( એક ગુજરાતી કવિતાની રીમીક્સ કરેલી મારી કવિતા )
મને એ નથી સમજાતું કે આમ-કેમ થાય છે
પથ્થરો પૂજાય છે અનેસજ્જનો ઠોકર ખાય છે
વ્યવહાર રાખે છે સ્વાર્થી અને સંબંધો તોડે છે શંકાથી
મને એ નથી સમજાતું ,,,,,,,,,,
ભગવા લોકો ભવાઈ કરે છે,સજા મળે છે ધર્મો ને
લુટે છે બધું રાજકારણી,નામ આવે છે બધા ચોર નું
મને એ નથી સમજાતું,,,,,,,
ભૂખ્યા વંચિત રહે છે અને મંદિરોમાં બત્રીસ ઢાળ ધરાય છે
ધર્મ નો આશરો લઈને લાખો લોકો કમાય છે
મને એ નથી સમજાતું,,,,,,,,
જ્ઞાની રહે છે જેલમાં અજ્ઞાની બને છે રાહબર
પ્રેમ રહે છે અપેક્ષામાં અને વિશ્વાસની લીલામી થાય છે
મને એ નથી સમજાતું કે આમ-કેમ થાય છે
પ્રેમ રહે છે અપેક્ષામાં અને વિશ્વાસની લીલામી થાય છે
મને એ નથી સમજાતું કે આમ-કેમ થાય છે
BE HAPPY YAAR
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો