-moz-user-select:none; -webkit-user-select:none; -khtml-user-select:none; -ms-user-select:none; user-select:none;

મંગળવાર, 14 એપ્રિલ, 2015

“ અપેક્ષિત પગાર “

        ઈન્ટરવ્યૂ દેવાની મજા જ ઓર છે મિત્રો,ક્યારેક કંપનીમાં તો ક્યારેક કારખાનામાં,ક્યારેક સ્કૂલમાં તો ક્યારેક મોલમાં ,આમ તો હું નોકરીનો શોધમાં હતો એટલે જ્યાં તીર લાગે ત્યાં મારવા નીકળી જતો,બસ ખાલી કોઈ એડ આવી હોવી જોઈએ,એટલે બીજા દિવસ પહોચી જવું,પહેલા તો ઈન્ટરવ્યૂ દેવા,પછી પસંદ થઈએ તો નોકરી કે ગુલામી કરવા અને છેલ્લે કઈ ન થાય તો અનુંભવ કરવા,
        બેકાર અને નવરું રહેવું ગમતું નહોતું આથી જ્યાં એમ લાગે કે પેપરમાં આ કંપનીની કે કારખાનાની જાહેરાત આવી છે ત્યાં હું ઈન્ટરવ્યૂ આપવા જતો,
        ઈન્ટરવ્યૂમાં ખરેખર અનુભવ પણ બહુ મસ્ત થતા હોય છે,જયારે હું પહેલી વખત ઈન્ટરવ્યૂ આપવા ગયો હતો ત્યારે તો મને થોડોક ગભરાટ અને ભય હતો કે તે કેવા પ્રશ્નો પૂછશે અને હું તેના કેવા જવાબો આપીશ,હું ક્યારેય ઈન્ટરવ્યૂ સ્થળ પર વહેલો પહોચી જતો હોવા છતાં મારી પાછળ આવેલા નોકરી શોધકને હું પહેલા ઈન્ટરવ્યૂ આપવા જવા દેતો,
        તેને પહેલા મોકલવાનું ફાયદો એ થતો કે અંદર રહેલા સાહેબ તેને કેવા કેવા પ્રશ્નો પૂછે છે તે જાણી શકાય તથા મનમાં રહેલા ભયને પણ કાબુમાં કરી શકાય,મને પહેલી વખત ઈન્ટરવ્યૂ આપવા ગયો ત્યારે જ ગભરામણ થતી હતી પણ હવે તો જ્યાં સુધી નોકરી ના મળે ત્યાં સુધી ઈન્ટરવ્યૂ આપવાનો ધંધો કે શોખ જેવું થઇ ગયું હતું,એટલે હવે દરેક વખતે ઈન્ટરવ્યૂમાં જવાનું હોવાથી ગભરામણ અને ભય રાખવાની જરૂર ના રહી, 
         ઈન્ટરવ્યૂ ઓફીસમાં પહેલી વખત તો ઈન્ટરવ્યૂ લેનાર આપણે શું અભ્યાસ કર્યો છે તથા તમે જે પોસ્ટ માટે ઈન્ટરવ્યૂ આપવા આવ્યા છો તેનું તમને જ્ઞાન છે કે નહી તેવી સામાન્ય બાબતો પૂછે,મારા માટે  તો બધી બાબતો નવી હોય એટલે હું કહી દેતો હું  તો ફ્રેસર છું,
         હમમ કરી પછી તમે આ કામ  કરી શકશો જેના માટે તમે ઈન્ટરવ્યૂ આપવા આવ્યા છો એવું પૂછે,
         મારે તો ગમે તે નોકરી કરવી હોય એટલે તે ફાવશે કે નહી ફાવશે તેવી ઝંઝટ કર્યા વગર સીધું જ કહી દેવાનું, : હા મને તે કામ કરવું ગમશે,હું મારું બધું જ કામ ચીવટપૂર્વક કરીશ
          પ્રશ્નોની અને કામની વિશેની વધી રામાયણ પૂરી થાય એટલે છેલ્લે તમારી અપેક્ષિત સેલેરી ( પગાર) કેટલો એવો ખોટો સવાલ પૂછવામાં આવે.
          આવો સવાલ પૂછે એટલે આપણાના નવું જોમ આવી જાય કે આપને તેણે નોકરી માટે પસંદ કરી લીધો છે એટલે તેવો આપણી અપેક્ષિત પગાર પૂછી રહ્યા છે,આપને સામેથી પૂછ્યું હોવાથી પગાર તો ઓછો કહેવાના નથી એટલે સ્વભાવિક છે કે આપણે વધુ જ પગાર કહીએ,
          આપણી પાસેથી આપણો અપેક્ષિત પગાર સાંભળી તે એમ ન કહે તમે કાલથી કંપનીમાં નોકરીમાં જોડાય જજો તથા એમ પણ ના કહે કે તમે આ નોકરી માટે લાયક નથી, હા ક્યારેક એવું જરૂર કહે છે કે તમારો અપેક્ષિત પગાર વધુ છે અમે તમને આટલો બધો પગાર નહી આપી શકીએ,
          ગમે તે ભોગે નોકરી કરવી હોવાથી આપણે આપણો અપેક્ષિત પગાર ત્યાં જ થોડોક ઓછો કરી નાખીએ,તો પણ તેવો નોકરીનું તો કહે જ નહી પણ એટલું કહે કે અમે તમને ફોન કરીને જણાવીશું.
          તે આપણને ફોન કરવાનું કહે એટલે આપણને એમ થાય કે તે લોકો જરૂર આપણને ફોન કરશે અને નોકરીમાં રાખી લેશે પણ તેવું કઈ થતું જ નથી,જયારે કોઈ તમને નોકરીમાં ફોન કરીને જણાવીશ એવું કહે એટલે સમજી લેવાનું તેને તમને નોકરી પર રાખવાનો વિચાર જ નથી,ક્યારેય કોઈ તમને ફોન કરવાનું કહે એટલે તેના પર વિશ્વાસ ના કરવો જોઈએ,કારણ કે આ ફોનની બાબતમાં મને ધણો અનુભવ છે,
          તે લોકો આપણને ફોન કરવાનું કહે એટલે આપણે તેના ફોનની રાહ જોઈએ,પણ આમછતાં તેવો આપણને ફોન કરે નહી એટલે આપણી આશા-નિરાશામાં ફેરવાય જાય,જયારે ઈન્ટરવ્યૂ દીધા પછીનો લાંબો સમય થાય ત્યારે એમ થાય કે આ લોકો આપણને ઈન્ટરવ્યૂ માટે બોલાવ્યા હતા કે મુર્ખ બનાવવા માટે,મુર્ખ એટલે માટે કે તેણે બધાને ફોન કરવાનું કહ્યું હોવા છતાં તેવો કોઈને ફોન કરતા નથી,પણ તેવો ત્યારે જ કેમ નથી કહી દેતા કે તમે નોકરીમાં ના ચાલો એટલે આપણે તો તેની રાહ જોઈએ નહી અને બીજી જગ્યા પર તીર મારીએ,

          અને બીજું તે લોકો હમેશા ઈન્ટરવ્યૂ આપનાર વ્યક્તિને તેની અપેક્ષિત પગાર પૂછતા હોય છે,પણ જયારે ઈન્ટરવ્યૂ આપનાર વધુ પગાર કહે ત્યારે એમ ન કહે કે તમે કાલથી નોકરી પર જોડાય જાવ,અને અમે તમને આટલી સેલેરી આપવા તૈયાર છીએ,

BE HAPPY YAAR

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Blogger Widgets