-moz-user-select:none; -webkit-user-select:none; -khtml-user-select:none; -ms-user-select:none; user-select:none;

શનિવાર, 21 ફેબ્રુઆરી, 2015

“ સ્વચ્છતા “

          એક બહુ જાણીતી શાળા હતી.તે જાણીતી એટલા માટે હતી કે તે શાળાના બધા શિક્ષકો સ્વચ્છતાના પ્રખર હિમાયતી હતી, તથા પોતાના બધા વિધાર્થીને પણ વિનંતી કરતા કે જીવનમાંકે બીજી ગમે ત્યાં જગ્યાએ સ્વચ્છતા વધુ રાખવી.શાળાની દરેક દીવાલ પર પણ સ્વચ્છતા વિશેના સુંદર લખાણો લખ્યા હતા.જેમ કે
           
           “ સ્વચ્છતા એજ જીવનની મોટી સુંદરતા છે
           “ સ્વચ્છતા રાખો, તંદુરસ્તી જાળવો
           “ સુખ અને સ્વચ્છતા એક સિક્કાની બે બાજુ છે
          
        બધા શિક્ષકો વર્ગમાં પોતાના વિધાર્થીઓને પહેલા જ સુચના આપતા કે : જ્યાંત્યા ગંદકી કરવી નહી તથા કચરો પણ ફેકવો નહી અને જ્યાં ગંદકી હોય ત્યાંથી હમેશા માટે દુર જ રહેવું. પણ જયારે કોઈ પિતા તેના બાળકને શાળામાં મુકવા આવતા ત્યારે તેવો પોતાના ચહેરા પર દુર્ગંધ ન આવે એટલે રૂમાલ બાંધી રાખતા કારણ કે શાળાની આજુબાજુમાં એટલી બધી ગંદકી અને કચરો હતો તેની દુર્ગધથી રૂમાલ ન બાંધેલો માણસ ત્યાજ બેભાન થઇને ઠળી પડતા..

BE HAPPY YAAR

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Blogger Widgets