એક ઘરમાં મમ્મી-પાપા અને તેની દીકરી રહેતા હતા.દીકરી કોલેજિયન હોવાથી થોડીક આધુનિક હતી જયારે તેના મમ્મી-પાપા અભણ હતા.પણ તેના મમ્મી-પાપા શ્રી કૃષ્ણ ભગવાનના પરમ ભક્તો હતો.તેના મમ્મી-પાપા હમેશા રાધે-ક્રિષ્નાના પ્રેમના ગીતો જ ગાતા હતા. પ્રેમ નેજ પરમેશ્વર માનતા. મમ્મી-પાપા માટે બધાને પ્રેમ કરવો જોઈએ તેવો તેનો ધર્મ હતો.
આ બન્ને બીજા સાથે વાતો કરે તો પણ પ્રેમની જ કરતા અને પ્રેમથી જ કરતા.આ બન્ને માટે અત્ર-તત્ર-સર્વત્ર પ્રેમજ બધાથી સર્વશ્રેષ્ઠ હોય તેમ લાગતું. દીકરી કોલેજેથી ધરે આવી મમ્મી-પાપા બન્ને ઘરે હોવાથી તેને સંભળાય તેમ મોટેથી કહે છે: “ પ્રેમના પુજારી એવા મારા મમ્મી-પાપા,હું કોલેજમાં એક યુવાનના પ્રેમમાં છું.તે પણ મને ખુબજ પ્રેમ કરે છે.અમે બન્ને લગ્ન કરવા માંગીએ છીએ જો તમને કઈ સમસ્યા ના હોય તો ?
“ કાળમુખી,તને કોણે કહ્યું હતું પ્રેમમાં પડવાનું,પ્રેમમાં પડીને તે ભયકર પાપ કર્યું છે,ચાલ રૂમમાં જતી રહે એટલે અમે તને કેદ કરી નાખીએ “ દીકરીની પ્રેમલગ્નની વાત સાંભળી તેના મમ્મી-પાપાનો મગજ છટક્યો હોય તેમ ખુબજ ક્રોધિત સ્વરે દીકરીને કહેવા લાગ્યા. BE HAPPY YAAR
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો