હું જીવનમાં એક એવા ગુનેગારથી હેરાન
અને પરેશાન થઇ ગયો હતો કે તે નહોતો મને શાંતિથી સુવા દેતો કે નહોતો તે ગુનેગાર
શાંતિથી મને રહેવા દેતો,પહેલા તો મારા રૂમમાં હું અને મારા મિત્રો એમ બેજ વ્યક્તિ
હતી ત્યારે પણ તે ગુનેગાર અમને ધણી વખત નુકશાન કરતો પણ તે મોટેભાગે મારા મિત્રને જ
નુકશાન કરતો, મારો મિત્ર થોડોક ગુસ્સાવાળા હોવાથી તેણે મને ઘણી વખત કહ્યું પણ હતું
કે ચાલને જીગા આપણે બન્ને સાથે મળીને પેલા
ગુનેગારને ખત્મ કરી નાખે એટલે દરોજ થતા તેના નુકશાનથી બચી શકીએ, પણ ત્યારે તે
ગુનેગાર મને નુકશાન નહોતો કરતો એટલે હું કઈ વધુ રસ ના લેતો અને મારા મિત્રને
સમજાતો તો કે બકા નાની એવી વાત પર કોઈની હત્યા ના કરાય,આમપણ તે ગુનેગારનું કામ
નુકશાન કરવાનું જ છે, આપણે સતર્ક થઇ જશું એટલે તે આપણ ને નુકશાન પહોચાડી શકશે નહી.
મારી
વાત માનીને મારો મિત્ર પેલા ગુનેગારને હત્યા કરવાનો વિચાર છોડી દેતો,પણ તે
મિત્રનું હવે ટ્રાન્સફર થઇ ગયું હોવાથી રૂમમાં હું એકલો રહેવા લાગ્યો છું, પેલા જે
ગુનેગાર મારા મિત્રને નુકશાન કરતો હતો તે ગુનેગાર મારો મિત્ર જતો રહ્યો હોવાથી મને
નુકશાન કરવા લાગ્યો છે, તે મારો કટ્ટર દુશ્મન હોય તેમ દરેક વખતે સામેથી પણ ખબર ના
પડે તેવી રીતે મારી કોઈ ચીજવસ્તુઓ પર
હુમલો કરતો અને તેને નુકશાની પહોચાડતો.
હવે હું રૂમમાં એકલો થઇ ગયો હોવાથી હું પેલા ગુનેગારથી બહુ ત્રસ્ત થઇ ગયો હતો. મને
ઘણી વખત તેના બહુ વિચારો આવતો,એક તો હતો તે ગુનેગાર નાનો આમ છતાય તે દરેક વખતે
સામેથી હુમલો કરીને મને હરાવતો,તે ગુનેગાર જયારે હું રૂમમાં હોય ત્યારે તો તે ક્યાંક
છુપાઈ જતો પણ જેવો હું રૂમની બહાર નીકળું એટલે પેલા ગુનેગારને મોકળું મેદાન મળી
ગયું હોય તેમ મારી દરેક ચીજવસ્તુ પર હુમલો કરવાનું ચાલુ કરી દેતો, મારી દરેક વસ્તુ
તે નુકશાન કરતો તો અમુક ને તે નકામી કરી નાખતો, જે વસ્તુને હું ક્યારેય ફરી ઉપયોગ
ના કરી શકું.
જેમ પ્રેમીલોકોને દિનરાત પ્રેમના વિચારો
આવતો હોય તેમ મને દરોજ સુતા-જાગતા પેલા ગુનેગારના વિચારો આવતો હતો, હું તે ગુનેગારને
કઈ રીતે મારાથી દુર કરું, કઈ રીતે મારી વસ્તુને તેના હુમલાથી બચાવું,હું જે મારા
મિત્રને પહેલા ગુનેગારનું ખૂન કરવાની ના પાડતો હતો તેજ ખૂન કરવાના વિચારો મને હવે
આવવા લાગ્યા હતા.
પેલો ગુનેગાર મારી જીંદગીમાં
વાઇરસની જેમ ફેલાયલ ગયો હતો.જેમ વાયરસ કોમ્પુટરની સીસ્ટમન હેંગ કરી નાખે તેમ પેલો
ગુનેગાર ક્યારેક મારી જિંદગીને હેંગ કરી નાખતો, મને તે ગુનેગાર પર ખીજ ચડવાનું
કારણ એ હતું કે મારી એવી પરીસ્થિતિ નહોતી કે હું બીજી વસ્તુ લઇ શકું,ગુનેગાર જે પણ
વસ્તુને નુકશાન કરે તે વસ્તુ મારી ફરી વખત લેવા માટે લોઢાના ચણા ચાવવા જેવી સ્થિતિ
હતી,મારી પરીસ્થિતિ પણ એટલી સારી નહોતી કે હું ઝડપથી સારી અને નવી વસ્તુ ખરીદી
લવ. મારા માટે મારી સામાન્ય વસ્તુ પણ હીરાની
જેમ કિમંતી હતી,
મને ગુનેગાર પર ગુસ્સો આવવાનું કારણ એ
હતું કે તે મારી વસ્તુનું દરોજ ને દરોજ વધુને વધુ નુકશાન કરવા લાગતો અને મારે
ગુસ્સે ના થવું હોય તો પણ મને ગુસ્સે થવા મજબુર કરતો.ક્યારેક જો હું રૂમમાં અચાનક આવી
પડું તો મને ગુનેગારના દર્શન થઇ જાય,હું તેની સામે યુદ્ધ કરવાનું વિચારું પણ તે
એટલો બધો હોશિયાર હતો તે મને જોતા જ ક્યાંક ભાગી જઈને અલોપ થઇ જતો, તેની ભાગવાની
ઝડપ પણ જોરદાર હતી અને તે ગમે ત્યાં છુપાઈ જતો એટલે મારે તેને શોધવો મુસ્કેલ થઇ
પડતો.
હવે તો મેં નક્કી કરી નાખ્યું હતું
કે હવે તે ગુનેગારને સજા આપવી જ પડશે નહિતર તે તેના પરાક્રમ દિન-પ્રતિદિન વધારતો
જશે,મારી પાસે તેના માટે બે જ વિકલ્પ હતા કા તેનું ખૂન કરવાનું કા તે ગુનેગારને
પોલીશને હવાલે કરવાનો,
મેં તે ગુનેગારની હત્યા કરવાનું ધણી
વખત વિચાર કર્યો,ક્યારેક તે મારી સામે આવી જતો ત્યારે હું તેના પર હુમલો કરવાનું
પણ વિચાર કરતો પણ પછી એમ થતું કે થોડુક નુકશાન કર્યું છે તેમાં શા માટે હું તેને
મૃત્યુના દ્વારે પહોચાડવો, તે ગુનેગાર મારી પાસે ના આવે તે માટે હું બહુ સલામતી
રાખતો પણ તે એટલો ચાલાક અને ચબરાક હતો કે હું તેના આવવાના દરવાજા જે પણ બંધ કરી દવ
તે ત્યાંથી આવવાને બદલે બીજી જગ્યાએથી આવીને મારી વસ્તુ પર હુમલો કર્યો,
મેં મારી રીતે તે ગુનેગારને
સમજાવવાનો ધણો પ્રયત્ન કર્યો તો તે મને સામેથી કહેલા લાગ્યો : “ જીગ્નેશ તારાથી થાય તે કરી લેજે, હું તને અને તારી વસ્તુને
નુકશાન પહોચાદીસ તે નક્કી જ છે “ એક તો ગુનેગાર હતો નાનો પણ
ચાલો વાતો અને ધમકી તો કોઈ મોટા વિલન જેવી મને આપતો.મને એક કોઈ સાથે ઝગડો કે
બોલાચાલી કરવી ગમતી નહી આથી મેં તે ગુનેગારને વધુ કઈ કહેવાને બદલે એક લાકડી લઈને
તેને ભગાડવાની કોશીસ કરી, ગુનેગાર મારાથી ડરતો કે ના ડરતો તે તો મને ખબર નહોતી પણ
તે મારી લાકડીથી જરૂર ડરતો, કારણ કે તે ગુનેગારે પોતાના ધણા સ્વજનો લાકડીના મારથી
ગુમાવ્યો હતા,આ ગુનેગારને તેનું વેર વાળવું હોય તેમ મારી વસ્તુ પર હુમલો કરીને મને
બેચેન કરવાનું કામ કરતો.મેં ક્યારેય તેના સ્વજનોને લાકડીના માર માર્યો નહોતો તથા
તેનું ખૂન પણ નહોતું કર્યું પણ હવે રૂમમાં હું એકલો હોવાથી મેં જ તેના બધા
સ્વજનોને યમલોક પહોચાડ્યા હોય તેમ મને હેરાન-પરેશાન કરતો.
મેં તે ગુનેગારને સુચના પણ આપી હતી કે તું હવે
તારા બધા હમલા અને પ્રરાક્ર્મો બંધ કરી દે નહિતર મારે નાછુટકે તારું ખૂન કરીને તને
પણ તારા સ્વજન પાસે મોકલવો પડશે, પણ તે તો કઈ સાંભળતો જ ના હોય તેમ મારી કોઈપણ વાત
માનતો જ નહી અને મને હેરાન-પરેશાન કરવાનું ચાલુ રાખતો,મારે બની શકે ત્યાંસુધી
ઝડપથી ગુનેગારના ત્રાસ માંથી છૂટવું હતું આથી મેં કાયદો હાથમાંના લેવાય અને
પ્રજાનું રક્ષણ કરવા માટે પોલીશ છે એમ માની મેં મને નુકશાન અને હેરાન-પરેશાન કરતો
ગુનેગાર પર કેશ કર્યો.
મેં તે ગુનેગાર પર કેશ કર્યો હોવાથી
મારો કેશ લખવાવાળો પોલીશને પણ કઈ અજુગતું લાગ્યું હોય તેમ મને કહેવા લાગ્યો : “ તમે મિત્ર અત્યારે સભાન અવસ્થામાં છોને, કારણ કે મેં મારી
પૂરી જિંદગી બધાના કેશ લખવામાં ગાળી છે અત્યાર સુધીમાં મેં આવો કેશ કોઈનો લખ્યો જ
નથી, તમે એક જ એવા વ્યક્તિ છો કે જેણે આવો ખુબજ વિચિત્ર અને હાસ્યપ્રેરક કેશ લખ્યો
છે “
પોલીશે મને પૂછ્યું
હોવાથી મેં તેને પ્રેમથી કહ્યું : “ હા સાહેબ હું સભાન
અવસ્થામાં જ છુ, તમે કહો છો તે વાત બરોબર છે,પણ મારું માનવું છે પ્રજા કાયદો
હાથમાં લે તે સારું ના લાગે એટલે હું પણ તેનું ખૂન કરીને કાયદો હાથમાં લેવા માંગતો
નહોતો એટલે મેં તે ગુનેગાર પર તમારી પાસે કેશ લખાવ્યો છે “
મારી વાત સાંભળી તે પોલીશ વધુ કઈ
બોલવાને બદલે મારી સામે મારો કેશ લખતા લખતા મરક મરક હસવા લાગ્યો, જાણે કે હું તેની
સામે કઈક કોમિક કરી રહ્યો હોય તેમ .
કેશ લખાય ગયો હોવાથી
હું ફરી મારી રૂમે આવતો રહ્યો, આજ પહેલી વખત હું બહુ ખુશ હતો કારણ કે આજ મને હેરાન
કરનાર ગુનેગારને જેલના સળિયા ગણવા પડશે અને હું તેના દરોજના ત્રાસથી મુક્ત થઈશ.પહેલા
તો મને ક્યારેય સારી નિંદર ન આવતી પેલા ગુનેગારને કારણે પણ આજ કેમ જાણે કેમેય આજે
મને મસ્ત નીંદર પણ આવી ગઈ હતી.
બીજો દિવસનો સૂર્ય ઉગ્યો, હું હજી
પથારી પરથી ઉભો થવાની કોશીસ કરતો હતો ત્યાં તો મારા રૂમના દરવાજાને કોઈક બહારથી
આંગળીના ટકોરા કરતા હોય એમ લાગ્યું,આથી હું ઝડપથી પથારી પરથી ઉભો થઈને મારા રૂમનો
દરવાજો ખોલ્યો ત્યાં તો રૂમ બહાર પોલીશની એક
જીપ એક નાનું એવું પાંજરું લઈને ઉભી હતી, હું ઝટપટ તૈયાર થઈને પોલીશ મને
હેરાન કરતો ગુનેગારને પકડવામાં સફળ થાય તે માટે તેને મદદ કરવા લાગ્યો.
પાંજરામાં એમને એમ તો ગુનેગાર નહી
આવે એમ માની પોલીશ લોકોએ પાંજરામાં ગુનેગારને જે વસ્તુ ભાવતી હતી તે રાખી,તે
રાખવાનો મતલબ એ હતો ભાવતી વસ્તુથી ગુનેગાર ખાવાની અપેક્ષાએ આવશે એટલે તે એમ ને એમ
પોતાની લીધે જ પાંજરામાં પુરાઈ જશે.
ગુનેગારને શું વસ્તુ ભાવતી હતી તે
તો પોલીશ લોકો સારી રીતે જાણતા હતા. કારણઆમ પણ પોલીશ લોકો ખાવાનું
કામ જ કરતા જ હોય છે.તેણે પોતાની રીતે જ પાંજરામાં ગુનેગારને ભાવતી વસ્તુ મૂકી
દીધી હતી, તે પાંજરામાં ગુનેગાર સફળતાપૂર્વક આવે તે માટે મને રૂમની બહાર આવવાનું
કહ્યું, તેણે મને રૂમની બહાર આવવાનું કહ્યું હોવાથી હું તો ફ્રેશ થવાને બદલે રૂમ બહાર
આવતો રહ્યો અને તેણે પેલું ગુનેગારને પકડવાનું પાંજરું મારા રૂમમાં જ્યાં
ગુનેગારની અવરજવર વધુ હતું ત્યાં મૂકી દીધું.
હું અને આવેલા પોલીશ લોકો રૂમને બંધ
કરીને બહાર બેઠા, હજી વીસ-ત્રીસ મિનીટ થઇ હશે ત્યાં તો રૂમની અંદરથી કઈક અવાજ આવી
રહ્યો હતો,પોલીશ લોકોને લાગ્યું કે ગુનેગાર જરૂર પાંજરામાં પુરાઈ ગયો હશે એમ માની
તેવોએ રૂમનો દરવાજો ખોલ્યો ત્યાં તો ખરેખર મારો ગુનેગાર પાંજરામાં પુરાઈ ગયો હતો
અને પાંજરામાંથી બહાર નીકળવા તે આમ-તેમ ચાલતો હતો પણ તેના બધા પ્રયત્ન નિષ્ફળ જતા
હતા.તેને લાગતું હશે કે બધા સામે ટક્કર લેવાય પણ માનવ નામના પ્રાણી સાથે ક્યારેય
ટક્કર ના લેવાય,તેવો અચાનક શું કરી નાખે તેની કોઈને પણ અને ખુદ પોતાને પણ ખબર
નથી હોતી.
હું તો મારા ગુનેગારની દયનીય હાલત
જોઇને હસવા લાગ્યો, અને હવે તે પોલીશના હાથમાં આવી જ ગયો છે તો તેને જરૂર ફાસીની
સજા થાય તેવી હું ઈચ્છા રાખતો હતો.આમપણ તે ગુનેગારે મારું ધણું નુકશાન અને મારો
આરામ હરામ કર્યો હતો.
પોલીસ લોકોએ મારા ગુનેગારને પકડી અને પાંજરામાં
પૂરી દીઠો હોવાથી મેં તેનો ખુબ જ આભાર માન્યો.મેં કેશ કર્યો હોવાથી મારે બીજા
દિવસે ગુનેગારના પરાક્રમો વણર્વવા કોર્ટમાં હાજર
થવાનું હતું.પોલીસ લોકો મારા ગુનેગાર લઈને પોલીસ સ્ટેસન જતા રહ્યા.આજ હું
બન્ને બાજુ ખુશ હતો એક બાજુ એ કે મારો ગુનેગાર પોલીસના હાથમાં પકડાય ગયો હતો અને
બીજી બાજુ એ કે પોલીસ લોકોએ પોતાનું કામ નિષ્ઠાપૂર્વક કર્યું.જયારે પેલો ગુનેગારને
પોલીસ લઇ જતા હતા ત્યારે બિચારાનું મોઢું પડી ગયું હતું.હું તમને અને તમારી
વસ્તુને ક્યારેય નુકસાન નહી કરું એવું મનમાં બોલતો હશે એમ મને લાગ્યુ, પણ હવે કઈ
થાય એમ નહોતું આથી તેને જેલના સળિયા ગણવા પડે એમ જ હતા.
બીજા દિવસે
સૂર્ય-નારાયણે આકાશમાં દર્શન આપ્યા.દરોજ કરતા આજ હું વહેલો ઉઠી ગયો હતો,કારણ કે
આજે મારે મને અને મારી વસ્તુને નુકશાન કરતા ગુનેગારને કડકમાં કડક સજા મળે તે માટે
મારે કોર્ટમાં જવાનું હતું, હું તો ઝડપથી નાસ્તા-પાણી કરીને તૈયાર થઈને કોર્ટમાં
ગયો.કોર્ટ લોકોથી ફૂલ ભરેલી હતી.પોલીસ લોકો પણ મારા ગુનેગારને પાંજરા પૂરીને
કટેરામાં ઉભો રાખ્યો હતો.જજનો આવવાનો સમય થઇ ગયો હોવાથી તેવો પણ આવીને પોતાની સીટ
પર શાંતિથી બેસી ગયા હતા,
મેં આજે મનમાં જ નક્કી કર્યું હતું
કે આજે તો આ ખતરનાક ગુનેગારને મૃત્યુદંડની સજા જ અપાવી છે, એટલે તેના સગા-સંબંધી
પણ ભવિષ્યમાં ક્યારેય કોઈને નુકશાન કે હેરાન કે પરેશાન ના કરે,જો હું મારા આ
ગુનેગારને એક વખત ફાસીની સજા કરાવીશ તો બધી માનવજાતને ફાયદો પણ થઇ જશે અને તે
ગુનેગારના વંશજો પણ ક્યારેય કોઈને નુકશાન કરવાનું વિચારશે નહી.
જજે મને કટોરામાં હાજર થવાનું ફરમાન
કર્યું હોવાથી હું જ્યાં બેઠો હતો ત્યાંથી ઉભો થઈને કટેરામાં હાજર થયો.પહેલો હું
કઈ બોલ્યો નહી એટલે જજ-સાહેબે મારી સામે જોઇને તે પણ પોલીસની જેમ મરક મરક હસવા
લાગ્યા,તેણે હસી લીધું હોવાથી મને શા માટે તમે કેશ કર્યો અને સામે લોક-ઉપમાં ઉભો
છે તેણે તમારું શું નુકશાન કર્યું તે
જણાવા કહ્યું.
જજસાહેબે કહ્યું હોવાથી હું તો
પેલા ગુનેગાર વિષે જેમ ફાવે તેમ બોલવા લાગ્યો : સાહેબ તે લોક-અપમાં ઉભેલો ગુનેગાર
દિનરાત મને હેરાન-પરેશાન અને નુકશાન કરતો,તે મને જેટલું નુકશાન કરતો તેનાથી વધુ તે
મારા કપડા અને બીજી વસ્તુને તે બહુ હેરાન કરતો,જજસાહેબે તેણે મારી નવે નવે
ત્રણ-ચાર કપડાની જોડને નુકશાન કરીને તોડી નાખી છે,તેણે મારા કપડાની જેમ મારા
મિત્રોના કપડાને પણ કેટલીય વાર નુકશાન કર્યું છે,અમે બધા તેનાથી બહુ ત્રાસી ગયા
હતા, મારા મિત્રો તો કાયદાની ફજેતી કરવાવાળા હતા એટલે તેવો તો કાયદો હાથમાં લઈને
ગુનેગારને ત્યાં ને ત્યાં જ ખત્મ કરી નાખતા પણ મને કાયદો હાથમાં લેવો ગમતો નથી આથી
મેં પોલીસ-સ્ટેશનમાં કેસ કર્યો અને હું ઈચ્છું છું કે તમે આ ખતરનાક ગુનેગારને ફાસી
સજા આપીને મને તેના ત્રાસમાંથી મુક્તિ અપાવશો તેવી હું અપેક્ષા રાખું છુ.
મારી વાત સાંભળી જજસાહેબ મારા પર
રાજી થયા હોય તેમ ખુબ જ હસવા લાગ્યો અને સાથે પેલા ગુનેગારની સામે ક્રોધિત થયા હોય
તેમ લાલ-આંખો કરીને જોવા લાગ્યા.જજસાહેબે રાજી થઇ ગયા હોવાથી મને વિશ્વાસ હતો કે
જજસાહેબે મારી બાજુ જ ચુકાદો આપશે અને પેલા ગુનેગારને ફાસીની સજા આપશે.જજસાહેબે
ગુનેગારને પણ પોતાના બચાવ માટે કઈ કહેવું છે તેવું પૂછ્યું પણ તે બિચારો કઈ બોલ્યો
નહિ ચુપચાપ પીંજરામાં મારી સામે ગુસ્સાવાળા ચહેરે ઉભો રહ્યો.
કોર્ટમાં સન્નાટો મચી ગયો હતો,હાજર
રહેલા તમામ લોકોને શું અને કોની બાજુ ચુકાદો આવશે તે જાણવું હોય તેમ બધા ઉત્સાહિત હતા,હાજર રહેલા લોકો
અંદરો-અંદર કલબલ-કલબલ કરવા લાગ્યા હોવાથી જજ સાહેબે મોટેથી ઓડર ઓડરની બુમો મારી
એટલે બધા કોર્ટમાં હાજર રહેલા લોકો ધીમે ધીમે કરતા શાંત રહ્યા.
ચુકાદો આપવાની ધડી આવી
ગઈ હોવાથી જજસાહેબ બોલવા લાગ્યા :બધી સાબિતી અને ભાષણો સાંભળીને, એ ચુકાદો આપવામાં આવે છે કે કટેરામાં જે
ગુનેગાર ઉપસ્થિત છે તે બિલકુલ નિર્દોષ છે કારણ કે તે ગુનેગારનું કામ છે કાપ-કુંપણ
કરવાનું,તેનો તે વારસાગત ધંધો છે તેને કોઈ રીતે તે વારસાગત ધંધાને લીધે સજા ના
અપાય અને સાથે આવા પ્રકારના સમજ્યા વગરના ખોટા કેશ કરવાને કારણે જીગ્નેશભાઈને ૧૦૦૦
જુર્માના આપવા થશે, તેણે કંઈપણ જાણ્યા-સમજ્યા વગર ગુનેગાર પર કેશ કરીને પોલીસનો તો
સમય બગડ્યો છે અને સાથે કોર્ટનો પણ.
જજસાહેબે સત્ય અને ન્યાયી ચુકાદો
આપ્યો હોય એમ ઉપસ્થિત બધા લોકો જજસાહેબ માટે જોર જોરથી તાળીઓ પાડવા લાગ્યા અને
પેલો પાંજરામાં પડેલો ગુનેગાર બધા લોકોની જેમ તે પણ મારી સામે મરક મરક હસવા
લાગ્યો.લોકોની તાળીઓનો ગણગણાટ અને ગુનેગારનું હસવું મને વિના કારણ શરીરમાં જલન કરી
રહ્યું હતું, અને હું જે ચુકાદાની અપેક્ષા રાખતો હતો તેનાથી ચુકાદો તદન વિરુધ
આવ્યો હોવાથી મને બહુ આધાત લાગ્યો જીવનમાં
ફરીવાર મારે તેજ ગુનેગારના પ્રરાક્રમોથી નુકશાનનું ભોગ બનવાનું થશે તે વિચારે હું
ત્યાં ને ત્યાં જ મૂર્છા આવી હોય તેમ કટેરામા બેભાન થઈને ઢળી પડ્યો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો