( હું મારા મોટાભાગના મિત્રો ને બકા કહીને જ બોલાવું છે તો આજે તેના
માટે એક રમુજી કાવ્ય હહ્હાહાહ )
હે બકા, તારે જો કરવા હોય તો હવે ઓચિકા ના કવર કરી શકે
કારણ કે જિંદગી માં તે જે ગુમાવ્યું છે તે કવર નહી કરે શકે ,
હે બકા , તારે હવે પ્રેમ કરવો હોય તો પથ્થર ને કર કારણ કે
માનવજાત પર હવે તને વિશ્વાસ અને શ્રધ્ધા રહી નથી,
હે બકા, હવે તારે સેવા કરવી હોય તારી કર કારણ કે
હવે તું માં-બાપ ની સેવા કરવા માટે સમય આપી શકીશ નહી
હે બકા,તારે ધાર્મિક બનવું હોય તો તું હિન્દુ મુસ્લિમ બની જા
કારણ કે તું માનવતા નો ધર્મ નહી નિભાવી શકીશ
હે બકા તારે રહેવું હોય તો હવે તું કોઈ ઘર કે મહેલ માં રહે
કારણ કે હદય માં રહે તેવા તારી પાસે એકપણ ગુણ નથી
હે બકા, તને જો બદલવાનું મન થતું હોય તો સબંધો-ચહેરા બદલ
કારણ કે જીવન બદલવા માટે હવે તારી પાસે સમય નથી
હે બકા, હવે જો તને સ્મિત આપવાનું મન થતું હોય તો આપ
નહિતર આટલું વાંચીને કઈક સમજવા નો પ્રયત્ન કરજે..
BE HAPPY YAAR
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો