એક ખાનગી શાળાના
આચાર્યએ જાહેરાત કરી હતી અમારા શાળામાં જે પણ કોઈ નબળો વિધાર્થી પ્રવેશ લે છે તેને
અમે એક વર્ષમાં હોશિયાર બનાવી આપીશું.તે ગમેતેવો હોય તો પણ અમે અમારી પૂરી મહેનતથી
તે બાળકને નબળોમાંથી સબળ અને જ્ઞાની બનાવી નાખીશું.કોઇપણ વિધાર્થી ભવીશ્યમાં ક્યાય
પણ પાછો ન પડે તે અમારી ગેરેંટી છે. જાહેરાતની જોરદાર અસર
થઇ ગઈ હોય તેમ શાળામાં વિધાર્થીની સંખ્યામાં પણ જોરદાર વધારો આવ્યો હતો.જે પણ
વિધાર્થીના વાલીઓ આવતા તેને આચાર્ય વચન આપતા કે અમે જરૂર તમારો દીકરાને હોશિયાર,ચાલાક અને ચબરાક બનાવી
આપીશું. આચાર્યની વાત પર વિશ્વાસ
મુકીને બધા વાલીઓ હસતા હસતા ઘરે જતા અને ગર્વ લેતા કે મારો દીકરો હવે જરૂર હોશિયાર
થઇ જશે.પણ એક વાલીએ જતા જતા આચાર્યને સામે પ્રશ્ન કર્યો કે : “ સાહેબ પેલો તમારો નબળો
અને નાપાસ થયેલો દીકરો ક્યાં અભ્યાસ કરે છે “ તેને
તો મેં એક મોટી શાળામાં મુક્યો છે “ આચાર્યએ હસતા હસતા જવાબ
આપ્યો.
be happy yarrrrrrrrrrrrr
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો