એક મોટા એવા શહેરમાં દેવ અને દિવ્યા
નામના પતી-પત્ની રહેતા હતા,દેવ અને દિવ્યાના લગ્નના ધણા વર્ષો થઇ ગયા હોવા છતાં
તેને હજી કોઈ સંતાનસુખ પ્રાપ્ત થયું નહોતું. જો કે દેવને તો સંતાન કરવાની તીવ્ર
ઈચ્છા હતી પણ દિવ્યા જ તેને સાથ-સહકાર આપતી નહી.
દિવ્યા એમ માનતી કે જો તેને
કોઈક એક સંતાન થઇ જશે તો તો તેની બધી સ્વતંત્રતા જતી રહેશે.એટલે કે સંતાન થવાથી
મારી જિંદગીના મોટાભાગના સુખો છીનવાય જશે અને જે સુખ મળશે તે પણ મારે મારું
સંતાનને ઉછેરવામાં છોડવું પડશે.સંતાન થવાથી હું એક જગ્યાએ સ્થિર થઇ જઈશ અને ક્યાય
હરી-ફરી પણ નહિ શકું.
દિવ્યાને જીંદગીમાં બધા
સુખો ભોગવવા હતા,તેને બધી જગ્યાએ હરવું-ફરવું હતું,આથી જ તે સંતાનને જન્મ આપવાનો
દેવના આગ્રહનો વિરોધ કરતી.પણ દેવને તો ગમે તે ભોગે સંતાન જોઈતું હતું આથી તે દરોજ
સંતાન બાબતે દિવ્યાને દબાણ કરવા લાગ્યો.
દિવ્યાને મુક્ત પક્ષીની જેમ આકાશમાં ઉડવું હતું,વિહરવું
હતું.છતાં દેવના દબાણને કારણે વશ થઈને તેને એક સંતાનને જન્મ આપવાની ફરજ આપી,દિવ્યાએ
એક સારા સમયે એક નાની પરી જેવી બાળકીને જન્મ આપ્યો.
દિવ્યાએ બાળકીને જન્મ આપ્યો હોવાથી દેવ ખુબ જ ખુશ થઇ ગયો હતો.તેની પરીસ્થિતિ નબળી અને સામાન્ય
હોવા છતાં તેણે આડોસ-પાડોશમાં રહેતા બધા લોકોને મીઠાઈઓ વહેચી હતી.દેવને ભલે દીકરો
ના જન્મ્યો પણ દીકરી જન્મી છતાં તેને માટે દીકરી નહોતી પણ સાક્ષાત માતાજીનો જન્મ
લીધો છે,
દીકરીનો જન્મ થવાથી દિવ્યાની બધી સ્વત્રંત્રતા છીનવાય ગઈ
હોય એમ લાગતી હતી.તે હવે ક્યારેય ક્યાય એકલી જઈ શકે એમ નહોતી.દિવ્યા ક્યારેર્ય
એકલી હવે હરવાફરવા જઈ શકતી નહોતી. દિવ્યા માટે તેની બાળકી તુલસીનો ક્યારો નહી પણ
સાપનો ભારો હતી.
દિવ્યા તો ભગવાનને દરોજ એક જ પ્રાર્થના કરવા લાગી કે હે
ભગવાન તમે મને સંતાનસુખ આપ્યું તે સુખ મારે નથી જોઈતું.મારા તે સંતાનસુખને તમે
તમારી પાસે બોલાવી લો, જેને સંતાનસુખની
જરૂર હોય તેને મારું સંતાનસુખ આપી દો.
દેવ તો મજુરી કરતો હોવાથી દરોજ સવારે કામ કરવા જતો રહેતો
અને સાંજે કામથી થાકી-પરવારી ફરી આવતો રહેતો,તે જયારે પણ સાંજે મજુરી કરીને આવતો
ત્યારે સીધો જ તે પોતાની પરી જેવી દીકરીને જોતો અને વહાલથી તેના ગાલ પર એક-બે
મસ્ત-મજાનું ચુંબનની વર્ષા વરસાવતો રહેતો.પ્રેમ અને હેતથી કરેલા બાળકીને ચુંબનથી
દેવનો આખા દીવસનો કામ કરવાનો થાક ક્ષણમાં દુર થઇ જતો હોય તેમ તેને લાગતું.
દેવને એક વાત સારી રીતે
સમજાય ગઈ હતી કે જ્યારથી દીકરીનો જન્મ થયો છે ત્યારથી દિવ્યાનું વર્તન બહુ વિચિત્ર
અને બદલાયેલ ગયેલું જોવા મળે છે.પહેલાના દિવસોમાં દિવ્યાના ચહેરામાં હમેશા પ્રસનતા
અને ખુશી રહેતી જયારે હવે તેનો ચહેરો ખુબ ઉદાસ અને ગમગીન હોય તેમ લાગતું.
દેવ દિવ્યાને ઘણીવાર સમજાવવાની કોશીસ પણ કરતો કે દીકરી તો
ફૂલ સમાન કહેવાય, જેમ કોઇપણ છોડ ફૂલ વગર નકામું
કહેવાય તેમ લગ્ન-જીવન પણ સંતાન વગર નકામું ગણાય.દિવ્યા દેવની વાત શાંતિથી
તો સાંભળતી પણ તે એક કાનેથી સાંભળી અને બીજા કાનેથી કાઢી નાખતી.અને ગુસ્સામાં
દેવને : ભલે હો “ તેવો જવાબ પણ આપતી.
દીકરીનો જન્મ થવાથી દિવ્યાનું પાણીપુરી ખાવાનું, બગીચામાં ફરવા
જવાનું બધું બંધ થઇ ગયું હતું.કારણ કે દીકરી નાની હોવાથી ક્યારેક તે રડતી તો
ક્યારેક તે પોતાના કપડા ભીની કરતી તો ક્યારેય ભૂખને લીધે મોટા મોટા અવાજો કરતી,આવા
વધા કામોમાંથી દિવ્યાને નવરાશની પળોજ ના મળતી,દિવ્યા તેની દીકરીને દીકરી તરીકે નહિ
પણ દુશ્મન તરીકે માનીને તેનું પાલન-પોષણ કરતી.
દિવ્યાએ ધણી વખત દેવ
સાથે છૂટાછેડા લેવાનો પણ નક્કી કર્યું હતું પણ આમ કરવાથી સમાજમાં મોટી બદનામી થશે
વળી માં-બાપ પણ ગરીબ હોવાથી તેના બીજા લગ્ન બીજે થવા પણ શક્ય નહોતા.મારા ભાગ્યે
આવું જ નિર્માણ કર્યું છે એવું માની દિવ્યા પોતાનું દુખી કહી શકાય તેવું લગ્ન-જીવન
જીવવા લાગી.
દિવ્યાએ દીકરીને ધણીવાર ઝેર આપીને પણ મારી નાખવાના વિચારો
કર્યો હતો પણ બધાને ખબર પડી જશે તો મારા તો રામ જ રમી જાય તેવું માની દિવ્યા તેની
દીકરીનો કાટો દુર કરવા નવા નવા કીમિયા શોધવા લાગી.
એક દિવસની વાત છે,
દેવ મજુરી કરવા ગયો હતો,દિવ્યા બપોરની રસોઈ કરતી રહી હતી, નાની એવી ફૂલ જેવી બાળકી
ધોડિયામાં સુતી હતી.આવા સમયે તેની ખાસ એક બહેનપણી તેને મળવા આવી.દિવ્યા તેની
બહેનપણીને આ દીકરીથી પીછો કઈ રીતે છોડાવો તેની વાતો તેને પૂછી રહી હતી, દિવ્યાની
બહેનપણી પણ બહુ ચાલાક હતી, તે પણ પહેલાની દિવ્યા જેવી જિંદગી જીવી રહી હતી
દિવ્યાએ તેની દીકરીથી પીછો છોડાવાની વાતો કરી હોવાથી તેની
બહેનપણી તેને ગળાટુંપો આપીને મારી નાખવાની
સલાહ આપી , આમ કરવાથી કોઈને કઈ ખબર પણ પડશે નહી અને તને તારી દીકરીથી છુટકારો પણ
મળી જશે.દિવ્યાને તેની બહેનપણીએ કહેલો પ્લાન ખુબ ગમી ગયો હોય તેમ તેને શાબાશી આપવા
લાગી,,તેની બહેનપણીએ દીકરીને પતાવવાનો મસ્ત પ્લાન આપ્યો હોવાથી દિવ્યા ખુશ થઈને
તેના માટે શરબત બનાવી લાગી અને મનમાં નક્કી કર્યું કે આ પ્લાનને આજે જ અમલમાં
મુકવો.
દિવ્યાની બહેનપણી પણ દિવ્યા જેવી જ હતી.તેને જિંદગીને મુક્ત
રીતે માણવી હતી અને જિંદગીનો ભરપુર અને પુરેપુરો આનંદ લેવો હતો એટલે તેણે કોઈ સાથે
લગ્ન જ ના કર્યા,અને દીકરીની ચિંતામાં અને ચિંતામાં તેના મમ્મી-પાપાએ દમ તોડી
નાખ્યો હતો.
દિવ્યા અને તેની બહેનપણી બન્ને દીકરીનો કાટો કાઠવાની વાતો
કરતી હતી ત્યાં જ પેલી માસુમ અને નિર્દોષ દીકરીને ભૂખ લાગી હોય તેમ ધોડિયામાં સુતી
સુતી રડવા લાગી.દીકરીનો રડવાનો અવાજ સાંભળી દિવ્યાને ખબર પડી ગઈ કે તેને હવે ભૂખ
લાગી હશે એટલે તે રડે છે, એમ માની દિવ્યાએ તેની દીકરીને ધોડિયામાંથી બહાર કાઢી.
દિવ્યાની બહેનપણી દિવ્યાએ હાથે બનાવેલું લીંબુ શરબત પીને
અને કાન ભંભેરણી કરીને પોતાની ઘરે જતી રહી..દીકરી નાની હોવાથી તે બીજો તો કોઈ
ખોરાક તો લઇ શકે એમ ના હોય એટલે દિવ્યાએ ખુશીથી તેને સ્તનપાન કરાવા લાગી.
દરોજ કરતા આજ દિવ્યા ખુશીથી
તેની માસુમ બાળકીને સ્તનપાન કરાવતી હતી.કારણ કે તેને ખબર હતી કે આ છેલ્લું સ્તનપાન
છે મારી દીકરીની ભાગ્યમાં.અને ફરી હું પહેલા જેવી મુક્ત પક્ષી બનીને આકાશમાં ઉડવા
લાગીશ.
દીકરી ખુબ જ ભૂખી હોય તેમ હોશે હોશે સ્તનપાન કરવા લાગી હતી,
તેને તો કઈ ખબર નહોતી કે આજે હું મારા મમ્મીનું સ્તનપાન છેલ્લી વખત કરી રહી હતી,
તે તો બિચારી સાવ નિર્દોષ અને માસુમ બનીને મસ્તીથી પોતના ભૂખ સંતોષી રહી હતી.દિવ્યા
તો દીકરી ભગવાનને પ્યારી થઇ જશે ત્યાર પછી તે કેવા કેવા આનંદ કરશે તેની કલ્પનાઓમાં
જ ફરવા લાગી.દિવ્યાને કલ્પનામાં એટલી બધી મજા અને ખુશી મળી હોય તેમ દીકરીની ચાલુ
સ્તનપાને તે ઊંધમાં ઢળી પડી.
દિવ્યાને નિંદર આવવાથી તે બેઠી હતી તેની જગ્યાએ તેનું સ્થિર
શરીર જમીન તરફ નીચે જુકી ગયું.આ બાજુ દીકરીની ભૂખ સંતોષી ગઈ હોય તેમ તેની મમ્મીથી
દુર થવાનો પ્રયત્ન કરતી હતી પણ શું કરે મમ્મી નીચે નમી ગઈ હોવાથી તે ચારેબાજુ ચાર
દીવાલોની વચ્ચે ફચાઈ ગઈ હોય એમ લાગ્યું.દીકરીએ પોતાની મમ્મીથી દુર થવા ઘણા પ્રયત્ન
કર્યા પણ તેના મમ્મી ગાઢ ઊંધમાં હતા એટલે તેના બધા પ્રયત્ન નિષ્ફળ ગયા.
દીકરી ચારેબાજુથી ફસાઈ ગઈ હોવાથી તેને મુંજારો આવવા
લાગ્યો.તે આમ તેમ તરફડીયા મારવા લાગી અંતે બધા પ્રયત્ન અને પોતે પણ નિષ્ફળ ગઈ હોય
તેમ તે ભગવાનને પ્યારી થઇ ગઈ.એક માસુમ દીકરી સ્તનપાન કરતી કરતી તેના મમ્મીના
ખોળામાં જ સુતી સુતી ભગવાનને પ્યારી થઇ ગઈ.
એક કલાક બે કલાક થઇ હશે ત્યાં દિવ્યાની અચાનક બન્ને આખો ખુલી
અને તેની ઊંધ ઉડી.તેણે પોતાની ખોળામાં જોયું તો તેની દીકરી શાંતિથી સુઈ રહી હતી,
તેને ખ્યાલ આવી ગયો હતો કે મારી દુશ્મન તો ક્યારની ભગવાનને પ્યારી થઇ ગઈ છે.દીકરીની
મૃત્યુ થવાથી દિવ્યા દુખી થવાને બદલે ખુબ જ આનંદિત અને ખુશ થઇ હોય તેમ મનમાં બોલવા
લાગી : “મારે જે કરવું હતું તેતો
મારા પહેલા ભગવાને જકરી નાખ્યું, ખરેખર ભગવાન તું બહુ મહાન છે,ભગવાન તારો ખરેખર
ખુબ જ આભાર “
દીકરી તો ભગવાનને પ્યારી થઇ ગઈ હતી પણ હવે શું કરવું તેજ
દિવ્યા માટે સમસ્યારૂપ પ્રશ્ન હતો.હવે બાળકીનું શુ કરવું તે દિવ્યા પોતાના મગજને
ખુબ જ જોર દઈને વિચારવા લાગી.તેને વિચાર મળી ગયો હોય તેમ તેણે ઘરમાં નકામી પડેલી
એક પ્લાસ્ટીકની એક કોથરી લઈને તેમાં પેલી નિર્દોષ અને માસુમ દીકરીનું શબ નાખી
દીધું.તે પ્લાસ્ટીકમાં રહેલું શબને પણ ઘરની નજીક આવેલું એક અવાવરું ખાડીમાં પથરાવી
દીધું,અને ત્યાર પછી કોઈને કઈ ખબર ના પડે તેમ મોટે મોટેથી મારી દીકરીનું અપહરણ થઇ
ગયું છે તેવી બુમાબુમ કરવા લાગી.
દિવ્યાની અપહરણની બુમાબુમ સાંભળીને દિવ્યા દેવને ફોન કરવા
અને દીકરીનું અપહરણ થઇ ગયું છે તે જણાવા અસમર્થ છે એમ માની એક પાડોશીએ દેવને ફોન
કરીને જણાવ્યું કે તમારી દીકરીને કોઈક અપહરણ કરી ગયું છે અને તમારી પત્ની તેના
વિરહમાં જોરથી જોરથી રડે છે માટે તમે બનતી ઝડપે ઘરે આવતા રહો.
પોતાની દીકરીના અપહરણની વાત
સાંભળી દેવના તો હોશકોશ ઉડી ગયા અને તેની પગ નીચેની ઘરતી ખસી ગઈ હોય તેમ હાલકડોલક
થવા લાગી હોય તેમ સ્થિર-અસ્થિર થવા લાગ્યો.દેવે ઝડપભેર પોતાના માલિકની રજા લઈને
પોતાની ઘરે આવતો રહ્યો અને પોતાની પત્નીને પૂછવા લાગ્યો :” શું થયું મારી દીકરીને . કોણ લઇ ગયું છે તેને. તેને લઇ
ગયું ત્યારે તું ક્યાં હતી અને શું કરતી હતી “
એક સાથે દેવે દિવ્યાને અનેક પ્રશ્નો પૂછી નાખ્યા.દિવ્યા
રડવાનો ઢોંગ કરતી કરતી દેવના બધા પ્રશ્નોના જવાબ આપતી હોય તેમ કહેવા લાગી : “ હું આપણી દીકરીને ધોડિયામાં સુવડાવી માર્કેટમાં શાકભાજી
લેવા ગઈ હતી પણ ફરી જયારે હું શાકભાજી લઈને ઘરે આવી ત્યારે જોયું તો આપણા ઘરનું
તાળું તૂટેલું હતું અને મને આપણી દીકરીની શંકા ગઈ આથી મેં ધોડિયામાં જોયું તો તે
પણ મને ત્યાં જોવા ના મળી.ત્યાં જોવા ના મળી તે જોઇને હું તો ખુજ હતપ્રભ થઇ ગઈ અને
મારી દીકરીને કોઈ અપહરણ કરીને લઇ ગયું છે તેવું મને લાગ્યું અને હું મારી જાતને
રોકી શકી નહિ એટલે જોર જોરથી રડવા લાગી.
દેવએ દિવ્યાની પૂરી
વાત સાંભળી પોલીસ સ્ટેસનમાં ફરિયાદ નોધાવી,પોલીસ પણ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક
બજાવવા માંગતા હોય તેમ બધી જગ્યાએ દેવની દીકરીની તપાસ કરી પણ અંતે દીકરીનો કોઈ પતો
લાગ્યો નહી,પતો ના લાગ્યો હોવાથી પોલીસને દિવ્યા પર શંકા ગઈ હોય તેમ પોલીસ કડક
સ્વરે દિવ્યાની પુછપરછ કરવા લાગ્યા.દિવ્યા પોલીસથી ડરી ગઈ હોય તેમ ખોટુંખોટું
રડવાનું બંધ કરીને જે સત્ય હતું તે કહેવા લાગી :” મને મારી દીકરી આંખના કણાની ખુસતી હતી એટલે હું જ તેને
મારી નાખવાની હતી પણ ત્યાં જ તે સ્તનપાન કરવામાં જ ભગવાનને વહેલી પ્યારી થઇ ગઈ,
દેવને દિવ્યાની આ પ્રકારની નાના બાળક પ્રત્યે અને ખુદ
પોતાના બાળક પ્રત્યેની નિર્દયતા અને ક્રૂરતા જોઇને ખુબ નફરત આવવા લાગી, દેવને
દિવ્યા પર નફરત આવવાને લીધે તેના પર થું થું કરીને થુકવા લાગ્યો અને કહેવા લાગ્યો
કે તું જનેતા માટેનું કલંક છે, તું મારાથી અત્યારે જ દુર જતી રહે નહિતર કોર્ટ તને
સજા આપે કે ના આપે પણ હું તને અત્યારે જ સજા આપી દઈશ,દિવ્યાએ માસુમ દીકરીનું ખૂન
કર્યું હોવાથી પોલીસ તેને પકડીને લઇ ગઈ અને જેલના સળિયા પાછળ ધકેલી દીધી.દેવે આજ
પોતાની એક એક ફૂલ જેવી દીકરી ખોઈ તેના વિરહમાં જોર જોરથી રડવા લાગ્યા,આ સિવાય બીજો
કોઈ વિકલ્પ પણ નહોતો તેની પાસે ‘’’’’’’’’’’’’’’
Ø અત્યારના સમયમાં બે પ્રકારની “ માં “ જોવા મળે છે,એક “ માં “ પોતાની દીકરા-દીકરીની ખુશી
માટે પોતાનું બધું-સંપૂર્ણ બલિદાન આપી દેતી હોય છે તથા બીજી એવા પ્રકારની માં જોવા
મળે છે જે પોતાની ખુશી અને આનંદ માટે પોતાના દીકરી-દીકરાનું પણ બલીદાન પણ આપી દેતી
હોય છે “
BE HAPPY YAAR
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો