-moz-user-select:none; -webkit-user-select:none; -khtml-user-select:none; -ms-user-select:none; user-select:none;

બુધવાર, 4 ફેબ્રુઆરી, 2015

“ જમાનાની એક ઝલક “

હવે જમાનો બહુ બદલાય ગયો હોય એમ લાગે છે
હવે મનુષ્યનો જમાનો ગયો હોય અને મંદિરનો જમાનો આવ્યો હોય એમ લાગે છે
હવે ભગવાનનો જમાનો ગયો હોય અને ભગવા વસ્ત્રોનો જમાનો આવ્યો હોય એમ લાગે છે
હવે પ્રેમનો જમાનો ગયો હોય અને પૈસાનો જમાનો આવ્યો હોય એમ લાગે છે
                          હવે જમાનો બહુ ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

હવે સંસ્કારનો જમાનો ગયો હોય અને સતાનો જમાનો આવ્યો એમ લાગે છે
હવે હદયનો જમાનો ગયો હોય અને શરીરનો જમાનો આવ્યો હોય એમ લાગે છે
હવે સત્યનો જમાનો ગયો હોય અને સાધું-સંતોનો જમાનો આવ્યો હોય એમ લાગે છે
હવે સહવાસનો જમાનો ગયો હોય એન સેક્સનો જમાનો આવ્યો હોય એમ લાગે છે
                          હવે જમાનો બહુ ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

હવે શાળાનો જમાનો ગયો હોય અને ટ્યુશન જમાનો આવ્યો એમ લાગે છે
હવે વિદ્યાનો જમાનો ગયો હોય એન વ્યસનનો જમાનો આવ્યો એમ લાગે છે
હવે ધર્મનો જમાનો ગયો હોય અને સંપ્રદાયનો જમાનો આવ્યો હોહોય એમ લાગે છે
હવે સાબિતીનો જમાનો ગયો હોય અને કારણો જમાનો આવ્યો હોય એમ લાગે છે
                          હવે જમાનો બહુ ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


હવે ગામડાનો જમાનો ગયો હોય અને શહેરનો જમાનો આવ્યો હોય એમ લાગે છે
હવે મહેનતનો જમાનો ગયો હોય અને મફતનો જમાનો આવ્યો હોય એમ લાગે છે
હવે આશાનો જમાનો ગયો હોય અને અપેક્ષાનો જમાનો આવ્યો હોય એમ લાગે છે
હવે સત્સંગનો જમાનો ગયો હોય અને ચર્ચા-સંવાદનો જમાનો આવ્યો હોય એમ લાગે છે
                          હવે જમાનો બહુ ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

હવે જંગલોનો જમાનો ગયો હોય અને બગીચાનો જમાનો આવ્યો એમ લાગે છે
હવે જાનું,રાણીનો જમાનો ગયો હોય અને હની,સ્વીટહાર્ટનો જમાનો આવ્યો હોય એમ લાગે છે
હવે બા-બાપુજીનો જમાનો ગયો હોય અને મમ્મી-પાપાનો જમાનો આવ્યો હોય એમ લાગે છે
હવે તમે,તમને કહેવાનો જમાનો ગયો હોય અને તું કહેવાનો જમાનો આવ્યો હોય એમ લાગે છે
                          હવે જમાનો બહુ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

હવે સમાધાનનો જમાનો ગયો હોય અને સંધર્ષનો જમાનો આવ્યો એમ લાગે છે
હવે સહનશીલતાનો જમાનો ગયો હોય અને પ્રતિકારનો જમાનો આવ્યો હોય એમ લાગે છે
હવે શાણા,સમજુનો જમાનો ગયો હોય અને તોફાની,ટપોરીનો જમાનો આવ્યો હોય એમ લાગે છે
હવે દૂધ,પાણીનો જમાનો ગયો હોય અને દારૂ-કોલ્ડ્રીંકનો જમાનો આવ્યો હોય એમ લાગે છે
                          હવે જમાનો બહુ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

હવે મગજનો જમાનો ગયો હોય અને કોમ્પ્યુટરનો જમાનો આવ્યો હોય એમ લાગે છે
હવે વિચારોનો જમાનો ગયો હોય અને વર્ણનનો જમાનો આવ્યો હોય એમ લાગે છે
હવે ગદ્યનો જમાનો ગયો હોય અને પદ્યનો જમણો આવ્યો હોય એમ લાગે છે
હવે છોકરાનો જમાનો ગયો હોય અને છોકરીનો જમાનો આવ્યો હોય એમ લાગે છે
                          હવે જમાનો બહુ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

હવે વાંચનનો જમાનો ગયો હોય અને લેખનનો જમાનો આવ્યો હોય એમ લાગે છે
હવે સુરનો જમાનો ગયો હોય અને અવાજનો જમાનો આવ્યો હોય એમ લાગે છે
હવે હકીકતનો જમાનો ગયો હોય અને કાલ્પનિકનો જમાનો આવ્યો હોય એમ લાગે  છે
હવે સંસ્કુત,ગુજરાતીનો જમાનો ગયો હોય અને અંગ્રેજીનો જમાનો આવ્યો હોય એમ લાગે છે
ખરેખર હવે જમાનો બહુ ઝડપથી બદલાય જતો હોય એમ  લાગે છે


  
,,,,,,,,,,,,,,,,,,,BE HAPPY YAAR,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Blogger Widgets