી સાથે મસ્તી કરવાનું મન થયું એટલે તે એકાંતમાં જઈને ફોન કર્યો.રીંગ થઇ.સામે ફોન ઉપાડીને પેલી પત્ની બોલી-હાલો કોણ બોલ છો.
પેલાએ જવાબ આપ્યો - હું ટેલિફોન એક્ચેંન્જમાંથી બોલું છું.અહી આગ લાગી છે,એટલે તમે તમારો મોબાઈલ આગથી બચાવવા માંગતા હોય તો પાણીની ડોલમાં મૂકી દો.
        પત્નીને કઈ ખબર નહોતી.તેને બીક લાગી કે ક્યાંક મારો મોબાઇલમાં પણ આગ ના લાગે.એટલે તેણે પેલા ભાઈના ધન્યવાદ કરીને ફોન કટ કરીને ઝડપથી ડોલ ભરીને ફોન પાણીમાં નાખી દીધો.
આ બાજુ તેનો પતી ખેતર હોવાથી તે તેની પત્નીને ફોન કરતો હતો પણ લાગતો નહોતો.તેને કૈક શંકા ગઈ હોવાથી તે ઝડપથી ઘરે આવ્યો અને તેની પત્નીને પૂછ્યું.: તારો ફોન ક્યાં ગયો છે.હું ક્યારનો પ્રયત્ન કરું છું.પણ લાગતો જ નથી.
         પત્નીએ પતિના પ્રશ્નનો નિર્દોષતાથી જવાબ આપ્યો : " ટેલિફોન એક્ચેંન્જમાંથી ફોન આવ્યો હતો કે અહી આગ લાગી છે એટલે તમે તમારો ફોન આગથી બચાવવા માંગતા હોય તો પાણીમાં રાખી દો.એટલે મેં ફોન પાણીમાં રાખી દીધો "
        પત્ની વાત સાંભળી એક બાજુ પતિને ગુસ્સો પણ આવતો અને એક બાજુ હસવું પણ આવતું હતું.પત્ની ને શું કહેવું તેજ તેને સમજાયું નહી એટલે સાવ ડોબી છો તું " એટલું બોલીને ચુપ થઇ ગયો "

ટુકમાં લખવું હતું પણ લાંબુ લખાઈ ગયું

be happy yaar

મંગળવાર, 23 ફેબ્રુઆરી, 2016

મારા વિચારો,

" મેં એવા ધણા લોકોની પોસ્ટ પર વાંચન કરેલું છે કે હું અનામતનો વિરોધી છું.એટલે મને તેવી કોઈ પોસ્ટ.કોમેન્ટ કે વિચારમાં સામેલ કરવો નહી.પણ જો આ લોકોને અનામત આપવાનું કહેવામાં આવે તો તેવા વિરોધી લોકો પણ ભિખારી જેમ હાથમાં પૈસા લેતા હોય તેમ લેવા લાગતા હોય છે.અને એવા જ વધુ લોકો અનામતનો વિરોધ કરે છે જે અનામતના વર્ગમાં આવતા હોય છે. "


" સંસારનો વિરોધ કરનારના સાધુ-બાવા અને અનામતનો વિરોધ કરનારા લોકો બન્ને એક જેવા જ લાગે છે.કારણ કે સાધુ-બાબા ભલે સંસારનો વિરોધ કરતા હોય તો પણ તેવો સંસારી લોકોની વચ્ચે જ રહેતા હોય છે"


હસવું આવે છે આવા લોકો પર હહાહા...................







be happy yaar

રવિવાર, 21 ફેબ્રુઆરી, 2016

મારા વિચારો,



" હવે પ્રાણી-સંગ્રહાલયોમાં પ્રાણીઓ અને પક્ષીઓ જોવાની જરૂર નથી કારણ કે લોકોના સમુહમાં જ કોઈ હાથી જેવું.શિયાળ જેવું.વરુ અને દીપડા.કાગડા અને બાજ જેવા પ્રાણીઓ-પક્ષીઓ જોવા મળી જતા હોય છે.

be happy yaar

સોમવાર, 15 ફેબ્રુઆરી, 2016

મારા વિચારો,

" લાગે છે કે આપણા પ્રેમની ભગવાન કરતા બીજાને વધુ જરૂર છે, ભગવાન માટે આપણે સંતાન કહેવાય અને તેવો આપણા પિતા કહેવાય ,એટલે જો સંતાન પ્રેમ ના કરે તો કઈ નહિ પણ પિતા તો પોતાના સંતાનને પ્રેમ કરવાના જ છે. એટલે બીજા જે ગરીબ અને નિરાધાર લોકો છે તેને વધુ પ્રેમ કરવો જોઈએ,અને આપણે જે ભગવાનને આપીએ છીએ તે તેને બધું આપવું જોઈએ
BE HAPPY YAAR

શુક્રવાર, 12 ફેબ્રુઆરી, 2016

મારા વિચારો,

" એવું લાગે છે કે માનવ દુનિયામાં કોઇથી ડરતો રહે એટલે જ્યાંત્યા ભગવાનનું મંદિર બનાવવામાં આવે છે.મંદિરને જોઇને પ્રેમ થવાને બદલે ડર વધુ લાગતો હોય છે કારણ કે દુનિયામાં ખોટું કર્યા શિવાય કઈ ચાલતું નથી અને જે સાચો વ્યક્તિ છે તે કોઈ રીતે જીવી શકતો નથી.તથા ખરાબ નો અંત પણ અંતે ખરાબ જ આવતો હોય છે"


be happy yaar

મંગળવાર, 9 ફેબ્રુઆરી, 2016

મારા વિચારો,

" ક્યારેક એ કહેવું મુશ્કેલ છે કે લોકો ભગવાનથી ડરી રહ્યા છે એટલે ભક્તિ કરી રહ્યા છે કે પછી ભગવાનને પ્રેમ કરે છે એટલે ભક્તિ કરી રહ્યા છે,અને એક વાત એ પણ સત્ય છે કે એજ લોકો ડરતા હોય છે જે પોતાના જીવનમાં કઇક અસત્ય અને ખરાબ કાર્ય કરતા હોય છે "


be happy yaar

શનિવાર, 6 ફેબ્રુઆરી, 2016

મારા વિચારો,

જેમ મોબાઈલ સ્માર્ટ થતા જાય છે અને લોકો મુર્ખ બનવા લાગ્યા છે તેમ અત્યારે પથ્થરો વિશ્વાસ પાત્ર થવા લાગ્યા છે અને લોકો વિશ્વાસ-ધાતી બનવા લાગ્યા છે


be happy yaar

ગુરુવાર, 4 ફેબ્રુઆરી, 2016

મારા વિચારો,

" ઘણા બધા માતા-પિતાનો આગ્રહ તેના બાળકો અંગ્રેજી માધ્યમમાં આભ્યાસ કરે તેવી ઘેલસા જોઇને એમ લાગે છે કે પહેલા દેશને અગ્રેજોએ ગુલામ બનાવ્યા હતા અને હવે દેશને અંગ્રેજી ભાષા ગુલામ બનાવી રહી છે "


be happy yaar

બુધવાર, 3 ફેબ્રુઆરી, 2016

મારા વિચારો,



" બેંકવાળા એ હોમ લોનની જેમ મંદિર લોન પણ આપવી જોઈએ,આમ કરવાથી જે રખડતા-ભટકતા સાધુ-મહાત્મા છે તેને પણ સામાન્ય લોકોને ઘર બને અને તેમાં રહે તેમ તેવો મંદિરમાં રહે અને આરામથી ભગવાનનું ભજન-કીર્તન કરી શકે,અને બીજું ઘર હોય તો જાવક રહે જયારે મંદિર હોય તો આવક આવક જ રહેવાની અને બેંક હપ્તા પણ ફટાફટ ભરાય જવાના"

be happy yaar

મંગળવાર, 2 ફેબ્રુઆરી, 2016

મારા વિચારો,

" સમાજના લોકોનો ગૌમાતા પ્રત્યેનો પ્રેમ જોરદાર હોય એમ લાગે છે કારણ કે તે લોકો ઘરમાં રહેલા કચરાનો ડબ્બામાં જયારે ગૌમાતા ભૂખી હોય અને કઇક ખાવા આવે ત્યારે તેવો તેને કઈ ખાવા દેતા નથી,કારણ કે તે લોકો એમ મને છે કે ગૌમાતાને ખરાબ હોય અને કચરો હોય તેવું થોડું ખાવા દેવાય,આવું આપણે ઘરે ખાવા દઈએ તો આપણને પાપ લાગે.જો કે બીજી વાત એ પણ છે કે સમાજના રહેલા ગૌભકતો ગાયમાતાને કચરો ખાવા નથી દેતા પણ જયારે તે ગૌમાતા ક્યારેક ઓચિંતા આવી ચડે ત્યારે તેને લાકડીનો માર જરૂર ખાવા આપે છે.


" ગૌભક્તો ગાયમાતાને સારું તો ખાવા આપવું નથી અને ગાયમાતા કચરાપેટીમાં રહેલો કચરો ખાય છે તે તેવો તેને ખાવા દેતા નથી "


#પાપ_પણ_ચાલી_ગજબની_ચીજ_હોય_એમ_લાગે_છે "


be happy yaar

સોમવાર, 1 ફેબ્રુઆરી, 2016

મારા વિચારો,

" દુશ્મની એવી રાખવી જોઈએ કે જેમાં એક બીજાને ફાયદો થાય અથવા તો ગેરફાયદો થાય કા તો એક બીજાને સુખ અથવા દુખ પહોચે,બાકી આવું કઈ ના થાય તો મિત્રતામાં જીવન જીવવું જોઈએ તેજ બધા માટે ઉતમ છે"


be happy yaar
Blogger Widgets