-moz-user-select:none; -webkit-user-select:none; -khtml-user-select:none; -ms-user-select:none; user-select:none;

શનિવાર, 7 ફેબ્રુઆરી, 2015

“ હે દોસ્ત મને લાગ્યો ફેસબુકનો રંગ “

હે દોસ્ત મને લાગ્યો ફેસબુકનો રંગ
કોલેજના બાંકડે ભણતા ભણતા અમને લાગ્યો ફેસબુકનો રંગ
શાંત વન-ઉપવનના સાનિધ્યમાં અમે માણ્યો  ફેસબુકનો રંગ
                                              હે દોસ્ત મને.........
મિત્રો-દોસ્તના મોબાઈલમાં અમે પામ્યો ફેસબુકનો રંગ
અંધારી રાતે પથારી પર સુતા અમે પામ્યો ફેસબુકનો રંગ
                                             હે દોસ્ત મને......
દુનિયાના લોકોના નવરાશની પળોમાં અમે બાત્યો ફેસબુકનો રંગ
સાગરના કિનારે કિનારે અમે પીધો ફેસબુકનો રંગ
                                             હે દોસ્ત મને.......
નવરા લોકોના કોમ્પુટરમાં જોયો અમે ફેસબુકનો રંગ
વહાલી ગર્લફેન્ડના મિલનમાં અમે વખાણ્યો ફેસબુકનો રંગ
                                             હે દોસ્ત મને.....
વૃધો-સદી વટાવી ગયેલા લોકોના સમયે અમે જોયો ફેસબુકનો રંગ
પરીક્ષા-કસોટીના દિવસોમાં અમે મુક્યો ફેસબુકનો રંગ
                                             હે દોસ્ત મને........
સમય-સંજોગના સથવારે અમે છલકાવ્યો ફેસબુકનો રંગ
એકલા અમારા જીવનમાં અમે પીધો ખુબ ફેસબુકનો રંગ
હે દોસ્ત મને લાગ્યો ફેસબુકનો રંગ

          BE  HAPPY  YAAR

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Blogger Widgets