-moz-user-select:none; -webkit-user-select:none; -khtml-user-select:none; -ms-user-select:none; user-select:none;

બુધવાર, 11 ફેબ્રુઆરી, 2015

મારું કટાક્ષ સાહિત્ય

           "   ખરાબ,ગંદુ અને ભ્રષ્ટાચારી રાજકારણ માટે સમાજ જ જવાબદાર હોય એમ લાગે છે,કારણ કે કોઈ 
   રાજકારણી પરગ્રહવાસી નથી પણ આપણા સમાજનો કોઈક વ્યક્તિ છે,જે રાજકારણમાં સમાજનો લોકો
   દ્વારા જીતાડવામાં આવે છે અને તેને રાજકારણનો રંગ ચખાડે છે.જો વ્યક્તિ રાજકારણમાં જઈને ખરાબ
   થઇ જાય તો સમાજ તેને કઈ કરી શકતો નથી પણ જો તે સારો હોય તો તેના વખાણ કરવામાં થાકતો નથી.
   
           " સમાજ પાસે આપવા લાગ્ય ફક્ત કિમંતી મત છે,
             બાકી બધું તો રાજકારણી પાસે છે ".
             જો રાજકારણી ખરાબ છે,ગંદો છે એવી આપણને ખબર પડે છે છતાં આપણે તેને દરેક ચુંટણીમાં જીતાદીએ 
 છીએ, અને તેને વધુ ને વધુ ખરાબ અને ભ્રષ્ટાચારી બનવાનો મોકો આપીએ છીએ , જો કોઈ ખરાબ નીકળે અને
 આપણે તેને હરાવીયે તો બધાને ખબર પડે કે ભ્રષ્ટાચાર કરીશું તો હારી જશું પણ સમાજ કોણ એટલું બધું સમજેલું 
 છે કે જે એવું કરવા બેશે "

           " સમાજને પણ ખબર છે કે હું સારા કામ કરવામાં આળસુ છું,ભ્રષ્ટાચાર કરવામાં વ્યસ્ત છું,છતાં સમાજના લોકો મારી પાસે પોતાના બધા કામો સારી રીતે થઇ જશે એવી અપેક્ષા રાખીને મને જીતાડે છે અને હું ફરી મારા ખરાબ અને ભ્રષ્ટાચારના કામમાં પરોવાય જાવ છું,

          " સમાજ મને ત્યારે જ યાદ આવે છે જયારે ચુંટણી હોય અને
            હું સમાજ ત્યારે જ યાદ આવું છે જયારે ચુંટણી ના હોય "

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Blogger Widgets